title
stringlengths
1
78
url
stringlengths
31
108
text
stringlengths
0
119k
ઉપગ્રહ બસ
https://gu.wikipedia.org/wiki/ઉપગ્રહ_બસ
right|thumb| કોમ્યુનિકેશન્સ ઉપગ્રહ બસ અને પેલોડ એકમ સેટેલાઇટ બસ (અથવા અંતરિક્ષ બસ ) એ ઉપગ્રહ અથવા અંતરિક્ષયાનનો મુખ્ય ભાગ અને માળખાકીય એકમ છે, જેમાં પેલોડ અને તમામ વૈજ્ઞાનિક સાધનો રાખવામાં આવે છે. બસથી મેળવેલા ઉપગ્રહો ખાસ ઉત્પાદિત ઉપગ્રહોથી જુદા છે. બસમાંથી મેળવેલા ઉપગ્રહો સામાન્ય રીતે ગ્રાહકની જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે વિશિષ્ટ સેન્સર અથવા ટ્રાન્સપોન્ડર્સ સાથે, ચોક્કસ મિશન હાંસલ કરવા માટે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભૂસ્થિર ઉપગ્રહો, ખાસ કરીને સંચાર ઉપગ્રહો માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ અંતરિક્ષયાનમાં પણ થાય છે જે નીચલી ભ્રમણકક્ષા પર ફરે છે, કેટલીકવાર પૃથ્વીની નીચા સ્તરની પરિભ્રમણકક્ષા અભિયાનનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણો thumb| જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીનની અંતરિક્ષયાન બસનો ડાયાગ્રામ. સૌર પેનલ લીલા રંગમાં છે અને આછા જાંબલી ફ્લેટ રેડિયેટર શેડ્સ છે. સેટેલાઇટ બસનાં કેટલાંક ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે: બોઇંગ ડીએસ એન્ડ એસ 702 લોકહીડ માર્ટિન સ્પેસ સિસ્ટમ્સ A2100 આલ્ફાબસ INVAP ARSAT-3K એરબસ ડી એન્ડ એસ યુરોસ્ટાર ઇસરો ની I-1K, I-2K, I-3K, I-4K, I-6K, અને ભારતીય નાની સેટેલાઇટ બસ નાસા એમ્સ એમસીએસબી SSL 1300 ઓર્બિટલ એટીકે જીઓસ્ટાર મિત્સુબિશી ઇલેક્ટ્રિક DS2000 જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની અવકાશયાન બસ SPUTNIX ટેબ્લેટસેટ SPUTNIX OrbiCraft-Pro ઘટકો બસમાં સામાન્ય રીતે નીચેની ઉપપ્રણાલિ હોય છે: Satellite Bus Subsystems , NEC, accessed 25 August 2012. આદેશ અને ડેટા હેન્ડલિંગ (C&DH) સિસ્ટમ સંચાર પ્રણાલિ અને એન્ટેના વીજ પાવર પ્રણાલિ (ઇપીએસ) પ્રોપલ્શન ઊર્જા નિયંત્રણ વલણ નિયંત્રણ પ્રણાલી (ACS) માર્ગદર્શન, નેવિગેશન અને નિયંત્રણ (GNC) પ્રણાલિ સ્ટ્રક્ચર્સ અને ટ્રસ લાઇફ સપોર્ટ ( ક્રુડ મિશન માટે). આ પણ જુઓ સેટેલાઇટ બસોની સરખામણી સેવા મોડ્યુલ ઉપગ્રહ સંદર્ભ બાહ્ય કડીઓ ઉપગ્રહ પારિભાષિક શબ્દો JWST અવલોકનશાળા: અંતરિક્ષયાન બસ સ્પિટ્ઝરની અંતરિક્ષ બસ ગુન્ટરનું સ્પેસ પાનું: અંતરિક્ષયાન બસો
પીએસએલવી-ડી૧
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-ડી૧
પીએસએલવી-ડી૧ એ પીએસએલવી કાર્યક્રમનું પ્રથમ અભિયાન હતું. રોકેટે આઈઆરએસ-૧ઈ ઉપગ્રહનું વહન કર્યું પરંતુ બોર્ડ માર્ગદર્શન અને નિયમન પ્રોસેસરના સોફ્ટવેરની ખામીને કારણે અભિયાન નિષ્ફળ જવાથી તેને તૈનાત કરી શક્યું નહીં. પીએસએલવી-ડી૧ ભારતીય સમય મુજબ ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ની વહેલી સવારે ૫:૧૨ વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું . પીએસએલવી-સી૩૯ ના પ્રક્ષેપણ સુધી પીએસએલવી કાર્યક્રમનું આ એકમાત્ર નિષ્ફળ અભિયાન રહ્યું. "PSLV Launch Vehicle". spaceflight101.com. Retrieved 23 Jun 2016. પ્રક્ષેપણ અને નિષ્ફળતા પીએસએલવી-ડી૧ સતીશ ધવન સ્પેસ સેન્ટર (તે સમયે "શ્રીહરિકોટા લોન્ચિંગ રેન્જ" તરીકે ઓળખાતું હતું) ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ ૫:૧૨ IST વાગ્યે પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું બીજા તબક્કાના વિભાજન સમયે એક મોટી ખલેલ સર્જાઈ અને બોર્ડ માર્ગદર્શક અને નિયમન પ્રોસેસરમાં સોફ્ટવેરની ખામીને કારણે બીજા તબક્કાના રેટ્રો રોકેટમાંથી એક નિષ્ફળ ગયું. લોન્ચ થયાના લગભગ ૧૨ મિનિટ પછી વાહન પૃથ્વી પર પાછું પડ્યું અને બંગાળની ખાડીમાં ભગ્ન થઈ પડી ગયું. થયું. આમ ભારતનો પ્રથમ ઉપગ્રહ આઈઆરએસ૧ઈ ભ્રમણકક્ષામાં મૂકી શકાયો ન હતો અને મિશન સંપૂર્ણ નિષ્ફળ ગયું હતું. <ref name="PSLV-D1"><ref name="PSLV Launch Vehicle"> આ પણ જુઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન  સંદર્ભ શ્રેણી:ઇસરો
PSLV-D1
https://gu.wikipedia.org/wiki/PSLV-D1
REDIRECT પીએસએલવી-ડી૧
પીએસએલવી-ડી૨
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-ડી૨
પીએસએલવી-ડી૨ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું બીજું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-પી૨નો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો. પ્રક્ષેપણ પીએસએલવી-ડી૨ને ભારતીય સમય મુજબ ૧૫ ઓક્ટોબર ૧૯૯૪ની વહેલી સવારે ૫:૦૫ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-પી૨ ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીથી દૂર ઊંચે નિર્ધારિત કક્ષામાં સૂર્યાચલ કક્ષા તરતો મૂકી દીધો. વધુ વાંચન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન   સંદર્ભ શ્રેણી:ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન શ્રેણી:ઇસરો
PSLV-D2
https://gu.wikipedia.org/wiki/PSLV-D2
REDIRECT પીએસએલવી-ડી૨
પીએસએલવી-ડી૩
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-ડી૩
પીએસએલવી-ડી૩ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું ત્રીજું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-પી૩નો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો. પ્રક્ષેપણ પીએસએલવી-ડી૩ને ભારતીય સમય મુજબ ૨૧ માર્ચ ૧૯૯૬ની વહેલી સવારે ૪:૫૬ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-પી૩ ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીની નિર્ધારિત સૂર્યાચલ કક્ષામાં તરતો મૂકી દીધો. વધુ વાંચન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન સંદર્ભો શ્રેણી:ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન શ્રેણી:ઇસરો
PSLV-D3
https://gu.wikipedia.org/wiki/PSLV-D3
REDIRECT પીએસએલવી-ડી૩
પીએસએલવી-સી૧
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-સી૧
પીએસએલવી-સી૧ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું ચોથું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-૧ડીનો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો. ભારતે રશિયાની મદદ વિના તૈયાર કરેલું આ સૌપ્રથમ પ્રક્ષેપણ વાહન છે. આ વાહને આઈઆરએસ-૧ડીને અંતરીક્ષમાં પૃથ્વીની સૂર્યાચલ ધ્રુવીય કક્ષામાં તરતો તો મૂક્યો, પરંતુ અભિયાનને વાહનના એક ઘટકમાંથી બળતણરૂપે ભરેલા હિલિયમનો રિસાવ થવાના કારણે, ધારેલી સફળતા ન મળી. આ અભિયાનનું લક્ષ આઈઆરએસ૧ડીને વર્તુળાકાર કક્ષામાં પ્રસ્થાપિત કરવાનું હતું. પરંતુ તેમાં સફળતા ન મળતાં તેને પરવલય કક્ષા (અંડાકાર કક્ષા)માં તરતું મૂકવામાં આવ્યો. આ અભિયાનને અંશતઃ સફળ ગણવામાં આવે છે, કારણકે તેમાં ઉપગ્રહનું સ્થાપન ધારેલી ઊંચાઈએ ન કરી શકાયું. Mission parameters દ્રવ્યમાન: ઉડ્ડયન વખતનું કુલ વજન: વહનભાર વજન: સમગ્રતયા ઊંચાઈ : નોદક: તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાયડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ (યુએચ ૨૫ + N2O4) તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાયડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) ઊંચાઈ: મહત્તમ વેગ : (ચોથો તબક્કો પુરો થયો ત્યારનું અવલોકન) નત: ૯૮.૭° આવર્તનકાળ: ૧૦૯૦.૫૨ સેકંડ પ્રક્ષેપણ પીએસએલવી-સી૧ને ભારતીય સમય મુજબ ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૭ની વહેલી સવારે ૧૧:૧૭ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-૧ડી ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીની નિર્ધારિત સૂર્ય-સમક્રમિક કક્ષાામ તરતો મૂકી દીધો. વધુ વાંચન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન સંદર્ભો
વિદ્યુત મોટર
https://gu.wikipedia.org/wiki/વિદ્યુત_મોટર
ઇલેક્ટ્રિક મોટર એ ઇલેક્ટ્રિકલ મશીન છે જે વિદ્યુત ઊર્જાને યાંત્રિક ઊર્જામાં રૂપાંતરિત કરે છે. મોટાભાગની ઇલેક્ટ્રિક મોટર્સ મોટરના ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રિક પ્રવાહ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા મોટરના શાફ્ટ પર લાગુ ટોર્કના સ્વરૂપમાં બળ ઉત્પન્ન કરવા માટે વાયર વિન્ડિંગમાં કાર્ય કરે છે. ઇલેક્ટ્રીક જનરેટર યાંત્રિક રીતે ઇલેક્ટ્રિક મોટર જેવું જ હોય છે, પરંતુ યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરીને પાવરના ઉલટા પ્રવાહ સાથે કામ કરે છે. ઇલેક્ટ્રિક મોટર્સને ડાયરેક્ટ કરંટ (DC) સ્ત્રોતો દ્વારા સંચાલિત કરી શકાય છે, જેમ કે બેટરી, અથવા રેક્ટિફાયર, અથવા વૈકલ્પિક વર્તમાન (AC) સ્ત્રોતો, જેમ કે પાવર ગ્રીડ, ઇન્વર્ટર અથવા ઇલેક્ટ્રિકલ જનરેટર. ઈલેક્ટ્રિક મોટર્સને પાવર સ્ત્રોતનો પ્રકાર, બાંધકામ, એપ્લિકેશન અને ગતિ આઉટપુટના પ્રકાર જેવી વિચારણાઓ દ્વારા વર્ગીકૃત કરી શકાય છે. તેઓ AC અથવા DC દ્વારા સંચાલિત થઈ શકે છે, બ્રશ અથવા બ્રશ વિનાના હોઈ શકે છે, સિંગલ-ફેઝ, દ્વિ-તબક્કા, અથવા ત્રણ-તબક્કા, અક્ષીય અથવા રેડિયલ ફ્લક્સ, અને એર-કૂલ્ડ અથવા લિક્વિડ-કૂલ્ડ હોઈ શકે છે. પ્રમાણભૂત મોટરો ઔદ્યોગિક ઉપયોગ માટે અનુકૂળ યાંત્રિક શક્તિ પ્રદાન કરે છે. સૌથી મોટાનો ઉપયોગ શિપ પ્રોપલ્શન, પાઇપલાઇન કમ્પ્રેશન અને 100 મેગાવોટથી વધુ આઉટપુટ સાથે પમ્પ્ડ-સ્ટોરેજ એપ્લિકેશન માટે થાય છે. એપ્લિકેશન્સમાં ઔદ્યોગિક ચાહકો, બ્લોઅર્સ અને પંપ, મશીન ટૂલ્સ, ઘરગથ્થુ ઉપકરણો, પાવર ટૂલ્સ, વાહનો અને ડિસ્ક ડ્રાઇવ્સનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિક ઘડિયાળોમાં નાની મોટરો મળી શકે છે. અમુક એપ્લિકેશન્સમાં, જેમ કે ટ્રેક્શન મોટર્સ સાથે રિજનરેટિવ બ્રેકિંગમાં, ઇલેક્ટ્રીક મોટર્સનો ઉપયોગ ઉર્જા પુનઃપ્રાપ્ત કરવા માટે જનરેટર તરીકે વિપરીત રીતે કરી શકાય છે જે અન્યથા ગરમી અને ઘર્ષણ તરીકે ખોવાઈ શકે છે. ઇલેક્ટ્રીક મોટર્સ લીનિયર અથવા રોટરી ફોર્સ ( ટોર્ક ) ઉત્પન્ન કરે છે જેનો હેતુ પંખો અથવા એલિવેટર જેવી કેટલીક બાહ્ય મિકેનિઝમને આગળ વધારવાનો હેતુ છે. ઇલેક્ટ્રિક મોટર સામાન્ય રીતે સતત પરિભ્રમણ માટે અથવા તેના કદની તુલનામાં નોંધપાત્ર અંતર પર રેખીય હિલચાલ માટે રચાયેલ છે. મેગ્નેટિક સોલેનોઇડ્સ એવા ટ્રાન્સડ્યુસર પણ છે જે વિદ્યુત શક્તિને યાંત્રિક ગતિમાં રૂપાંતરિત કરે છે, પરંતુ માત્ર મર્યાદિત અંતર પર ગતિ ઉત્પન્ન કરી શકે છે.
પીએસએલવી-સી૨
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-સી૨
પીએસએલવી-સી૨ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું પાંચમું અભિયાન અને બીજું કાર્યાન્વિત(operational) અભિયાન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા શરૂ થયેલાં અંતરિક્ષ અભિયાનોની શ્રેણીમાં આ ૪૩મું ઉડાણ હતું. આ વાહને પૃથ્વીની સૂર્યાચલ અધઃ કક્ષામાં કુલ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા. આ અભિયાન દ્વારા નીચે મુજબના ત્રણ ઉપગ્રહો ભૂકેન્દ્રી સૂર્યાચલ અધઃ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યા. ભારતનો પ્રથમ દૂર-સંવેદન ઉપગ્રહો ઓશનસેટ-૧ જેને આઈઆરએસ-પી૪ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પીએસએલવીનો તે મુખ્ય વહનભાર હતો. દક્ષિણ કોરિયાનો કિટસેટ-૩ ઉપગ્રહ જર્મનીનો ડીએલઆર-ટુબસેટ વિસ્તરણક્ષમ પ્રક્ષેપક વાહન પીએસએલવી-સી૨ એક કરતાં વધુ ઉપગ્રહોને વહન કરીને તેમની નિર્ધારીત જુદી જુદી જગ્યાની કક્ષામાં તૈનાત કરવાનું ભારતનું સૌ પ્રથમ અભિયાન બન્યું. એટલું જ નહીં, પણ ઇસરો દ્વારા આ સૌ પ્રથમ વાણિજ્યિક અભિયાન હતું. જર્મની અને દક્ષિણ કોરિયા પ્રત્યેક દેશે ઇસરોને દસ લાખ અમેરિકન ડોલર ચૂક્વ્યા હતા. અભિયાન પારામીટર દ્રવ્યમાન: ઉડ્ડયન વખતનું કુલ વજન: વહનભાર વજન: સમગ્રતયા ઊંચાઈ : નોદક: તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૫૪ ટન) તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + (૪.૦૬ ટન) તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭.૨ ટન) તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૦ ટન) એન્જિન: તબક્કો ૧: એસ૧૩૯ તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન) તબક્કો ૩: તબક્કો ૪: ૨ x પીએસ-૪ ધક્કો: તબક્કો ૧: ૪૬૨૮ + ૬૬૨ x ૬ કિલો ન્યૂટન તબક્કો ૨: ૭૨૫ કિલો ન્યૂટન તબક્કો ૩: ૩૪૦ કિલો ન્યૂટન તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન પ્રકીર્ણ પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી પ્રક્ષેપકનું કુલ દ્રવ્યમાન: ૨૯૪ ટન દિક્કોણ: ૧૪૦ ડિગ્રી ઉડ્ડયન દિનાંક: ૨૬ મે ૧૯૯૯ ઉડ્ડયન સમય: ૧૧:૫૨ (IST) ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૩ કક્ષા: સૂર્યાચલ આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા: ૩ સહભાગી સંસ્થાઓ: વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, તિરુવનન્તપુરમ પ્રવાહી પ્રચલન પ્રણાલિ કેન્દ્ર, બેંગલુરુ ઇસરો જડત્વ પ્રણાલિ એકમ, તિરુવનન્તપુરમ ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમર્શિયલ નેટવર્ક, બેંગલુરુ અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર, અમદાવાદ શ્રીહરિકોટા વિસ્તાર, શ્રીહરિકોટા ઇસરો ઉપગ્રહ કેન્દ્ર, બેંગલુરુ રાષ્ટ્રીય સુદૂર સંવેદન કેન્દ્ર, હૈદરાબાદ એક અન્ય સંસ્થાન ઊંચાઈ: મહત્તમ વેગ: (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે નોંધાયેલું) સમયગાળો: ૧૧૧૭.૫ સેકન્ડ વહનભાર ઉપર જોયું તેમ પીએસએલવી-સી૨ કુલ ત્રણ ઉપગ્રહોને તૈનાત કર્યા. તેના વહનભારમાં ઓશનસેટ-૧ (આઈઆરએસ-પી૪) મુખ્ય વહનભાર હતો અને કિટસેટ-૩ (Korea Institute of Technology Satellite-3) અને ડીએલઆર-ટુબસેટ (Technical University of Berlin Satellite) ગૌણ વહનભાર હતો. ઓશનસેટ-૧ને સૌથી ઉપર નોઝ-શંકુમાં ગોઠવવામાં આવ્યો હતો અને બાકીના બે ઉપગ્રહોને તેનાથી નીચે પરિઘમાં સામસામે એકબીજાના વિરુદ્ધ છેડે ગોઠવ્યા હતા. તૈનાતીમાં સૌથી પહેલાં આઈઆરએસ-પી૪ને તેની કક્ષામાં મૂકવામાં આવ્યો. ત્યાર બાદ કિટસેટ-૩ અને પછી ડીએલઆર-ટુબસેટ છૂટા પડ્યા. દેશ નામ ક્રમ દ્રવ્યમાન પ્રકાર હેતુ ભારત ઓશનસેટ-૧ ૧ ૧૦૫૦ કિલો ભારતીય દૂર-સંવેદન ઉપગ્રહ દૂર-સંવેદન દક્ષિણ કોરિયા કિટસેટ-૩ ૧ ૧૦૭ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ પરીક્ષણ અને નવી ઉપગ્રહ બસનું નિદર્શન& તેનો વહનભાર જર્મની ડીએલઆર-ટુબસેટ ૧ ૪૫ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ નવી વિકસિત એટિટ્યુડ નિયમન પ્રણાલિનું પરીક્ષણ પ્રક્ષેપણ અને આયોજિત ઉડાણ રેખાંકન thumb|upright=1.0|right|પીએસએલવીના ઉષ્મા કવચનું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ના ધરોહર કેન્દ્ર ખાતે પ્રદર્શન. પીએસએલવીનું પ્રક્ષેપણ આજના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એટલે કે, તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર ખાતે ૨૬ મે ૧૯૯૯ની સવારે ૧૧:૫૨ વાગે (IST) થયું. ઉડાણ માટેના ટાવરથી પાંચ કિલોમીટર દૂરથી ઉડાણનું નિયંત્રણ કક્ષ અને સાથે જ અભિયાન નિયંત્રણ કક્ષ આવેલા છે. ઉડાણ માટેનો ટાવર ઉડાણ પહેલાના જાહેર થયા અંદાજ મુજબ પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહનું પૃથ્વીથી ન્યૂનતમ અને અધિકતમ દૂરી ની આસપાસ રહેવાનું માનવામાં આવ્યું હતું. વાસ્તવિક અવલોકન મુજબ ન્યૂનતમ અંતર અને મહત્તમ અંતર હતાં. યોજના મુજબની ઉડાણની પ્રોફાઇલ નીચે મુજબ છે. thumb|પીએસએલવીના ઉડ્ડયનથી ઉપગ્રહ તૈનાતી સુધીના તબક્કાઓની પીએસએલવી-સી૨ દ્વારા સમજણ બહુસ્તરીય રોકેટ સમય(સેકન્ડ) ઊંચાઈ (કિ.મી.) વેગ(મી/સે) ઘટના ટિપ્પણી પ્રથમ તબક્કો T+૦ ૦.૦૨ ૪૫૦ પહેલા તબક્કાનું પ્રજ્વલન ઉડાણ T+૧.૨ ૦.૦૨ ૪૫૦ ચાર બંધાયેલી મોટરનું જમીન પર પ્રજ્વલન T+૨૫.૧ ૨.૪૩ ૫૪૦ બે બંધાયેલી મોટરનું હવામાં પ્રજ્વલન T+૬૮.૧ ૨૩.૧૦ ૧,૧00 જમીન પર પ્રજ્વલિત ચાર મોટરનું વિચ્છેદ T+૯૦.૧ ૪૦.૨૧ ૧,૫૨૦ હવામાં પ્રજ્વલિત બે મોટરનો વિચ્છેદ T+૧૧૭.૭ ૭૨.૦૮ ૧,૯૭૦ પ્રથમ તબક્કાના રોકેટનું વિચ્છેદન દ્વિતીય તબક્કો T+૧૧૭.૯ ૭૨.૩૮ ૧,૯૭૦ બીજા તબક્કાનું પ્રજ્વલન T+૧૬૨.૭ ૧૨૦.૭૧ ૨,૨૧૦ ઉષ્મા કવચ વિચ્છેદન T+૧૬૭.૭ ૧૨૬.૬૦ ૨,૨૬૦ સંવૃત્ત કડી માર્ગદર્શન શરૂઆત T+૨૮૪.૫ ૨૫૪.૦૩ ૪,૦૭૦ દ્વિતીય તબક્કાનું વિચ્છેદન ત્રીજો તબક્કો T+૨૮૫.૭ ૨૫૫.૪૬ ૪,૦૬૦ ત્રીજા તબક્કાનું પ્રજ્વલન T+૫૦૬.૪ ૫૩૩.૫૭ ૫,૯૭૦ ત્રીજા તબક્કાનું વિચ્છેદન ચોથો તબક્કો T+૫૮૪.૪ ૬૦૫.૪૪ ૫,૮૭૦ ચોથા તબક્કાનું પ્રજ્વલન T+૯૯૧.૭ ૭૨૮.૨૫ ૭,૪૯૦ ચોથા તબક્કાના ધક્કાનું કપાણ T+૧૯૧૭.૫ ૭૨૮.૬૬ ૭,૪૯૦ ઓશનસેટ-૧ (આઈઆરએસ-પી૪) છૂટો પડ્યો T+૧૦૬૭.૫ ૭૨૯.૫૧ ૭,૪૯૦ કિટસેટ-૩ છૂટો પડ્યો T+૧૧૧૭.૫ ૭૩૦.૪૧ ૭,૪૯૦ ડીએલઆર-ટુબસેટ છૂટો પડ્યો આ પ્રક્ષેપણના સાક્ષી તત્કાલીન ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી, તત્કાલીન વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી ડૉ. મુરલી મનોહર જોશી, તથા તત્કાલીન રાજ્ય વિદેશ મંત્રી સુશ્રી વસુંધરા રાજે બન્યા હતા. તેઓની સાથે તે વખતના અવિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ પણ જોડાયા હતા. વધુ અભ્યાસ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન References શ્રેણી:૧૯૯૯માં છોડાયેલા અંતરિક્ષયાન શ્રેણી:ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન શ્રેણી:ઇસરો
પીએસએલવી-સી૩
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-સી૩
પીએસએલવી-સી૩ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું છઠ્ઠું અભિયાન અને ત્રીજું કાર્યાન્વિત (operational) અભિયાન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા શરૂ થયેલાં અંતરિક્ષ અભિયાનોની શ્રેણીમાં આ ૪૬મું ઉડાણ હતું. આ વાહને પૃથ્વીની સૂર્યાચલ અધઃ કક્ષામાં કુલ ત્રણ ઉપગ્રહો તરતા મૂક્યા. આ અભિયાન અંતર્ગત નીચે મુજબના ત્રણ ઉપગ્રહોને ભૂકેન્દ્રી સૂર્યાચલ અધઃ કક્ષામાં તૈનાત કરવામાં આવ્યા. ભારતનો ઉપગ્રહ તકનીકી પ્રયોગ ઉપગ્રહ, જેનું કાર્ય પ્રક્ષેપણથી લઈને તેના જીવનકાળ સુધી ધરતીનું અંતરિક્ષમાંથી અવલોકન કરી તેની માહિતી મોકલવાનું હતુ. જર્મનીનો બીઆઈઆરડી ઉપગ્રહ જેનું કામ પણ આપણા તકનીકી પ્રયોગ ઉપગ્રહને મળતું જ હતુ. પ્રોબા નામનો બેલ્જિયમનો ઉપગ્રહ જે પ્રાયોગિક રૂપે બનાવવામાં આવ્યો હતા. પીએસએલવી-સી૨થી શરૂ થયેલો વાણિજ્યિક ઉપયોગ ઇસરોએ આ અભિયાનમાં પણ ચાલુ રાખ્યો. પીએસએલવીએ શ્રીહરિકોટે વિસ્તાર પરના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પ્રક્ષેપણ પેડ પરથી ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ ના સવારે ૧૦:૨૩(IST) વાગે સફળતાથી ઉડાણ કર્યું. અભિયાનની મુખ્ય બાબતો આ અભિયાન દરમિયાન પહેલાં તકનીકી પ્રયોગ ઉપગ્રહ અને બાઇસ્પેક્ટ્રમ અને અધોરક્ત સુદૂર જ્ઞાપક ઉપગ્રહ(બીઆઈઆરડી)ને ૫૬૮ કિ.મી.ની વૃત્તીય અને ત્યારબાદ ભારતના ઓન બોર્ડ સ્વાયત્ત ઉપગ્રહ (પ્રોબા)ને ૫૬૮ કિ.મી. x ૬૩૮ કિ.મી.ની દીર્ઘવૃત્તીય કક્ષામાં તરતા મૂક્યા. આ અભિયાનમાં ઇસરોએ ફરી એકવાર એકાધિક ઉપગ્રહોને નિર્ધારિત કક્ષામાં તૈનાત કરીને દસલાખ અમેરિકી ડોલરની કમાણી પણ કરી. અભિયાન પારામીટર દ્રવ્યમાન: ઉડ્ડયન વખતનું કુલ વજન: વહનભાર વજન: સમગ્રતયા ઊંચાઈ : નોદક: તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૫૪ ટન) તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + (૪૦ ટન) તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭ ટન) તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૦ ટન) એન્જિન: તબક્કો ૧: એસ૧૩૯ તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન) તબક્કો ૩: તબક્કો ૪: ૨ x પીએસ-૪ પ્રણોદ: તબક્કો ૧: ૪૪૩૦ + ૬૬૭ x ૬ કિલો ન્યૂટન તબક્કો ૨: ૭૨૪ કિલો ન્યૂટન તબક્કો ૩: ૩૨૪ કિલો ન્યૂટન તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન ઊંચાઈ: મહત્તમ વેગ: (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે) કુલ ઉડાન સમય: ૧,૬૫૮ સેકંડ પ્રકીર્ણ પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી ઉડ્ડયન દિનાંક: ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ ઉડ્ડયન સમય: ૧૦:૨૩ (IST) ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૬ કક્ષા: સૂર્યાચલ આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા: ૩ દેશ નામ સંખ્યા દ્રવ્યમાન પ્રકાર હેતુ ભારત ટીઈએસ ૧ ૧૧૦૮ કિલો ઉપગ્રહ ધરતીનું અવલોકન બેલ્જિયમા બીઆઈઆરડી ૧ ૯૪ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ દૂર સંવેદન અને તકનીકી નિદર્શન જર્મની પ્રોબા ૧ ૯૨ કિલો સૂક્ષ્મ ઉપગ્રહ ધરતીનું અવલોકન પ્રક્ષેપણ અને આયોજિત ઉડાણ રેખાંકન thumb|upright=1.0|right|પીએસએલવીના ઉષ્મા કવચનું હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.ના ધરોહર કેન્દ્ર ખાતે પ્રદર્શન. પીએસએલવી-સી૩નું પ્રક્ષેપણ આજના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એટલે કે, તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર ખાતે ૨૨ ઓક્ટોબર ૨૦૦૧ની સવારે ૧૦:૨૩ વાગે (IST) થયું. ઉડ્ડયનની યોજના મુજબ કુલ સેકંડના ઉડાણ દરમિયાન પીએસએલવી-સી૩ને નું અંતર કાપવાનું હતું કારણકે પહેલાં ટીઈએસ અને બીઆઈઆરડીની ભૂકેન્દ્રી વર્તુળાકાર કક્ષામાં તૈનાતી કરીને પછી છેલ્લા મુસાફરને ઉપવલયાકાર કક્ષામાં ઉતારવાનો હતો. અને રોકેટે આ કામ સફળતાથી પુરું પણ કર્યું. આરસીએસ પ્રણોદકથી કક્ષોન્નતિ કરવામાં આવી. ઉડાણની યોજનામાં નિયત કાર્યક્રમ નીચે જણાવ્યા મુજબનો છે. બહુસ્તરીય રોકેટ સમય(સેકન્ડ) ઊંચાઈ (કિ.મી.) વેગ(મી/સે) ઘટના ટિપ્પણી પ્રથમ તબક્કો T+૦ ૦.૦૨ ૪૫૨ પહેલા તબક્કાનું પ્રજ્વલન ઉડાણ T+1.24 ચાર સ્ટ્રેપ ઓન મોટરનું પ્રજ્વલન T+૨૫.૪ ૨.૫૧૫ ૫૫૧ બે સ્ટ્રેપ ઓન મોટરનું હવામાં પ્રજ્વલન T+૬૮.૦૪ ૨૩.૪૭૨ ૧,૧૫૫ જમીન પર પ્રજ્વલિત ચાર મોટરનું વિચ્છેદ T+૯૦.૦૪ ૪૦.૦૬૧ ૧,૬૪૪ હવામાં પ્રજ્વલિત બે મોટરનો વિચ્છેદ T+૧૧૨.૭૩ ૬૭.૬૦૧ ૨,૦૨૮ પ્રથમ તબક્કાના રોકેટનું વિચ્છેદન દ્વિતીય તબક્કો T+૧૧૨.૯૩ ૬૭.૮૨૮ ૨,૦૨૭ બીજા તબક્કાનું પ્રજ્વલન T+૧૫૬.૭૩ ૧૧૫.૬૦૪ ૨,૨૮૪ ઉષ્મા કવચ વિચ્છેદન T+૨૭૮.૮૧ ૨૩૬.૭૨ ૪,૦૯૯ દ્વિતીય તબક્કાનું વિચ્છેદન ત્રીજો તબક્કો T+૨૮૦.૦૧ ૨૩૭.૪૩૩ ૪,૦૯૭ ત્રીજા તબક્કાનું પ્રજ્વલન T+૪૯૮.૩૩ ૪૫૫.૪૮૭ ૬,૦૮૬ ત્રીજા તબક્કાનું વિચ્છેદન ચોથો તબક્કો T+૫૨૦.૬૦ ૪૬૦.૮૧૮ ૬,૦૬૫ ચોથા તબક્કાનું પ્રજ્વલન T+૯૧૪.૯૨ ૫૭૧.૨૪૭ ૭,૫૭૫ ચોથા તબક્કાના પ્રણોદનું કપાણ T+૯૭૧.૯૨ ૫૭૨.૦૮૦ ટીઈએસ છૂટો પડ્યો T+૧,૦૧૧.૯૨ ૫૭૨.૭૦૯ બીઆઈઆરડી છૂટો પડ્યો T+૧૦૯૧.૯૨ ૫૭૪.૦૬૪ પ્રોબા કક્ષોન્નતિ શરૂ T+૧,૫૫૨.૫૦ ૫૮૫.૦૧૮ ૭,૫૯૩ પ્રોબા કક્ષોન્નતિ સમાપ્ત T+૧,૬૦૨.૫૦ ૫૮૬.૬૮૮ ૭,૫૯૨ પ્રોબા કક્ષામાં છૂટો પડ્યો અભિયાન પૂર્ણ Fourth Stage Break-up event ચોથા તબક્કામાં વિસ્ફોટના પરીણામે પીએસએલવી ૧૯ ડીસેમ્બરના રોજ તૂટી ગયું હતુ. આ વિસ્ફોટ બાદ નાસાએ ઇસરોએ ઉપરના તબક્કાનું નિષ્ક્રિયનની ચોજના અમલમાં મૂકી. ઇસરોના જણાવ્યા મુજબ આ ઘટનાના કારણે અવકાશમાં કાટમાળના નવા ૩૮૬ ટુકડાઓ ઉમેરાયા, જેમાંથી ૩૧૦ પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશના કારણે બળી ગયા, પણ ૭૬ ટુકડાઓ હજુ પણ પૃથ્વીની નીચલી કક્ષામાં ફરે છે. આ પણ જુઓ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન References શ્રેણી:૨૦૦૧માં છોડાયેલા અંતરિક્ષયાન શ્રેણી:ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન શ્રેણી:ઇસરો
જેકબ હીરો
https://gu.wikipedia.org/wiki/જેકબ_હીરો
જેકબ હીરો, (અંગ્રેજી: Jacob Diamond, જેકબ ડાયમંડ) જેને ઈમ્પિરિયલ અથવા વિક્ટોરિયા હીરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની ગોલકોંડા ખાણમાંથી કાઢવામાં આવેલો રંગહીન હીરો છે. વિશ્વના પાંચમા સૌથી મોટા ઘસેલા હીરા તરીકે તેની ગણના થાય છે. હૈદરાબાદ રજવાડાના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાનને આ હીરો ચૌમહલ્લા પેલેસમાં તેના પિતા મહબૂબ અલી ખાનની મોજડીમાં જડેલો મળી આવ્યો હતો. તેમણે લાંબા સમય સુધી આ હીરો કાગળ ઉપરના વજનિયા (પેપર વેઇટ) તરીકે વાપર્યો હતો. જેકબ હીરો ભારત સરકારે ૧૯૯૫માં અંદાજે ૧.૩ કરોડ અમેરિકી ડોલરમાં ખરીદ્યો હતો. તે લંબચોરસ ગાદી-કટમાં કાપવામાં આવેલો છે, જેમાં ૫૮ પાસાઓ છે અને લાંબો, પહોળો અને ઊંચો છે. હીરાનું વજન ૧૮૪.૭૫ કેરેટ (૩૬.૯૦ ગ્રામ) છે. હાલમાં, તે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભંડારમાં રાખવામાં આવ્યો છે. ૨૦૦૧ અને ૨૦૦૭માં નિઝામના ઝવેરાત પ્રદર્શનના ભાગ રૂપે જેકબ હીરો સાલાર જંગ મ્યુઝિયમ, હૈદરાબાદમાં એક મુખ્ય આકર્ષણ રહ્યો હતો. પ્રખ્યાત કોહીનૂરથી વિપરીત જેકબ હીરાએ તેના અસ્તિત્વના ઇતિહાસમાં માત્ર બે માલિક બદલ્યા છે અને હિંસા સાથે બિલકુલ સંકળાયેલો નથી. ઇતિહાસ તેને ઘસવા માટે યુરોપ મોકલવામાં આવ્યો તે પહેલાં, કાચો હીરો કરતાં પણ વધુ વજનનો હોવાનું માનવામાં આવે છે. ૧૮૯૧માં એલેક્ઝાન્ડર માલ્કમ જેકબે હીરાને વેચાણ માટે મૂક્યો હતો, તેથી તેનું નામ જેકબ હીરો પડ્યું. સૌથી પહેલા મહબૂબ અલી ખાનને પૂછવામાં આવ્યું હતું પણ નિઝામને હીરામાં બિલકુલ રસ ન હતો અને તેણે તેના માટે માત્ર ૪૦ લાખ રૂપિયાની કિંમત આંકી હતી. નિઝામને કહેવામાં આવ્યું હતું કે જો તેમને હીરામાં ખરેખર રસ હોય તો ભરોસો બતાવવા માટે તેમણે એક થાપણ (ગુડફેઇથ ડિપોઝિટ) મૂકવી પડશે. યુરોપીયન હિરા ઘસનારાને આ ઓફર ગમી ન હતી પરંતુ જ્યારે તેઓ નિઝામે મૂકેલી થાપણનો હિસાબ ખોઈ બેઠા ત્યારે તેમને અદાલતમાં જવાની ફરજ પડી હતી. આખરે જ્યારે અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે નિઝામને તેમણે હામી ભરેલી રકમ કરતા લગભગ અડધી જ કિંમત ૨૩ લાખ રૂપિયામાં આ હિરો એનાયત કરવામાં આવ્યો હતો. આ આખી પ્રક્રિયાથી કંટાળી અને હવે તેને કમનસીબ ગણી ને નિઝામે તેને કપડામાં લપેટીને છુપાવી દીધો. તેમના પિતાના મૃત્યુના કેટલાક વર્ષો પછી છેલ્લા નિઝામ ઉસ્માન અલી ખાનને ચૌમહલ્લા પેલેસમાં તેમના પિતાની મોજડીના અંગૂઠામાં જેકબ હીરો મળ્યો હતો અને હીરાની સાચી કિંમતની જાણ થઈ ત્યાં સુધી તેણે લાંબા સમય સુધી હીરાનો ઉપયોગ કાગળ ઉપરના વજનિયા તરીકે કર્યો હતો. બાદમાં પરિવારે અન્ય ઝવેરાતની સાથે જેકબને વેચવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ ભારત સરકારે આ ઝવેરાત રાષ્ટ્રીય ખજાનો છે એમ જણાવી ને વિદેશીઓને વેચાણ અટકાવી દીધું હતું. ઘણી વાટાઘાટો પછી ભારત સરકારે ૧૯૯૫માં નિઝામના અન્ય ઝવેરાત સાથે નિઝામના ટ્રસ્ટ પાસેથી અંદાજિત ૧.૩ કરોડ ડોલરમાં હીરો ખરીદી લીધો હતો અને તે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તિજોરીમાં રાખવામાં આવ્યો છે. The Jacob diamond along with jewels of Nizam were handed over by his descendants including Himayat Ali Mirza, and Mukaffam Jah. ૨૦૦૧ અને ૨૦૦૭માં નિઝામના ઝવેરાત પ્રદર્શનના ભાગ રૂપે પ્રદર્શિત, જેકબ હીરો હૈદરાબાદના સાલાર જંગ મ્યુઝિયમમાં મુખ્ય આકર્ષણ બન્યો હતો. સંદર્ભ શ્રેણી:હીરા
જેકબ ડાયમંડ
https://gu.wikipedia.org/wiki/જેકબ_ડાયમંડ
REDIRECT જેકબ હીરો
પીએસએલવી-સી૪
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-સી૪
પીએસએલવી-સી૪ પર આ વખતે હવામાનની અભ્યાસ અને આગાહી કરવા માટેનો ઉપગ્રહ ચડાવીને તેને ભૂ-સમક્રમી કક્ષામાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ મીટિઅરૉલજિકઅલ સેટેલાઇટ પરથી મેટસેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના કોલંબિયાને અંતરિક્ષ સ્ટેશનના વાતાવરણમાં પુનઃ પ્રવેશ વખતે નડેલા અકસ્માતમાં ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી ડૉ. કલ્પના ચાવલાનું દુઃખદ અવસાન થતાં તેમની સદા સર્વદા સ્મરણાંજલિ રૂપે ૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ આ ઉપગ્રહને કલ્પના-૧ અને તેનાથી શરૂ થતી નવી ઉપગ્રહની નવી શ્રેણીનું લોકલાડીલું નામ કલ્પના રાખવામાં આવ્યું. આ ઉપગ્રહ સહિત રોકેટે ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર (તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર)ખાતેથી બપોરે ૧૫:૫૩ (IST) વાગે ઉડાણ ભરી. આ રોકેટમાં હવામાનનું અધ્યયન અને આગાહી કરતો ભૂ-સમક્રમી સ્થિર ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યોા. અભિયાનની મુખ્ય બાબતો પીએસએલવી કાર્યક્રમનું ચોથું કાર્યાન્વિત પ્રક્ષેપણ એકંદરે પીએસએલવીનું સાતમું ઉડાણ ભૂ-સમક્રમી સ્થિર કક્ષામાં ઉપગ્રહ તરતો મૂકનાર ભારનું પ્રથમ ઉડાણ ભારતનું હવામાનને સંપૂર્ણ સમર્પિત સૌ પ્રથમ ઉપગ્રહ. ભારતનો સર્વપ્રથમ ઉપગ્રહ જેનું નામ તેની કાર્યકાળ દરમ્યાન બદલીને ભારતીય મૂળનાં અવકાશયાત્રીની સ્મરણાંજલિમાં કલ્પના-૧ કરવામાં આવ્યું. આ ઇસરો દ્વારા નિર્મિત ઉપગ્રહ છે. અભિયાન પારામીટર દ્રવ્યમાન: ઉડ્ડયન વખતનું કુલ વજન: વહનભાર વજન: સમગ્રતયા ઊંચાઈ : નોદક: તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૬ X ૯ ટન); બળતણનો સમય ૧૦૪.૭૫ સેકંડ તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + (૪૦.૬ ટન) બળતણનો સમય ૧૬૩ સેકંડ તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭.૬ ટન) બળતણનો સમય ૧૦૯ સેકંડ તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૫ ટન) બળતણનો સમય ૫૧૫ સેકંડ પ્રણોદ:</ref> તબક્કો ૧: ૪૬2૮ + ૬ X ૬૬૨ કિ.ન્યૂટન તબક્કો ૨: ૭૨૫ કિ.ન્યૂટન તબક્કો ૩: ૨૬૦ કિ.ન્યૂટન તબક્કો ૪: ૨ X ૭.૪ કિ.ન્યૂટન એન્જિન: તબક્કો ૧: એસ૧૩૯ તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન) તબક્કો ૩: તબક્કો ૪: ૨ x પીએસ-૪ પ્રણોદ: તબક્કો ૧: ૪૪૩૦ + ૬૬૭ x ૬ કિલો ન્યૂટન તબક્કો ૨: ૭૨૪ કિલો ન્યૂટન તબક્કો ૩: ૩૨૪ કિલો ન્યૂટન તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન ઊંચાઈ: મહત્તમ વેગ: (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે) કુલ ઉડાન સમય: ૧,૬૫૮ સેકંડ પ્રકીર્ણ પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી ઉડ્ડયન દિનાંક: ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ ઉડ્ડયન સમય: ૧૫:૫૩ (IST) ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૮ કક્ષા: ભૂ-સમક્રમી આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા: ૧ વહનભાર: ૧૦૬૦ કિલો આ પણ જુઓ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન References શ્રેણી:૨૦૦૧માં છોડાયેલા અંતરિક્ષયાન શ્રેણી:ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન શ્રેણી:ઇસરો
અકોટા
https://gu.wikipedia.org/wiki/અકોટા
અકોટા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરની પશ્ચિમ દિશામાં આવેલો એક શહેરી વિસ્તાર છે. અગાઉ તે "અનાકોટક્કા" (અંકોટક) તરીકે ઓળખાતો હતો, જેનો ઉલ્લેખ અકોટા કાંસ્ય પર કરવામાં આવ્યો છે. આ ઉપનગર (પરુ) વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. તે વડોદરાના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે. અકોટા મોટા ભાગે રહેણાંક વિસ્તાર છે જેમાં મોટા શોપિંગ મોલો અને ગુજરાતની કેટલીક શ્રેષ્ઠ હોટલો આવેલી છે. અકોટા પાંચમી સદી દરમિયાન જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. શ્રેણી:વડોદરા શહેર
અકોટા કાંસ્ય
https://gu.wikipedia.org/wiki/અકોટા_કાંસ્ય
thumb|ભગવાન પાર્શ્વનાથ, રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, ૯મી સદી. અકોટા કાંસ્ય એ ૬૮ જૈન શિલ્પોના એક દુર્લભ અને મહત્વપૂર્ણ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં વડોદરા નજીક અકોટાની આસપાસમાંથી મળી આવ્યા હતા. આ શિલ્પો ઇ.સ. ૬ઠ્ઠીથી ૧૨મી સદીની વચ્ચેના છે, તેમાં ગુપ્ત સમયગાળાના દુર્લભ કાંસ્ય શિલ્પોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ગુપ્ત સમયગાળાની શિલ્પકળાની તુલના માટે વ્યાપકપણે કરવામાં આવે છે. અકોટા (પૂર્વે અંકોટક) પાંચમી સદીમાં જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું અને ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.Akota Bronzes, Bombay State Board for Historical Records and Ancient Monuments, Archaeological Series. no. 1. Umakant Premanand SHAH, 1959 તે ગુપ્ત, ગુપ્તોતર અને મધ્યયુગીન સમયગાળા દરમિયાન ધાતુકળા અને ધાતુ તકનીકના વિકાસ વિશે માહિતી પૂરી પાડી છે. શોધ આ શિલ્પો જૂન ૧૯૫૧ના થોડા સમય પહેલા ખોદી કાઢવામાં આવ્યા હતા. વડોદરા વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર તેમાંથી પાંચ શિલ્પોને પુરાતત્ત્વવિદ યુ.પી. શાહ પાસે ચકાસણી માટે લાવ્યા હતા. ઉમાકાંત પ્રેમાનંદ શાહે આખરે મોટાભાગના શિલ્પોને સ્થાનિક વ્યક્તિઓ પાસેથી ખરીદીને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને ભેટ આપ્યા હતા, જે હાલ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરીમાં સંગ્રહાયેલા છે. આ શિલ્પો પૈકીના માત્ર બે જ શિલ્પો પર તેના સમયગાળાની નોંધ મળી આવેલી છે. યુ.પી. શાહે બાકીના શિલ્પોને પુરાતત્વીય ધોરણે સમયબદ્ધ કર્યા હતા. આ શિલ્પો ૫મી થી ૧૨મી સદી સુધીના છે. તેઓ ક્ષત્રપ યુગમાં સ્થાપિત આર્ય રથના વાસતિક સાથે સંબંધિત હોઈ શકે છે. આ શિલ્પો પૈકીના કોઈ પણ ઈ.સ. ૧૧૦૦ બાદના સમયના નથી, જે સૂચવે છે કે અલાઉદ્દીન ખલજીના સેનાપતિ આલાપ ખાન દ્વારા ગુજરાત પરના આક્રમણથી બચાવવા માટે તેને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા.Akota Bronzes, Bombay State Board for Historical Records and Ancient Monuments, Archaeological Series. no. 1. Umakant Premanand SHAH, 1959 thumb|હોનોલુલુ એકેડેમી ઓફ આર્ટ્સ ખાતે ૭મી સદીની તીર્થંકર મૂર્તિ, અકોટા. મુખ્ય શિલ્પો જીવંતસ્વામીના બે શિલ્પો (મહાવીરનું પ્રતિનિધિત્વ, જેઓ હજી પણ રાજકુમાર હતા) પ્રારંભિક પશ્ચિમી ભારતીય કલાશાળાના વ્યાપકપણે ઉલ્લેખિત ઉદાહરણો છે. આ પૈકીના એક શિલ્પને વિશેષરૂપથી નાગેશ્વરી દ્વારા સ્થાપિત જીવંતસ્વામી તરીકે અંકિત કરવામાં આવ્યું છે, જે ગુપ્ત શૈલીના પ્રારંભિક તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. તીર્થંકરની બે મૂર્તિઓ (એક પાર્શ્વનાથની) ગુપ્ત પછીના સમયગાળાની છે. સાધુ સર્વદેવ દ્વારા દાનમાં આપવામાં આવેલી એક મૂર્તિમાં ધર્મચક્રની બંને બાજુએ આઠ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરતી આઠ સ્થાયી આકૃતિઓનો સમાવેશ થાય છે. સિંહ પર ઉભેલા સરસ્વતી અને અંબિકાની નોંધપાત્ર છબીઓ એ જ સમયગાળાની છે. ચામરધારિણી (ચૌરી વાહક) કમળ પાંખડીઓ પર કાળજીપૂર્વક કોતરવામાં આવેલી છે જે ત્રિભંગ મુદ્રામાં ઊભેલી છે. તે ૧૧ મી અને ૧૨ મી સદીની વચ્ચેના ચૌલુક્ય સમયગાળા દરમિયાન પશ્ચિમ ભારતની શિલ્પશાળાનું પ્રતિનિધિત્વ કરે છે. યક્ષ અને યક્ષિણી સાથેનું ઋષભનાથનું પ્રારંભિક શિલ્પ અકોટામાંથી મળી આવ્યું હતું. શિલાલેખો શિલાલેખોમાં આ મઠવાસી વંશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિવ્રતી કુળ ચંદ્ર કુળ વિદ્યાધર કુળ નાગેન્દ્ર કુળ ગોહાદ્ર કુળ લગભગ ઇ.સ. ૧૦૦૦નું એક શિલ્પ જેમાં મોઢ ગચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને બાદ કરતા શ્રાવકોની આધુનિક જાતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, ઇ.સ. ૬૦૦થી ૬૫૦ વચ્ચેની એક પુરાણા શિલ્પ (નિર્ગતા) કસેરાહદ્રના એક સાધુ (શ્રાવક)ને સંદર્ભિત કરે છે. બે શિલ્પો વણકરો (સાલપતિ)ના ગોષ્ઠિકો (શિલ્પસંઘના સભ્યો)નો ઉલ્લેખ કરે છે. મહત્વ અકોટા કાંસ્ય નોંધપાત્ર કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શિલાલેખો જૈનો દ્વારા "સાધુ" (શાહુ અથવા શાહ) શીર્ષકના પ્રારંભિક ઉપયોગની પુષ્ટિ કરે છે. જીવંતસ્વામીની કાષ્ટ છબીની પરંપરા ઇ.સ.પૂ. ૫૫૦ની મૂર્તિ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે, જેને વિશેષ કરીને જીવંતસ્વામી તરીકે કોતરવામાં આવી છે.Studies in Jaina Art, Umakant Premanand Shah, Jaina Cultural Research Society, 1955, p. 4, 28 તેને પ્રથમ વસ્ત્રો પહેરેલી જૈન છબી માનવામાં આવે છે. તેની સ્થાપના ઈ.સ. ૪૫૩માં દેવર્ધી ગની ક્ષમાશ્રમના અધ્યક્ષસ્થાને વલભી વચનોના થોડા સમય બાદ કરવામાં આવી હતી.An Epitome of Jainism : Being a Critical Study of Its Metaphysics, Ethics, and History and Culture in Relation to Modern Thought Puran Chand Nahar, 1917, p. 656 જિનભદ્ર ગની ક્ષમાશ્રમણનો ઉલ્લેખ, ઋષભનાથ શિલ્પના સ્થાપકમાં કરવામાં આવ્યો છે, જેમણે વિશેષાવશ્યક ભાષ્ય લખ્યું હતું. સંગ્રહાલયો અકોટા કાંસ્યમાંથી મોટા ભાગની મૂર્તિઓ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરીમાં આવેલી છે. કેટલીક મૂર્તિઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (ન્યૂયોર્ક) અને હોનોલુલુ એકેડેમી ઓફ આર્ટ્સમાં રાખવામાં આવેલી છે. સંદર્ભ ઉદ્ધરણ સ્રોત બાહ્ય કડીઓ Iconography of Early Jainism (Part 3) – Fig. 18. (right) Jivantasvamin, metal image of the Svetambaras, Akota hoard. Enthroned Jina, probably Neminatha, late 7th century, India (Gukarat, Akota) શ્રેણી:વડોદરા જિલ્લો
ઉમાકાંત પ્રેમાનંદ શાહ
https://gu.wikipedia.org/wiki/ઉમાકાંત_પ્રેમાનંદ_શાહ
ઉમાકાંત પ્રેમાનંદ શાહ ગુજરાત, ભારતના એક વિદ્વાન હતા. જીવન ઉમાકાંતનો જન્મ ૨૦ માર્ચ ૧૯૧૫ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે 'જૈન કલાના તત્વો' પર શોધનિબંધ રજૂ કરી ડૉક્ટરેટની પદવી મેળવેલ હતી. તેઓ ૧૯૫૪માં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાના ડેપ્યુટી ડિરેક્ટર (ઉપ નિદેશક) બન્યા હતા. તેઓ ૧૯૬૫માં સંસ્થામાં રામાયણ પ્રોજેક્ટના વડા બન્યા હતા. શાહનું અવસાન નવેમ્બર ૧૯૮૮માં થયું હતું. સંશોધનકાર્ય ઉમાકાંત પી શાહને અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં મળીને કુલ ૧૪૭ પ્રકાશનોમાં ૬૨ કૃતિઓ અને ૯૫૧ લાઇબ્રેરી હોલ્ડિંગ્સનો શ્રેય આપવામાં આવે છે. જૈન ધર્મ પરની તેમની કૃતિઓમાં "જૈન-રૂપ-મંદના: જૈન મૂર્તિશાસ્ત્ર"નો સમાવેશ થાય છે. સંદર્ભ ઉદ્ધરણ સ્રોત શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ શ્રેણી:૧૯૧૫માં જન્મ શ્રેણી:૧૯૮૮માં મૃત્યુ
પીએસએલવી-સી૫
https://gu.wikipedia.org/wiki/પીએસએલવી-સી૫
PSLV-C5 એ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન પ્રોગ્રામનું પાંચમું કાર્યાન્વિત અને એકંદરે આઠમું મિશન હતું. આ પ્રક્ષેપણ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (IRSO) દ્વારા ૧ જાન્યુઆરી ૧૯૬૨ ના રોજ થયેલાં તેના પ્રથમ અભિયાન બાદનું બાવનમું અભિયાન હતું. આ અભિયાન દ્વારા ભારતના દૂર સંવેદન ઉપગ્રહ રિસોર્સસેટ-1 છોડવામાં આવ્યો, જે આઇઆરએસ-પી૬ તરીકે પણ ઓળખાય છે. આ ઉપગ્રહને સૂર્ય સમક્રમી ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવ્યો. ઇસરો દ્વારા 2003 સુધીમાં બનાવવામાં આવેલો આ સૌથી ભારે અને અત્યાધુનિક ઉપગ્રહ હતો. પીએસએલવી-સી૫ને ૧૭ ઓક્ટોબર ૨૦૦૩ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સવારે ૧૦:૨૨ વાગે પ્રક્ષેપિત કરવામાં આવ્યો. અભિયાનની મુખ્ય બાબતો પીએસએલવી-સી૫ એ પીએસએલવી કાર્યક્રમનું પાંચમું કાર્યાન્વિત અને એકંદરે આઠમું અભિયાન હતુ. અભિયાન પારામીટર દ્રવ્યમાન : કુલ ઉડાણ વખતનું વજન: વહનભાર વજન: એકંદર ઊંચાઈ : નોદક : પ્રથમ તબક્કો: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૬ x ૯ ટન) બીજો તબક્કો: પ્રવાહી UH 25 +  (૪૧.૫ ટન) ત્રીજો તબક્કો: ઘન HTPB આધારિત (૭.૬ ટન) ચોથો તબક્કો: પ્રવાહી MMH + MON (૨.૫ ટન) એન્જિન : પ્રથમ તબક્કો: કોર (પીએસ ૧) + ૬ સ્ટ્રેપ-ઓન મોટર (PSOM) બીજો તબક્કો: વિકાસ એન્જિન ત્રીજો તબક્કો: પીએસ ૩ ચોથો તબક્કો: પીએસ ૪ પ્રણોદ : પ્રથમ તબક્કો: ૪,૭૬૨ + ૬૪૫ x ૬ કિ. ન્યૂટન બીજો તબક્કો: ૮૦૦કિ. ન્યૂટન ત્રીજો તબક્કો: ૨૪૬ કિ. ન્યૂટન ચોથો તબક્કો: ૭.૩ x ૨ કિ. ન્યૂટન ઊંચાઈ : મહત્તમ વેગ : ૭૪૪૦ મી./સે. (IRS-P6 અલગ થવાના સમયે રેકોર્ડ કરેલ) અવધિ : ૧,૦૮૫ સેકન્ડ વહનભાર પીએસએલવી-સી૫નો એક માત્ર વહનભાર એ ઈસરોના રિસોર્સસેટ-1 (ઉર્ફે IRS-P6) ઉપગ્રહ છે. રિસોર્સસેટમાં ત્રણ કેમેરા છે, જેના દ્વારા ધરતીની છબીઓ લેવામાં આવશે. આ આઈઆરએસ શ્રેણીનો દસમો ઉપગ્રહ છે. તે આઈઆરએસ-૧સી અને આઈઆરએસ-૧ડીનું દૂર સંવેદન ડેટાનું કામ ચાલુ રાખશે. જોકે IRS-P6 ની ડિઝાઇન આયુષ્ય પાંચ વર્ષ હતું, ઉપગ્રહ હજુ પણ ઓક્ટોબર 2015 સુધી કાર્યરત હતો. દેશ નામ નં માસ પ્રકાર ઉદ્દેશ્ય ભારત IRS-P6 1 1,360  કિલો ગ્રામ ઉપગ્રહ પૃથ્વી અવલોકન લોન્ચ અને આયોજિત ફ્લાઇટ પ્રોફાઇલ right|thumb|270x270px| HAL હેરિટેજ સેન્ટરમાં PSLV ની હીટ શિલ્ડ પ્રદર્શિત કરવામાં આવી. PSLV-C5 ને 17 ઓક્ટોબર 2003 ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ૧૦:૨૨ કલાક (ભારતીય સમય અનુસાર) પર પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. આ મિશન ની એકંદર ઊંચાઈને આવરી લેવાની પૂર્વ-ફ્લાઇટ આગાહી સાથે આયોજન કરવામાં આવ્યું હતું . ફ્લાઇટ પ્રોફાઇલ નીચે મુજબ હતી: સ્ટેજ સમય</br> (સેકન્ડ) ઊંચાઈ</br> (કિલોમીટર) વેગ</br> (મીટર/સેકંડ) ઘટના ટીકા પ્રથમ તબક્કો T+0 0.02 452 PS 1 ની ઇગ્નીશન ઉપાડો T+1.2 0.02 452 4 ગ્રાઉન્ડ-લિટ PSOM નું ઇગ્નીશન T+25 2.348 543 2 એર-લાઇટ PSOM નું ઇગ્નીશન T+68 23.230 1,156 પર રાખવામાં આવી છે 4 ગ્રાઉન્ડ-લિટ PSOM નું વિભાજન T+90 41.844 1,609 પર રાખવામાં આવી છે 2 એર-લાઇટ PSOM નું વિભાજન T+113.01 67.353 1,991 પર રાખવામાં આવી છે PS 1 નું વિભાજન બીજો તબક્કો T+113.21 67.578 1,990 પર રાખવામાં આવી છે PS 2 ની ઇગ્નીશન T+157.01 115.706 છે 2,316 પર રાખવામાં આવી છે ગરમી કવચ અલગ T+265.73 244.864 4,153 પર રાખવામાં આવી છે PS 2 નું વિભાજન ત્રીજો તબક્કો T+266.93 246.531 4,149 પર રાખવામાં આવી છે HPS 3 ની ઇગ્નીશન T+522.85 591.593 5,854 પર રાખવામાં આવી છે HPS 3 નું વિભાજન ચોથો તબક્કો T+556.5 626.557 6,768 પર રાખવામાં આવી છે PS 4 ની ઇગ્નીશન T+1,017.0 826.388 7,426 પર રાખવામાં આવી છે PS 4 નું કટ-ઓફ T+1,084.0 827.032 7,440 પર રાખવામાં આવી છે રિસોર્સસેટ-1 અલગ મિશન પૂર્ણ આ પણ જુઓ   સંદર્ભ શ્રેણી:ઇસરો
PSLV-C5
https://gu.wikipedia.org/wiki/PSLV-C5
REDIRECT પીએસએલવી-સી૫
પીએસએલવની-સી૬
https://gu.wikipedia.org/wiki/પીએસએલવની-સી૬
પીએસએલવી-સી૬ એ પીએસએલવી પ્રોગ્રામનું છઠ્ઠું ઓપરેશનલ પ્રક્ષેપણ અને એકંદરે નવમું મિશન હતું. ૧ જાન્યુઆરી ૧૯૬૨થી શરૂ કરીને આ સાથે ભારતે કુલ ચોપ્પન પ્રક્ષેપણ પુરાં કર્યાં. આ વાહને ભારતના બે ઉપગ્રહો વહન કરી તેમની કક્ષામાં તરતા મૂક્યા તેમાંનો એક કાર્ટોસેટ-1 (આઇઆરએસ-પી૫) અને બીજો હેમસેટ છે. પીએસએલવી-સી૬એ ૫ મે ૨૦૦૫ના રોજ સવારે ૧૦:૧૪ (IST) વાગે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. અભિયાનની મુખ્ય બાબતો પીએસએલવી પ્રોગ્રામનું છઠ્ઠું ઓપરેશનલ લોન્ચ. પીએસએલવી પ્રોગ્રામનું એકંદરે નવમું મિશન. ઇસરો દ્વારા એકંદરે ૫૪મું પ્રક્ષેપણ. સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી ફ્લાઇટ શરૂ કરવામાં આવ્યું. ઇસરો દ્વારા નિર્મિત બે ઉપગ્રહોનું વહન અને ઇન્જેક્શન. અભિયાન પારામીટર દ્રવ્યમાન : કુલ લિફ્ટઓફ વજન: વહનભાર વજન: એકંદર ઊંચાઈ : નોદક : પ્રથમ તબક્કો: સોલિડ HTPB આધારિત (૧૩૮.૦ + ૬ x ૯ ટન) બીજો તબક્કો: પ્રવાહી UH 25 +  (૪૧.૫ ટન) ત્રીજો તબક્કો: ઘન HTPB આધારિત (૭.૬ ટન) ચોથો તબક્કો: પ્રવાહી MMH + MON (૨.૫ ટન) એન્જિન : પ્રથમ તબક્કો: કોર (પીએસ ૧) + ૬ સ્ટ્રેપ-ઓફ PSOM બીજો તબક્કો: વિકાસ ત્રીજો તબક્કો: પીએસ ૩ ચોથો તબક્કો: પીએસ ૪ પ્રણોદ : પ્રથમ તબક્કો: ૪,૭૬૨ + ૬૪૫ x ૬ કિ. ન્યૂટન બીજો તબક્કો: ૮૦૦ કિ. ન્યૂટન ત્રીજો તબક્કો: ૨૪૬ કિ. ન્યૂટન ચોથો તબક્કો: ૭.૩ x ૨ કિ. ન્યૂટન ઊંચાઈ : મહત્તમ વેગ : (પેલોડ વિભાજન સમયે રેકોર્ડ કરેલ) અવધિ : ૧,૧૨૦ સેકન્ડ વહનભાર પીએસએલવી-સી૬એ બે ભારતીય ઉપગ્રહો, કાર્ટોસેટ-1 (આઇઆરએસ-પી૫) અને HAMSATનું વહન કરીને સૂર્ય-સિંક્રનસ ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા. ઇસરો દ્વારા બનાવવામાં આવેલ, કાર્ટોસેટ-1 એ સ્ટીરિયોસ્કોપિક દૂર સંવેદન ઉપગ્રહ હતો અને ઉપગ્રહોની કાર્ટોસેટ શ્રેણીનો પ્રથમ હતો. HAMSAT એ એક સૂક્ષ્મ ઉપગ્રહ હતો, જે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી ઓફ એમેચ્યોર રેડિયો ઓપરેટર્સ (HAM) ને સેટેલાઇટ આધારિત કલાપ્રેમી રેડિયો ઉપગ્રહ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. દેશ નામ નં માસ પ્રકાર ઉદ્દેશ્ય ભારત IRS-P5 1 ૧,૫૬૦ કિલો ગ્રામ ઉપગ્રહ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ હેમસટ 1 42.5 કિલો ગ્રામ માઇક્રોસેટેલાઇટ કલાપ્રેમી રેડિયો ઉપગ્રહ લોન્ચ અને આયોજિત ફ્લાઇટ પ્રોફાઇલ thumb| પીએસએલવી-સી 6 5 મે, 2005ના રોજ શ્રીહરિકોટા ખાતેના લોન્ચ ટાવર પરથી બ્લાસ્ટિંગ right|thumb|270x270px| HAL હેરિટેજ સેન્ટરમાં PSLV ની હીટ શિલ્ડ પ્રદર્શિત કરવામાં આવી. PSLV-C6 5 મે 2005 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી 04:44 કલાક કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ ( ભારતીય સમય અનુસાર 10:14 કલાક) પર લોન્ચ કરવામાં આવ્યું હતું. ના એકંદર અંતરને આવરી લેવાની પૂર્વ-ફ્લાઇટ અનુમાન સાથે મિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફ્લાઇટ પ્રોફાઇલ નીચે મુજબ હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. Retrieved 28 August 2016.</cite></ref> સ્ટેજ સમય</br> (સેકન્ડ) ઊંચાઈ</br> (કિલોમીટર) વેગ</br> (મીટર/સેકન્ડ) ઘટના નોંધ પ્રથમ તબક્કો T+0 0.025 452 PS 1 ની ઇગ્નીશન ઉપાડો T+1.19 0.026 452 4 ગ્રાઉન્ડ-લિટ PSOM નું ઇગ્નીશન T+25 2.463 551 2 એર-લાઇટ PSOM નું ઇગ્નીશન T+68 23.748 1,179 પર રાખવામાં આવી છે 4 ગ્રાઉન્ડ-લિટ PSOM નું વિભાજન T+90 42.768 છે 1,659 પર રાખવામાં આવી છે 2 એર-લાઇટ PSOM નું વિભાજન T+112.03 67.411 1,995 પર રાખવામાં આવી છે PS 1 નું વિભાજન બીજો તબક્કો T+112.23 67.635 છે 1,994 પર રાખવામાં આવી છે PS 2 ની ઇગ્નીશન T+156.03 115.244 2,314 પર રાખવામાં આવી છે ગરમી કવચ અલગ T+263.38 233.873 4,087 પર રાખવામાં આવી છે PS 2 નું વિભાજન ત્રીજો તબક્કો T+264.58 235.304 4,083 પર રાખવામાં આવી છે HPS 3 ની ઇગ્નીશન T+517.52 498.974 5,865 પર રાખવામાં આવી છે HPS 3 નું વિભાજન ચોથો તબક્કો T+531.50 509.092 5,851 પર રાખવામાં આવી છે PS 4 ની ઇગ્નીશન T+1,043.62 627.153 7,542 પર રાખવામાં આવી છે PS 4 નું કટ-ઓફ T+1,080.62 627.801 7,546 પર રાખવામાં આવી છે કાર્ટોસેટ-1 અલગ T+1,120.62 628.535 છે 7,546 પર રાખવામાં આવી છે HAMSAT અલગ મિશન પૂર્ણ આ પણ જુઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન  સંદર્ભ શ્રેણી:ઇસરો
PSLV-C6
https://gu.wikipedia.org/wiki/PSLV-C6
REDIRECT પીએસએલવની-સી૬
મરીન ડ્રાઈવ, મુંબઈ
https://gu.wikipedia.org/wiki/મરીન_ડ્રાઈવ,_મુંબઈ
મરીન ડ્રાઈવ એ મુંબઈ, ભારતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ પર ૩ કિલોમીટર લાંબી સહેલગાહ છે. પાલોનજી મિસ્ત્રીએ આ માર્ગ અને સહેલગાહનું નિર્માણ કરાવ્યું હતું. તે કુદરતી ખાડીના કિનારે કેળાના આકારનો અને કોંક્રિટથી બનાવેલો છ લેનનો રસ્તો છે. મરીન ડ્રાઈવના ઉત્તરીય છેડે ગિરગાંવ ચોપાટી છે. બાજુમાંથી પસાર થતો માર્ગ દક્ષિણમાં આવેલા નરીમાન પોઈન્ટને ઉત્તરમાં બાબુલનાથ અને મલબાર હિલ સાથે જોડે છે. મરીન ડ્રાઇવને 'ક્વીન્સ નેકલેસ' (રાણીનો હાર) તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે જ્યારે રાત્રે ઉંચાઈથી ગમે ત્યાંથી મરીન ડ્રાઇવને જોવામાં આવે ત્યારે સડક પરની લાઇટો ગળાના હારમાં પરોવેલા મોતી જેવી લાગે છે. thumb| મલબાર હિલ્સથી મરીન ડ્રાઈવ આ રોડનું ભાગ્યે વપરાતું સત્તાવાર નામ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ માર્ગ છે. સહેલગાહ પર હરોળબદ્ધ રીતે તાડના વૃક્ષો આવેલાં છે. મરીન ડ્રાઈવના ઉત્તરના છેડે ગિરગાંવ ચોપાટી(બિચ) છે. આ લોકપ્રિય ચોપાટી તેની ભેળપૂરી માટે પ્રખ્યાત છે. આ રસ્તા પર ઘણી રેસ્ટોરન્ટો પણ આવેલી છે. આ રસ્તાની આગળ વાલકેશ્વર આવેલું છે જે શહેરનો એક શ્રીમંત વિસ્તાર છે, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવાસ પણ છે. આ રસ્તા પર આવેલી મોટાભાગની ઇમારતો શ્રીમંત પારસીઓએ ૧૯૨૦ અને ૧૯૩૦ના અરસામાં પ્રખ્યાત આર્ટ ડેકો શૈલીમાં બાંધવી હતી. મરીન ડ્રાઇવ પરની સૌથી જૂની આર્ટ ડેકો ઇમારતોમાં કપૂર મહેલ, ઝવેર મહેલ અને કેવલ મહેલનો સમાવેશ થાય છે જે ૧૯૩૭ અને ૧૯૩૯ની વચ્ચે તે સમયે ૧૦ લાખ રૂપિયાની કુલ કિંમતે બાંધવામાં આવી હતી. સંદર્ભો શ્રેણી:Coordinates on Wikidata શ્રેણી:મુંબઈ
સ્વામિનારાયણ જયંતિ
https://gu.wikipedia.org/wiki/સ્વામિનારાયણ_જયંતિ
સ્વામિનારાયણ જયંતિ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦)ના જન્મદિવસની ઉજવણીનો દિવસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તેમના આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી ચૈત્ર સુદ નોમના દિવસે ઉપવાસ કરીને અને મંદિરોમાં સ્વામિનારાયણની મૂર્તિઓને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરીને કરે છે. તેમનાં અનુયાયીઓ સવારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે અને રાત્રે ૧૦:૧૦ વાગ્યે જેને ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય માનવામાં આવે છે, તેમના શુભ જન્મના પ્રતીક તરીકે વિશેષ રીતિથી આરતી વિધિ કરવામાં આવે છે. આ પણ જુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય શ્રેણી:સ્વામિનારાયણ સંપ્રદાય
નંદમુરી તારક
https://gu.wikipedia.org/wiki/નંદમુરી_તારક
નંદામુરી તારકા રામા રાવ જુનિયરનો જન્મ ૨૦ મે, ૧૯૮૩ના રોજ થયો હતો, જેને જુનિયર એનટીઆર અથવા તારક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતીય ફિલ્મ અભિનેતા, નૃત્યાંગના કુચીપુડી, ગાયક-ગીતકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે, જેઓ તેલુગુ ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે. તે તેલુગુ અભિનેતા અને આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એનટી રામારાવના પૌત્ર છે, જેને સામાન્ય રીતે એનટીઆર તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૯૬ માં, તેમને રામાયણમમાં બાળ કલાકાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જેણે આ વર્ષે શ્રેષ્ઠ ચિલ્ડ્રન્સ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેણે ૨૦૦૦માં નિન્નુ ચુડાલાની ફિલ્મથી પુખ્તવયની શરૂઆત કરી હતી. સિનેમામાં તેમની ૧૮ વર્ષની કારકિર્દી દરમિયાન રાવે ૨૮ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને બે નંદી રાજ્ય પુરસ્કારો, બે તેલુગુ શ્રેષ્ઠ અભિનેતા ફિલ્મફેર પુરસ્કારો અને ચાર સિનેમા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ૨૦૧૨ થી, તેઓ ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી ૧૦૦ ની યાદીમાં સ્થાન પામ્યા છે. ભારતીય મૂવી આઇડોલના પૌત્ર, એનટી રામારાવ સિનિયર જેઓ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યના અગાઉના સીએમ પણ હતા. રામારાવ જુનિયરે તેમના વ્યવસાયની શરૂઆત બ્રહ્મર્ષિ વિશ્વામિત્રમાં બાળ કલાકાર તરીકે કરી હતી. રાવ જુનિયરે રામાયણમ (૧૯૯૭) માં રામના મુખ્ય પાત્રમાં બાળ કલાકાર તરીકે પણ અભિનય કર્યો હતો, જેણે તે વર્ષે શ્રેષ્ઠ ચિલ્ડ્રન્સ મૂવી માટે રાષ્ટ્રીય ફિલ્મ અનુદાન જીત્યું હતું. તેણે વેપાર નિષ્ફળતા નિન્નુ ચુડાલાની (૨૦૦૧) સાથે મુખ્ય અભિનેતા તરીકે તેની શરૂઆત કરી. મુવી સ્ટુડન્ટ નંબર ૧ (૨૦૦૧) અને એક્શન અને ડ્રામા આડી ની ઉંમર આવતાં તે ખ્યાતિમાં વધારો થયો. ફિલ્મો તારક રામારાવ જુનિયરે અત્યાર સુધીમાં સિંહાદ્રી, રાખી, યામદોંગા, અધુર્સ , "બ્રિંદાવનમ" (૨૦૧૦), બાદશાહ (૨૦૧૩), "ટેમ્પર" (૨૦૧૫)," નન્નાકુ પ્રેમથો "(૨૦૧૬), "જનતા ગેરેજ" (૨૦૧૬), "જય લાવા કુસા" (૨૦૧૭), " અરવિંદ સમેથા " (૨૦૧૮), અને " RRR" (૨૦૨૨) જેવી સફળ ફિલ્મોમાં મુખ્ય પાત્ર તરીકે કામ કર્યું છે. આ સાથે જ તેમણે ભારતના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતાઓ માંથી એક બન્યા છે. " દેવરા" અને "NTR31"તેમની આગામી ફિલ્મો છે. શ્રેણી:૧૯૮૩માં જન્મ
સમુહ લગ્ન
https://gu.wikipedia.org/wiki/સમુહ_લગ્ન
REDIRECT સમૂહ લગ્ન
ફખરુદ્દીન અલી અહમદ
https://gu.wikipedia.org/wiki/ફખરુદ્દીન_અલી_અહમદ
ફખરુદ્દીન અલી અહમદ (૧૩ મે ૧૯૦૫ - ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭) એક ભારતીય વકીલ હતા, જેમણે ભારતના પાંચમાં રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. શ્રેણી:ભારતના રાષ્ટ્રપતિ
સંતોષ રામ
https://gu.wikipedia.org/wiki/સંતોષ_રામ
NationalitySantosh Ram Category:Articles with hCards સંતોષ રામ એક ભારતીય ફિલ્મ નિર્દેશક, લેખક અને નિર્માતા છે. તેઓ તેમની ટૂંકી ફિલ્મો વર્તુલ (૨૦૦૯), ગલ્લી (૨૦૧૫) અને પ્રશના (૨૦૨૦) માટે વ્યાપકપણે જાણીતા છે, જે વિશ્વભરના વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કૃત અને પ્રદર્શિત કરવામાં આવી છે. તેમની પ્રથમ ટૂંકી ફિલ્મ વર્તુલ ૫૬ થી વધુ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી, જેમાં તેર એવોર્ડ જીત્યા હતા. પ્રશ્ના (પ્રશ્ન) ૨૦૨૦ ને ફિલ્મફેર શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ ૨૦૨૦ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. ફ્લોરેન્સ ઇટાલીમાં યુનિસેફ ઇનોસેન્ટી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ માં સંતોષ રામે પ્રશના માટે વિશેષ ઉલ્લેખ (લેખન) માટે આઇરિસ એવોર્ડ જીત્યો હતો. પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ રામનો જન્મ મહારાષ્ટ્રમાં , લાતુર જિલ્લાના, ડોંગરશેલ્કીમાં થયો હતો. રામ ઉદગીર, મહારાષ્ટ્ર, ભારતના એક મધ્યમ-વર્ગીય પરિવારમાં ઉછર્યા હતા. રામ મરાઠવાડા પ્રદેશમાં વિતાવેલા બાળપણથી પ્રભાવિત હતા. કારકિર્દી સંતોષ એ ૨૦૦૯ માં શોર્ટ્સ લખીને અને દિગ્દર્શન કરીને તેની ફિલ્મ નિર્માણ કારકિર્દીની શરૂઆત કરી. તેની પ્રથમ મરાઠી ભાષાની શોર્ટ ફિલ્મ વર્તુલ તેણે ૩૫ મીમી ફિલ્મ પર શૂટ કરી હતી. વર્તુલ (૨૦૦૯) ૫૬ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવ્યું જેમાં ૧૧ મો ઓસિયન સિનેફેન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૦૯ નવી દિલ્હી, 3જી ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરળ, ૨૦૧૦ , ભારત, થર્ડ આઈ 8મી એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૦૯, મુંબઈ અને ૧૭ મો ટોરોન્ટો રીલ એશિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩ ( કેનેડા ), તેર એવોર્ડ જીત્યા. તેમની બીજી ટૂંકી ફિલ્મ ગલ્લી (૨૦૧૫) ૧૩ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. તેમની તાજેતરની ફિલ્મ પ્રશના (૨૦૨૦) ફિલ્મફેર શોર્ટ ફિલ્મ એવોર્ડ્સ ૨૦૨૦ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે અને સમગ્ર વિશ્વમાં ૩૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે, જેમાં સત્તર એવોર્ડ જીત્યા છે. ફિલ્મગ્રાફી વર્ષ ફિલ્મ ભાષા દિગ્દર્શક લેખક નિર્માતા નોંધો ૨૦૦૯ વર્તુલ મરાઠી હાહાનાત્રેપન ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર પસંદગી14 પુરસ્કારો જીત્યા ૨૦૧૫ ગલ્લી મરાઠી હાહાહાતેર ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર પસંદગી૨૦૨૦ પ્રશ્ના મરાઠી હાહાનાચોત્રીસ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર પસંદગી સોળ પુરસ્કારો જીત્યા ૨૦૨૩ યુવરાજ અને શાહજહાંની વાર્તા મરાઠી, હિન્દી હાહાહાટૂંકી ફિલ્મ ૨૦૨૪ ચાઇના મોબાઇલ મરાઠી હાહાહાફીચર ફિલ્મ પુરસ્કારો અને માન્યતા વર્તુલ ૨૦૦૯ શ્રેષ્ઠ ફિલ્મ - ૪થો ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ૨૦૧૦, ચેન્નાઈ. શ્રેષ્ઠ ફિલ્મ - ૨ જી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નાગપુર ૨૦૧૧ શ્રેષ્ઠ દિગ્દર્શક - પુણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૧, પુણે શ્રેષ્ઠ ફિલ્મ - ૬ ઠ્ઠો ગોવા મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩, ગોવા શ્રેષ્ઠ ચિલ્ડ્રન ફિલ્મ - મલબાર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩ ફિલ્મ નિર્માણમાં ઉત્કૃષ્ટતા માટે પ્રશંસા પુરસ્કાર- કન્યાકુમારી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૩, કન્યાકુમારી જ્યુરી વિશેષ ઉલ્લેખ -નવી મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૪, નવી મુંબઈ શ્રેષ્ઠ ફિલ્મ - બાર્શી શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૪ શ્રેષ્ઠ ફિલ્મ - પહેલો મહારાષ્ટ્ર શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૪ નામાંકિત - મહારાષ્ટ્ર ટાઈમ્સ એવોર્ડ્સ ૨૦૧૦, પ્રશના ૨૦૨૦ યુનિસેફ ઇનોસેન્ટી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૧ ફ્લોરેન્સ, ઇટાલી ખાતે આઇરિસ એવોર્ડ વિશેષ ઉલ્લેખ (લેખન). નોમિનેશન - બેસ્ટ શોર્ટ ફિલ્મ - ફિલ્મફેર એવોર્ડ્સ મુંબઈ ૨૦૨૦ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ - ૩જી વિન્ટેજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૦ બેસ્ટ શોર્ટ ફિલ્મ - ચોથો અન્ના ભાઉ સાઠે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ,પુણે ૨૦૨૧ બેસ્ટ સોશિયલ શોર્ટ ફિલ્મ - બેટિયા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૦ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ વિશેષ સન્માનીય ઉલ્લેખ - સ્પ્રાઉટિંગ સીડ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૦ શ્રેષ્ઠ દિગ્દર્શક - ૪થો અન્ના ભાઉ સાઠે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ,પુણે ૨૦૨૧ શ્રેષ્ઠ પટકથા - ૪થો અન્ના ભાઉ સાઠે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, પુણે ૨૦૨૧ શ્રેષ્ઠ શોર્ટ ફિક્શન ફિલ્મ વિશેષ ઉલ્લેખ - 14મો સિગન્સ શોર્ટ એન્ડ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૧ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ - ૬ ઠ્ઠો બંગાળ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૧ સ્પેશિયલ જ્યુરી મેન્શન એવોર્ડ - 9મો સ્મિતા પાટીલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ,પુણે. શ્રેષ્ઠ વાર્તા - મા તા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ , મુંબઈ "દૂરના વિસ્તારોમાં શિક્ષણના વિકાસ માટે" ટૂંકી ફીચર ફિલ્મોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો ડિપ્લોમા. . સંદર્ભ બાહ્ય લિંક્સ શ્રેણી:૧૯૭૯માં જન્મ શ્રેણી:જીવિત લોકો
કેથોલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ
https://gu.wikipedia.org/wiki/કેથોલિક_યુનિવર્સિટી_ઓફ_સેક્રેડ_હાર્ટ
REDIRECT યુનિવર્સિટ્યા કેટોલિકા ડેલ સાક્રો ક્યુઓર
વેમ્બલી સ્ટેડિયમ
https://gu.wikipedia.org/wiki/વેમ્બલી_સ્ટેડિયમ
વેમ્બલી સ્ટેડિયમ લંડનના વેમ્બલી વિસ્તારમાં આવેલું મુખ્યત્વે ફુટબોલનું મેદાન છે. આ ઇંગ્લેન્ડનું રાષ્ટ્રીય સ્ટેડિયમ છે અને ઇંગ્લેન્ડની ફૂટબોલ અને ક્રિકેટ ટીમો માટે મુખ્ય મેદાન છે. સ્ટેડિયમ અને નિર્માણ આ સ્ટેડિયમનું મૂળ નિર્માણ પ્રખ્યાત સ્ટેડિયમ આર્કિટેક્ટ સર જૉન સ્ટીવન્સે ૧૯૨૩માં કર્યું હતું. ૨૦૦૭માં £૭૮.૯ કરોડ (૭૮૯ મિલિયન બ્રિટિશ પાઉન્ડ)ના ખર્ચે સ્ટેડિયમને પુનઃવિકસિત કરવામાં આવ્યું હતું. હવે તે ૯૦,૦૦૦થી વધુ પ્રેક્ષકોને સમાવી શકે છે. વેમ્બલી સ્ટેડિયમ ફક્ત યુનાઇટેડ કિંગડમનું જ નહીં પરંતુ સમગ્ર યુરોપનું પણ સૌથી મોટું સ્ટેડિયમ છે જેની ૯૦ હજાર બેઠકોની ક્ષમતા છે. તેની ડિઝાઇન આર્કિટેક્ટ્સ પોપ્યુલસ અને ફોસ્ટર એન્ડ પાર્ટનર્સે તૈયાર કરી છે. તેમાં વેમ્બલી આર્ચ સામેલ છે જે ૧૩૪ મીટરની (૪૪૦ ફૂટ) ઊંચાઈને આંબે છે. સ્થાપત્યનો આ અજોડ નમુનો લંડનના આકાશમાં નોંધપાત્ર લેન્ડમાર્ક તરીકે જ નહીં પરંતુ સ્ટેડિયમના છતના ૭૫% થી વધારે ભાર માટે આધાર પૂરો પાડે છે. ઇતિહાસ વેમ્બલી સ્ટેડિયમનો ઇતિહાસ ગૌરવશાળી છે. ૧૯૨૩માં પૂરું થયા પછી તેણે ઘણા ઐતિહાસિક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સને આવકાર્યા છે. ૧૯૬૬માં અહીં વર્લ્ડ કપ ફાઇનલ રમાઈ હતી. ઘણી ઐતિહાસિક ફૂટબોલ મેચો અહીં રમાઈ છે. નિયમિત ઇવેન્ટ્સ વેમ્બલી સ્ટેડિયમ વર્ષભર અનેક સ્પોર્ટ્સ, મ્યુઝિક અને કલ્ચરલ ઇવેન્ટ્સને આવકારે છે. તે ઇંગ્લેન્ડના મુખ્ય ફૂટબોલ ટૂર્નામેન્ટ જેવા FA કપ, ફૂટબોલ લીગ કપ અને કોમ્યુનિટી શીલ્ડના ફાઇનલ માટે મેજબાની કરે છે. પરિવહન જોડાણ વેમ્બલી સ્ટેડિયમ માટે પહોંચવું સરળ છે. વેમ્બલી સેન્ટ્રલ અને વેમ્બલી પાર્ક સ્ટેશન ટ્યુબ અને ટ્રેન દ્વારા સ્ટેડિયમને સીધું જોડે છે. નજીકની મુખ્ય સડકો પર પણ સરળતાથી પહોંચી શકાય છે. સંદર્ભ
બહ્લિક
https://gu.wikipedia.org/wiki/બહ્લિક
right|thumb|411x411px|ભારતીય મહાકાવ્યો અને ભરત ખંડમાં ઉલ્લેખિત રાજ્યો અને પ્રજાસત્તાકોના અન્ય સ્થાનો સાથે બહ્લિક રાજ્ય બહ્લિક (સંસ્કૃત: बह्लिक) જે વાહલિક તરીકે પણ ઓળખાય છે તે હિંદુ સાહિત્યમાં બહ્લિક રાજ્યના રાજા હતા. હિંદુ મહાકાવ્ય મહાભારતમાં તેમનો ઉલ્લેખ છે. તેઓ હસ્તિનાપુરના રાજા હતા અને ભીષ્મના પિતા શંતનુના મોટા ભાઈ હતા. તે કુરુક્ષેત્ર યુદ્ધમાં લડનારા સૌથી વૃદ્ધ યોદ્ધા હતા. તેમને એક પુત્ર સોમદત્ત અને એક પુત્રી પૌરવી હતી. સોમદત્તના પુત્રો ભૂરીશ્રવા, ભૂરી અને શલા અને પૌરવીના પુત્રો અવગહા અને નંદક એમ પાંચ પૌત્રો અને નાતી હતા. તેમની પૌત્રી અને સોમદત્તની પુત્રી અવગહાએ કાશીના રાજા અભિભુ સાથે લગ્ન કર્યા હતા. અભિભુ બહ્વિકની સાથે જ કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો તરફથી લડ્યા હતા. કુરુક્ષેત્ર યુદ્ધમાં ૧૪મા દિવસે ભીમ સાથે લડતા બહ્લિક વીરગતીને પ્રાપ્ત થયા હતા. જો કે, તે દિવસે સૂર્યાસ્ત બાદ આ યુદ્ધ ચાલ્યું હતું, જે યુદ્ધના નિયમ વિરુદ્ધ હતું. યુધિષ્ઠિરના માનવા પ્રમાણે બહ્લિકની એક જ ઈચ્છા હતી કે ભરત કુળમાં શાંતિ રહે. Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. કુરુ રાજકુમાર અને રાજ્યાભિષેક બહ્લિક હસ્તિનાપુરના રાજા પ્રતીપ અને રાણી સુનંદાના ત્રણ પૈકી બીજા પુત્ર હતા. રાજાએ તેમના મોટા પુત્ર દેવાપિને હસ્તિનાપુરની ગાદી આપી અને બહ્લિકને નવો જીતેલો પ્રદેશ આપ્યો. જો કે કેટલાકના મતે મગધના રાજા જરાસંધના પાંચાલ સાથેના યુદ્ધમાં બહ્લિક પાંચાલના પક્ષે યુદ્ધ ન કરે તે માટે જરાસંધે આ જમીન બહ્લિકને ભેટ આપી હતી.Purwadi. Mahabharata. Yogyakarta: Media Abadi, 2004. Print. આ રાજ્યનો પ્રદેશ વાહલિક પ્રદેશ તરીકે ઇતિહાસમાં જાણીતો છે. આ તરફ દેવાપિને રક્તપિત્ત થવાથી તેમણે રાજ્ચાભિષેકનો અસ્વીકાર કરી તપસ્યા કરવા તેઓ જંગલમાં જતા રહ્યા. પરિણામે હસ્તિનાપુરનું રાજ્ય શંતનુના હાથમાં આવ્યું. પ્રતીપના અવસાન પશ્ચાત શંતનુ રાજા બન્યા.Muir, J. Original Sanskrit Texts on the Origin and History of the People of India, Their Religion and Institutions, by J. Muir. New Delhi: Oriental Publishers and Distributors, 1976. Print. કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા કૌરવો અને પાંડવોની તેમના ગુરુ દ્રોણાચાર્ય અને કુલગુરુ કૃપાચાર્ય સાથે સંપન્ન થઈ ત્યારે દીક્ષાંત સમારોહ વખતે અને યુધિષ્ઠિરની યુવરાજ તરીકે નિમણુક થઈ તે બન્ને પ્રસંગોએ બહ્લિક હાજર હતા. જ્યારે યુધિષ્ઠિર સમ્રાટ બનવા માટે રાજસૂય યજ્ઞ કરે છે, તે પ્રસંગે બહ્લિક પહેલા તો નકુલ તરફથી મળેલા પડકારનો સ્વીકાર કરે છે પરંતુ પછી પરિસ્થિતિને સમજીને તેઓ યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારી છે, એટલું જ નહીં પણ તેમના રાજ્યાભિષેકમાં હાજર રહીને તેમને શુદ્ધ સુવર્ણથી બનેલો રથ ભેટ આપે છે. દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચેની ચોસરની રમતના સમારંભમાં બહ્લિકે સપરિવાર હાજરી આપી હતી. કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન બહ્લિક અને તેમનું સૈન્ય મહાભારતના યુદ્ધ દરમિયાન દુર્યોધનના પક્ષે લડ્યા હતા. ભીષ્મ તેમને અતિરથી માનતા હતા. પ્રથમ દિવસે, બહ્લિકે ધૃષ્ટકેતુ સામે યુદ્ધ કર્યું. નવમા દિવસે, ભીમે બહ્લિકના રથનો ધ્વંશ કર્યો; જો કે, તેને લક્ષ્મણ કુમારે તેમનો અદ્ભુત બચાવ કર્યો. તેરમા દિવસે, દ્રોણાચાર્યે ચક્રવ્યુહની રચના કરી અને પૂર્વ આયોજનના ભાગ રુપે અર્જુનને પડકાર આપીને સુશર્મા અને તેનું સૈન્ય અર્જુનને લડતાં લડતાં દૂર લઈ જાય છે. આ દરમ્યાન દ્રોણાચાર્ય ચક્રવ્યુહની રચના કરે છે જેનું જ્ઞાન પાંડવ પક્ષે કોઈને નથી, પણ અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુને ચક્રવ્યુહના સાત કોઠા પૈકી છેલ્લા કોઠા સિવાય તમામનું પુરું જ્ઞાન છે. તેને સાતમા કોઠામાંથી બહાર નીકળવાની રીતનું જ્ઞાન નથી. આ તરફ દ્રોણાચાર્ય આ વ્યુહ દ્વારા યુધિષ્ઠિરને બંદી બનાવવાની યોજના કરે છે. આ યુદ્ધમાં અભિમન્યુ સાતમા કોઠામાં લડતાં લડતાં વીરગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે તે સાતમા કોઠામાં ફસાઈ જાય છે ત્યારે દુર્યોધન, જયદ્રથ, કર્ણ જેવા મહારથીઓ નિશસ્ત્ર બની ચૂકેલા અભિમન્યુની શર્મનાક હત્યા કરે છે. તેમાં પણ બહ્લિક ભાગ લે છે. ચૌદમા દિવસે બહ્લિકનો સામનો ઉપપાંડવો અને શિખંડી સામે વારાફરતી થાય છે. મૃત્યુ યુદ્ધના ચૌદમા દિવસે, બહ્લિકે સેનાવિંદુને મારી નાખ્યો. પછીથી, સાત્યકીએ બહ્લિકાના પુત્ર સોમદત્ત સાથે યુદ્ધ કર્યું અને તેના તીરોથી તેને બેભાન કરી નાખ્યો. ગુસ્સે ભરાયેલા, બહ્લિક તેના પુત્રની વહારે આવે છે. જો કે, આ વખતે ભીમ તેમને યુદ્ધ માટે લલકારે છે અને ભીમના પ્રહારથી પહેલા તો બહ્લિક મુર્છિત થઈ જાય છે અને હોશમાં આવ્યા બાદ ફરી ભીમ સાથે યુદ્ધ કરતાં કરતાં ભીમની ગદાના પ્રહારથી તેમનું મૃત્યુ થાય છે. યુદ્ધમાં ફક્ત બહ્લિક નહીં પણ તેમના પુત્ર સોમદત્ત, સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા અને તેના નવ સાવકા ભાઈઓ અને પિતરાઈનું મૃત્યુ થતાં બહ્લિકના કોઈ વારસો ન બચતાં તેમનો વંશ ત્યાં અટકી જાચ છે.Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. સંદર્ભ શ્રેણી:મહાભારત
આદિપર્વ
https://gu.wikipedia.org/wiki/આદિપર્વ
આદિપર્વ એ મહાભારતના અઢાર પર્વ પૈકીનું પ્રથમ પર્વ (પહેલો વિભાગ) છે. સંસ્કૃતમાં "આદિ"નો અર્થ "પ્રારંભનું" થાય છે. આદિપર્વ પરંપરાગત રીતે ૧૯ ઉપપર્વ અને ૨૩૬ અધ્યાય ધરાવે છે.Ganguli, K.M. (1883-1896) "Adi Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). CalcuttaDutt, M.N. (1895) The Mahabharata (Volume 1): Adi Parva. Calcutta: Elysium Pressvan Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, pp 475-476Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi આદિપર્વમાં કરેલાં વર્ણન પ્રમાણે આ મહાકાવ્યનું સૌપ્રથમ પઠન વૈશમ્પાયને તક્ષશિલામાં જનમેજય દ્વારા આયોજિત સર્પસત્ર દરમ્યાન કર્યું હતું. ત્યારબાદ નૈમિષારણ્યમાં એકત્રિત ઋષિ મુનિઓની સમક્ષ તેનું પઠન ઉગ્રશ્રવઃ સૌતી કરે છે. આદિપર્વના ઉપપર્વ અનુક્રમણિકા પર્વમાં મહાભારતના અઢાર પર્વો અને દરેક પર્વમાં આવેલા અધ્યાયોની અનુક્રમણિકા આપવામાં આવી છે. વળી તેમાં મહાભારતનું મહાત્મ્ય પણ વર્ણવવામાં આવ્યું છે. આ પર્વમાં ભરત અને ભૃગુના જન્મની કથા અને તેમનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. કૃતિનો મુખ્ય ભાગ કુરુ રાજ્યના રાજકુમારોના જન્મ અને પ્રારંભિક જીવન અને ધૃતરાષ્ટ્રએ કરેલી પાંડવોની સતામણીને આવરી લે છે. માળખું અને પ્રકરણો આદિપર્વમાં સમાવિષ્ટ કુલ ૧૯ ઉપપર્વોનો સમાવેશ થાય છે જેને નાના ૨૩૬ પ્રકરણોમાં વહેંચવામાં આવ્યા છે. નીચેના પેટા પર્વો છે: ૧. અનુક્રમણિકા પર્વ (અધ્યાય: ૧) નૈમિષારણ્ય (નૈમિષ નામના જંગલ)માં સૌતી, શૌનકના નેતૃત્વમાં ભેગા થયેલા ઋષિઓને મળે છે. ઋષિગણ મહાભારત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. સૌતી તેઓને સર્જનની વાતો સંભળાવે છે. તેની સાથે મહાભારત કેવી રીતે લખવામાં આવ્યું તેની વાર્તા પણ સંભળાવી. આ ઉપપર્વ મહાભારતના મહત્વનું વર્ણન કરે છે, તમામ માનવ જ્ઞાનના વ્યાપક સંશ્લેષણનો મહાભારતમાં સમાવેશ થયો છે તે જણાવે છે, અને શા માટે તેનો અભ્યાસ થવો જોઈએ, તે સમજાવે છે. ૨. સંગ્રહ પર્વ (અધ્યાય: ૨) આ પર્વમાં પરશુરામે ૨૧ વખત પૃથ્વીને નક્ષત્રી (ક્ષત્રિયોના સૌ વયસ્ક પુરુષોનો નાશ કરીને ક્ષત્રિય વિનાની) કરી હતી અને તેમના રક્તથી સમંત પઞ્ચક સરોવરો ભર્યા હતા અને પછી પશ્ચાતાપમાં ઘોર તપ કર્યું હતું તેની વાત આવે છે. આ પર્વમાં સેનામાં અક્ષૌહિની સેનાની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમજ મહાભારતના ૧૮ પર્વની સંક્ષિપ્તમાં રૂપરેખા આપવામાં આવી છે. . ૩. પૌષ્ય પર્વ (અધ્યાય: ૩) આ પર્વમાં ધૌમ્ય ઋષિના શિષ્યો આરુણી, ઉપમન્યુ અને વેદ નામના ત્રણ શિષ્યોની વાત આવે છે. ધૌમ્ય ઋષિ યુધિષ્ઠિરના પુરોહિત હતા. અને ઉત્તંક, પૌષ્યની કથા પણ આજ પર્વમાં આવે છે. જનમેજયના એક યજ્ઞ દરમિયાન સરમાના શ્વાન પુત્ર ખૂબ ભસીને યજ્ઞની શાંતિભંગ કરવાના કારણએ અન્ય ઋષિઓ દ્વારા પ્રતાડિત થતાં તેણે તેની માતા સરમાને ફરિયાદ કરી ત્યારે સરમાએ જનમેજયને આપેલા શ્રાપની પણ વાત છે. ૪. પૌલોમા પર્વ (અધ્યાય: ૪-૧૨) આ પર્વમાં પુરુષોની ભાર્ગવ જાતિનો ઇતિહાસ તેમજ ચ્યવનના જન્મની વાત આવે છે. ૫. અસ્તિક પર્વ (અધ્યાય: ૧૩-૫૮) આ પર્વમાં સમુદ્રમંથનની વાત આવે છે. જગતને એક સુત્રમાં સાંકળવા ધર્મનો પ્રભાવ અને તેની ફિલસુફીની વાત છે. આ પર્વમાં તક્ષકના દંશથી પરીક્ષિતનું મૃત્યુ થતાં તેમના પુત્ર જનમેજય દ્વારા સર્પ સત્ર યજ્ઞના આયોજનની વાત આવે છે. સાપ તથા અન્ય જીવ-સ્વરૂપોની હિંસા મનુષ્ય માટે કેટલો મોટો અભિશાપ બની શકે, તે બતાવીને અહિંસાનો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવે છે. આ ઉપરાંત આસ્તિકના જન્મની વાર્તા તથા વૈશમ્પાયન કેવી રીતે જન્મેજયને મહાભારતનું વર્ણન કરવા આવ્યા તેની વાર્તા વિગતે આ પર્વમાં છે. ૬. આદિવાન્સાવતાર પર્વ (અંશાવતરણ પર્વ) (અધ્યાય: ૫૯-૬૪) આ પર્વમાં પાંડવ અને કુરુ રાજકુમારોનો ઇતિહાસ, શંતનુ, ભીષ્મ અને સત્યવતીની કથાઓ, કર્ણના જન્મની, કૃષ્ણના જન્મની કથાનો સમાવેશ થાય છે. આ જ પર્વમાં પૃથ્વી પર ફેલાયેલી અરાજકતાથી માનવજાતને બચાવવા ઈશ્વરને અવતાર ધારણ કરવા બ્રહ્માને વિનંતીની કથા પણ છે. thumb|353x353px| દુષ્યંત સાથેના પ્રેમલગ્ન પછી શકુંતલાના પુત્ર ભરત. સંભવ પર્વમાં તેમના સંવનન અને પ્રેમ સંબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. ૭. સંભવ પર્વ (અધ્યાય: ૬૫-૧૪૨) આ પર્વમાં પૃથ્વી અને દેવતાઓ પરના જીવનનો સિદ્ધાંત જણાવવામાં આવ્યો છે. આ પર્વમાં દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા અને અન્ય ઋષિઓની વાર્તા, દુષ્યંત અને શકુંતલાની વાર્તા, ભરતના જન્મની વાર્તા, ભરત રાજકુમાર બને છે તે વાર્તા, યયાતિ, દેવયાની અને શર્મિષ્ઠાની વાર્તાઓ, યદુ, પુરુ અને પુરુષોની પૌરવ જાતિની વાર્તાઓ સમાવિષ્ટ છે. કુંતીનો સ્વયંવર, માદ્રીના લગ્ન અને વિદુરના લગ્નની વાર્તાઓ, તેમજ કૌરવો અને પાંડવો વચ્ચેના સંઘર્ષ અને સમાધાન કરવાના પ્રયાસો આ પર્વમાં વર્ણવવામાં આવ્યા છે. ૮. જતુગૃહ પર્વ ((જતુગૃહ-દાહ) પર્વ (અધ્યાય: ૧૪૩-૧૫૩) આ પર્વનાં કનિકાની ધૃતરાષ્ટ્રને સામ્રાજ્ય પર શાસન કેવી રીતે કરવું અને દુશ્મનો અને સંભવિત સ્પર્ધા સામે શાસન અને યુદ્ધ માટે કેવી રીતે છેતરપિંડી અસરકારક સાધન છે તે અંગેની સલાહ બાબતે વિસ્તારથી વાત આવે છે. કનિકા શિયાળ, વાઘ, ઉંદર, મંગૂસ અને હરણ વિશેની તેમની સાંકેતિક વાર્તા સંભળાવે છે અને તે સલાહ આપે છે કે નબળા શાસકે પોતાની નબળાઈઓને અવગણવી જોઈએ અને અન્ય લોકોની નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અન્ય લોકો માટે ક્રૂર અને વિનાશક હોવા સાથે મિત્ર બનવાનો ઢોંગ કરવો જોઈએ, ખાસ કરીને જ્યારે સ્પર્ધા ખૂબ મજબૂત હોય. આ પર્વમાં લાક્ષાગૃહની પણ વાર્તા આવે છે. લાક્ષાગૃહની વાત સંક્ષિપ્તમાં એવી છે કે, ધૃતરાષ્ટ્ર કૌરવો તરફથી મિત્રભાવે પાંડવો માટે જંગલમાં ઘર બનાવવાની યોજના બનાવે છે, પણ તે ઘર લાખ અને અન્ય જ્વલનશીલ સામગ્રીઓથી બનાવે છે. તેમની યોજના આ ઘરમાં પાંડવો અને કુંતીને જીવતાં સળગાવી દેવાની હોય છે. પણ વિદુરના કહેવાથી પાડવો એક સુરંગ બનાવીને આગ લાગે તે પહેલાં જ ઘર છોડીને બહાર આવી જાય છે. વિદુર કનિકાની સલાહની સખત ટીકા કરે છે. ૯. હિડિમવ-વધ પર્વ (અધ્યાય: ૧૫૪-૧૫૮) આગમાંથી બચ્યા પછી પાંડવ ભાઈઓની ભટકવાની વાર્તા આ પર્વમાં આવે છે. ભીમ અને રાક્ષશી હિડિમ્બાની વાર્તા પણ આ પર્વનો ભાગ છે. હિડિમ્બા ભીમના પ્રેમમાં પડે છે અને તેના ભાઈને ભીમની હત્યામાં મદદ કરવાનો ઇનકાર કરે છે. ભીમ અને હિડિમ્બાના રાક્ષસ ભાઈ હિડિમ્બાસુર વચ્ચેના યુદ્ધ થાય છે અને હિડિમ્બાસુરનો વધ કરીને ભીમ વિજયી બને છે. આ જ પર્વમાં ભીમ અને હિડિમ્બાના પુત્ર ઘટોત્કચની વાર્તા પણ આવે છે. ૧૦. બકા-વધ પર્વ (અધ્યાય: ૧૫૯-૧૬૬) ભીમે બીજા રાક્ષસ બકાસુરને માર્યાની વાર્તા આ પર્વમાં આવે છે, મહાભારતની નાયિકા દ્રૌપદીના જન્મની વાત આ પર્વમાં આવે છે. ૧૧. ચૈત્રરથ પર્વ (અધ્યાય: ૧૬૭-૧૮૫) પાંડવોનું પાંચાલ તરફ પ્રયાણ, અર્જુનનું ગાંધર્વ સાથેનું યુદ્ધ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેનો સંઘર્ષ, પરાશરની કથા આ પર્વની પ્રમુખ કથાઓ છે. ૧૨. સ્વયંવર પર્વ (અધ્યાય: ૧૮૬-૧૯૪) પાંડવોનું પાંચાલમાં આગમન, દ્રૌપદીના સ્વયંવરની કથા આ પર્વમાં છે. કુંતી દ્રૌપદીને ભિક્ષા માનીને પાચેય ભાઈઓમાં વહેંચવાની વાત કરે છે. આ પર્વમાં લાક્ષાગૃહમાં બળીને રાખ થઈ ગયા હોવાનું મનાતા પાંડવો જીવતા હોવાનું અને તે જ બ્રાહ્મણ વેશે દ્રૌપદીનો સ્વયંવર જીતે છે તેની ખબર ધૃષ્ટદ્યુમ્નને મળે છે. ૧૩. વૈવાહિક પર્વ (અધ્યાય: ૧૯૫-૨૦૧) પાંડવો દ્રુપદના મહેલમાં આવે છે. દ્રૌપદીના પાછલા જન્મની વાર્તા અને ઇન્દ્રને શિવ દ્વારા સજા કરવામાં આવી હતી તે કથા આ પર્વમાં આવે છે. પાંડવો સાથે દ્રૌપદીનાં લગ્નની કથા પણ આ પર્વનો ભાગ છે. ૧૪. વિદુરાગમન પર્વ (અધ્યાય: ૨૦૨-૨૦૯) દુષ્ટ કૌરવ ભાઈઓ અને સારા પાંડવ ભાઈઓ વચ્ચે સમાધાન કરાવવાનોવિદુરનો પ્રયાસ, કર્ણ, ભીષ્મ, દ્રોણ અને વિદુરના વિવિધ ભાષણો, પાંડવો કૃષ્ણના આશીર્વાદ સાથે હસ્તિનાપુર પાછા ફર્યા. ઇન્દ્રપ્રસ્થ શહેરનું નિર્માણ ઇત્યાદિ વાતો આ પર્વમાં આવે છે. ૧૫. રાજ્ય-લાભ પર્વ (અધ્યાય: ૨૧૦-૨૧૪) સુંદ અને ઉપસુંદ તેમજ નારદની વાર્તા આ પર્વની પ્રમુખ કથાઓ છે. ૧૬. અર્જુન-વનવાસ પર્વ (અધ્યાય: ૨૧૫-૨૨૦) આ પર્વની મહત્વની ઘટના અર્જુન દ્વારા ધર્મનું ઉલ્લંઘન અને તેમનો સ્વૈચ્છિક દેશનિકાલ છે. અર્જુન ઉલુપી અને ચિત્રાંગદા સાથે લગ્ન કરે છે અને અપ્સરાઓને બચાવે છે. આ પર્વમાં અર્જુન અને કૃષ્ણ ગાઢ મિત્રો બને છે અને અર્જુન શ્રી કૃષ્ણ સાથે દ્બારકામાં જઈને રહે છે. thumb|અર્જુન અને સુભદ્રા ૧૭. સુભદ્રા-હરણ પર્વ (અધ્યાય: ૨૨૧-૨૨૨) દ્વારકામાં રહેતા અર્જુન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના પ્રેમમાં પડે છે અને તેમનું હરણ કરીને લગ્ન કરે છે તે કથા આ પર્વમાં આવે છે. ૧૮. હરણ-હરિકા પર્વ (અધ્યાય: ૨૨૩) અર્જુન વનવાસમાંથી પાછા ફરે છે અને સુભદ્રા સાથે તેમના લગ્ન કરે છે. તેમના પુત્ર અભિમન્યુનો જન્મ થાય છે તેની તથા દ્રૌપદીના પાંચ પુત્રો ઉપપાંડવોની કથા આ પર્વમાં આવે છે. ૧૯. ખાંડવ-દાહ પર્વ (અધ્યાય: ૨૨૪-૨૩૬) આ પર્વમાં યુધિષ્ઠિરનાં સુશાસનની ખાસિયતોની કથા છે. તે સાથે શ્રી કૃષ્ણ અને અર્જુન યમુનાના કિનારે બ્રાહ્મણના વેશમાં અગ્નિને મળે છે, જે તેની પાચનની બિમારીને દૂર કરવા ખાંડવના જંગલનો ઉપયોગ કરવાની માંગ કરે છે. અગ્નિ અર્જુનને ગાંડીવ ધનુષ્ય અને વાંદરાઓવાળો રથ આપે છે, જ્યારે કૃષ્ણ ચક્ર મેળવે છે તે કથાઆવે છે. કૃષ્ણ અને અર્જુનનું આકાશી ગ્રહો સાથે યુદ્ધ, તેમની સંયુક્ત ક્ષમતાઓ અને તેમની જીત. અશ્વસેન (તક્ષકનો પુત્ર), મંડપાલ અને તેના ચાર પક્ષી પુત્રોની વાર્તા. અર્જુન દ્વારા મયાસુરનો ઉદ્ધાર થયો.PC Roy Mahabharata Adi Parva, Khandava-daha Parva અંગ્રેજી અનુવાદો right|thumb|341x341px|ભીષ્મ તેમની ભીષ્મપ્રતિજ્ઞા લેતા આદિપર્વમાં બતાવવામાં આવ્યું છે આદિપર્વ અને મહાભારતના અન્ય પુસ્તકો સંસ્કૃતમાં લખાયેલા છે. આદિપર્વના કેટલાક અનુવાદો અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. એવા અનુવાદો કે જેમના પ્રકાશનાધિકારની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે અને જે પબ્લિક ડોમેનમાં છે તેમાં કિસરી મોહન ગાંગુલી અને મનમથ નાથ દત્તના અનુવાદોનો સમાવેશ થાય છે. thumb|410x410px|મિત્રો સાથે શકુંતલાનાં જીવનનું વર્ણન આદિપર્વમાં સમભાવ પર્વના પ્રકરણોમાં કરવામાં આવ્યું છે. સંદર્ભ બાહ્ય કડીઓ મહાભારત બ્રાઉન યુનિવર્સિટી આર્કાઇવ્ઝ સહિત સંસ્કૃત ક્લાસિક, મૂળ, અનુવાદો અને વિદ્વાનો દ્વારા ભાષ્યો સાથે આદિપર્વ મહાભારત, મનમથ નાથ દત્ત દ્વારા અનુવાદિત (૧૮૯૪) કિસારી મોહન ગાંગુલી દ્વારા અંગ્રેજી અનુવાદ અંગ્રેજી અનુવાદ વાંચવા યોગ્ય, વિવિધ સંશોધન સાધનો સાથે, કિસારી મોહન ગાંગુલી દ્વારા અનુવાદિત, અન્ય આર્કાઇવ વ્યાસદેવ દ્વારા સંસ્કૃતમાં આદિપર્વ અને નીલકંઠ દ્વારા ભાષ્ય (સંપાદક: કિંજાવડેકર, ૧૯૨૯) લે મહાભારતનો ફ્રેન્ચ અનુવાદ, આદિપર્વ, એચ. ફૌચે દ્વારા (પેરિસ, 1868) વિષ્ણુ એસ. સુકથંકર દ્વારા આદિપર્વની જટિલ, ઓછી દૂષિત આવૃત્તિની સમીક્ષા ; ફ્રેન્કલિન એજર્ટન દ્વારા સમીક્ષા, અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીની જર્નલ, વોલ્યુમ. ૪૮, (૧૯૨૮), પૃષ્ઠ ૧૮૬-૧૯૦ શ્રેણી:મહાભારત
સભાપર્વ
https://gu.wikipedia.org/wiki/સભાપર્વ
સભા પર્વ મહાભારતના અઢાર પર્વ પૈકીનું બીજું પર્વ છે. તેને સભામંડપ પર્વ પણ કહેવાય છે.van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press સભા પર્વ પરંપરાગત રીતે ૧૦ ઉપપર્વો અને ૮૧ પ્રકરણોમાં વિભાજીત છે.Ganguli, K.M. (1883-1896) "Sabha Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Calcutta Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, pp 475-476 Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi સભા પર્વની શરૂઆત ઇન્દ્રપ્રસ્થ ખાતે મય (મયાસુર) દ્વારા બાંધવામાં આવેલ મહેલ અને સભામંડપના વર્ણનથી થાય છે. પુસ્તકનું પ્રકરણ ૫ રાજ્ય અને તેના નાગરિકો સમૃદ્ધ, સદાચારી અને સુખી બનવા માટે જરૂરી શાસન અને વહીવટના સોથી વધુ સિદ્ધાંતોની રૂપરેખા આપે છે. પર્વના મધ્ય ભાગ દરબારમાં જીવનનું વર્ણન કરે છે, આ જ પર્વમાં યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનું વર્ણન છે. છેલ્લા બે ભાગ સદાચારી રાજા યુધિષ્ઠિરના એક દુર્ગુણ અને વ્યસનનું વર્ણન કરે છે - જુગાર.Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 23 શકુની યુધિષ્ઠિરની મજાક ઉડાવે છે અને તેને પાસાની રમતમાં લલચાવે છે. યુધિષ્ઠિર રમતનું ઇજન સ્વીકારે છે અને એક પછી એક બધું હારતા જાય છે. તે પોતાનું રાજ્ય, ભાઈ, પોતાની જાત અને રમતની પરાકાષ્ઠામાં પોતાની પત્ની દ્રૌપદીનો પણ દાવ પર લગાવીને હારી જાય છે. છેલ્લા દાવમાં તો પોતે ભાઈઓ અને દ્રૌપદી સહિત બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાની શરત સાથે એક દાવ રમે છે, તે પણ હારી જતાં આખરે વનવાસ ભોગવો છે. Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) આ પર્વમાં માનવતા વિરુદ્ધ દુષ્ટતા અને અપરાધના સિદ્ધાંતની પણ વિગતો આપવામાં આવી છે, જ્યારે સમાજ મોટા પ્રમાણમાં વ્યવસ્થિત ગુના અને અન્યાયનો ભોગ બને છે ત્યારે જે વ્યક્તિઓને પોતાને નુકસાન ન થયું હોય તેઓએ શા માટે કાર્ય કરવું જોઈએ - આ સિદ્ધાંત મગધની વાર્તા, પ્રકરણ ૨૦ થી ૨૪માં વર્ણવેલી મગધની કથા પરથી તારવવામાં આવ્યો છે. મગધમાં જ કૃષ્ણ, અર્જુન અને ભીમની ત્રિપુટીએ જરાસંધનો વધ કર્યો હતો.Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, , New York University Press માળખું અને પ્રકરણો સભા પર્વમાં ૧૦ ઉપપર્વ અને કુલ ૮૧ પ્રકરણો છે.Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) તેના ઉપપર્વો નીચે મુજબ છે: ૧. સભાક્રિયા પર્વ (અધ્યાય: ૧-૪) બીજા પર્વનો પહેલો ઉપપર્વ યુધિષ્ઠિર અને તેના ભાઈઓ માટે મહેલના નિર્માણનું વર્ણન કરે છે, ઇન્દ્રપ્રસ્થના આર્કિટેક્ટ શ્રી વિશ્વકર્મા પોતે હતા. અને તેમાં યુધિષ્ઠિરનો મહેલ મયાસુર નામના રાક્ષસે બનાવ્યો હતો. આ મહેલમાં માયાવી દૃષ્યો હતા, જેમ કે, જ્યાં પાણીનો કુંડ દેખાતો હોય ત્યાં ફક્ત જમીન જ હોય અને ક્યાંક સામાન્ય દેખાતી સપાટી વાસ્તવિકતામાં એક પાણીનો કુંડ હોય. આ મહેલના બાંધકામ પૂર્ણ થયા પછી તેના નિદર્શન માટે મોટી ઉજવણીમાં ભારતવર્ષમાંથી અન્ય રાજાઓ તેમ જ ઋષિઓને આમંત્રિત કરવામાં આવે છે. ૨. લોકપાલ સભાખ્યાન પર્વ (અધ્યાય: ૫-૧૩) van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, , New York University Press Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125 દેવર્ષિ નારદ મહેલમાં ઉજવણી માટે આવે છે. નારદજી રાજમહેલની ખૂબીઓનું ખૂબ મનોરમ્ય વર્ણન કરે છે.Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), page 6-10 આ પર્વમાં શાસક રાજ્યશાસ્ત્રના ભાગરૂપે રાજાનાં કર્તવ્યો ખૂબ સરળ રીતે સમજાવવામાં આવ્યાં છે. તેમાં રાજાએ મંત્રીના યોગ્ય ઉમેદવારની પસંદગી વખતે શું ધ્યાન રાખવું, સૈન્યની તાલીમ અને સંભાળ કેવી રીતે રાખવી, બાહ્ય અને આંતરિક દુશ્મનો પર નજર રાખવાની પદ્ધતિ, યુદ્ધ અને જાસુસીના નિયમો,Civilians in the enemy territory should not be harmed during war; Narada asks, "Do you attack your enemies in battle, without harming sowing and harvesting in their country?"; J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, , page 12 નિવૃત્ત સૈનિકો અને ખેડુતોના પરિવારોનીCivilians in the enemy territory should not be harmed during war; Narada asks, "Do you attack your enemies in battle, without harming sowing and harvesting in their country?"; J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, , page 12 કાળજી લેવાના રાજ્યધર્મ, વ્યાપારીઓને રાજ્ય તરફથી ટેકો, સામ્રાજ્યમાં ગરીબ અને પીડિતોની સંભાળ, કર પરની નીતિઓ, અર્થ અને સમૃદ્ધિ માટે પ્રોત્સાહન, મુક્ત વેપાર, પુરસ્કારની યોગ્યતા, ગુનેગારને પીછો અને સજા, પ્રવૃત્તિઓ, સમાન રીતે અને તરફેણ વિના ન્યાયની પ્રણાલિ સહિત પુરા રાજ્યશાસ્ત્રના પાઠ નારદજીના શ્રીમુખેથી વર્ણવવામાં આવ્યા છે. નારદજી યુધિષ્ઠિરને બોધ આપે છે કે તેમના રાજ્યમાં ધર્મ, અર્થ અને કામની સેવા કરવી એ તેમનું કર્તવ્ય છે. સભા પર્વમાં રાજ્યના વહીવટ અને શાસનનો આ સિદ્ધાંત, ભારતીય અર્થશાસ્ત્રમાં વિગતવાર ચર્ચાઓનો સારાંશ આપે છે.J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, , page 11 અન્ય ભારતીય મહાકાવ્ય, રામાયણમાં ન્યાયી વહીવટ અને કાયદાના શાસન પર આવું જ પ્રકરણ છે.E. Washburn Hopkins (1898), Parallel features in the two Sanskrit Epics, The American Journal of Philology, 19, pages 138-151 યુધિષ્ઠિર નારદની સલાહને અનુસરવાનું વચન આપે છે. નારદજી યમ, વરુણ, ઈન્દ્ર, કુબેર અને બ્રહ્માના સભામંડપની રચના અને સ્થાપત્યનું પણ વર્ણન કરે છે એને યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપે છે. ૩. રાજસૂયારંભ પર્વ (અધ્યાય: 14-19) વેદિક કાળમાં જ અજ્ઞાનના ગર્ત પણ સમાંતર અસ્તિત્વમાં જોવા મળે છે. માનવ બલિદાનની આસુરી વૃત્તિ પણ આ કાળમાં હતી. મગધમાં આવી અમાનવીય વૃત્તિઓને રાજ્યાશ્રય મળવાથી અરાજકતા ચોતરફ ફેલાઈ હતી. તેથી શ્રી કૃષ્ણ મગધના રાજા જરાસંધને મારવા અને ધર્મની સ્થાપના કરવા પાંડવોને સલાહ આપે છે. જરાસંધે કેદ કરેલાં નિર્દોષ અને ધર્મપરાયણ લોકોને છોડાવવાથી રાજસૂય યજ્ઞ કરવામાં પણ મદદ મળવાની વાત શ્રી કૃષ્ણ સમજાવે છે. ત્રેતાયુગ જેવા કાળમાં જ્યારે કૃષ્ણને પૂછવામાં આવ્યું કે જરાસંધ શા માટે શક્તિશાળી હોવાની સાથે દુષ્ટ પણ છે. ત્યારે તે જરાસંધનું નામ રાક્ષસના નામ જરા નામના રાક્ષસ પરથી કેવી રીતે પડ્યું તેની કથા કહે છે. ૪. જરાસંધ-વધ પર્વ (અધ્યાય: ૨૦-૨૪) van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press thumb| ભીમે જરાસંધનો વધ કર્યો શ્રી કૃષ્ણ સાથે અર્જુન અને ભીમ મગધ પહોંચ્યા અહીં શ્રી કૃષ્ણ મહર્ષિ ગૌતમ એક ઉસીનર રાજ્યની એક શુદ્ર કન્યા સાથે વિવાહ કરીને કાક્ષીવાન જેવા મહાપ્રતાપી પુત્રોને જન્મ આપે છે તેની કથા કહે છે. શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણ વેષ ધારણ કરીને જરાસંધના દરબારમાં પહોંચે છે. જરાસંધ સાથે શ્રી કૃષ્ણ એમ કહીને વાત કરે છે કે તેમની સાથે રહેલા બે બ્રાહ્મણ દિવસે મૌનવ્રત રાખે છે. તેઓ ફક્ત મધ્યરાત્રિએ જ મૌનવ્રત તોડે છે. જરાસંધ તેઓને યજ્ઞશાળામાં નિવાસ કરવાનું કહે છે. રાત્રે બ્રાહ્મણોનો સત્કાર કરવા પહોંચેલો જરાસંધ વિસ્મયથી બ્રાહ્મણોને બીજા સ્વરુપમાં જુએ છે. તે જુએ છે કે તેમના ખભા પર ધનુષની પ્રત્યંચાના નિશાન છે. ત્યારે તેમની સાચી ઓળખ આપવા કહે છે. આ વખતે શ્રી કૃષ્ણ તેમના આગમનનું સાચું કારણ જરાસંધને કહે છે. ત્યારે જરાસંધ તેમને પુછે છે કે તેમની સાથ જરાસંધને ન તો કોઈ દુશ્મની છે, ન તેમના માર્ગમાં જરાસંધ આવે છે, તો શા માટે તેઓ મલ્લયુદ્ધ માટે જરાસંધને લલકારે છે. ત્યારે શ્રી કૃષ્ણ જણાવે છે કે નરબલિ આપવો એ અમાનવીય કૃત્ય છે અને તેમ કરતાં રોકવું એ જ ધર્મ છે. જરાસંધ જે રાજાઓની બલિ ચડાવી સ્વયં મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતો હતો, તે રાજાઓને તે હરાવીને લાવતો હતો. તેમાં શું દોષ છે તેમ પુછતાં કૃષ્ણ સમજાવે છે કે ક્ષત્રિય યુદ્ધ કરે, બીજાને હરાવી તેમનો વધ કરે કે બંદી બનાવે તેમાં કોઈ અધર્મ નથી પરંતુ પુરુષોનો સતામણી અને નરબલિ એ ક્રૂરતા છે, અને માનવ બલિદાન માનવતા વિરુદ્ધ ગુનો છે. આવો ગુનો એ પાપ છે જે ભીમ, અર્જુન અને તેમના સહિત દરેકને સ્પર્શે છે. જરાસંધનું પાપ અન્યાય છે જેને પડકારવો જોઈએ. તેઓ તેને માનવ બલિદાન માટે નિર્ધારિત તમામ કેદીઓને મુક્ત કરવા અથવા દ્વંદ્વયુદ્ધના પડકારને સ્વીકરાવા કહે છે.Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), page 33 શ્રી કૃષ્ણ અને જરાસંધનો સંવાદ બાવીસમા અધ્યાયમાં છે. જરાસંધ ભીમને દ્વંદ્વ માટે પસંદ કરી તેઓના પડકારનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ ભીમને ઉચિત યુદ્ધના સિદ્ધાંતના સમજાવે છે. ભીમ જરાસંધનો વધ કરે છે અને માનવ બલિ માટે કેદ કરેલા કેદીઓને મુક્ત કરે છે. ૫. દિગ્વિજય પર્વ (અધ્યાય: ૨૫-૩૧) પાંડવો પોતાના સામ્રાજ્યના વિસ્તારાર્થે જુદી જુદી દિશાઓમાં પ્રયાણ કરે છે. અર્જુન ઉત્તરમાં જાય છે, ભીમ પૂર્વમાં, સહદેવ દક્ષિણમાં અને નકુલ પશ્ચિમમાં જઈ ઘણા પ્રદેશો જીતે છે. ત્યારબાદ યુધિષ્ઠિરને ધર્મરાજા જાહેર કરવામાં આવે છે. દિગ્વિજય પર્વમાં ભારતવર્ષની ભૂગોળ, જાતિઓ અને વિવિધ રાજ્યોનું વર્ણન આવે છે. અર્જુનનો સામનો હટાકના સામ્રાજ્ય સાથે થાય છે, જ્યારે ભીમ તામ્રલિપ્તમાં આવે છે. ૬. રાજસૂયિકા પર્વ (અધ્યાય: ૩૨-૩૪) શ્રી કૃષ્ણ ભેટ સોગાદ સહિત ધર્મરાજ યુધિષ્ઠિરની મુલાકાત લે છે, તેની કથા રાજસૂયિકા પર્વમાં આવે છે. શ્રી કૃષ્ણનાં માર્ગદર્શનમાં રાજસૂય યજ્ઞની તૈયારી થાય છે.Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) ૭. અર્ઘ્યહરણ પર્વ (અધ્યાય: ૩૫-૩૮) ચારે દિશાઓમાંથી રાજાઓ, ઋષિઓ અને મુલાકાતીઓ રાજસૂય યજ્ઞ માટે પધારે છે. યજ્ઞમાં શ્રી કૃષ્ણની અગ્રપૂજા કરવાનું ભીષ્મ સૂચન કરે છે. સૌ તેનો સહર્ષ સ્વીકારે છે. તદનુસાર સહદેવ શ્રીકૃષ્ણને અર્ઘ્ય અર્પણ કરે છે. આ જોઈને શિશુપાલ ગુસ્સે થઈ જાય છે. ભૂતકાળમાં તેની સાથે જેનાં લગ્ન થવાનાં હતાં, તે રુક્મિણીની ઈચ્છાવશ શ્રી કૃષ્ણએ તેનું અપહરણ કરીને વિવાહ કર્યા હતા. આ અપમાનની આગમાં સળગતા શિશુપાલને પોતાના મામાના દીકરા શ્રી કૃષ્ણનું સમ્માન સહન ન થયું. તે ભીષ્મ અને શ્રી કૃષ્ણનું અપમાન કરે છે. શ્રી કૃષ્ણ ચેતવે છે કે, તેઓ પોતાનાં સો અપમાન માફ કરશે, પણ જો શિશુપાલ તદપશ્ચાત પણ તેમનું અપમાન કરશે, તો તેઓ શિશુપાલનો વધ કરશે. ગર્વિષ્ઠ શિશુપાલ વિચારે છે કે આ ગોવાળીયો એક રાજપુત્રને શું નુકસાન કરી શકશે. આ વિચારે તે મદમાં ભાન ભૂલીને સીમા ઉલ્લંઘન કરે છે. યુધિષ્ઠિર સમાધાન અને શાંતિ મંત્રણાનો પ્રયાસ કરે છે. પરંતુ શિશુપાલનો કાળ તેની રાહ જોતો હોય, તેમ શિશુપાલ શ્રી કૃષ્ણ અને ભીષ્મનું અપમાન કર્યે જ જાય છે. છેવટે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રથી તેનો શિરચ્છેદ કરે છે. ૮. શિશુપાલ-વધ પર્વ (અધ્યાય: 39-44) આ ઉપપર્વ વર્ણવે છે કે શા માટે શ્રી કૃષ્ણ પ્રથમ શિશુપાલ સાથે લડવાનો ઇનકાર કરે છે, પરંતુ અંતે રાજસૂય યજ્ઞ દરમિયાન સભામંડપમાં તેને મારી નાખે છે. thumb| દ્રૌપદીને દ્યુતક્રીડાંગણમાં લાવવામાં આવે છે. ૯. દ્યુત પર્વ (અધ્યાય: ૪૫-૭૩) દુર્યોધનના મામા શકુનિ, તેને સલાહ આપે છે કે પાંડવ ભાઈઓને યુદ્ધમાં હરાવી શકાય તેમ નથી. યુધિષ્ઠિરની નબળાઈ, દ્યુત, તેમને હરાવવાનો એકમાત્ર રસ્તો છે. દ્યુત પ્રત્યેનો તેમના શોખનો દૂરુપયોગ કરવો તે જ એકમાત્ર રસ્તો છે. દુર્યોધને ધૃતરાષ્ટ્રને પાસાની રમત પર યુધિષ્ઠિરની નબળાઈનો લાભ લેવા કહ્યું. તેઓ શકુનિને યુધિષ્ઠિરને લલચાવવા અને હરાવવા કહે છે. શકુનિએ યુધિષ્ઠિરને ચોસરની રમત માટે ઉશ્કેર્યો. યુધિષ્ઠિર જુગાર માટે અનિચ્છા દર્શાવે છે. શકુનિ તેની મશ્કરી કરે છે. યુધિષ્ઠિર પ્રપંચી શકુનિની જાળમાં ફસાઈ જાય છે અને દ્યુતક્રીડાના આમંત્રણનો સ્વીકાર કરે છે. યુધિષ્ઠિર એક પછી એક તેમનું સામ્રાજ્ય, તેમના ભાઈઓ, પોતે, અને અંતે ચરમ સીમા પર તેમની પત્નીને પાસાની રમતમાં દાવ પર લગાવે છે. દુર્યોધન તરફથી પાસા ફેંકતા કપટી શકુનિ બધું જીતે છે. રજસ્વલા દ્રૌપદીને દ્યુત મંડપમાં ખેંચીને લઈ આવવામાં આવે છે. દ્યુતભવનમાં દુઃશાસન તેનું વસ્ત્રાહરણ કરે છે, પરંતુ નૈપથ્યમાંથી શ્રી કૃષ્ણ તેમની ધર્મની માનેલી બહેન કૃષ્ણા(દ્રૌપદીનું બીજું નામ, જે સૂચવે છે કે તે કૃષ્ણની બહેન છે)ની રક્ષા કરે છે. અસ્વસ્થ દ્રૌપદીએ રમત પર સવાલ ઉઠાવ્યા, દલીલ કરી કે તેણી યુધિષ્ઠિરની સંપત્તિ નથી કે તેઓ દ્રૌપદીને દાવ પર લગાવે. યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્ર સહિત ત્યાં હાજર બધા સહમત છે. જુગારની આખી રમતને અમાન્ય જાહેર કરવામાં આવે છે, યુધિષ્ઠિર જે ગુમાવ્યું હતું તે બધું પાછું મેળવી લે છે. Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 2, 1981, , pages 29-30 ૧૦. અનુદ્યુત પર્વ (અધ્યાય: ૭૪-૮૧) Paul Wilmot (Translator, 2006), Mahabharata Book Two: The Great Hall, , New York University Press Sabha Parva Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894); Chapter 5, verses 16-110, 114-125 યુધિષ્ઠિરને ચોસરની રમતના ફક્ત એક દાવ માટે તુરત જ ફરીથી આમંત્રિત કરવામાં આવે છે, યુધિષ્ઠિર ફરી પોતાની આદત સામે વિવશ બનીને આમંત્રણ સ્વીકારે છે અને તેઓ એક દાવ માટે રમે છે. દુર્યોધન હસ્તિનાપુરનું સામ્રાજ્ય અને યુધિષ્ઠિર ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય દાવ લગાવે છે. વળી, રમતમાં એક દાવ એ પણ લગાવવામાં આવે છે, કે જે હારે તે ૧૨ વર્ષનો દેશનિકાલ ભોગવે અને તેરમું વર્ષ અજ્ઞાતવાસ ભોગવે. જો પહેલાં બાર વર્ષ દરમિયાન તેઓ રાજ્યની સીમામાં પ્રવેશે કે તેરમા વર્ષે જો તેમની ઓળખ થઈ જાય, તો આ તેર વર્ષની શરત ફરી નવેસરથી અમલમાં આવે. યુધિષ્ઠિર ફરી હારી ગયા. પાંડવ ભાઈઓ વનવાસમાં જાય છે. ધૃતરાષ્ટ્ર સત્તા પર આવે છે. ઋષિઓ ધૃતરાષ્ટ્રને સમજાવે છે, કે તેઓ તેને પાંડવો સાથે સંધિ કરીને પિતરાઈ રાજકુળ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે સલાહ આપે છે. પુત્ર મોહમાં અંધ ધૃતરાષ્ટ્રે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો.Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press દાર્શનિક વિદ્વાનોએ van Buitenen, J. A. B. (1978) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press ઘણી વાર એ પ્રશ્ન કર્યો છે કે યુધિષ્ઠિર ધર્મરાજા, જેમની પાસે આટલું મોટું સામ્રાજ્ય હતું, જેમનું ચરિત્ર અત્યાર સુધીના પર્વોમાં નૈતિકતાથી ભરેલું હતું, જેમણે પોતાના શાસનની ધુરીનું વહન ધર્મ, અર્થ અને કામથી રત રહીને વહન કર્યું હતું, તે અચાનક જુગારનો ભોગ બને છે. દાર્શનિકોને આ પ્રશ્ન કાયમ પજવતો રહ્યો છે. અંગ્રેજી અનુવાદો અંગ્રેજીમાં સંસ્કૃત સભા પર્વના અનેક અનુવાદો ઉપલબ્ધ છે. ૧૯મી સદીના બે અનુવાદો, જે હવે જાહેર ક્ષેત્રે છે, તે કિસારી મોહન ગાંગુલી Sabha Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) અને મનમથ નાથ દત્તના છે.Dutt, M.N. (1895) The Mahabharata (Volume 2): Sabha Parva. Calcutta: Elysium Press અનુવાદો ભાગોમાં સુસંગત નથી, અને દરેક અનુવાદકના અર્થઘટન સાથે બદલાય છે. thumb| દેવર્ષિ નારદની પાંડવો સાથેની મુલાકાતનું વર્ણન સભા પર્વના અધ્યાય ૫માં કરવામાં આવ્યું છે. તેમની મુલાકાતમાં, તેમણે વહીવટ અને શાસનના સિદ્ધાંત, શાંતિ અને યુદ્ધ સંધિઓના નિયમો, ચેમ્પિયન્સ મુક્ત વેપાર અને મંત્રીઓ પર તપાસ, પીડિત લોકો અને વિકલાંગ નાગરિકોને સમર્થન, ન્યાયી કાયદાની જરૂરિયાત અને પક્ષપાત વિના બધા માટે સમાન ન્યાયની રૂપરેખા આપી. એક સમૃદ્ધ સામ્રાજ્ય. નારદજી (ઉપર ચિત્રમાં)ને સંગીતના સાધન વીણાના શોધક તરીકે ગણવામાં આવે છે; મહાભારતમાં, તેમને કલા, ઇતિહાસ અને જ્ઞાનને સમર્પિત અત્યંત પ્રતિભાશાળી વિદ્વાન તરીકે દર્શાવવામાં આવ્યા છે. સંદર્ભ શ્રેણી:મહાભારત
ટાઇટન
https://gu.wikipedia.org/wiki/ટાઇટન
ટાઇટન કંપની લિમિટેડ એ ભારતીય કંપની છે જે મુખ્યત્વે ઘરેણાં, ઘડિયાળ, સાડી અને ચશ્માનું ઉત્પાદન કરે છે. ટાટા ગ્રુપનો ભાગ હોવા છતાં અને TIDCO સાથેના સંયુક્ત સાહસ તરીકે શરૂ થયા બાદ આ કંપનીનું મુખ્યાલય બેંગલુરુના ઇલેક્ટ્રોનિક સિટીમાં અને કચેરી તમિલનાડુના હોસૂરમાં આવેલી છે. ઉત્પાદનો ઘડિયાળ ઘડિયાળ વિભાગમાં ફાસ્ટરેક, સોનાટા, રાગા, નેબ્યુલા, ઓક્ટેન અને ઝાયલિસ જેવી બ્રાન્ડ સામેલ છે. ૨૦૧૧માં કંપનીએ ટોમી હિલ્ફિગર અને હ્યુગો બોસ ઘડિયાળોના વપરાશ અને વિતરણ માટેનું લાયસન્સ મેળવ્યું હતું. ચશ્મા ૨૦૦૭માં ટાઇટન આઇ પ્લસ શરૂ કર્યું હતું. ઘરેણાં ટાઇટને વર્ષ ૧૯૯૫ તનિષ્ક લોન્ચ કર્યું હતું. ૨૦૧૬માં ટાઇટને કેરેટલેનમાં રોકાણ કર્યું હતું. ૨૦૨૨ સુધીમાં ટાઇટનનો ભારતના ઘરેણાં બજારમાં 6%નો હિસ્સો છે. સાડી ટાઇટન કંપનીએ પોતાના વસ્ત્રોનું સાહસ વેપારી નામ (બ્રાન્ડ) તનેરા સાથે ૨૦૧૭માં શરુ કર્યું હતું, જે સાડીઓનો ધંધો કરે છે. વર્તમાનમાં તે ભારતના વિવિધ શહેરોમાં ૨૬ સ્ટોર ચલાવે છે. સંદર્ભ શ્રેણી:ઉદ્યોગ શ્રેણી:કંપનીઓ
શાંતનુ
https://gu.wikipedia.org/wiki/શાંતનુ
REDIRECT શંતનુ
હાસ્તિનપુર
https://gu.wikipedia.org/wiki/હાસ્તિનપુર
Redirectહસ્તિનાપુર
ગધાવિના મુવાડા
https://gu.wikipedia.org/wiki/ગધાવિના_મુવાડા
REDIRECT ગઢવીના મુવાડા
ભીલ
https://gu.wikipedia.org/wiki/ભીલ
ભીલ ભારતની એક જાતિનું નામ છે. ભીલ લોકો ભીલી બોલી બોલે છે. ભીલો મુખ્યત્વે મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્થાયી થયા છે. નોંધપાત્ર લોકો દિવાળીબેન ભીલ - લોકગાયિકા. તાત્યો ભીલ - આદિવાસી ક્રાંતિકારી. સંદર્ભ શ્રેણી:ભારતની જ્ઞાતિઓ
આરણ્યકપર્વ
https://gu.wikipedia.org/wiki/આરણ્યકપર્વ
આરણ્યકપર્વ ભારતીય મહાકાવ્ય મહાભારતના અઢાર પર્વોમાંનો ત્રીજો પર્વ છે.van Buitenen, J.A.B. (1975) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press તેને વન પર્વ પણ કહેવાય છે. આરણ્યક પર્વના ૨૨ ઉપપર્વોમાં કુલ ૩૧૫ પ્રકરણો છે. Ganguli, K.M. (1883-1896) "Vana Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). Numerous editions Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press Williams, M. (1868) Indian Epic Poetry. London: Williams & Norgate, p 103 van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476 Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi આરણ્યક પર્વના નામ પરથી સ્પષ્ટ છે તેમ તેમાં પાંડવોના બાર વર્ષના વનવાસની કથા છે. વનવાસ દરમ્યાનની ઝીણામાં ઝીણી ઘટનાઓનું વિવરણ આ પર્વમાં સામેલ છે. આ પર્વ ફિલસૂફીના દૃષ્ટિકોણથી ખૂબ અગત્યનો છે. આ પર્વમાં પાંડવો જીવનના મહત્વના પાઠ ભણે છે.Bibek Debroy (2011), The Mahābhārata, Volume 3, , Penguin Books વન પર્વ સદાચાર અને નૈતિકતાનો ઉપદેશ આપે છે. તેમાં અર્જુન, યુધિષ્ઠિર અને ભીમની અનેક દંતકથાઓ છે. નહુષ નામના સર્પ અને યુધિષ્ઠિરની કથા આવે છે. નહુષ પણ ચંદ્રવંશી રાજા હતા જે કાર્યકારી ઇંદ્ર તરીકે કામ કરતા હોય છે, ત્યારે અગત્સ્ય ઋષિના શ્રાપ ને કારણે સર્પ બની ગયા હોય છે. આજ પર્વમાં "ઔશીનર અને બાજ"ની વાર્તા કહેવામાં આવી છે. ઔશીનરનું નામ શિબિ હતું તે શિબિના નામે પણ જાણીતા છે. તે ઉશીનર રાજાના પુત્ર હોવાથી તેમનો ઔશીનર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "નળ અને દમયંતી"ની તથા "સાવિત્રી અને સત્યવાન"ની પ્રેમકથાઓ પણ આ જ પર્વમાં સામેલ છે. van Buitenen, J.A.B. (1975) The Mahabharata: Book 2: The Book of the Assembly Hall; Book 3: The Book of the Forest. Chicago, IL: University of Chicago Press Bibek Debroy (2011), The Mahābhārata, Volume 3, , Penguin Books માળખું અને પ્રકરણો આ પુસ્તકમાં ૨૨ ઉપપર્વો અને ૩૨૪Last Chapter of Vana Parva The Mahabharat, Translated by Manmatha Nath Dutt (1894) અધ્યાયો છે.Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) તેમાં નીચેના પેટા પર્વો છે: ૧. અરણ્યપર્વ (અધ્યાય: ૧-૧૦) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) મૃગચર્મ ધારણ કરીને, રથનો ત્યાગ કરીને, પાંડવો પગપાળા જ કામ્યક નામના જંગલમાં જાય છે. આ જંગલ હાસ્તિનાપુરથી નજીક છે. તે વખતે વેદજ્ઞાતા બ્રાહ્મણો તેમની સાથે જવાની વાત કરે છે. પણ યુધિષ્ઠિરને સંકોચ થાય છે, કે તેઓ એક ગૃહસ્થ તરીકે આ બ્રાહ્મણોનું પાલન કેવી રીતે કરી શકશે, તેઓ આટલા બ્રાહ્મણો અને ઋષિઓને કેવી રીતે ખવડાવી શકશે. આ પ્રશ્ન તેઓ ધૌમ્ય મુનિને પૂછે છે, ત્યારે ધૌમ્ય ઋષિ કહે છે, જગતની શરૂઆતથી પૃથ્વી પર અન્ન અને ઔષધિનું નિર્માણ સૂર્યદેવના પ્રકાશથી તેમની કૃપાથી થાય છે. તો, તમે તેમની આરાધના કરો અને તેઓ તમારી મુશ્કેલીનો હલ લાવશે. યુધિષ્ઠિર ધૌમ્યને યુધિષ્ઠિર પોતાના પુરોહિતનું પદ આપે છે અને સૂર્યદેવની આરાધના કરે છે. તે વખતે ધૌમ્ય મુનિ તેમને સૂર્યદેવના ૧૦૮ નામ કહે છે. (મ.ભા.૩.૩.૧૮ થી ૩.૩.૨૮)डॉ. पं. श्रीपाद दामोदर सातवलेकर, महाभारत आरण्यकपर्व, [मूल संस्कृत श्लोक और हिन्दी अर्थ सहित], स्वाध्याय मंडल, पारडी, वलसाड, 1969 તેમનાં તપ અને આરાધનાથી પ્રસન્ન થઈને સૂર્યદેવ તેમને વરદાન આપે છે કે તેઓ ચારેય પ્રકારના ખોરાક રાંધશે તે ખૂટશે નહીં. મહાભારતના એક વૃત્તાંત(૩.૩.૭૨ તથા ૩.૩.૭૩ પાનું ૯૫૯, ૯૬૦ ) પ્રમાણે સૂર્યદેવ પ્રકટ થઈને યુધિષ્ઠિરને તાંબાનું એક પાત્ર આપે છે અને કહે છે કે, બીજી તરફ ધૃતરાષ્ટ્ર વિદુરને પૂછે છે કે પાંડવોના ગયા બાદ તેમણે જે થયું તેનું સમાધાન શું કરવું જોઈએ ? ત્યારે વિદુર ધૃતરાષ્ટ્રને સલાહ આપે છે કે તેઓ યુધિષ્ઠિરને પાછા બોલાવે અને તેમને તેમનું રાજ્ય પાછું આપે. વળી, દુર્યોધન, કર્ણ, શકુનિ અને દુઃશાસન ભરી સભામાં દ્રૌપદીની માફી માગે. ધૃતરાષ્ટ્ર આ પ્રસ્તાવ ઠુકરાવે છે, તેથી વિદુર ત્યાંથી પાંડવો સાથે જોડાય છે, પરંતુ પછી ધૃતરાષ્ટ્રને વિદુરને કાઢી મૂક્યાનો પશ્ચાતાપ થતાં તે સઞ્જયને વનમાં જઈને વિદુરને પરત લઈ આવવા કહે છે. વિદુર ફરીથી હાસ્તિનાપુર પરત ફરે છે. વેદ વ્યાસ ધૃતરાષ્ટ્રને પાંડવો સાથે શાંતિ કરવા સલાહ આપે છે; મૈત્રેય દુર્યોધનને સલાહ આપવા આવે છે કે તે યુધિષ્ઠિર સાથે સંધિ કરે, પરંતુ તે દુર્યોધન તેમનો અનાદર કરે છે, આખરે મૈત્રેય તેને ભીમના હાથે મરવાનો શ્રાપ આપે છે. ૨. કિર્મીર-વધ પર્વ (અધ્યાય: ૧૧) પાંડવો બ્રાહ્મણો તથા ઋષિઓ સહિત ત્રણ દિવસ અને ત્રણ રાત્રિના પ્રવાસ પર્યંત કામ્યક વન પહોંચે છે. ભયાનક રાત્રિના ભાગે માનવભક્ષી રાક્ષસ કિર્મીર તેમનો માર્ગ રોકીને ઊભો રહે છે. તે પોતાની ઇચ્છાધીન રૂપ ધારણ કરવાવાળો કિર્મીર માયાજાળ રચે છે. જો કે, ધૌમ્ય મુનિ પોતાની મંત્રશક્તિથી તેની તમામ માયાનો નાશ કરે છે. તેથી માયાથી વંચિત વિશાળકાય રાક્ષસ અતિ ક્રોધિત થઈને સામે આવીને ઊભો રહે છે. ત્યારે તેના પર કોઈ પણ પ્રહાર કરતાં પહેલાં યુધિષ્ઠિર તેનો પરિચય અને ત્યાં આવવાનું પ્રયોજન પૂછે છે. ત્યારે તે રાક્ષસ પોતાનો પરિચય બકાસુરના ભાઈ અને હિડિમ્બના મિત્ર કિર્મીર તરીકે આપે છે. તે ભીમને મારીને બદલો લેવાનું પોતાનું પ્રયોજન બતાવે છે. (મ. ૩.૧૧.૩૪).કિર્મીર અને ભીમ વચ્ચે યુદ્ધ થાય છે અને ભીમ કિર્મીરનો વધ કરે છે. આ તમામ વૃત્તાંત વિદુર અને ધૃતરાષ્યના સંવાદ દરમિયાન વિદુરના મુખેથી થયેલાં વર્ણનરૂપે મહાભારતમાં આલેખિત છે. આ પર્વના છેલ્લા શ્લોક(૩.૧૧.૭૫)માં વૈશમ્પાયન જનમેજયને સંબોધીને કહે છે, કે (વિદુરમુખેથી) કિર્મીરવધ સાંભળીને ધૃતરાષ્ટ્ર નિશ્વાસ નાખે છે. डॉ. पं. श्रीपाद दामोदर सातवलेकर, महाभारत आरण्यकपर्व, [मूल संस्कृत श्लोक और हिन्दी अर्थ सहित], स्वाध्याय मंडल, पारडी, वलसाड, 1969 ૩. અર્જુનાભિગમન પર્વ (અધ્યાય: ૧૨-૩૭) Vana Parva The Mahabharata, Translated by Manmatha Nath Dutt (1894), pages 18-61 આ પર્વ શ્રી કૃષ્ણના પાંડવો પ્રત્યેના પ્રેમની ઓળખ કરાવે છે. પર્વની શરૂઆતમાં અર્જુન શ્રી કૃષ્ણના હજારો વર્ષની કીર્તિગાથાનું વર્ણન કરે છે કે શ્રી કૃષ્ણ અગિયાર હજાર વર્ષ સુધી ફક્ત જલપાન કરીને પુષ્કર ક્ષેત્રમાં રહ્યા હતા, સો વર્ષ સુધી એક પગ પર ઉભા રહી, ફક્ત વાયુ ગ્રહણ કરીને જ રહ્યા હતા.(મ.ભા. ૩.૧૩.) ત્યારબાદ દ્રૌપદી શ્રી કૃષ્ણને ફરિયાદ કરતાં કહે છે કે "હું પાંચ પરાક્રમી પતિઓ, ધૃષ્ટદ્યુમ્નની બહેન, આપની સખી હોવા છતાં મને સભામાં ખેંચીને લઈ જવામાં આવી, યદ્યપિ હું તે વખતે રજસ્વલા અને એક વસ્ત્રધારી હતી. પતિઓએ મારી રક્ષા કરવી જોઇતી હતી." વધુમાં દ્રૌપદી કહે છે કે તેમને યુધિષ્ઠિરથી પ્રતિવિન્ધ્ય, ભીમથી સુતસોમ, અર્જુનથી શ્રુતકીર્તિ, નકુલથી શતાનીક અને સહદેવથી શ્રુતકર્મા એમ પાંચ પુત્રો છે તે સૌ શ્રી કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ્ન જેવા જ મહારથી છે, તેઓની દેખભાળ માટે પણ તેમની માતાની રક્ષા કરવી જોઇતી હતી. આ સાંભળીને શ્રી કૃષ્ણ સખી કૃષ્ણા (દ્રૌપદી)ને કહે છે કે તેઓ પાંડવોના હિતાર્થે જે થઈ શકે તે કરશે અને વધુમાં કહે છે કે, "હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તું રાજરાણી બનીશ, પર્વત ચિરાઈ જાય, સમુદ્ર સુકાઈ જાય કે પૃથ્વી ફાટીને ટુકડે-ટુકડા થઈ જાય, તો પણ મેં કહેલું થઈને રહેશે." શ્રી કૃષ્ણ કહે છે કે જો હું આનર્તદેશ (ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, જેની રાજધાની દ્વારવતી દ્વારકા અને મુખ્ય નગર આનર્તપુર હતું) કે તેની આસપાસમાં ક્યાંક હોત, તો વગર આમંત્રણે પણ દ્યૂતકક્ષમાં આવીને ધૃતરાષ્ટ્રને સમજાવત કે તેઓ દ્યૂત રોકે, તેથી તમે રાજ્યથી વંઞ્ચિત ન થાત. યુધિષ્ઠિરની જુગારની આદતની ટીકા કરતાં કહે છે કે, દ્યૂત તે ચાર (સ્ત્રીઓ પ્રતિ આસક્તિ, દ્યૂત, શિકાર અને મદ્યપાન) પાપોમાંથી એક છે જે માણસને બરબાદ કરે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ કહે છે કે, રાજસૂય યજ્ઞમાં શિશુપાલ વધથી શાલ્વએ ક્રોધિત થઈને સૌમ નામના સ્વચાલિત વિમાનમાં બેસી તેમની ગેરહાજરીમાં દ્વારકા પર ચડાઈ કરી હતી અને ત્યાં વૃષ્ણિવંશના રાજકુમારોની હત્યા કરી શહેરને ઉજાડ્યું હતું. શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા ગયા ત્યારે તેમને ખબર પડી. તેથી તેઓ શાલ્વ જ્યાં હતો તેમણે સૌમનગર અને પછી એક દ્વીપ પર પહોંચીને ત્યાં તેનો અને અન્ય રાક્ષસોનો વધ કર્યો, આમ તેઓ હાસ્તિનાપુરની આસપાસ નહોતા. શ્રી કૃષ્ણ તેમની અનુપસ્થિતિમાં તેમનો મહારથી પુત્ર પ્રદ્યુમ્ન કેવું શૂરાતન બતાવીને શાલ્વની સેના સામે યુદ્ધ કરે છે અને શાલ્વને પરાસ્ત કરે છે તેની કથા પણ સંભળાવે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ, ધૃષ્ટદ્યુમ્ન ઇત્યાદિ દ્વારકા જવા રવાના થાય છે. પાંડવો દ્વૈતવન નામના સરોવર કિનારે પ્રસ્થાન કરે છે. ત્યાં તેમને વિધિ વિધાનમાં પારંગત, અગ્નિહોત્રી ઇત્યાદિ નાના પ્રકારના પારંગત બ્રાહ્મણો મળે છે. શ્રી માર્કણ્ડેયજી યુધિષ્ઠિરને ધર્મનો આદેશ આપે છે અને પાંડવો ઉત્તર તરફ પ્રસ્થાન કરે છે. દલ્ભપુત્ર મહર્ષિ બક યુધિષ્ઠિરને બ્રાહ્મણોનું મહત્વ સમજાવે છે. આ પર્વમાં મહર્ષિ વ્યાસ પાંડવોને મળવા વનમાં આવે છે. અને પાંડવો સાથે પ્રતિસ્મૃતિનો સિદ્ધાંત અને જ્ઞાન વહેંચે છે. પાંડવો દ્વૈતવનથી સરસ્વતી નદીના કિનારે સ્થળાંતર કરે છે. અર્જુન ઉત્તર તરફ એકલા જ નીકળે છે, જ્યાં તે બ્રાહ્મણના વેશમાં ઇન્દ્રને મળે છે, જે તેમને આકાશી શસ્ત્રો મેળવવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાની સલાહ આપે છે. ૪. કૈરાતપર્વ (પ્રકરણ: ૩૮-૪૧) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 104 thumb| અર્જુન કિરાતના વેશમાં શિવ સામે લડે છે અર્જુન ઉગ્ર તપસ્યા કરે છે. તેમની ઉગ્ર તપસ્યાને લીધે, બધા ઋષિઓ ભગવાન શિવ પાસે ગયા. અર્જુનની ઇચ્છા જાણીને, શ્રી પિનાકપાણિ, કિરાત(એક ભીલ જાતિ)ના વેશમાં, અર્જુનની મુલાકાત લે છે, અને તેની સાથે ઉમા (તેમનાં પત્ની), ઘણા બધા ભૂતાત્માઓ અને હજારો સ્ત્રીઓ છે. તે સૌ પણ કિરાતના જ વેશધારી છે. શિવ જ્યારે અર્જુનની નજીક પહોંચે છે, ત્યારે જુઓ છે કે મૂક નામનો એક રાક્ષસ ભૂંડ બનીને અર્જુન પર હુમલો કરે છે. એક તરફથી શિવ અને બીજી તરફથી અર્જુન તેના પર તીરથી પ્રહાર કરે છે અને મૂક પોતાના અસલી સ્વરૂપમાં આવીને મૃત્યુ પામે છે. તદનન્તર અર્જુન કિરાત પર ગુસ્સે થઈ જાય છે કે તેમણે અર્જુનના દુશ્મનને કેમ માર્યો. આ વાત પર પહેલાં વાગ્યુદ્ધ થાય છે. પછી શિવથી અનભિજ્ઞ અર્જુન બાણથી યુદ્ધ કરે છે. પણ તેમનાં બધાં જ બાણ શિવના શરીરમાં સમાઈ જાય છે. તદપશ્ચાત્ પોતાના ધનુષ વડે પ્રહાર કરતાં તે પણ શિવના શરીરમાં સમાઈ જાય છે. તેથી ઉશ્કેરાયેલ અર્જુન તલવારથી કિરાતના માથા પર પ્રહાર કરે છે. તે પણ અસરહીન બનતાં છેવટે તે મુષ્ટિપ્રહાર પર આવી જાય છે. પહેલાં તો શિવ કોઈ વળતો જવાબ આપતા નથી, પણ પછી તેમની મુષ્ટિપ્રહારથી ઘાયલ અને લોહીલુહાણ અર્જુન અર્ધમૂર્છિત થઈ જાય છે. શિવ તેને બગલમાં દબાવીને વધુ ઘાયલ કરે છે. અર્જુન ધરાશાયી થાય છે અને થોડીવારમાં સૂધ પ્રાપ્ત થતાં તે શિવકૃપા મેળવી દુશ્મનને હરાવવા માટે, માટીમાંથી શિવલિંગ બનાવી તેના પર પુષ્પમાળા અર્પણ કરે છે અને તે માળા કિરાતના ગળામાં આવી જતાં, અર્જુન કિરાતના સ્વાંગમાં આવેલા મહાદેવને ઓળખી જાય છે. પછી અર્જુન તેમના શરણે જાય છે. મહાદેવ કૃપાથી તેમના બધા જ વ્રણ ભરાઈ જાય છે. શિવ તેમને વિશાલ ચક્ષુ આપે છે અને પોતાનું શસ્ત્ર પાશુપતાસ્ત્ર પણ આપે છે. ત્યારબાદ શૂલપાણિ અને મા ઉમા તેમને પોતાના મૂળ સ્વરૂપે દર્શન આપે છે. વૃષભધ્વજ (વૃષભના ચિહ્નની ધ્વજા ધારણ કરનારા શિવ) અર્જુનને જ્ઞાન કરાવે છે કે તેમના અગાઉના એક જન્મમાં નર નામે ઋષિ હતા અને સાક્ષાત્ નારાયણ તેમને સખારૂપે પ્રાપ્ત થયા હતા. (તેથી જ નરનારાયણ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે.) શિવ તેમને પાશુપતાસ્ત્રની તકનીક વિષે બોધ આપે છે. શિવ તેમને ઇન્દ્રલોકમાં જવાનો આદેશ આપે છે અને પોતાના રસાલા સહિત અંતરધ્યાન થઈ જાય છે. ત્યારબાદ કુબેર તેમના વિમાનમાં ત્યાં આવે છે, અર્જુનના પૂર્વજો સહિત યમરાજ, ઇન્દ્ર અને અન્ય દેવતાઓ પણ અર્જુનની સમક્ષ આવે છે. યમ, ઇન્દ્ર, વરુણ અને અન્ય દેવતા અર્જુનને નાના પ્રકારના અસ્ત્રો અને તેની તકનીક આપે છે: યમ તેમનો દણ્ડ, વરુણ તેમને વરુણ-પાશ, અને કુબેર "અંતર્ધાન" નામનું શસ્ત્ર આપે છે. અર્જુન સૌ લોકપાલોની કૃપા સ્વીકારી કૃતાર્થ થાય છે. ઇન્દ્ર તેમને સ્વર્ગમાં લઈ જવા રથ મગાવે છે. અને અર્જુનને સ્વર્ગલોકમાં લઈ જાય છે. ૫. ઇન્દ્રલોકાભિગમન પર્વ (અધ્યાય: ૪૨-૫૧) Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press આ પર્વમાં અર્જુન સ્વર્ગની મુલાકાત લે છે. આ પર્વમાં દેવલોકનું વર્ણન છે. રસ્તામાં સારથિ માતલિ અર્જુનના વિવિધ પ્રશ્નોના ઉત્તર આપે છે અને સ્વર્ગ વિષે જણાવે છે. અર્જુનનું દેવતાઓ સ્વાગત કરે છે. ત્યાં સાધ્ય, વિશ્વેદેવ, મરુદ્ગણ, અશ્વિનીકુમાર, આદિત્ય વસુ, રુદ્ર, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, રાજા દિલીપ સહિત ઘણા રાજાઓ, તુમ્બુર, નારદ, હાહા, હૂહૂ ઇત્યાદિ ગન્ધર્વગણ સૌ ઉપસ્થિત હતા, તેમને મળીને અર્જુન તેમનું અભિવાદન કરે છે. દેવેન્દ્ર અર્જુનને આકાશી શસ્ત્રો આપે છે. સ્વર્ગમાં અર્જુન પોતાના પિતાના આવાસમાં તેમની સાથે નિવાસ કરે છે અને વિવિધ પ્રકારનાં અસ્ત્રોની કેળવણી તથા ચિત્રસેન પાસેથી સંગીત અને નૃત્યની કેળવણી મેળવે છે. દેવેન્દ્રના કહેવાથી ચિત્રસેન ઉર્વશીને અર્જુનનું વર્ણન કરીને અર્જુનનું દિલ જીતી તેમની સેવામાં મોકલે છે, કામદેવના પ્રભાવમાં ઉર્વશી અર્જુનની સામે પ્રણય પ્રસ્તાવ મૂકે છે, પરંતુ અર્જુન ઉર્વશીને માતારૂપે જુએ છે. ઉર્વશીના ખૂબ પ્રયત્નો બાદ પણ અર્જુનના મનમાં માતા સિવાયના કોઈ ભાવ ન જન્મતાં, ઉર્વશી વિષાદગ્રસ્ત થઈ અર્જુનને શ્રાપ આપે છે, એક વખત એવો આવશે કે જ્યારે અર્જુનને સ્ત્રીઓની વચ્ચે માનરહિત બનીને ષણ્ઢવત્ રહીને નર્તક બનીને રહેવું પડશે. અર્જુન જ્યારે આ વાત ઇન્દ્રને કરે છે, ત્યારે ઇન્દ્ર કહે છે કે આ શ્રાપ અજ્ઞાતવાસ દરમિયાન પુરો થઈ જશે અને તે વરદાનરૂપે અર્જુનને કામમાં આવશે. ૬. નલોપાખ્યાન પર્વ (અધ્યાય: ૫૨-૭૯) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) thumb|જંગલમાં, જ્યારે દમયંતી સૂતી હોય છે ત્યારે નલ તેને ત્યાગી જતા રહે છે. યુધિષ્ઠિર તેની જુગારની સમસ્યા પર પસ્તાવો કરે છે અને પોતાને પૃથ્વી પરનો સૌથી દુ:ખી વ્યક્તિ જાહેર કરે છે. બૃહદશ્વ તેમને નલ અને દમયંતીનું આખ્યાન સંભળાવે છે. વાર્તા સાથે સાંત્વના આપે છે, આપની આસપાસ તો આપના અનુજ, બ્રાહ્મણશ્રેષ્ઠ સૌ છે, પણ કલિપ્રભાવમાં રાજા નલ જુગારમાં પુષ્કર સામે સર્વસ્વ હારીને વનવાસ સ્વીકારે છે ત્યારે તેમની સાથે કાંઈ નથી હોતું. નલ અને દમયંતી અલગ થઈ જાય છે. દમયંતી તેના પિતાના રાજ્યમાંથી ભાગી જાય છે. જો કે, આ ઉપાખ્યાન સુખાંત છે, કે નલ પોતાનું ખોયેલું રાજ્ય પરત મેળવે છે અને નલ અને દમયંતી નલે પુષ્કરમાંથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દમયંતી અને નાલ રાજ્ય સંભાળે છે અને સુખેથી જીવે છે.Peter Sklivas (2013), The Secret of Enduring Love: Yoga Romance of Damayanti and Nala, , Boston વાર્તા યુધિષ્ઠિરને દ્યૂતક્રીડામાં જે બન્યું તેમાંથી ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરે છે. ૭. તીર્થયાત્રાપર્વ (અધ્યાય: ૮૦-૧૫૬) Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press એક દિવસ યુધિષ્ઠિર, ભીમ, નકુલ અને સહદેવ સાથે દ્રોપદી સૌ અર્જુનને યાદ કરીને તેમના વિરહમાં પોતાની મનઃસ્થિતિનું વર્ણન કરે છે. આ વાતો ચાલતી હતી ત્યાં યુધિષ્ઠિર દેવર્ષિ નારદને આવતા જુએ છે.ષ્ઠિરની તીર્થયાત્રાના મહાત્મ્ય વિષેની જિજ્ઞાસાને લઈને દેવર્ષિએ તેમને પૂર્વકાળમાં ગઙ્ગાદ્વારે પુલત્સ્ય ઋષિ દ્વારા ભીષ્મ પિતામહને તીર્થયાત્રા વિષે આપેલી માહિતીનો સંદર્ભ આપીને તીર્થસ્થાનો વિષે અને તેમની વિશિષ્ટતાઓ જણાવે છે (મ.ભા. ૩.૮૨.૨૦ થી ૩.૮૫.૧૩૨). આ તીર્થોમાં મુખ્યત્વે બ્રહ્મતીર્થ પુષ્કર, જમ્બૂમાર્ગ, તન્દુલિકાશ્રમ, યયાતિપતન, મહાકાલીતીર્થ, નર્મદા કિનારે ભદ્રવટ, અર્બુદ (આબુ), પ્રભાસ, દ્વારકા, પર્વ કુરુક્ષેત્ર, ગંગા, યમુના, પ્રયાગ અને બ્રહ્માસાર સહિત અન્ય તીર્થોનું મહાત્મ્ય જણાવે છે. ત્યારબાદ નારદજીની અનુમતિથી યુધિષ્ઠિર ધૌમ્યમુનિને પૂછે છે અને તેઓ પણ અન્ય તીર્થોનું વર્ણન કરે છે. ત્યારબાદ દેવલોકમાં અર્જુનને મળીને આવેલા મહર્ષિ લોમેશ ત્યાં આવે છે અને સૌ તેમનો સત્કાર કરે છે. તેઓ મહાદેવ, ઇન્દ્ર અને અન્ય દેવતાઓ દ્વારા અર્જુનને મળેલાં અસ્ત્રો અને તેની દેવલોકમાં મળેલી કેળવણી વિષે જણાવ્યું. ત્યાર બાદ યુધિષ્ઠિર અનુજો અને ભાર્યા, પુરોહિત ધૌમ્ય, લોમેશ ઋષિ, અને બ્રાહ્મણગણ સહિત તીર્થાટન પર જાય છે. તેઓ અગત્સ્ય ઋષિના આશ્રમમાં જાય છે અને લોમેશ ઋષિ તેમને અગત્સ્ય ઋષિના લોપામુદ્રા સાથે લગ્ન, તેમના દ્વારા વાતાપિ નામના રાક્ષસનો વધ, તેમના મેધાવી પુત્ર દૃઢસ્યુનો જન્મ વિષેની કથા કહે છે. સમયાન્તરે જુદા જુદા તીર્થમાં પ્રવાસ દરમિયાન લોમેશ ઋષિ સૌને તે તીર્થ અને તેની સાથે જોડાયેલા મહાનુભાવોની કથા કહે છે, તેમાં દધિચિ ઋષિના હાડકામાંથી ઇન્દ્રના શસ્ત્ર વજ્રનું નિર્માણ કરી તેના દ્વારા વૃત્રાસુરનો વધ, અગત્સ્ય મુનિ દ્વારા વિંધ્યાચલ પર્વતને વધતો રોકવાની યુક્તિ, તેમના દ્વારા સમુદ્રપાન અને તેમાં છુપાયેલા રાક્ષસોનો દેવતાઓ દ્વારા વધ, ત્યારબાદ રામ અને પરશુરામનો સંવાદ, પરશુરામનું તેજ લોપ, અગત્સ્ય મુનિ દ્વારા સમુદ્રાચમન પશ્ચાત્ દેવો બ્રહ્માજીને પ્રાર્થે છે કે સમુદ્ર ફરી તેવો જ ભરાઈ જાય. બ્રહ્માજી તેમને સાંત્વન આપે છે કે આવનારા કાળમાં સમયાનુસાર ભગીરથ (અને તેમના પૂર્વજો)ના પ્રતાપે સમુદ્ર ફરી ભરાશે. આ વાત પર યુધિષ્ઠિરની જિજ્ઞાસાને સંતોષવા રાજા સગરની વાત કરે છે. રાજા સગર ઇક્ષ્કવાકુવંશી પ્રતાપી રાજા હતા. તેઓ નિસંતાન હોવાથી પોતાના બન્ને પત્નીઓ વૈદભીં અને શૈબ્યા સહિત કૈલાસ પર્વત પર તપસ્યા કરે છે અને ભોળાનાથ પ્રસન્ન થતાં તેઓ પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પ્રકટ કરે છે. શિવજી તેમને વરદાન આપી કહે છે કે તેમની પ્રથમ પત્ની ૬૦૦૦૦ પુત્રોને જન્મ આપશે પરંતુ તે તમામ એક જ સાથે મૃત્યુ પામશે અને બીજી પત્નીને એક શૂરવીર પુત્ર થશે જે થકી તમારો વંશ આગળ વધશે. વૈદભીંના ગર્ભમાંથી એક બીજ સહિતનું તુંબડું પ્રસવે છે અને શૈબ્યા એક પુત્રને જન્મ આપે છે. ત્યારે એક આકાશવાણીમાં જણાવ્યા મુજબ તુંબડાને પાણીમાં ગરમ કરીને તેના એક એક બીજને એક એક જુદા ઘડામાં આરોપિત કરવામાં આવે છે, દરેકમાંથી એક પુત્ર લેખે કુલ ૬૦૦૦૦ પુત્રો થાય છે, જે તમામ મોટા થઈને ખૂબ જ ક્રૂર બને છે. એકવાર રાજા અશ્વમેધ યજ્ઞનો સંકલ્પ લઈ એક ઘોડાને છૂટો મૂકે છે. ઘોડાની રક્ષા કાજે જતાં જલવિહીન સમુદ્રમાં ઘોડો અદૃશ્ય થઈ જાય છે. છેવટે તે કપિલ મુનિની નજીકથી મળતાં, સૌ પુત્રો તેમને અપમાનજનક શબ્દો બોલે છે, કપિલ મુનિ ક્રોધથી તેમની સામે જુએ છે અને તમામ ૬૦૦૦૦ રાજકુમારો બળીને રાખ થઈ જાય છે. નારદજી આ સમાચાર રાજા સગરને આપે છે. શૈબ્યપુત્ર અસમંજસ પણ પ્રજાને પીડા આપતો હોય છે પણ તેનો પુત્ર અંશુમાન તેજસ્વી અને આજ્ઞાંકિત હોય છે. સગર તેને અશ્વ શોધી લાવવા કહે છે. અંશુમાન કપિલ મુનિ પાસે જઈ પ્રણામ કરીને અશ્વ આપવાની પ્રાર્થના કરે છે, અશ્વ લઈને આવે છે. કપિલ મુનિ કહે છે કે તેના ૬૦૦૦૦ કાકાઓનો નાશ થયો છે તેમને તે સ્વર્ગમાં મોકલશે અને આશિષ આપે છે કે તેમનો પૌત્ર સ્વર્ગમાંથી ગઙ્ગાને ધરતી પર લઈ આવશે. સગર સમુદ્રને પોતાના પુત્રનો દરજ્જો આપે છે. અશ્વમેધ યજ્ઞ સંપન્ન કરે છે, દીર્ઘકાળ સુધી રાજ્ય કરી, અંશુમાનને રાજ્ય સોંપી, સ્વર્ગે સીધાવે છે. અંશુમાનને દિલીપ નામે એક પુત્ર થાય છે. અંશુમાન તેમને ગાદી સોંપીને સ્વર્ગવાસી થાય છે. દિલીપ ગંગાને પૃથ્વી પર અવતરણ કરાવવા પ્રયત્નો કરે છે પણ તે સફળ નથી થતાં અને તેમના પુત્ર ભગીરથને તેમાં સફળતા મળે છે. અને સગરના ૬૦૦૦૦ પુત્રોના અસ્થિને ગંગાજલ છાંટી તેમની મુક્તિ કરાવી સ્વર્ગવાસ કરાવે છે. વળી, વખત જતાં ગંગાના પાણીથી સમુદ્ર પણ ભરાઈ જાય છે. આ પર્વમાં મહર્ષિ શૃંગ (શિંગડાવાળા ઋષિ)ની કથા, જમદગ્નિનો જન્મ, પરશુરામ આખ્યાન, પિતાની આજ્ઞાથી પોતાની માતાનો શિરચ્છેદ ઇત્યાદિ કથાઓનો સમાવેશ થાય છે. પર્વમાં શિબિ, કબૂતર અને બાજની કથા, અષ્ટાવક્રના જન્મની કથા અષ્ટાવક્રનો શાસ્ત્રાર્થનો સમાવેશ થાય છે. ઘટોત્કચની સહાયથી સૌ બદરિકાશ્રમ પહોંચે છે. આ જ પર્વમાં ભીમસેનની રામભક્ત પવનપુત્ર હનુમાનની મુલાકાત પણ થાય છે. ૮. જટાસુરવધપર્વ (અધ્યાય: ૧૫૭) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) તદપશ્ચાત્ ઘટોત્કચ અને અન્ય રાક્ષસોની મદદથી યાત્રા પુરી કરીને યુધિષ્ઠિર અને તેમના ભાઈઓ પરત કામ્યક વન આવે છે અને ત્યાં નિવાસ કરે છે. જટાસુર નામનો એક રાક્ષસ તેમની સાથે બ્રાહ્મણના સ્વાંગમાં રહે છે અને ભીમસેનની અનુપસ્થિતિમાં યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને પાંચાલીને પોતાના સકંજામાં લઈ લે છે. ભીમસેન આવીને મુક્ત કરાવે છે અને જટાસુરનો વધ કરે છે. ૯. યક્ષયુધ પર્વ (અધ્યાય: ૧૫૮-૧૬૪) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) અર્જુને ચાર વર્ષ ઉપરાંત પરત આવવાની વાત કરી હતી તે સમય નજીક આવતાં તેઓએ મળવા માટે નિશ્ચિત કરેલ સ્થાન હિમાલય પર જાય છે. ત્યાં વૃષપર્વા ઋષિના આશ્રમમાં થોડો સમય રહીને આર્ષ્ટિષેણ ઋષિના આશ્રમે પહોંચે છે. આસપાસ રહેતા ગંધર્વ, યક્ષ, રાક્ષસો સાથે ગન્ધર્વમાદન પર્વત પર ભીમનું યુદ્ધ થાય છે અને તે રાક્ષસોનો નાશ કરે છે અને અમુક રાક્ષસો ભાગી જાય છે. બચી ગયેલા યક્ષ, ગંધર્વો અને રાક્ષસો સૌ કુબેર પાસે જઈને સહાય માગે છે. કુબેર તેમની સાથે ગન્ધર્વમાદન પર્વત પર આવે છે. સૌ માને છે કે કુબેર ગુસ્સે થશે પરંતુ તેથી વિપરીત કુબેર કહે છે કે આજે આ યક્ષ રાક્ષસોનો સંહાર થવાથી તેઓ પોતે ખુશ છે કારણકે આના કારણે તેમને અગત્સ્ય ઋષિએ આપેલા એક શ્રાપનું નિવારણ થયું છે. ત્યારબાદ કુબેર પરત પોતાના નિવાસસ્થાને જાય છે. ૧૦. નિવાતકવચયુદ્ધ પર્વ (અધ્યાય: ૧૬૫-૧૭૫) થોડા સમય પછી અર્જુનનું આગમન થાય છે. દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં આવે છે અને સૌને આશીર્વાદ આપી સ્વર્ગલોક પરત ફરે છે. અર્જુન આ પાંચ વર્ષની બધી વાતો કરે છે. તેમાં પાતાલલોકમાં અર્જુન અને નિવાતકવચોનું યુદ્ધ થયું તેની પણ કથા છે. યુધિષ્ઠિર દિવ્યાસ્ત્રોનાં દર્શન કરવાની ઇચ્છા કરે છે, અર્જુનને તેનું પ્રદર્શન કરતાં નારદમુનિ રોકે છે કે દિવ્યાસ્ત્રોને તેનુમ અનિવાર્ય કામ હોય તો જ હાજર કરવા જોઈએ. ૧૧. આજગરપર્વ (અધ્યાય: ૧૭૬-૧૮૧) પાંડવો દ્વૈતવનમાં પરત ફરે છે. એક દિવસ ભીમસેનને સર્પ બનેલા નહુષનો સામનો કરવો પડે છે. સર્પ (અજગર) તેમને પોતાના ભરડામાં લઈ લે છે. ઘણા સમય પર્યંત ભીમ પરત ન ફરતાં યુધિષ્ઠિર તેમને શોધવા આવે છે અને નહુષને વિનંતી કરે છે કે તેઓ ભીમસેનને છોડી દે. આ વાદ-વિવાદમાં નહુષ જણાવે છે કે તે પૂર્વ જન્મે પાંડવોનો પૂર્વજ રાજા નહુષ હતો. પરંતુ ઐશ્વર્યના મદમાં તેમણે બ્રાહ્મણો પાસે ભાત ભાતના દાસકર્મ કરાવ્યાં, તેથી અગત્સ્ય ઋષિએ તેમને સાપ બનાવી દીધા પરંતુ તેમની જ કૃપાથી તેમની યાદશક્તિ હજુ પણ અકબંધ હતી. પછી નહુષ કહે છે કે જો યુધિષ્ઠિર તેમના પ્રશ્નોના જવાબ સાચા આપશે તો તેઓ ભીમને મુક્ત કરી દેશે. યુધિષ્ઠિર તમામ જ્ઞાનવર્ધક પ્રશ્નોના જવાબ આપે છે. યુધિષ્ઠિરના પ્રભાવથી નહુષને પણ તેઓ શાપિત અવસ્થામાંથી મુક્તિ અપાવે છે. ૧૨. માર્કંડેય-સમાસ્યાપર્વ (અધ્યાય: ૧૮૨-૨૩૧)Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) શરદ ઋતુમાં સત્યભામા સહિત શ્રીકૃષ્ણ ત્યાં આવે છે. સૌ એકબીજાના કુશલમંગલની પૃચ્છા કરે છે. તેવામાં હજારો વર્ષની આયુવાળા સદા યુવાન દેખાતા શ્રી માર્કણ્ડેય મુનિ ત્યાં આવે છે. શ્રીકૃષ્ણ તેમને પ્રાચીનકાળના નરેશો, ઋષિઓ, ઇત્યાદિની કથાઓ કહેવાની વિનંતી કરે છે. આ વાત દરમિયાન દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. તેમનું પણ સ્વાગત-પૂજન કરવામાં આવે છે. માર્કણ્ડેય મુનિ સમજાવે છે કે બ્રહ્માંડની રચના બાદ જે મનુષ્યોની ઉત્પત્તિ થઈ તે સૌ ધર્મપરાયણ હતા, પોતાની ઇચ્છા મુજબ ત્રણેય લોકમાં આવજા કરી શકતા, પોતાની ઇચ્છા મુજબ આયુષ્ય ભોગવી શકતા. પરંતુ કાળક્રમે ભૂલોક પર વધુને વધુ સમય વ્યતીત કરવા લાગ્યા તેમ તેઓ નાના પ્રકારના પાપકર્મોથી લિપ્ત થતાં તેમનું આયુષ્ય ઓછું થતું ગયું અને તેઓને દેવલોક અને પાતાલલોકમાં પ્રવેશ પણ વર્જિત કરવામાં આવ્યો. આ તમામની વચ્ચે જ્ઞાની મનુષ્યો ધર્મપરાયણ બનીને જીવન જીવતા. ત્યારબાદ યુધિષ્ઠિરની જ્ઞાનપિપાસાને અનુરૂપ તેઓ બ્રાહ્મણનું મહાત્મ્ય જણાવે છે. ત્યારબાદ તેઓ દૃષ્ટાંતરૂપે હૈહયવંશી કુમાર રાજા પરપુરંજય અને અરિષ્ટનેમિ ઋષિની કથા તેમજ અત્રિમુનિ તથા રાજ પૃથુની કથા કહે છે. ત્યારબાદ તાર્ક્ષ્યને મા સરસ્વતીના ઉપદેશની વાત પણ કરે છે. ત્યારબાદ યુધિષ્ઠિર તેમની પાસેથી વૈવત્સવ મનુ અને મત્સ્યાવતારની કથા સાંભળવાની ઇચ્છા જાહેર કરે છે અને માર્કણ્ડેય મુનિ તેમને ઉપકૃત કરે છે. આ પર્વમાં ચાર યુગોના વર્ષની સંખ્યા, કલિયુગના પ્રભાવ, પ્રલયની વાત, માર્કણ્ડેય મુનિ દ્વારા બાલમુકુન્દના દર્શન, ભગવાનના ઉદરમાં પ્રવેશ કરીને બ્રહ્માણ્ડદર્શન કર્યાની કથા, પાંડવોનું શ્રીકૃષ્ણના શરણે જવું, કલિયુગમાં કલ્કિ અવતારનું પ્રાકટ્ય અને કલ્કિ અવતાર દ્વારા સતયુગની સ્થાપના ઇત્યાદિ વાતો કહેવામાં આવી. તેઓ ઇક્ષ્વાકુવંશી પરીક્ષિતનાં મણ્ડુકરાજની પુત્રી સાથે વિવાહ, વામદેવ મુનિની કથા, ઇન્દ્ર અને બક મુનિ સંવાદ, સુહોત્ર અને શિબિની કથા, યયાતિ, સેદુક અને વૃષદભનાં ચરિત્રાંકન, શિબિરાજાની પરીક્ષા, દેવર્ષિ નારદ દ્વારા શિબિના મહત્વનું પ્રતિપાદન ઇત્યાદિનું કથન. આ જ પર્વમાં નિન્દિત જન્મ, નિન્દિત દાન, દાનપાત્રતા શ્રાદ્ધમાં ગ્રાહ્ય અને અગ્રાહ્ય બ્રાહ્મણ, અતિથિ સત્કાર, વાણીશુદ્ધિ, ગાયત્રી મંત્ર, ઇન્દ્રિયનિગ્રહ, ઇત્યાદિ ગુણોનું વિસ્તારથી વિવેચન પણ માર્કણ્ડેય મુનિ કરે છે. તેઓ બ્રહ્માની ઉત્પત્તિ, વિષ્ણુ ભગવાન દ્વારા મધુ-કૈટભનો વધ, ધુન્ધુની તપસ્યા, આ પર્વમાં બૃહસ્પતિ અને સ્કંદની કથા વિસ્તારથી આપી છે. ૧૩. દ્રૌપદી-સત્યભામા સંવાદપર્વ (અધ્યાય: ૨૩૩–૨૩૫) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) આ પર્વમાં સત્યભામાએ દ્રૌપદીને કૃષ્ણના પ્રેમને કેવી રીતે જીતી શકાય તેની સલાહ માંગી. દ્રૌપદીએ પત્નીની ફરજો સમજાવી. ૧૪. ઘોષયાત્રાપર્વ (પ્રકરણ: ૨૩૬-૨૫૭) શકુનિ દુર્યોધનને વનવાસમાં પાંડવોનો મુકાબલો કરવાની સલાહ આપે છે, પરંતુ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ના પાડી દે છે. રાજા પાસેથી પરવાનગી મળ્યા પછી, દુર્યોધન, કર્ણ, શકુનિ અને તેના ઘણા ભાઈઓ સાથે દ્વૈતવન (તળાવ) પર ગયો. તેઓનો સામનો ત્યાં ગંધર્વો સામે થાય છે, બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ થાય છે અને દુર્યોધન બંદી બને છે. દુર્યોધનના સૈનિકે પાડવો પાસે મદદ મેળવવા જાય છે. યુધિષ્ઠિર અર્જુનને તેમની મદદ કરવાનો આદેશ આપે છે. અર્જુન તેમને બચાવવાની પ્રતિજ્ઞા લે છે. ત્યારબાદ અર્જુન ગંધર્વો સામે યુદ્ધે ચડે છે, અર્જુન ચિત્રસેન અને ગંધર્વોને હરાવીને દુર્યોધનને બચાવે છે. યુધિષ્ઠિરના દયાળુ કૃત્યથી દુર્યોધનને લજ્જિત થાય છે, અને વનમાં જ અનશન પર ઊતરી જાય છે અને જાહેર કરે છે કે તે રાજ્યમાં પાછા નહીં ફરે અને રાજ્ય દુઃશાસનને આપી દેવું. છેવટે, કર્ણ અને શકુનિ દુર્યોધનને શાંત કરે છે. ત્યારબાદ તેને લાગે છે કે જ્યાં સુધી ભીષ્મ, દ્રોણ અને કર્ણ તેની પડખે છે ત્યાં સુધી તેણે ડરવું જોઈએ નહીં. તેથી, તે જાહેર કરે છે કે તે પાંડવોને યુદ્ધમાં હરાવશે અને રાજ્યમાં પાછા ફરે છે. ૧૫. મૃગસ્વપ્નોદ્ભવ પર્વ (અધ્યાય: ૨૫૮) Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press એક રાત્રે યુધિષ્ઠિરના સ્વપ્નમાં હિંસક પશુઓ આવે છે અને કરુણ વિલાપ કરે છે. યુધિષ્ઠિર દ્વારા કારણ પૂછતાં તેઓ કહે છે કે તમે પાંચે ય શૂરવીર ભાઈઓના કારણે અમારી વસ્તી ઘટી રહી છે, ક્યાંક અમારી પ્રજાતિ લુપ્ત ન થઈ જાય તેમની ચિંતામાં અમે વિલાપ કરીએ છીએ, માટે જો તમે અમારા હિત કાજે અહીંથી અન્ય સ્થાને નિવાસ કરો તો સારું. બીજે દિવસે તમામ ભાઈઓને અને દ્રૌપદીને યુધિષ્ઠિર આ વાત કરે છે. યુધિષ્ઠિર તારણ આપે છે કે તમામ જીવોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ તેમનો ધર્મ છે. તમામ તેમની સાથે સહમત થાય છે કે તેમણે નિવાસસ્થાન બદલવું જોઈએ. આમ તેઓ ફરી દ્વૈતવન નામના સરોવરથી કામ્યક વન જઈ ત્યાં નિવાસ કરે છે. ૧૬. વ્રીહિદ્રૌણિકપર્વ (અધ્યાય: ૨૫૯-૨૬૧) Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) એક દિવસ અચાનક મહર્ષિ વ્યાસ પાંડવોને ત્યાં કામ્યક વનમાં આવે છે. તેઓ જુએ છે કે તેમના પૌત્રો ૧૧ વર્ષથી દુઃખ સહન કરીને વનમાં રહે છે. તેથી તેમની કરુણાસભર આંખોમાં આંસુ આવી જાય છે. પછી તેઓ સુખદુઃખની ઘટમાળની વાત કરીને તેમને સાંત્વન આપે છે અને કહે છે કે માણસના પુણ્યકર્મમાં શ્રેષ્ઠ દાન છે. પણ તે દાન પોતાના ઉપાર્જનનું હોવું જોઈએ અને તે ઉપાર્જન નૈતિકતાપૂર્ણ હોવું જોઈએ. આ સંદર્ભે દાદા વ્યાસ તેમને ઋષિ મુદ્ગલની વાર્તા સંભળાવે છે. તેઓ દરેક તહેવાર, શુભ દિને ત્રણેય લોકના જીવોને અન્નદાન કરતા. તેઓ એક દ્રોણ (લગભગ સોળ શેર) અનાજ લઈને બેસતા, પણ જેમ જેમ તે દાન કરતા જાય તેમ જરૂરિયાત મુજબ તે દાન વધતું જતું. તેમની કસોટી ત્યારે થાય છે જ્યારે મહર્ષિ દુર્વાસા પાગલ જેવો કઢંગો વેષ ધારણ કરીને ગુસ્સાથી બોલતાં બોલતાં મુદ્ગલમુનિના આશ્રમમાં આવ્યા. તેમણે ખોરાકની માગણી કરી અને મુદ્ગલ ઋષિનો બનાવેલો તમામ ખોરાક આરોગી ગયા. મુનિ પોતે ભૂખ્યા રહીને નીચે પડેલા અન્નના દાણા વીણી લેતા. આમ છ વાર દુર્વાસા મુનિ તેમને ત્યાં આવીને આવું જ કરે છે. દરેક વખત મુદ્ગલ મુનિ મનને શાંત અને સ્થિર રાખીને દુર્વાસા મુનિને ભોજન કરાવે છે. તેમનું ધૈર્ય જોઈને દુર્વાસા મુનિ પ્રસન્ન થાય છે. તેવામાં હંસ અને સારસ દ્વારા ચાલતું એક વિમાન ત્યાં આવે છે અને તેમાં બેઠેલા દેવદૂત મુદ્ગલ મુનિને કહે છે કે તમારા દાન અને શ્રદ્ધાથી આ વિમાન તમને મળ્યું છે, તો આવો તેમાં બેસો. મુદ્ગલ ઋષિ કુતૂહલવશ દેવદૂતને સ્વર્ગમાં રહેતા જીવો વિષે પૂછે છે. તેઓ સ્વર્ગના ગુણગાન ગાય છે અને ત્યારબાદ તે પણ જણાવે છે કે પુણ્યકર્મના ફળ પુરા થતાં જ તે જીવો રાજસી બનીને નીચે તરફ પડે છે. તેથી મુદ્ગલ મુનિ પૂછે છે કે સ્વર્ગ સિવાય કોઈ એવી જગ્યા જણાવો જ્યાં કોઈ દોષ ન હોય. ત્યારે દેવદૂત બ્રહ્મલોકની વાત કરે છે. આ તમામ વાતોના અંતે દેવદૂત તેમને સ્વર્ગમાં આવવા કહે છે, પણ મુદ્ગલ ઋષિ સ્વર્ગની ખામીઓના કારણે ત્યાં જવાનો અસ્વીકાર કરે છે. આ કથા કહીને વ્યાસજી ત્યાંથી પોતાની તપસ્યાના સ્થાને જાય છે. ૧૭. દ્રૌપદીહરણપર્વ (અધ્યાય: ૨૬૨-૨૭૦) દુર્યોધનને જ્યારે એમ થાય છે, કે પાંડવો વનમાં પણ આનંદથી રહે છે, ત્યારે તેનો દ્વેષભાવ વધુ પ્રખર બન્યો. તે પાંડવોનું અહિત કેવી રીતે થઈ શકે તેના વિચારોમાં લીન હતો ત્યાં જ દુર્વાસામુનિ તેમના દસહજાર શિષ્યો સહિત ત્યાં પધાર્યા. દુર્યોધનના આતિથ્યથી પ્રભાવિત થઈ દુર્વાસામુનિ તેને ધર્માનુકૂલ વરદાન માંગવાનું કહે છે. ત્યારે કપટસભર દુર્યોધન તેમને કહે છે કે મારા જયેષ્ઠ પાંડુ ભાઈઓ હાલ વનમાં છે, તમે જેવી કૃપા મારા ઉપર કરી તેવી કૃપા તેમના ઉપર પણ કરો.જ્યારે દુર્વાસામુનિએ તે વાતનો સહર્ષ સ્વીકાર કર્યો તો કર્ણ, દુઃશાસન સહિત દુર્યોધન પણ દુર્વાસામુનિના ક્રોધના શિકાર બનતા પાંડવની કલ્પનાથી જ રોમાંચિત થઈ ઊઠ્યા. દુર્વાસામુનિ પાંડવોના નિવાસસ્થાને જઈને ભોજનની માગણી કરે છે અને કહે છે કે અમે સૌ નદીએ સ્નાન કરીને આવીએ છીએ ત્યારબાદ ભોજન કરીશું. અને પછી તેઓ સ્નાનાદિ ક્રિયા પતાવવા નદીએ જાય છે. સમય થતાં દ્રૌપદીએ ભોજન કરી લીધું હતું. આમ, અક્ષયપાત્ર આજે તો નવું અન્ન આપે તેમ હતું નહી. આ વખતે દ્રૌપદી શ્રીકૃષ્ણને યાદ કરીને પ્રાર્થના કરે છે. તેમની સખીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણ ત્યાં પ્રકટ થાય છે અને દ્રોપદી પાસે આવીને કહે છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે મને કાંઈક ખાવા માટે આપ. હતપ્રભ દ્રૌપદી વિચારે છે કે મારી પાસે અન્ન નથી તેનો જ હું વિચાર કરું છું ત્યા શ્રી વાસુદેવને શું ખવડાવું. પણ શ્રીકૃષ્ણ આગ્રહથી અન્નપાત્ર મંગાવે છે અને તેમાં એક જગ્યાએ ચોંટેલું શાક લઈને પોતાના મુખમાં મૂકે છે અને કહે છે સમસ્ત જગતની ભૂખ મટે. ત્યા તો બીજી તરફ દુર્વાસામુનિ અને તેમના શિષ્યો પરિતૃપ્તિનો અનુભવ કરે છે અને વિચારે છે કે હવે અમે જમી શકીએ તેવી પરિસ્થિતિ નથી અને બનાવેલું ભોજન આરોગીએ નહીં, તો શ્રીહરિભક્ત પાંડવો ક્રોધિત થશે અને ભક્તના ક્રોધનો તેમને અગાઉ અનુભવ હતો તે યાદ આવતાં ત્યાંથી જ ભાગી જાય છે. આ તરફ શ્રીકૃષ્ણ સહદેવને આજ્ઞા કરે છે કે તે મુનિને શિષ્યો સહિત નદીએથી માનપાન સાથે લઈ આવે. સહદેવ જાય છે તો આસપાસના બ્રાહ્મણો તેમને જણાવે છે કે ઋષિ તો ભાગી ગયા. એક દિવસ સિંધુનરેશ જયદ્રથ વિવાહની અપેક્ષાએ શાલ્વદેશ જતો હતો. આ તરફ દ્રૌપદી આશ્રમમાં એકલાં હતાં અને આશ્રમના દ્વારે ઊભા હતાં ત્યારે જયદ્રથનો રસાલો ત્યાંથી પસાર થાય છે. દ્રૌપદીના રૂપથી અંજાઈને પોતાના સાથી કોટિકને તપાસ કરવા મોકલે છે કે આ રૂપવતી કોણ છે. કોટિક ત્યાં જઈને જયદ્રથની વિવિધ શબ્દો અને વિશેષણો સહિત પ્રશસ્તિ કરે છે અને દ્રૌપદી કોની ભાર્યા છે તે પૂછે છે. દ્રૌપદી કહે છે કે હું પતિપરાયણ સ્ત્રી છું અને તેથી મને પરપુરુષ સાથે વાર્તાલાપમાં વિચાર કરવો જોઈએ પરંતુ હાલ કોઈ પુરુષ હાજર નથી અને તેથી મારે તમને જવાબ આપવો પડે છે. હું તમને ઓળખું છું કે તમે શિબિ દેશના રાજા સુરથના પુત્ર કોટિકસ્ય છો. હું રાજા દ્રુપદની પુત્રી અને લોકો મને કૃષ્ણા તરીકે ઓળખે છે. હું પાંચ વીર પાંડવોને વરી છું અને તે તમામ મહારથીઓ થોડી જ વારમાં અહીં આવશે. અતઃ તમે સૌ અહીં રથ પરથી ઊતરીને વિશ્રામ કરો અને અમારું આતિથ્ય સ્વીકારો. આમ કહીને પાંચાલી પર્ણકુટિમાં જતાં રહે છે. કોટિક જઈને જયદ્રથને આ વાત કરે છે ત્યારે લંપટ જયદ્રથ પોતાના છ ભાઈઓ સહિત દ્રૌપદીની પર્ણકુટિમાં જાચ છે અને દ્રૌપદીની સાથે તેને પોતાના રથ પર આસીન થવા અને પુરા સિંધુદેશની રાણી થવાનું કહે છે. પછી જયદ્રથ તેમને ખેંચીને રથમાં બેસાડે છે. ધૌમ્ય ઋષિ તેમને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. પાંડવો પરત આવતાં તેમને ખબર પડે છે અને તેઓ જયદ્રથનો પીછો કરે છે અને દ્રુતગતિએ ભાગતા જયદ્રથ સુધી પહોંચીને તેને યુદ્ધ માટે લલકારે છે. પાંડવો જયદ્રથની સેનાને હરાવે છે અને જયદ્રથ ભાગી જાય છે તેથી અર્જુન અને ભીમ તેનો પીછો કરે છે અને યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ દ્રૌપદીને લઈને આશ્રમ આવે છે. ૧૮. જયધરથ વિમોક્ષણ પર્વ (અધ્યાય: ૨૭૨) પોતાના તમામ સાથીઓનો નાશ થયેલો જોઈ જયદ્રથ રણભૂમિ છોડીને કાયરની જેમ ભાગે છે. ભીમ અને અર્જુન તેને પકડીને બંદી બનાવે છે અને યુધિષ્ઠિર સમક્ષ તેને રજૂ કરે છે. પરંતુ યુધિષ્ઠિર દયા બતાવી જયદ્રથને મુક્ત કરે છે, જયદ્રથ ત્યાંથી છૂટીને પોતાના અપમાનનો બદલો લેવા શક્તિ મેળવવા ગંગાદ્વાર (હરિદ્વાર) જઈ મહાદેવનું કઠોર તપ કરે છે. મહાદેવજી પ્રસન્ન થતાં જયદ્રથ માંગે છે કે તેઓ રથ સહિત પાંચેય પાંડવોને હરાવી શકે. પણ મહાદેવ કહે છે કે એ શકય નથી. બદરીનાથ ધામમાં નારાયણની સાથે તપ કરનાર નર તે સ્વયં અર્જુન છે, અને નર-નારાયણને પરાજિત કરવા શક્ય નથી. પરંતુ હું તને એ વરદાન આપું છું કે અર્જુનને છોડીને બાકીના ચાર પાંડવોને તું આગળ વધતાં અટકાવી શકીશ. ત્યાર બાદ શિવજી નર-નારાયણનો મહિમા સમજાવે છે. ૧૯. રામોપાખ્યાનપર્વ (પ્રકરણ: ૨૭૩–૨૯૨) Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 104 યુધિષ્ઠિરને પોતાના અને ભાઈઓના વનવાસની પરિસ્થિતિના કારણે વિષાદ થાય છે ત્યારે મહર્ષિ માર્કણ્ડેય તેમને રામાયણ કથા સંભળાવીને શ્રી રામને પડેલાં કષ્ટ વિષે વાત કરીને યુધિષ્ઠિરને આશ્વાસન આપે છે. ૨૦. પતિવ્રતામાહાત્મ્યર્વ (અધ્યાય: ૨૯૨-૨૯૯) Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press thumb|અરણ્ય પર્વમાં સાવિત્રી અને સત્યવાનની વાર્તા વર્ણવવામાં આવી છે. Verma, K. D. (1977). Myth and Symbol in Aurobindo's Savitri, Journal of South Asian Literature, 12 (3/4), pages 67-72 રામકથા સાંભળ્યા બાદ યુધિષ્ઠિર માર્કણ્ડેય મુનિને કહે છે, કે હું મારી અને મારા ભાઈની દુર્દશાનું કારણ સમજી શકું છું, પરંતુ પતિવ્રતા દ્રૌપદીનું દુઃખ જોઈને હું વ્યથિત છું, તેને શા માટે આ દુઃખ સહન કરવું પડે છે ? ત્યારે માર્કણ્ડેય મુનિ સાવિત્રી અને સત્યવાનની વાત કરે છે અને તે દ્વારા પતિવ્રતાનું માહાત્મ્ય સમજાવે છે. મહાભારતથી પણ પ્રાચીન કાળમાં મદ્ર દેશમાં પ્રતાપી અને ધર્મપરાયણ રાજા અશ્વપતિનું રાજ્ય હતું. તેમને સંતાન ન હોવાથી તેમણે સાવિત્રી દેવીનું તપ કર્યું અને તેના પ્રતાપે તેમને પુત્રી પ્રાપ્ત થઈ. મા સાવિત્રીની કૃપાથી જન્મેલી પુત્રીનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી યુવાન થતાં પણ તેમના માટે કોઈ રાજકુમાર તરફથી વિવાહનો પ્રસ્તાવ ન મળતાં રાજા વ્યથિત થયા અને તેમણે મંત્રી અને રાજરક્ષકો સહિત કુંવરીને દેશાટન કરીને પોતાના માટે યોગ્ય વરનું ચયન કરવાની વાત કરી. આમ સાવિત્રી રસાલા સાથે અન્ય રાજ્યોના પ્રવાસે જાય છે. પૂરતા સમય બાદ જ્યારે તે પોતાના ઘરે પરત આવે છે, ત્યારે નારદ મુનિ રાજ અશ્વપતિ પાસે બેઠા હોય છે. રાજાના કહેવાથી સાવિત્રી વાર કરે છે કે મેં એક વનમાં રાજા દ્યુમત્સેનને જોયા. તેઓને મોટી વયે થયેલાં બાળક હજુ નાના હતાં, ત્યારે તેઓ અંધ થઈ જતાં જુના શત્રુ રાજાએ ચડાઈ કરીને તેમનું રાજ્ય લઈ લીધું તેથી રાજા પોતાના પરિવાર સહિત વનમાં જતા રહ્યા. તેમના પુત્ર સત્યવાનનો જન્મ તો નગરમાં થયો પરંતુ તેમનો ઉછેર વનમાં પ્રકૃતિની વચ્ચે થયો. મને લાગ્યું કે સત્યવાન જ મારા માટે યોગ્ય વર છે, તેથી મનથી મેં તેમનું વરણ (પસંદગી) કરી લીધું છે. આ સાંભળીને નારદ મુનિ નિસાસો નાખે છે કે મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે ચિંતિત અશ્વપાલ પૂછે છે કે પ્રભુ ! સત્યવાન ગુણવાન તો છે ને ? ત્યારે નારદજી જણાવે છે કે તે ખૂબ જ ગુણવાન છે. તેનાં માતાપિતા સત્યવાદી હોવાને કારણે તેના જન્મથી તેમનું નામ સત્યવાન પાડ્યું પણ સત્યવાનને અશ્વો ખૂબ ગમતા તે ચિત્ર દોરે તો પણ અશ્વના જ ચિત્રો દોરતો હોવાથી તેનું બીજું નામ 'ચિત્રાશ્વ' પણ પડ્યું છે. પણ ખેદની વાત એ છે કે એક વર્ષ બાદ સત્યવાનનું મૃત્યુ થશે. સાવિત્રી કહે છે કે સ્ત્રી જીવનમાં વર એક જ વાર નક્કી કરે છે, તેમ મારે પણ જીવનમાં એક જ વાર વર પસંદ કરવો જોઈએ. મેં તે નક્કી કરી લીધો છે, હવે તે અલ્પાયુ હોય તો પણ મારી પસંદગી ફરી શકે નહીં. ત્યારે નારદ મુનિ પણ કહે છે, કે સાવિત્રી ધર્મપરાયણ છે અને તેની વાત સાચી છે, માટે તેનો વિવાહ સત્યવાન સાથે કરી દેવો જોઈએ.Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 37-39 અશ્વપતિ પોતાના કુટુંબ, મંત્રી, અન્ય રાજદ્વારીઓ તથા પ્રજાના અગ્રણીઓ સાથે રાજા દ્યુમત્સેન પરિવાર સહિત રહેતા હોય છે ત્યાં જાય છે અને તેમને સત્યવાન અને સાવિત્રીના લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. અને સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન થાય છે. સાવિત્રીને નારદજીએ કહેલી તિથિ યાદ હોય છે. તેના ત્રણ દિવસ પહેલાં જ તે વ્રતનો પ્રારંભ કરે છે. સાવિત્રી આગાહી મુજબના દિવસે સત્યવાન સાથે પોતે પણ વનમાં લાકડાં કાપવા જાય છે. ત્યાં સત્યવાનનું સ્વાસ્થ્ય બગડે છે તેથી તેનું માથું પોતાના ખોળામાં રાખીને સાવિત્રી બેસે છે. ત્યાં એક રક્ત વસ્ત્રધારી દેવ આવે છે. સાવિત્રી વિનયપૂર્વક તેમનો પરિચય પૂછે છે. આવનાર કહે છે કે તેઓ સાક્ષાત્ યમ છે. સત્યવાનના પુણ્યકર્મ એટલાં છે, કે મારા દૂતને મોકલવા મને ઉચિત ન લાગ્યું તેથી હું સ્વયં આવ્યો છું. મારે તેનો જીવ લઈ જવાનો છે. યમરાજ તેના જીવને બાંધીને લઈ જાય છે તો સાવિત્રી તેમની પાછળ પાછળ જાય છે. સાવિત્રીના પતિવ્રતા જીવનને કારણે યમ તેને દેખાતા હતા અને તે તેમની પાછળ ચાલી નીકળવાને સક્ષમ હતી. જ્યારે યમ તેને પાછા ફરીને સત્યવાનની અંત્યેષ્ટિ કરવાનું કહે છે. ત્યારે સાવિત્રી કહે છે કે વિદ્વાનોના મત અનુસાર સાત પગલાં સાથે ચાલે તે મિત્રો બની જાય છે, તેમ આપણે પણ મિત્રો બની ગયા કહેવાઈએ. તેથી હું મિત્ર તરીકે આપને કાંઈક કહેવા માગું છું. તેમ કહીને તે ધર્મની, તેમાં આસ્થાની મનુષ્યોના કર્તવ્યની વાત કરે છે. આ સાંભળી યમદેવ પ્રસન્નતા અનુભવે છે અને સાવિત્રીને કહે છે કે સત્યવાનના જીવ સિવાય તું કાંઈ પણ માંગ હું તને વરદાનમાં આપીશ. સાવિત્રી પોતાના શ્વશુરની દૃષ્ટિ માગે છે. યમ કહે છે તેમની આંખો તેજવાળી દૃષ્ટિ મેળવશે તેવું વરદાન હું તને આપું છું, હવે તું પાછી વળી જા. સાવિત્રી કહે છે હું તો મારા પ્રાણનાથની સાથે જઈ રહી છું તો પાછી કેમ વળું. તેમ કહીને સત્પુરુષોના સહવાસના માહાત્મ્યની વાત કરે છે. તેથી પ્રસન્ન થઈ યમરાજા તેને બીજું વરદાન માંગવાનું કહે છે. ત્યારે તે પોતાના શ્વશુરનું રાજ્ય પરત મળે તે માગે છે. આમ તેને વરદાન મળતાં જાય છે તે આગળ વધતી જાય છે. ત્રીજા વરદાનમાં તે પોતાના પિતાને સો પુત્રો થાય તે માગે છે. ચોથા વરદાનમાં તે પોતાને અને સત્યવાનને સૌ ઔરસ પુત્રો થાય તેવું વરદાન માગે છે. પાંચમા વરદાન વખતે તે કહે છે કે હું મારા પતિનું જીવતદાન માંગું છું કારણકે તમે જ તેમના દ્વારા મને સો પુત્રોનું વરદાન આપ્યું છે. આમ, આખરે તે સત્યવાનનો જીવ પરત કરવા સૂર્યપુત્ર યમદેવને વિવશ કરી દે છે. પોતાના પતિના જીવનને પરત મેળવે છે. યમરાજ તેને વધુમાં કહે છે કે સત્યવાન ચારસો વર્ષ નીરોગી રહીને જીવશે તેને તારા દ્વારા સો પુત્રો થશે તે દરેકને પાંચ પુત્રો થશે. તારા પુત્રો તારા નામે સાવિત્ર તરીકે ઓળખાશે. તારી માતાને જે સો પુત્રો થશે તે તારી માતાના નામ (માલવી) પરથી માલવ તરીકે ઓળખાશે. સાવિત્રી પોતાના પતિના દેહ પાસે આવે છે ત્યારે રાત્રિ થઈ ચૂકી હોય છે. તે પોતાના પતિનું મસ્તક પોતાના ખોળામાં લઈને તેમને જગાડે છે. આ તરફ દૃષ્ટિ મેળવીને સત્યવાનના પિતા કુટિરમાં જઈ સત્યવાનને શોધે છે. તે ન મળતાં માતા પિતા બન્ને નજીકમાં રહેતા બ્રાહ્મણો અને ઋષિઓને પોતાની વેદના કહે છે. ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ સહિત સૌ તેમને શાંત કરે છે અને કહે છે કે તેમના યોગબળથી તેઓ જોઈ શકે છે કે સત્યવાન અને સાવિત્રી સુખરૂપ અને જીવિત છે. સત્યવાન સાવિત્રી પરત આવે છે ઋષિઓના કહેવાથી સાવિત્રી નારદજીની વાતથી લઈને સમગ્ર વાતો જણાવે છે. સૌ યમરાજના વરદાન મુજબ સુખી થાય છે. આ કથા રહીને માર્કણ્ડેય મુનિ યુધિષ્ઠિરને સાંત્વના આપે છે, કે સમય જતાં સૌ સુખ ફરીથી પરત આવે છે. ૨૧. કુંડલાહરણપર્વ (અધ્યાય: ૩૦૦–૩૧૦)Arany Parva Mahabharat, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) જનમેજય પૂછે છે કે દેવરાજ ઇન્દ્રએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે કર્ણથી તમને જે ભય છે તેનો પણ અર્જુનના પૃથ્વીલોક પર આગમન થઈ ગયા બાદ હું ઉપાય કરીશ. તો એવો કયો ભય યુધિષ્ઠિરને હતો તે મને કહો. આથી વૈશમ્પાયન ઋષિ કર્ણની વાત કરે છે. રાજા કુંતિભોજને ત્યાં આતિથ્ય માટે બ્રાહ્મણ પધારે છે અને તેમની ખૂબ સેવા કરવાને કારણે તેઓ કુંતિભોજની પુત્રી પૃથાને વરદાન માંગવા કહે છે. પૃથા જે કુંતિના નામે પણ જાણીતાં હતાં, તેમને કહે છે કે આપના અને પિતાના આશીર્વાદના કારણે મને સંતોષ છે અને તેથી હું કોઈ વર નહીં માંગું. તે વખતે બ્રાહ્મણ તેને ઘણા બધા મંત્રો આપે છે જેનાથી તે જે દેવતાનું આવાહન કરે તે તેને વશ થઈને ઇચ્છિત વર આપશે. એક દિવસ પોતના શયન કક્ષમાં સુતા સુતા જ તેને સૂર્યને જોઈને પોતાને આપેલા મંત્રો યાદ આવે છે અને તેનું પરીક્ષણ કરવાની ઇચ્છા થાય છે. તે સૂર્યદેવનું આવાહન કરે છે. સૂર્યદેવ આવીને કહે છે કે હું તમારા મંત્રના પ્રભાવથી આવ્યો છું આપની ઇચ્છા જણાવો. કુંતી કહે છે કે હું તો મંત્રની પરીક્ષા કરતી હતી માટે હે સૂર્યદેવ તમે જેવા આવ્યા છો તેવા જ પાછા જાઓ. સૂર્યદેવ કહે છે, કે તારા મનમાં મારા જેવા પ્રતાપી પુત્ર મારી પાસેથી પામવાની ઇચ્છા થઈ હતી તેથી હવે તારે પુત્ર હું આપીશ તે લેવો જોઈએ. કુંતી કહે છે કે તેનાથી મારા કુળની કીર્તિ ઘટશે માટે મારી લાજ રાખીને પણ તમે પરત પધારો. ત્યારે સૂર્યદેવ તેને સમજાવે છે કે આવી વિચારહીન અપરિપક્વ કુમારીને પાત્ર જોયા વગર મંત્ર સિદ્ધિ આપવા બદલ હું તે બાહ્મણને તથા તારા પિતાને બાળીને ભસ્મ કરી દઈશ. અને જો તું મારા થકી પુત્ર પ્રાપ્તિ કરીશ તો પણ તું કન્યા જ રહીશ તેની ખાત્રી રાખ. ત્યારે કુંતી કહે છે, કે તમે મને પુત્ર આપો તો તે કવચ અને કુંડળ સહિત આપો જે તેની સદાય રક્ષા કરે. સૂર્યદેવ સહમત થાય છે. આમ કુંતીને કૌમાર્ય દરમિયાન જ પુત્ર થાય છે. તે પોતાના અન્તઃપુરમાં જ રહીને પોતાના ગર્ભને છુપાવે છે, તેનો પ્રસવ કરાવનાર ધાયી સિવાય કોઈને પણ ખ્યાલ નથી આવતો. જન્મ થતાં જે તે એક પેટીમાં મૂકીને પુત્રને અશ્વ નદીમાં વહાવી દે છે. અશ્વ નદી ચમ્બલની સહાયક નદી હોવાથી તે પેટી ચમ્બલ નદીમાં આગળ વધે છે. ચમ્બલ આગળ ગંગાને મળે છે તેથી તે પેટી ગંગામાં જાય છે. તે સમયે રાજા ધૃતરાષ્ટ્રનો મિત્ર અધિરથ પોતાની પત્ની રાધા સહિત તે તટ પર આવે છે અને તેને આ પેટી દેખાય છે. તે મેળવતાં જ તે જુએ છે કે તેમાં એક દિવ્ય તેજ ધરાવતું બાળક હોય છે. તેને વસુ (સોનું)નું કવચ અને કુંડળ ધારણ કરેલું હોવાથી બ્રાહ્મણો દ્વારા તેનું નામકરણ વસુષેણ રાખવામાં આવે છે. તેનું અંગદેશમાં પાલનપોષણ થતાં તેને અંગરાજ પણ કહે છે. કુંતીને પણ ગુપ્તચરો દ્વારા ખબર પડે છે કે કુંડલ અને કવચધારી બાળકનો ઉછેર અધિરથને ત્યાં થઈ રહ્યો છે. મોટો થતાં જ અધિરથ તેને હાસ્તિનાપુર મોકલે છે જયાં તેને દુર્યોધનની મિત્રતા થાય છે. તે દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને પરશુરામ પાસેથી વિવિધ અસ્ત્રવિદ્યામાં પારંગત થાય છે. તે દુર્યોધન સાથે મળીને અર્જુનને હરાવવા જુદા જુદા ષડયંત્રો ઘડવામાં સામેલ થાય છે. તેને કવચ અને કુંડલ દ્વારા રક્ષિત જોઈને યુધિષ્ઠિર સતત ચિંતામાં રહેતા હોય છે. ઇન્દ્રદેવ આ કવચ અને કુંડલ કર્ણ પાસેથી લઈ આવવાની યુક્તિ કરે છે. કર્ણ સ્નાન પૂજાથી નિવૃત્ત થઈને દાન કરતો હતો અને તે સમયે યાચક જે કાંઈ માગે તે આપતો હતો. તો ઇન્દ્રદેવ તે સમયે આવી કવચ અને કુંડલ દાનમાં માંગવાની યુક્તિ કરે છે. સૂર્યદેવ આ વાત અગાઉથી જ કર્ણના સ્વપ્નમાં આવીને જણાવે છે કે કર્ણ ઇન્દ્રને ભૂલમાં પણ તે ન આપે. કર્ણ પણ બ્રાહ્મણના સ્વાંગમાં આવેલા ઇન્દ્રને કવચ અને કુંડળના બદલે બીજું કાંઈ પણ માંગવા કહે છે પણ ઇન્દ્ર તેની ના પાડે છે. છેવટે દાનવીર કર્ણ ઇન્દ્રને ઓળખી ગયા બાદ પણ તેમણે યાચક થઈને દાનમાં માંગેલા કવચ અને કુંડલ આપી દે છે. પણ તે પહેલાં તે ઇન્દ્ર પાસે તેમની અમોઘ શક્તિ માગે છે. ઇન્દ્ર કહે છે કે તે શક્તિ જ્યારે હું વાપરું છું ત્યારે મારા શત્રુનો નાશ કરીને મારી પાસે પાછી આવી જાય છે, તે જ રીતે એકવાર તું તારા એક શત્રુ પર તેનો પ્રયોગ કરીશ પછી તે શક્તિ પાછી મારી પાસે આવી જશે. આમ તું તેનો એક જ વાર ઉપયોગ કરી શકીશ. વળી, જયાં સુધી તારી પ્રાણ સંકટની પરિસ્થિતિ ન સર્જાય ત્યાં સુધી જો તું એ શક્તિનો પ્રયોગ કરીશ તો તે શક્તિ શત્રુના બદલે તારો જ વિનાશ કરશે. કર્ણ તે પણ સ્વીકારે છે. આમ જ્યારે તેણે પોતાના કુંડળ પણ આપી દીધાં ત્યારે તેનું નામ તે કર્ણન નામની વિધિ પરથી કર્ણ પડ્યું. ૨૨. આરણેયપર્વ (અધ્યાય: ૩૧૧-૩૧૫) Dutt, M.N. (1896) The Mahabharata (Volume 3): Vana Parva. Calcutta: Elysium Press thumb| યુધિષ્ઠિર યક્ષના પ્રશ્નોના જવાબ આપે છે જનમેજય પૂછે છે કે દ્રૌપદીની અપરહણની ઘટના બાદ પાંડવોએ શું કર્યું અને તેમણે તેમનું તેરમું વર્ષ કઈ રીતે વિતાવ્યું તે કહો. વૈશમ્પાયન ઋષિ ત્યારબાદ તેનું વર્ણન કરતાં નીચે મુજબ કહે છે: પાંડવો કામ્યક વનથી દૈતવનમાં જાય છે. એક દિવસ એક બ્રાહ્મણની અરણી (સમિધા, યજ્ઞ માટેનાં લાકડાં) એક વૃક્ષ પર ટીંગાડ્યા હોય છે અને એક મૃગના શિંગડામાં ભરાઈ જતાં તે અરણી સાથે જ હરણ ઝડપથી ભાગે છે. તેથી તે બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે આવીને મદદ માંગે છે. પાંડવો મૃગને પકડવા કે મારી નાખવા તેની પાછળ ભાગે છે, પણ મૃગ જાણે માયાવી હોય તેમ ઘડીમાં દૂર તો ઘડીમાં નજીક, ઘડીમાં દૃષ્ટિગોચર તો ઘડીમાં ઓઝલ થઈ જાય છે. છેવટે પાંડવો થાકીને એક વૃક્ષ નીચે બેસી જાય છે અને નકુલને પાણીની તપાસ કરવાનું કહે છે. નકુલ પાણીની તપાસ કરી પાણી લેવા જાય છે. એક સુંદર સરોવર જોઈને નકુલ પાણી પીવાની ચેષ્ટા કરે તે પહેલાં જ એક પ્રતિભાશાળી અવાજમાં તેને કોઈક કહે છે કે માદ્રીકુમાર આ સરોવર પર પહેલેથી જ મારો અધિકાર છે. તમે મારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપો પછી જ પાણી પીઓ અને લઈ પણ જાવ. નકુલને ખૂબ જ તરસ લાગી હતી તેથી તેણે તે યક્ષની વાતને અવગણીને પાણી પીવા ગયા અને તરત જ અચેત થઈને પડી ગયા. ત્યારબાદ સહદેવ, અર્જુન અને ભીમસેનની સાથે પણ એમ જ થયું. પરંતુ યુધિષ્ઠિર ત્યાં આવીને પોતાના મૃત ભાઈઓને જોઈને કલ્પાંત કરે છે અને જેવા તે જળમાં ઉતરવા જાય છે ત્યાં યક્ષ તેમને પણ એ જ ચેતવણી આપે છે. પછી યુધિષ્ઠિર તેના પ્રશ્નોના જવાબ આપે છે. ત્યારે યક્ષ તેમને કહે છે કે હું તમારા જવાબથી સંતોષ પામ્યો છું તો તમે તમારા મૃત ભાઈઓમાંથી એકને જીવંત કરી શકશો. તો કહો કે હું કોને જીવતા કરું. ત્યારે યુધિષ્ઠિર નકુલને જીવતા કરવાનું કહે છે. ત્યારે યક્ષ પૂછે છે કે તમારા સહોદર ભીમ કે અર્જુનના બદલે તમે નકુલની પસંદગી કેમ કરો છો? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે મારા પિતા પાંડવને બે પત્નીઓ છે તેમાં હું કુન્તીપુત્ર જીવિત છું, તો એક માદ્રીપુત્ર પણ જીવિત રહે તેમ હું ઇચ્છું છું. યક્ષ પ્રભાવિત થાય છે અને તે તમામ ભાઈઓને જીવિત કરે છે. ત્યાર બાદ યુધિષ્ઠિર યક્ષની સાચી ઓળખાણ પૂછે છે ત્યારે યક્ષ કહે છે કે હું તારો જન્મદાતા ધર્મરાજ છું અને તને જોવાની એષણા થકી અહીં આવ્યો છું. ત્યાર બાદ ધર્મરાજ કહે છે કે હે ! યુધિષ્ઠિર તું તને મનગમતું વરદાન માંગ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અમે જે બ્રાહ્મણની અરણી લઈને મૃગ ભાગ્યું હતું તે પાછું મેળવવા માંગીએ છીએ જેથી તે બ્રાહ્મણનું અગ્નિહોત્ર અસ્ખલિત ચાલે. તેથી ધર્મરાજ કહે છે કે એ તો હું જ મૃગ બનીને લઈ ગયો હતો, હું તમને આપી દઉં છું, પરંતુ તું બીજું વરદાન માંગ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે અમારા વનવાસના બાર વર્ષ પુરા થયા છે પણ તેરમું વર્ષ અજ્ઞાતવાસનું છે. તો એવું કાંઈક કરો કે તે સમયમાં અમને કોઈ ઓળખી ન શકે. ત્યારે યક્ષ કહે છે કે હું તમને વરદાન આપું છું કે તમે તેરમાં વર્ષમાં ઓળખાઈ નહીં જાવ. વળી, તમે જે જે સેવાનો સંકલ્પ કરશો તેને અનુરૂપ તમારું રૂપ થઈ જશે. પરંતુ હજુ મેં તમને જે આપ્યું તેથી મારું મન તૃપ્ત નથી થતું માટે મારે તમને હજુ પણ કાંઈક આપવું છે. તું અને વિદુર બન્ને મારો જ અંશ છે, તેથી મારા દીકરા તરીકે બીજું એક વરદાન માંગો. ત્યારે યુધિષ્ઠિર કહે છે, પ્રભુ, મને લોભ, મોહ, ક્રોધને જીતી શકું તેવું વરદાન આપો. ધર્મરાજ તે વરદાન આપીને અદૃશ્ય થાય છે. ત્યારબાદ પાંડવો સૌ બ્રાહ્મણોની તથા ધૌમ્ય મુનિની રજા માંગે છે અને પોતે વિચાર વિમર્શ કરવા એક જગ્યાએ એકઠા થાય છે. સંદર્ભ બાહ્ય કડીઓ J.A.B. van Buitenen, Mahabharata Book 1, Chicago 1973, pp. 214–220 કિસારી મોહન ગાંગુલી દ્વારા વન પર્વનો અંગ્રેજી અનુવાદ વન પર્વ, અંગ્રેજીમાં અનુવાદ, મનમથ નાથ દત્ત દ્વારા લે મહાભારત, ફ્રેન્ચમાં અનુવાદ, એચ. ફૌચે દ્વારા (પેરિસ, 1868) અંગ્રેજી અનુવાદ, વાંચી શકાય તેવું ; કિસારી મોહન ગાંગુલી દ્વારા અનુવાદ વ્યાસ મુનિ દ્વારા સંસ્કૃતમાં વન પર્વ અને નીલકંઠ દ્વારા ભાષ્ય (સંપાદક: કિંજાવડેકર, 1929) શ્રેણી:મહાભારત
સૂર્યસંપાત
https://gu.wikipedia.org/wiki/સૂર્યસંપાત
સૂર્યસંપાત એટલે એવી ખગોળીય ઘટના કે જેમાં દિવસ અને રાત્રિની લંબાઈ એક સરખી હોય. વર્ષમાં બે વખત આવું બનતું હોય છે, માર્ચ અને સપ્ટેમ્બર માસમાં. વિષુવ કાળ; ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તના વર્તુળો છેદે તે વખત ક્રાંતિવૃત અને વિષવવૃત્ત એકબીજાને એકબીજાને ૨૩ અંશને ખૂણે છેદતાં હોવાથી ક્રાંતિવૃત્તનો અર્ધ વિભાગ વિષુવવૃત્તથી ઉત્તરે અને અર્ધ વિભાગ દક્ષિણે હોય છે અને તે બે છેદનબિંદુઓમાં પૂર્વ તરફનું બિંદુ વસંતસંપાત તેમજ પશ્ચિમ તરફનું છેદનબિંદુ શરત્સંપાત કહેવાય છે. વસંતસંપાતથી શરત્સંપાત સુધી ક્રાંતિવૃત્તનો અર્ધ વિભાગ હમેશા ઉત્તરધ્રુવ તરફ હોય છે. તથા શરત્સંપાતથી વસંતસંપાત સુધીનો અર્ધ વિભાગ નિરંતર વિષુવવૃત્તથી દક્ષિણ તરફ હોય છે. વિષુવવૃત્તથી ઉત્તર તરફનો અર્ધ વિભાગ દેવયાન કહેવાય છે. અને દક્ષિણ તરફનો અર્ધ વિભાગ પિતૃયાન કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે દેવયાનમાં સૂર્ય હોય ત્યાં સુધી દેવોનો દિવસ અને દાનવોની રાત હોય છે. અને પિતૃયાનમાં સૂર્ય હોય ત્યારે દાનવોનો દિવસ તથા દેવોની રાત હોય છે. વસંતસંપાતમાં સૂર્ય આવે ત્યારે દેવલોકમાં એટલે ભૂગોળ ઉપર ધ્રુવમંડળમાં સૂર્યોદય થાય છે, તેમ જ શરત્સંપાતમાં આવે ત્યારે અસ્ત થાય છે. એવી રીતે ઉદયાસ્તમધ્યે દેવયાનમાં વસંત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ઋતુઓ થાય છે. તે પ્રમાણે શરત્સંપાતમાં સૂર્ય આવે ત્યારે દાનવોને સૂર્યોદય થાય છે અને પિતૃયાનમાં શરત્, હેમંત અને શિશિર ઋતુ વહી પુન: વસંતસંપાતમાં આવતાં સૂર્યાસ્ત થાય છે. વસંતસંપાત ૨૧મી માર્ચે થતું જોવામાં આવે છે જયારે શરદ સંપાત ૨૨મી સપ્ટેંમ્બરે થાય છે. આ બંને સંપાત વખતે દિવસ અને રાત્રીની લંબાઈ સરખી રહે છે. સંપાતના સમયમાં કાળે કરીને ફેર પડે છે. સંદર્ભ શ્રેણી:પંચાંગ
હું અને તું
https://gu.wikipedia.org/wiki/હું_અને_તું
હું અને તું ૨૦૨૩ની ગુજરાતી રમૂજી ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મનન સાગર દ્વારા કરવામાં આવ્યું છે અને વિનોદ કે સરવૈયા દ્વારા લખાયેલ છે. તેમાં સ્ટાર તરીકે સિદ્ધાર્થ રાંદેરીયા, સોનાલી લેલે દેસાઈ, પૂજા જોશી અને પરીક્ષિત ટમાલિયા છે. ફિલ્મ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને ઈશાન રાંદેરિયા દ્વારા નિર્મિત છે, અને તેના સહનિર્માતા સંજીવ જોશી, અવનીત રાંદેરિયા અને મુરલીધર છટવાણી છે. આ ફિલ્મનું વિતરણ પેનોરમા સ્ટુડિયોસ દ્વારા કરવામાં આવશે અને સંગીત પેનોરમા મ્યુઝિક દ્વારા સંભાળવામાં આવ્યું છે. પ્લોટ વાર્તા ઉમેશની આસપાસ ઘડાયેલી છે, જે તેની લાંબા સમયથી ખોવાયેલી કૉલેજ ક્રશ કેતકી (જેનું હવે છૂટું થયેલું છે)ની સાથે રોમાંસ જાગૃત કરે છે. આ દરમિયાન ઉમેશનો પુત્ર તેજસ તેનાં સપનાંની છોકરી રેવાને મળે છે. પિતા અને પુત્ર ડબલ લગ્નની તૈયારી કરી રહ્યા હોવાથી અસંખ્ય પડકારોનો સામનો કરવો પડે છે. પરંપરા અને આધુનિકતાના ક્રોસરોડ્સ પર નેવિગેટ કરતી વખતે ગેરસમજણો, ટ્વિસ્ટ અને અજમાયશનો સમાવેશ કરતી એક ચકડોળની રાઈડ જેવી છે. કાસ્ટ ઉમેશ તરીકે સિદ્ધાર્થ રાંદેરીયા કેતકી તરીકે સોનાલી લેલે દેસાઈ તેજસ તરીકે પરીક્ષિત ટમાલિયા રેવા તરીકે પૂજા જોષી પ્રોડક્શન ફિલ્મનું પ્રોડક્શન પૅનોરમા સ્ટુડિયોસ અને સિદ્ધાર્થ રાંદેરીયા પ્રોડક્શન્સ એલએલપીના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. તેનું સંગીત કેદાર અને ભાર્ગવે આપ્યું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાત રાજ્યની જ અલગ-અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે. પ્રકાશન મુંબઈમાં બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન દ્વારા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. સંદર્ભો શ્રેણી:ગુજરાતી ચલચિત્ર
અહમદશાહની મસ્જિદ
https://gu.wikipedia.org/wiki/અહમદશાહની_મસ્જિદ
અહમદશાહની મસ્જિદ, જે શાહી જામ-એ-મસ્જિદ અથવા જૂની જુમા મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે અમદાવાદ, ભારતની સૌથી પ્રાચીન મસ્જિદ પૈકીની એક છે. ઇતિહાસ અને સ્થાપત્ય thumb|૧૮૬૦માં અહમદશાહની મસ્જિદ|left thumb|અહમદશાહ મસ્જિદ આ મસ્જિદનું નિર્માણ અમદાવાદના સ્થાપક અહમદશાહ પહેલાએ ઈ.સ. ૧૪૧૪માં કર્યું હતું. એવું કહેવામાં આવે છે કે તેનો ઉપયોગ શાહી ઘરની ખાનગી મસ્જિદ તરીકે કરવામાં આવતો હતો. કેન્દ્રીય મિહરાબના ઉપરના ભાગમાં આવેલા શિલાલેખ અનુસાર, પાયાની તારીખ ૮૧૭ હિજરી સંવતમાં શવ્વાલ મહિનાનો ચોથો દિવસ હોય તેવું લાગે છે, જે ૧૭ ડિસેમ્બર ૧૪૧૪ છે. ફરસ સફેદ આરસપહાણની છે, છત્રથી આચ્છાદિત પડથારમાં પીળા રંગના આરસપહાણની થાંભલીઓ અને કઠેરા છે, જે પાંદડાવાળી ભાતમાં કોતરવામાં આવ્યા છે, અને પગથિયાં સફેદ આરસપહાણનાં બનાવેલા છે. આંગણામાં એક ટેકરો છે જેને ગંજ શાહિદ અથવા શહીદોનો ટેકરો કહેવામાં આવે છે, જે સુલતાન અહેમદની પ્રારંભિક લડાઇમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓની સમાધિ છે. મસ્જિદ ૭૦૦ ચોરસ મીટરના વિસ્તારને આવરી લે છે અને તેમાં દસ મોટા ગુંબજની બે હરોળ છે જેની આસપાસ ઘણા નાના ગુંબજ છે. મસ્જિદને ૧૫૨ થાંભલાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે અને તેમાં ચાર કમાનવાળા પ્રવેશદ્વાર છે. ત્યાં આઠ છિદ્રિત પથ્થરની બારીઓ અને ૨૫ સરસ કોતરણીવાળા સ્તંભો છે. મસ્જિદની અંદરના થાંભલાઓ હિન્દુ/જૈન મંદિરોમાંથી લેવામાં આવ્યા હતા, અને કેટલાક હજુ પણ હિન્દુ આકૃતિઓ ધરાવે છે. એક સ્તંભ પર જૂના ગુજરાતીમાં વિશળદેવ વાઘેલાના શાસનકાળની તારીખનો ઈ.સ. ૧૨૫૨નો એક શિલાલેખ છે, જેનું મૂળ મહિમસાક (ઉત્તર ગુજરાતમાંનો એક અજાણ્યો વિસ્તાર)ના ઉત્તરેસ્વરના એક મંદિર સાથેનો સંબધ પ્રસ્થાપિત કરે છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આ મસ્જિદને ૨૦૧૧માં ૨૨ લાખ (૨૮,૦ અમેરિકન ડોલર) ના ખર્ચે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ચિત્રદીર્ઘા આ પણ જુઓ નોંધ સંદર્ભ શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો
https://gu.wikipedia.org/wiki/અચ્યુતબીબીની_મસ્જિદ_અને_મકબરો
અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો, જે સ્થાનિક રીતે શાહી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અમદાવાદ રાજ્યના દૂધેશ્વરમાં સાબરમતી નદીના કિનારે એક મધ્યયુગીન મસ્જિદ અને કબર સંકુલ છે. ઇતિહાસ અને સ્થાપત્ય thumb|મસ્જિદના મિનારાઓ (આશરે ઈ.સ. ૧૯૬૬માં)|left thumb|મકબરો, ૧૮૬૬|left અચ્યુત (અછૂત) બીબીની મસ્જિદનું નિર્માણ ૧૪૬૯માં ઇમાદ ઉલ-મુલ્ક તરીકેનો હોદ્દો ધરાવતા હાજી મલિક બહાઉદ્દીને તેની પત્ની બીબી અચ્યુત કુકી માટે કરાવ્યું હતું. તે મહમદ બેગડાના (૧૪૫૯-૧૫૧૧) મંત્રીઓમાંનો એક હતો. બીબી અચ્યુત કુકી વિશે બહુ ઓછી જાણકારી છે. સંભવતઃ તે રાજવી હરમની એક મહત્ત્વની સભ્ય હતી. મસ્જિદ અને કબર પથ્થરની દિવાલોમાં ઘેરાયેલી છે. પ્રવેશદ્વારમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય સાથે બે કમાનો અને બે મિનારા છે. તેના મોટા વરંડા એક સમયે સાત મિનારાઓથી શણગારવામાં આવતો હતો, જેમાંથી ત્રણ બહારના ભાગમાં અને બે અંદરના પ્રવેશદ્વાર પર અને બે મસ્જિદ પર જ શણગારવામાં આવ્યા હતા. મસ્જિદના મિનારાઓના નીચલા ભાગોને બાદ કરતા, ૧૮૧૯ના કચ્છના રણમાં આવેલા ભૂકંપમાં સાત મિનારા નાશ પામ્યા હતા. બીબી અચ્યુત કુકીનો મકબરો મસ્જિદ પરિસરના દક્ષિણ છેડે આવેલો છે. તે બત્રીસ સ્તંભો અને આઠ ગુંબજ સાથેની એક ખુલ્લી છત્રી છે, જેની નીચે અનેક અચિહ્નિત કબરો આવેલી છે. બીબીની ચોક્કસ કબર ઓળખી શકાતી નથી કારણ કે સ્મારક તકતી ગાયબ છે. ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં આ કબર અને મસ્જિદને ફરીથી ક્ષતિગ્રસ્ત થયા હતા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જમીન દબાણ તેમજ ગેરકાયદે બાંધકામોના અતિક્રમણને કારણે આ વસ્તુસંરચના અસ્તિત્વને જોખમ છે. આ પણ જુઓ સંદર્ભ શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
દરિયાખાનનો મકબરો
https://gu.wikipedia.org/wiki/દરિયાખાનનો_મકબરો
દરિયાખાનનો મકબરો, દરિયાખાનની કબર અથવા દરિયાખાનનો ગુંબજ અથવા ઘુમ્મટ એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન ઇંટોનો મકબરો છે. ઇતિહાસ અને સ્થાપત્ય thumb|left|દરિયાખાનનો મકબરો (ઈ.સ. ૧૮૮૦) દરિયાખાનની સમાધિ તેમના જીવનકાળ દરમિયાન ૧૪૫૩માં બનાવવામાં આવી હતી. તેઓ મહમદ બેગડાના પ્રતિભાશાળી મંત્રી અને સલાહકાર હતા. ગુજરાતની આ સૌથી મોટી કબર, અમદાવાદની પથ્થરોથી બનેલી અન્ય કબરોથી વિપરીત ઈંટની બનેલી છે, જેની દિવાલ નવ ફૂટ જાડી છે. આ મકબરો કમાનો અને ગુંબજથી બનેલો છે, જે તુર્કી-પર્શિયન ઇસ્લામિક સ્થાપત્યની જેમ ગુફારૂપ આંતરિક ભાગનું નિર્માણ કરે છે. સોળ નાના ગુંબજથી ઘેરાયેલો એક મોટો કેન્દ્રીય ગુંબજ છે અને માળખાની ચારે બાજુએ દરેક બાજુએ પાંચ પ્રવેશદ્વાર છે. આંતરિક ભાગમાં કમાનેદાર વરંડાથી ઘેરાયેલી કબર છે. આ સ્થળ પર હવે અતિક્રમણ થયું છે. આ પણ જુઓ સંદર્ભ શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
દસ્તુરખાનની મસ્જિદ
https://gu.wikipedia.org/wiki/દસ્તુરખાનની_મસ્જિદ
દસ્તુરખાનની મસ્જિદ, જે પથ્થરવાલી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે ભારતના અમદાવાદ ખાતે આવેલી એક મધ્યયુગીન મસ્જિદ છે. આ મસ્જિદ આસ્ટોડિયા દરવાજા નજીક જામા મસ્જિદની દક્ષિણે આવેલી છે. આ મસ્જિદનું નિર્માણ ૧૪૮૬ અથવા ૧૪૬૩માં શહેરમાં મહમુદ બેગડાના શાસન દરમિયાન દસ્તુરખાન દ્વારા કરવામાં આવ્યું હતું, જે તેમના એક મંત્રી મલિક ખાસાઝાદા તરીકે પણ ઓળખાય છે. દસ્તુરખાનની કબર મસ્જિદના સંકુલની અંદર એક ખુલ્લા આંગણામાં દક્ષિણ દરવાજાની નજીક સ્થિત છે. આંગણાની દિવાલો છિદ્રિત પથ્થરની બારીઓથી શણગારવામાં આવી છે. આ પણ જુઓ સંદર્ભ શ્રેણી:અમદાવાદનાં જોવાલાયક સ્થળો શ્રેણી:રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
વિરાટપર્વ
https://gu.wikipedia.org/wiki/વિરાટપર્વ
વિરાટપર્વ મહાભારતના ૧૮ પર્વો પૈકીનું ચોથું પર્વ છે.van Buitenen, J.A.B. (1978) The Mahabharata: Book 4: The Book of the Virata; Book 5: The Book of the Effort. Chicago, IL: University of Chicago Press વિરાટપર્વમાં પાંચ ઉપપર્વો અને ૭૨ અધ્યાય છે.Ganguli, K.M. (1883-1896) "Virata Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). CalcuttaDutt, M.N. (1896) The Mahabharata (Volume 4): Virata Parva. Calcutta: Elysium Press મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં વિરાટ પર્વમાં ચાર ઉપપર્વ અને ૬૭ અધ્યાય છે.van Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp xxiii - xxvi આ પર્વમાં તેરમા વર્ષમાં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરમાં રહે છે તેની કથા છે. શરત મુજબ જો આ અજ્ઞાતવાસ દરમિયાન તેઓની ઓળખ જાહેર થઈ જાય તો ફરીથી વનવાસ ભોગવવો પડે. જો કે, તેમની સાથે ધર્મરાજનું વરદાન હતું કે તેઓની ઓળખ જાહેર નહીં થાય. ધર્મરાજાએ તેમને ઇચ્છિત દાસ કર્મ નક્કી કરીને તેનો વેશ ધારણ કરવાનું કહ્યું હતું. તે મુજબ મત્સ્યદેશના વિરાટ રાજાની રાજધાની વિરાટ નગરની પસંદગી કરે છે. ત્યાર બાદ પાંડવો અને દ્રૌપદી પોતપોતાના પસંદ કરેલાં સેવા કાર્યો જણાવે છે. યુધિષ્ઠિર કંક નામે બ્રાહ્મણ વેશમાં ત્યા રહેવાનું પસંદ કરે છે. તે જ રીતે ભીમ બલ્લવ નામે રસોયાનું કામ કરવાનું જણાવે છે. અર્જુન બૃહન્નલા નામે વ્યંઢળ બનીને રહી નૃત્ય, સંગીત અને વાજિંત્રોના શિક્ષક તરીકે રહેવાનું નક્કી કરે છે. નકુલ ગ્રન્થિક નામે અશ્વપાલ તરીકે અને સહદેવ તન્તિપાલ તરીકે ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કરવાનું પસંદ કરે છે. દ્રૌપદી માલિની નામ ધારણ કરીને એક સૈરન્ધ્રી તરીકે ત્યાં રહેવાનું જણાવે છે. માળખું અને પ્રકરણો વિરાટપર્વમાં નીચે મુજબ કુલ ચાર ઉપપર્વો છે: ૧. પાંડવ પ્રવેશપર્વ (અધ્યાય: ૧–૧૨) આ ઉપપર્વની શરૂઆતમાં પાંડવો પરસ્પર વિચાર વિમર્શ કરીને પાંચાલ, ચેદિ, મત્સ્ય, શૂરસેન, દર્શાણ, શાલ્વ, વિશાલ કુંતીરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર તથા અન્ય પ્રમુખ સલામત દેશ પર વિચાર કરી છેવટે મત્સ્યદેશના વિરાટ રાજાની રાજધાની વિરાટ નગરની પસંદગી કરે છે. ત્યાર બાદ પાંડવો અને દ્રૌપદી પોતપોતાના પસંદ કરેલાં સેવા કાર્યો જણાવે છે. યુધિષ્ઠિર જણાવે છે કે હું દ્યૂતક્રીડામાં પારંગત છું, તેથી હું કંક નામ ધારણ કરીને બ્રાહ્મણના વેશમાં વિરાટ રાજાનો અંગત સેવક બનીશ. જો મને મત્સ્ય નરેશ ઓળખાણ પૂછશે, તો હું જણાવીશ કે હું પહેલાં મહારાજ યુધિષ્ઠિરનો મિત્ર હતો. ભીમસેન કહે છે, હું રસોયો બનીશ અને સાથે જ મત્સ્યદેશમાં કોઈ મલ્લ આવશે, તો હું તેની સાથે યુદ્ધ કરીને રાજાનું મનોરંજન પણ કરીશ. હું મારી ઓળખાણ આપીશ કે મહારાજ યુધિષ્ઠિરના હાથીઓનો શિક્ષક હતો સાથે સાથ બળશાળી બળદોને નાથીને તેમને કાબુમાં લેતો. અર્જુન કહે છે કે હું વિરાટ નગરમાં રાજાને કહીશ કે હું નપુંસક છું અને મારું નામ બૃહન્નલા છે. હું રાજ કુટુંબ અને નગરવાસીઓને નૃત્ય અને સંગીત શિખવાડીશ. મારી ઓળખાણ આપતાં હું કહીશ કે હું મહારાજ યુધિષ્ઠિરને ત્યા મહારાણી દ્રોપદીની પરિચારિકા હતી. નકુલ કહે છે કે હું ગ્રન્થિક નામ ધારણ કરીને અશ્વપાલની ભૂમિકા ભજવીશ. હું મારી ઓળખાણમાં કહીશ કે હું અશ્વ અધ્યક્ષ તરીકે મહારાજ યુધિષ્ઠિરને ત્યાં કામ કરતો હતો. સહદેવ કહે છે કે હું રાજા વિરાટને ત્યાં તન્તિપાલ નામે રાજા વિરાટને ત્યાં ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કરીશ. જો કે તે પોતાનું ઘરનું નામ અરિષ્ટનેમિ જણાવે છે. દ્રૌપદી કહે છે કે હું માલિની નામ ધારણ કરીને સૈરન્ધ્રી સ્વરૂપે મહારાણી સુદેષ્ણાની પરિચારિકા તરીકે રહીશ. હું મારી ઓળખાણ દ્રૌપદીની પરિચારિકા હતી. વિરાટ નગરની બહાર સ્મશાન પાસે એક ઊંચી ટેકરી હતી તેના ઉપર એક ઘટાદાર વૃક્ષની ડાળીઓ વચ્ચે સૌએ પોતાના અસ્ત્રશસ્ત્ર છુપાવી દીધાં. તેઓ પરસ્પરની સંજ્ઞા માટે પોતાનાં નામ જય, જયન્ત, વિજય, જયત્સેન અને જયદ્વલ નક્કી કરીને મા દુર્ગાની સ્તુતિ કરી. માએ તેમને આશીર્વાદ આપ્યા અને તેઓ વિરાટનગરમાં પ્રવેશ્યા. યુધિષ્ઠિર કંક નામે, ભીમ બલ્લવ નામે, અર્જુન બૃહન્નલા નામે, તથા નકુલ, સહદેવ અને દ્રોપદી અનુક્રમે ગ્રન્થિક, તન્તિપાલ અને માલિની નામે વિરાટ રાજાને ત્યાં પોતાના ઇચ્છિત પદો પર કામ કરે છે.J. A. B. van Buitenen (Translator), The Mahabharata, Volume 3, 1978, , University of Chicago Press, pages 9-10sometimes spelled Shairandhri, Sairaṃdhrỉ આમ, આ પર્વમાં પાંડવોનું વિરાટ નગરમાં જીવન અને કર્મનું વર્ણન છે. ૨. સમયપાલનપર્વ આ પર્વમાં ભીમ એક ઉત્સવના ભાગ રૂપે યોજાયેલી સ્પર્ધામાં રાજાની આજ્ઞા હોવાથી જીમૂત નામના પહેલવાનની સામે મલ્લયુધ કર્યું અને યુદ્ધમાં જમૂતનું મૃત્યુ થયું. thumb|દ્રોપદીનું વિરાટના દરબારમાં કીચક દ્વારા અપમાન ૩. કીચકવધપર્વ (અધ્યાય: ૧૪–૨૪)Virata Parva Mahabharata, Translated by Kisari Mohan Ganguli, Published by P.C. Roy (1884) વિરાટ રાજાના સૈન્યનો સેનાપતિનું નામ કીચક હતું. તે રાજા વિરાટનાં પત્ની સુદેષ્ણાનો ભાઈ હતો. એક વખત તેની દૃષ્ટિ સૈરંધ્રી માલિની પર પડે છે અને તે મોહાંધ થઈ જાય છે. તે પોતાના મોહની વાત પોતાની બહેન સુદેષ્ણાને કરે છ. સુદેષ્ણાને પૂછીને તે દ્રૌપદી પાસે આવીને પૂછે છે કે તું કોણ છે અને તારા પિતા કોણ છે ? તત્પશ્ચાત તે લંપટ દ્રૌપદીના અંગોનું વર્ણન કરીને પોતે કામથી ઘવાયો હોવાનું કહી માલિનીને પોતાને વશ થવા કહે છે. દ્રૌપદી તેની વાત ઠુકરાવી દે છે અને કહે છે કે પરસ્ત્રીની લાજ રાખવી તે પુરુષધર્મ છે તેમ કહીને પુરુષોના સદ્ગુણોનું વર્ણન કરે છે. છતાં જ્યારે કીચક માનતો નથી ત્યારે સૈરંધ્રી કહે છે કે ગંધર્વો દ્વારા મારી રક્ષા થાય છે, તું મને ઓળખતો નથી માટે આમ ભાન ભૂલ્યો છે, હજુ સમય છે તારા મોહને મારી નાખ. આ વાત સાંભળીને કીચક પોતાની બહેન પાસે જઈને કહે છે, કે હું આ દાસીના પ્રેમમાં છું, ગમે તેમ કરીને પણ તે મારા કક્ષમાં આવે તેવો તું પ્રબંધ કર. સુદેષ્ણા સમજાવે છે કે જ્યારે સૈરન્ધ્રી મારી પાસે આવી ત્યારે તેણે કહ્યું હતું કે પાંચ ગંધર્વો તેની રક્ષા કરે છે, જો તેનું અપમાન થશે તો ગંધર્વો સર્વનાશ કરશે. માટે તું સમજી જા કે આ રસ્તો સારો નથી. પરંતુ આખરે સુદેષ્ણા પોતાના ભાઈની કામવાસના વિષે વિચાર કરીને તેને એક યુક્તિ બતાવે છે કે તું તારા નિવાસ સ્થાને કોઈ સારા તહેવારે સુંદર ભોજન અને મદિરા બનાવડાવ અને હું સૈરંધ્રીને સુરા લેવાના બહાને તારે ત્યાં મોકલીશ. એક દિવસ આ યોજના મુજબ સુદેષ્ણા સૈરન્ધ્રીને કીચકને ત્યાં મોકલે છે. કીચક જ્યારે સૈરંધ્રી સાથે જોર અજમાવે છે ત્યારે તે ભાગીને રાજ દરબારમાં જતી રહે છે. ત્યાં રાજા દ્યૂતક્રીડા કરતા હોય છે, કંક અને બલ્લવ પણ ત્યાં હાજર હોય છે. રાજા અને દ્રૌપદી વચ્ચે ત્યાં સંવાદ થાય છે, રાજા મૃદુ ભાષામાં તેના સેનાપતિ કીચકને સમજાવે છે પરંતુ કીચક દ્રૌપદીને લાત મારે છે. યુધિષ્ઠિર ઇશારાથી ભીમને રોકે છે અને યુક્તિપૂર્વક દ્રૌપદીને રાણી કક્ષમાં મોકલી દે છે. આટલી વાત સાંભળીને ઋષિઓ વૈશમ્પાયનજીને પ્રશ્ન કરે છે કે, આટલો નરાધમ પુત્ર (કીચક) કોને ત્યાં જન્મ્યો તે અમને કહો. ત્યારે તેઓ કીચકની વાત કરે છે. તેઓ કહે છે કે, જે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાનું સંતાન હોય તેને સૂત કહેવાય છે. સૂત પોતે ક્ષત્રિયોથી નીચે પણ વૈશ્યોથી ઉચ્ચ ગણાય છે, તેમને કોઈ ક્ષત્રિય રાજ્ય નથી મળતું તમને સૂત રાજ્ય જ મળે છે. વળી, તેઓ તેવું રાજ્ય તે કોઈ ક્ષત્રિયની સદા સેવા કરીને જ પ્રાપ્ત કરી શકે છે. તેઓ માટે સારથિનું સ્થાન છે. મહાન રાજા કેકય પણ સૂતોના અધિપતિ હતા. તેઓ પણ સારથિ હતા. કીચકની માતા માલવીને ઘણા પુત્રો હતા, પણ તેમાં કીચક જયેષ્ઠ હતો. તેમને એક પુત્રી પણ હતી તે આગળ જતાં વિરાટ રાજાની પટરાણી બની. વિરાટની પ્રથમ પત્ની સુરથા કોશલ દેશની રાજકુમારી હતી તેને શ્વેત નામે પુત્ર હતો પરંતુ સુરથાના મૃત્યુ બાદ વિરાટ રાજાએ કેકયીની કુંવરી અને કીચકની બહેન સુદેષ્ણા સાથે વિવાહ કર્યા હતા. રાજા વિરાટ અને સુદેષ્ણાને ઉત્તર અને ઉત્તરા નામે બે સંતાનો થયાં. વિરાટ રાજા તરફથી યુદ્ધ કરીને કીચકે ઘણા રાજ્યોને હરાવીને પોતાને આધીન કર્યાં હતાં. જેમાં મેખલ, ત્રિગર્ત, દશાર્ણ, કશેરુક, માલવ, યવન, પુલિન્દ ઉપરાંત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે. રાજ દરબારના આ બનાવની રાત્રે જ દ્રૌપદી ભીમના કક્ષમાં જાય છે. ત્યાં ભીમ-દ્રૌપદીનો સંવાદ થાય છે. આખરે ભીમ તેને કહે છે, કે તું આજે રાત્રે કીચકને એકલા મળવાનું આમંત્રણ આપી નૃત્યશાળામાં બોલાવી લે. ત્યાર બાદની બધી વાત મારા પર છોડી દે. તે રાત્રે મોહાંધ કીચક નૃત્યશાળામાં આવે છે, જ્યાં ભીમસેન અગાઉથી જ એક ચૂંદડી ઓઢીને પલંગ પર સુતા હોય છે. કીચક તેને જ સૈરંધ્રી સમજીને પોતાનો પ્રેમ પ્રકટ કરે છે, ભીમ એકદમ ઉભા થઈને તેની સાથે યુદ્ધ ચાલુ કરે છે. બન્ને બળિયા એકબીજા સાથે લડે છે અને ભીમસેન આખરે કીચકનો વધ કરે છે. કીચકનો વધ થાય છે ને થોડીવારમાં તેના ભાઈઓ ત્યાં આવે છે. ત્યાં સૈરંધ્રીને જોતાં કહે છે, કે આ જ કીચકના મૃત્યુનું કારણ છે. તેથી તેને જ મારી નાખવી જોઈએ. આમ કહીને તેઓ રાજા પાસે જાય છે અને કહે છે, કે કીચકના અંતિમ સંસ્કાર થતાં જ સૈરંધ્રીને પણ આત્મદાહ કરાવવો જોઈએ અને અમને તેની અનુમતિ આપો. વિરાટ રાજા તેમને તે અનુમતિ આપે છે. ત્યાર બાદ તેઓએ સૈરંધ્રીને કીચકની લાશ સાથે બાંધી દીધી અને તેને લઈને સ્મશાન તરફ પ્રયાણ કર્યું. દ્રૌપદી ચિત્કાર કરીને પાંડવોને જય, જયન્ત, વિજય, જયત્સેન અને જયદ્વલ નામથી પોકારે છે. ભીમ તે સાંભળીને તેને બચાવવા પાછળ જાય છે અને તમામ એકસો પાંચ ઉપકીચકો (કીચકના ભાઈઓ)નો વધ કરે છે. આ દૃશ્ય જેમણે જોયું તે સૌ નગરજનો રાજાને જઈને કહે છે, કે એક ગંધર્વે સૌ કીચકોનો વધ કરી નાખ્યો. હવે સૈરંધ્રીની રક્ષા કરતા ગંધર્વો આપણા નગર પર પણ ગુસ્સે થશે તેથી હે રાજન ! આપ ગંધર્વના ક્રોધથી નગરને બચાવો. આ વાત સાંભળીને વિરાટ રાજા પોતાની પત્નીને જઈને કહે છે, કે તે સૈરંધ્રીને નગર છોડીને જતા રહેવાનું કહે કારણકે ગંધર્વના ક્રોધથી મારો અને નગરનો નાશ થઈ જાય તે મને મંજૂર નથી. સૈરન્ધ્રી આવતાં જ સુદેષ્ણા તેને રાજાનો સંદેશ આપે છે. સૈરંધ્રી કહે છે મારા ગંધર્વોનું મહાન કાર્ય પૂરું થવામાં ફક્ત તેર જ દિવસ બાકી છે, ત્યાર બાદ તેઓ મને આવીને લઈ જશે માટે તેટલો સમય મને રહેવા દો. સુદેષ્ણા તેને કહે છે, તારે જેટલું રહેવું હોય તેટલું રહે પણ ગંધર્વોના ક્રોધથી અમને બચાવ. ૪. ગોહરણપર્વ (Chapters: ૨૫–૬૯)Monier Williams (1868), Indian Epic Poetry, University of Oxford, Williams & Norgate - London, page 105-107 તેરમા વર્ષમાં અજ્ઞાતવેશમાં વિચરતા પાંડવોને ઓળખીને ખુલ્લા કરવા માટે દુર્યોધને મોકલેલા ગુપ્તચરો દુર્યોધન, કર્ણ, ઇત્યાદિની હાજરીમાં રાજદરબારમાં આવીને સમાચાર આપે છે કે ક્યાંય પાંડવોની ભાળ મળતી નથી. જો કે, તેઓ કહે છે કે હે રાજન ! એક શુભ સમાચાર એ છે કે જેણે ત્રિગર્તદેશ અને તેના પ્રજાજનોને તહસ નહસ કરી નાખ્યા હતા, તેવો મહા બળશાળી યોદ્ધો અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક તેના ૧૦૫ સહોદરો સહિત કોઈક અજાણ્યા ગંધર્વના હાથે માર્યો ગયો છે. ત્યાર બાદ દુર્યોધન કર્ણ અને અન્ય સાથીઓ સાથે પરામર્શ કરે છે. કર્ણ તેને વધુ કૌશલ્ય ધરાવતા ગુપ્તચરોને મોકલીને સાધુ મહાત્માઓ, ઋષિઓના આશ્રમો ઇત્યાદિ જગ્યાએ શોધવાની સલાહ આપે છે. સાથે જ એ શક્યતા બતાવે છે કે કદાચ ચતુર પાંડવો સમુદ્ર પાર જતા રહ્યા હોય અથવા તો વનમાં જ પ્રાણીઓ તેમનું ભક્ષણ કરી ગયા હોય. દ્રોણાચાર્ય કહે છે કે આટલા ધર્મપરાયણ પાંડવોનો નાશ થવો શક્ય નથી. વળી, તેમને સરળતાથી ઓળખી કાઢવા પણ કપરું કામ છે. માટે ખૂબ જ ચોકસાઈથી તેમને શોધવા જોઈએ. ભીષ્મપણ આ વાત સાથે સહમત થાય છે. વળી, તેઓ કહે છે કે જેણે સમ્રાટ બનવું હોય તેણે તો તેના નાનામાં નાના દુશ્મનને પણ અવગણવો ન જોઈએ, તો આ તો મહાપરાક્રમી પાંડવો જેવા શત્રુ છે. માટે ત્વરિત રીતે તેમની ભાળ મેળવવી જોઈએ. આ વાર્તાલાપ બાદ દુર્યોધન કહે છે કે આ ભૂતલ પર સૌથી વધુ શક્ત, આત્મબળ, બાહુબળ, ધૈર્ય હોય અને જે શારીરિક શક્તિમાં ઇન્દ્ર જેવા હોય તેવા ફક્ત ચાર વ્યક્તિઓ છે, તેમ મેં સાંભળ્યું છે અને હું માનું છું. તે ચાર વ્યક્તિઓ એટલે બળદેવ, ભીમસેન, શલ્ય અને કીચક. તેઓ સમાન બળવાન છે અને તેથી જ પરિસ્થિતિ અનુકૂળ થતાં એકબીજાને હરાવી શકવાની ક્ષમતા રાખે છે. તેમાંથી કીચકનો વધ થતાં હું એમ માનું છુ કે વિરાટ નગરમાં કીચકનો વધ ભીમસેને જ કર્યો છે. તેથી પાંડવો જીવિત છે તેવો મારો મત છે. મને ખાત્રી છે કે સૈરન્ધ્રી એ જ દ્રૌપદી છે. આમ હવે સમય વ્યતીત કરવાના બદલે આપણે વિરાટ નગર પર આક્રમણ કરવું જોઈએ. વળી, આ સાંભળીને ત્રિગર્ત દેશના રાજ સુશર્માએ કહ્યું કે અમારા પર મત્સ્ય અને શાલ્વ દેશના સૈનિકોએ ઘણીવાર ચઢાઈ કરીને અમને હેરાન કર્યા છે. હવે કીચક નથી તેથી તેમનો ગર્વનાશ કરવાની આ તક ગુમાવવી ન જોઈએ. એટલે જો તમે કહેતા હોય તો કૌરવ સેના સહિત કર્ણ અને અમારા સૈનિકોની સેના સાથે આપણે મત્સ્ય દેશ પર આક્રમણ કરીએ. દુર્યોધન તેની સાથે સહમત થઈને યોજના બનાવે છે કે પહેલા ત્રિગર્ત સેના વિરાટ નગર પર આક્રમણ કરે અને તેના બીજા દિવસે કૌરવ સેના પણ વિરાટ નગર પર આક્રમણ કરે. આ યોજના મુજબ તે મહિનાની કૃષ્ણ પક્ષની સપ્તમીએ ત્રિગર્ત સેના વિરાટ નગરના ગોપાલકો પર આક્રમણ કરીને ગોધન રાજ્યની સીમાથી દૂર વાળે છે. તેમાંથી એક ગોપ રાજ દરબારમાં જઈને વિરાટને આક્રમણના સમાચાર આપે છે. વિરાટ, સેનાપતિ સૂર્યદત્ત (જેઓ શતાનીકના નામે પણ જાણીતા છે), વિરાટના જયેષ્ઠ પુત્ર શંખ સૌ આયુધોથી સજ્જ થઈને નીકળતા હોય છે, ત્યારે કંક (યુધિષ્ઠિર) તેમને કહે છે, હું બ્રાહ્મણ છું પણ મેં પણ યુદ્ધકલામાં મહારત મેળવી છે, તમારો રસોયો બલ્લવ, તેમજ તન્તિપાલ અને ગ્રન્થિક પણ મારી માન્યતા પ્રમાણે યુદ્ધ કૌશલ્યોમાં પારંગત છે. તો તેમને પણ સાથે રાખીએ. સૌ સહમત થાય છે. ગોધનના પગલાંની નિશાનીને પકડીને વિરાટ સૈન્ય ત્રિગર્તોનો પીછો કરે છે. ભયંકર યુદ્ધ થાય છે અને રાત્રિ દરમિયાન ચંદ્રના પ્રકાશમાં પણ યુદ્ધ ચાલુ રહે છે. પણ તેવામાં સુશર્મા વિરાટને બંદી બનાવી લે છે. આ જોઈને યુધિષ્ઠિર ભીમસેનને સુશર્માનો પીછો કરવાનું કહે છે. ભીમ સુશર્મા વચ્ચે યુદ્ધ થાય છે અને ભીમ સુશર્માને બંદી બનાવે છે. જો કે ત્યાર બાદ યુધિષ્ઠિરના દયાભાવને લઈને તેને છોડી મૂકે છે અને તે વિરાટને પ્રણામ કરીને પોતાના દેશ પરત ફરે છે. ત્રિગર્તોં સાથે યુદ્ધમાં ગયેલા વિરાટ અને તેમના સૈન્યની ગેરહાજરીમાં દુર્યોધન, ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થાામા અને અન્ય વીરોએ વિરાટનગર પર હુમલો કરી દીધો. તે સમયે પ્રજાજનો જ્યારે રાજકુમાર ભૂમિંજયને તે સમાચાર આપે છે. ભૂમિંજયનું બીજું નામ ઉત્તર પણ છે. ત્યારે ભૂમિંજય કહે છે કે હું સર્વનો નાશ કરીશ પરંતુ આજે મેં અગાઉના એક યુદ્ધમાં ગુમાવી દીધેલા મારા મહાન સારથિની યાદ આવે છે. જો મને સારો સારથિ મળી જાય તો મારો સંતાપ દૂર થાય અને હું અર્જુન કરતાં પણ વધુ મોટું પરાક્રમ કરીને બતાવું. વળી, પોતાની આત્મપ્રશંસા કરતાં ઉત્તર કહે છે કે જો સારથિ સારો મળી જાય તો કૌરવોને તો હું ચપટીમાં ધૂળમાં મેળવી દઉં. આ સાંભળીને અર્જુન દ્રૌપદીને કહે છે કે તું ઉત્તરને કહે કે આ બૃહન્નલાએ અગાઉ અર્જુનના સારથિ તરીકે કામ કર્યું છે અને અર્જુનને ખૂબ ભયંકર યુદ્ધ જીતવામાં સહાય કરી હતી. આ સમયે અજ્ઞાતવાસનો સમય પણ પૂર્ણ થઈ ગયો હોય છે. દ્રૌપદી આ પ્રમાણે ઉત્તરને વાત કરે છે. ઉત્તર પોતાની બહેન ઉત્તરાને કહે છે કે તું બૃહન્નલાને જઈને કહે કે મારા સારથિ તરીકે આજના યુદ્ધમાં કામ કરે. ઉત્તરા નૃત્યશાળામાં જઈને અર્જુનને વિનંતી કરે છે. ઉત્તરના સારથિ તરીકે રથારૂઢ થઈને અર્જુન કૌરવો તરફ રથ હંકારી જાય છે. કૌરવોને જોઈને ઉત્તરના ગાત્રો શિથિલ થઈ જાય છે અને અર્જુનને કહે છે કે હું કૌરવો સાથે લડી નહીં શકું. કૌરવોની તો આટલી મોટી સેના સામે હું કેવી રીતે લડી શકું. મારા પિતા તો મોટી સેના લઈને ત્રિગર્તની સાથે લડવા જતા રહ્યા અને મને એકલાને આ સૂના નગરની રક્ષા કરવા મૂકી દીધો. મારી પાસે કોઈ સૈનિક પણ નથી હું કેવી રીતે લડી શકીશ ? ત્યારે બૃહન્નલા કહે છે કે સૈરન્ધ્રીએ મારા સારથ્યના વખાણ કર્યા છે માટે હું તો હવે પરત ફરીને મારી અપકીર્તિ કરી શકું તેમ નથી. માટે હે વીર ! આ ગોધનને વાળીને લઈ જતાં કૌરવોનો પીછો કરીને તેમની સમક્ષ હું તમને લઈ જઈશ. તમે તે સૌની સાથે યુદ્ધ કરો. એવામાં તો ઉત્તર રથમાંથી કૂદી પડે છે. અર્જુન તેની પાછળ ઉત્તરને પરત લઈ આવવા પોતે પણ કૂદી પડે છે. તેને જોઈને કૌરવ સેના અંદરો અંદર વાતો કરે છે કે આનો ચહેરો અને ચાલ ઢાલ તો અર્જુનને મળતો આવે છે પણ આટલા લાંબા કેશ અને હાથમાં આ લાલ ચૂંદડી લઈને વિરાટના રાજકુમારને પકડવા તેની પાછળ પડે છે. આ તો આશ્ચર્યની વાત છે. તદનન્તર અર્જુન તેને પકડીને પેલા સમીના ઝાડ પાસે લઈ જાય છે અને ત્યાંથી પોતાનું ગાંડિવ લઈ આવવા કહે છે. ઉત્તર તે હથિયાર લઈ આવે છે અને પૂછે છે કે આ હથિયાર કોનાં છે. ત્યારે અર્જુન તમામ હથિયારની ઓળખ આપે છે અને તે પાંડવ ભાઈઓમાં કોનું હથિયાર કયું છે તે જણાવે છે. ત્યારે ઉત્તર પૂછે છે કે પાંડવો ક્યાં છે. અર્જુનને ખ્યાલ છે કે તેમનો અજ્ઞાતવાસનો સમય પૂરો થઈ ગયો છે, પરિણામે તે તમામ પાંડવોની ઓળખાણ આપે છે અને કહે છે હું અર્જુન છું, કંક યુધિષ્ઠિર છે, બલ્લવ ભીમ છે, ગ્રન્થિક નકુલ છે અને જે તન્તિપાલ છે તે બીજું કોઈ નહીં પણ સહદેવ છે. વળી, સૈરન્ધ્રી તે સ્વયં દ્રૌપદી છે. ઉત્તરને આ વાત પર વિશ્વાસ નથી આવતો. તે કહે છે કે અર્જુનને તો વિવિધ નામે પ્રખ્યાત છે. તેમનાં વિજય, શ્વેતવાહન, કિરીટી, સવ્યસાચી, ફાલ્ગુન, જિષ્ણુ, બીભત્સુ, ધનંજય ઇત્યાદિ નામ પડવાની કથા મને ખબર છે તો જો તમે એ સૌ નામ કેમ પડ્યાં તે જણાવો તો હું વિશ્વાસ કરું. અર્જુન તેને તેની કથા સંભળાવે છે. તેઓ પોતાનાં દસ નામનાં કારણો નીચે મુજબ આપે છે. ધનંજય તમામ દેશોને જીતીને હું તેઓની પાસેથી કર રૂપે ધન લઈને તેની મધ્યમાં સ્થિત થયો હતો, તેથી મારું નામ ધનંજય પડ્યું. વિજય હું જ્યારે યુદ્ધમાં ઊતર્યો, ત્યારે મારો વિજય જ થયો હોવાથી, મારું નામ વિજય પડ્યું. શ્વેતવાહન સંગ્રામમાં મારા રથમાં હંમેશા સોનાના બખ્તર સહિત શ્વેત અશ્વો જ જોડવામાં આવતા, તેથી મને શ્વેતવાહન કહે છે. ફાલ્ગુન મારો જન્મ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો, તેથી મને ફાલ્ગુન કહે છે. કિરીટી દાનવો સાથે હું યુદ્ધ કરતો હતો, ત્યારે દેવેન્દ્ર ઇન્દ્રે મારા માથે સૂર્ય સમાન પ્રકાશિત મુકુટ મૂકી દે છે, તેથી મારું નામ કિરીટી પડ્યું. બિભિત્સુ યુદ્ધ દરમિયાન હું કોઈ બિભિત્સ કામ નહોતો કરતો, માટે દેવોએ મને બિભિત્સુ નામ આપ્યું. સવ્યસાચી હું ડાબા અને જમણા બન્ને હાથે ધનુષ્ય ચલાવી શકતો, તેથી સૌ મને સવ્યસાચી તરીકે ઓળખે છે. અર્જુન અર્જુનના ત્રણ અર્થ છે, વર્ણ એટલે કે દીપ્તિ, ઋજુતા એટલે કે સમતા, ધવલ એટલે કે શુદ્ધ. હું સર્વ વ્યક્તિઓ પ્રત્યે સમભાવ રાખતો અને શુદ્ધ કર્મ કરતો, તેથી હું અર્જુન નામથી ઓળખાઉં છું. જિષ્ણુ મને પકડવો કદી શક્ય નહોતું અને હું ઇન્દ્રનો પુત્ર છું, તેથી મને જિષ્ણુ કહે છે. કૃષ્ણ અર્જુનના શરીરનો રંગ શ્યામ હોચ છે, તેથી મારા પિતાએ મારું દસમું નામ કૃષ્ણ રાખ્યું હતું. આ દરેક નામનું કારણ જાણ્યા બાદ ઉત્તરને વિશ્વાસ બેસે છે. તે અર્જુનના સારથિ બનીને યુદ્ધભૂમિમાં જાય છે. અર્જુનના શંખનો નાદ દૂરથી સાંભળીને દ્રોણ કહે છે કે નક્કી આ અર્જુન જ હોવો જોઈએ. એ સિવાય આવો શંખનાદ કોઈ કરી ન શકે. ત્યાર બાદ ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થાામા, કૃપાચાર્ય સૌ વચ્ચે સંવાદ થાય છે અને ભીષ્મની સલાહ મુજબ સેનાનો ચોથો ભાગ લઈ દુર્યોધન હસ્તિનાપુર જવા રવાના થાય છે, ચોથો ભાગ ગોધન લઈને નીકળે છે અને અડધી સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, અશ્વત્થામા, કૃપાચાર્ય સાથે રહીને અર્જુન સામે યુદ્ધ કરવા તૈયાર રહે છે. અર્જુન આવીને જુએ છે તો તેમને ત્યાં દુર્યોધન નથી દેખાતો. તેથી તે વિરાટપુત્ર ઉત્તરને કહે છે કે અહીં દુર્યોધન નથી એનો અર્થ એ છે કે તે ગોધન લઈને દક્ષિણ દિશા તરફ નીકળી ગયો છે. માટે ઉત્તર તું આ સેનાને બાજુમાં રાખીને દુર્યોધનનો પીછો કર. ઉત્તર એમ જ કરે છે. આ જોઈ કૃપાચાર્ય સૈન્યને તેમનો પીછો કરવાનું કહે છે. દુર્યોધનની સેના અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. તેમાં અર્જુન ઘણા મહારથીઓનો વધ કરે છે. આ મહારથીઓમાં કર્ણનો ભાઈ સૂતપુત્ર સંગ્રામજિત પણ વીરગતિને પ્રાપ્ત થાય છે. આ જોઈને કર્ણ કુપિત થઈ અર્જુન સાથે યુદ્ધ કરે છે. બન્ને વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. કર્ણ અર્જુનના રથની ચોકોર બાણવર્ષા કરીને તેના રથને બાંધી દે છે અને તેના સારથિ ઉત્તરને ઘાયલ કરે છે. આ જોઈને અર્જુન વધુ આક્રમક બનીને કર્ણની ભુજા, જાંઘ ઇત્યાદિ અંગોને ઘાયલ કરી દે છે. આખરે સંપૂર્ણ ઘાયલ કર્ણ યુદ્ધભૂમિમાંથી ભાગે છે. ત્યાર બાદ યુદ્ધમાં કૌરવ સેનાના ઘણા સૈનિકો વીરગતિને પ્રાપ્ત થાય છે અને દ્રોણ, દુઃસહ, અશ્વત્થામા, દુઃશાસન, કૃપાચાર્ય, ભીષ્મ, સૌ ઘાયલ થઈ જાય છે. છતાં કૃપાચાર્ય અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. કૃપાચાર્ય રથ પરથી સંતુલન ગુમાવીને ભૂમિ પર પડી જતાં કૌરવ સૈનિકો તેમને ઉઠાવીને લઈ જાય છે.ત્યાર બાદ દ્રોણ અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં દ્રોણાચાર્યને ગંભીર ઈજા થાય છે અને તે અર્જુન સાથે યુદ્ધથી પીછે હઠ કરીને દૂર જતા રહે છે. આમ અનેક મહારથીઓને અર્જુન પરાજિત કરે છે, ભીષ્મ અર્જુન સાથે યુદ્ધ કરતાં ઘાયલ થઈને મૂર્છિત થઈ જાય છે. યુદ્ધમાં જતાં પહેલાં ઉત્તરાએ બૃહન્નલાને કહ્યું હતું કે મારાં ઢીંગલા-ઢીંગલીઓ માટે તમે કૌરવોના કપડાં લઈ આવજો. તે વાત યાદ આવતાં જ અર્જુન સંમોહન શસ્ત્ર ચલાવે છે, જેથી કૌરવોની પૂરી સેના ઊંઘી જાય છે. ત્યારે અર્જુન ઉત્તરને કહે છે કે તું આ કૌરવોના કપડાં લઈ લે. ઉત્તર તેઓના મુખ્ય અંગ વસ્ત્રો ઉત્તરાના ઢીંગલા-ઢીંગલી માટે લઈ લે છે. કૌરવો જાગે છે, ને છેવટે કૌરવ સેના સહિત સૌ મહારથીઓ ભાગીને જીવ બચાવે છે. વિજયી અર્જુન વિરાટનગર પરત આવે છે. બીજી તરફ વિરાટની સેના પણ વિજય મેળવીને પરત આવે છે. ત્યાર બાદ વિરાટના કહેવાથી ઉત્તરના પરાક્રમ માટે નગરમાં તેની વિજયયાત્રા કાઢવામાં આવે છે. ત્યાર બાદ વિરાટ અને ઉત્તર જ્યારે મળે છે ત્યારે ઉત્તર વિરાટને જણાવે છે કે એક દેવપુત્રે રથી બનીને મને સારથિ બનાવીને કૌરવો પર વિજય પ્રાપ્ત કર્યો છે. મેં કાંઈ જ કર્યું નથી. ત્યારે વિરાટ કહે છે કે મને તે દેવપુત્ર બતાવ. ત્યારે ઉત્તર ઉત્તર આપે છે કે દેવપુત્ર તો મને મદદ કરીને અંતરધ્યાન થઈ ગયા પરંતુ તે ફરી ત્રણ દિવસ બાદ પુનઃ દેખાશે. ૫. વૈવાહિકપર્વ (Chapters: ૭૦–૭૨) ઉપરોક્ત ઘટના બાદ ત્રીજે દિવસે, વિરાટ રાજ તેમના રાજ દરબારમાં આવે તે પહેલાં યુધિષ્ઠિર તેમના દરબારમાં પોતાના મૂળ સ્વરૂપે પહોંચીને પાંચેય પાંડવો અન્ય રાજાઓને બેસવાના સિંહાસનો પર બિરાજમાન થઈ જાય છે. જ્યારે વિરાટ આવીને જુએ છે કે કંક એક રાજાના આરક્ષિત આસને બેઠા છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે કે મેં તમને મારા આનંદ પ્રમોદ માટે મારી સાથ જુગટું રમવા રાખ્યા હતા, અને તમે મારા દરબારમાં મહેમાન બનીને આવતા રાજાને માટ આરક્ષિત આસન પર બેસવાની ધૃષ્ટતા કરી રહ્યા છો ? ત્યારે અર્જુન ઊભા થઈને સૌની ઓળખ આપે છે. ત્યાર બાદ વિરાટ સૌની માફી માંગે છે અને પોતાની પુત્રીને પાંડવ કુળમાં પરણાવવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુની પત્ની અને પોતાની પુત્રવધૂ તરીકે ઉત્તરાનો સ્વીકાર કરે છે. આ પણ જુઓ આની અગાઉનું પર્વ: આરણ્યકપર્વ આ પછીનું પર્વ: ઉદ્યોગપર્વ References External links Translation by Kisari Mohan Ganguli. Virata Parva, Translation in English, by Manmatha Nath Dutt Le Mahabharata, Translation in French, by H. Fauche (Paris, 1868) Virata Parva in Sanskrit by Vyasadeva and commentary by Nilakantha (Editor: Kinjawadekar, 1929) શ્રેણી:મહાભારત
સરદાર ખાનની રોઝા
https://gu.wikipedia.org/wiki/સરદાર_ખાનની_રોઝા
REDIRECT સરદારખાનનો રોઝો
બાદલપુર
https://gu.wikipedia.org/wiki/બાદલપુર
REDIRECT બાદલપુરા
વજીહુદ્દીનનો મકબરો
https://gu.wikipedia.org/wiki/વજીહુદ્દીનનો_મકબરો
વજીહુદ્દીનનો મકબરો અથવા હઝરત વજીહુદ્દીન દરગાહ ભારતના અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલ સૂફી સંત વજીહુદ્દીન અલ્વીની દરગાહ છે. thumb| ૧૮૬૬માં વજીહુદ્દીન અલ્વીની કબર ઇતિહાસ અને સ્થાપત્ય વજીહુદ્દીન અલ્વી ઇસ્લામિક વિદ્વાન અને શત્તારી પરંપરાના સૂફી હતા. ચાંપાનેરમાં જન્મેલા, તેઓ અમદાવાદ ગયા જ્યાં તેમણે ઇસ્લામિક અભ્યાસમાં જ્ઞાન મેળવ્યું અને પછીથી જ્ઞાન આપ્યું. તેઓ મોહમ્મદ ગૌસ ગ્વાલિયરી દ્વારા શત્તારી પરંપરામાં જોડાયા હતા. ૧૫૮૦ (હિજરી સન ૯૮૮) માં અમદાવાદમાં તેમનું અવસાન થયું. તેમને સમર્પિત આ દરગાહ તેમના શિષ્ય સૈયદ મુર્તુઝા ખાન બુખારી દ્વારા બાંધવામાં આવી હતી, જેઓ જહાંગીરના શાસન દરમિયાન અમદાવાદના અગિયારમા (૧૬૦૬-૧૬૦૯) સૂબા હતા. દરગાહનો મધ્ય ગુંબજ તેની આસપાસના અન્ય ગુંબજ કરતાં ઘણો ઊંચો છે. દિવાલોમાં પથ્થરની જાળીઓ છે. ત્યાં એક ભૂગર્ભ જળાશય અને કુંડ છે જે ક્યારેય સુકાતા નથી અને તેનું પાણી રોગ મટાડતું હોવાનું કહેવાય છે. સંદર્ભ શ્રેણી:Coordinates on Wikidata શ્રેણી:અમદાવાદ
ઇમામશાહ બાવા દરગાહ
https://gu.wikipedia.org/wiki/ઇમામશાહ_બાવા_દરગાહ
ઇમામશાહ બાવા દરગાહ (ઉર્દૂ امام شاہ باوا درگاہ) એ ભારતમાં અમદાવાદ શહેર નજીક પીરાણામાં આવેલું એક મુસ્લિમ સૂફી દરગાહ સંકુલ છે. પીર ઇમામ શાહ બાવાએ લગભગ ૬૦૦ વર્ષ પહેલાં સતપંથ (સાચો માર્ગ) આસ્થાની સ્થાપના કરી હતી. તેમણે ધર્મોની સાર્વત્રિકતા પર સહિષ્ણુતા શીખવી હતી. ૧૯૩૧ સુધી, આ સંકુલ સૈયદની એક ખાનગી મિલકત હતી, જે ઇમામશાહ બાવાના સીધા વારસદારોની હતી. સંકુલમાં એક જૂની મસ્જિદ પણ અસ્તિત્વમાં હતી. આંતરધર્મીય સંવાદિતા ઇમામશાહ બાવા દરગાહે ઇસ્લામ અને હિન્દુ ધર્મ સિવાયના ધર્મોના ભક્તોને પણ આકર્ષિત કર્યા હતા. પીરાણા ગામમાં રહેતા તમામ ૧૮ સમુદાયો, જે જુદી જુદી જાતિ અને ધર્મના છે, તેઓ ઇમામ શાહ બાવાના ભક્ત છે. સંદર્ભ શ્રેણી:અમદાવાદ
કાશીનો દીકરો
https://gu.wikipedia.org/wiki/કાશીનો_દીકરો
કાશીનો દીકરો એ ૧૯૭૯નું એક ગુજરાતી ચલચિત્ર છે જેનું નિર્દેશન કાન્તિ મડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજીવ, રાગિણી, રીટા ભાદુરી, અને પ્રાણલાલ ખરસાણીએ અભિનય આપ્યો હતો. ફિલ્મનું નિર્માણ સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિનોદિની નીલકંઠની ટૂંકી વાર્તા દરિયાવ દિલ પરથી તૈયાર થયેલી આ ફિલ્મની પટકથા અને સંવાદો પ્રબોધ જોશીએ લખ્યા હતા. બરુન મુખરજી સિનેમેટોગ્રાફર હતા. આ ફિલ્મમાં ક્ષેમુ દિવેટિયાએ સંગીત આપ્યું છે, જેમણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શન શ્રેણીમાં રાજ્ય ચલચિત્રનો પુરસ્કાર મેળવ્યો હતો. વાર્તા ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં કાશી છે. કાશીના લગ્ન એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થાય છે. તેના સાસુ મૃત્યુ વેળાએ તેના નાના દિકરા કેશવની જવાબદારી કાશીને સોંપે છે. કાશી પોતાના દિકરા શંભુ અને કેશવને સમાન રીતે ઉછેરે છે. કેશવ યુવાન થતાં તેના લગ્ન રમા સાથે થાય છે, પરંતુ લગ્નની રાતે જ સર્પદંશથી કેશવનું મૃત્યુ થઈ જાય છે. વિધવા દેરાણીને પોતાની પુત્રીની માફક ઉછેરતી કાશી તેના દુઃખમાં ભાગીદાર થવા સંસારસુખનો ત્યાગ કરે છે. સાંસારિક સુખના અસંતોષથી પીડાતો કાશીનો પતિ એક નબળી ક્ષણે રમાની એકલતાનો લાભ ઉઠાવી રમા પર બળાત્કાર કરે છે. સમાજમાં પરિવારની આબરુ સાચવવા કાશી પોતે ગર્ભવતી હોવાની વાત વહેતી મૂકી તેની દેરાણીને લઈને તીર્થયાત્રા પર ચાલી જાય છે. સુવાવડ બાદ કાશી, બાળક અને રમાને લઈને ઘરે પાછી ફરે છે. ફિલ્મના અંતિમ દૃશ્યમાં મરણ પથારીએ પડેલી કાશી તેના આ કહેવાતા બાળકને રમાને સોંપી મૃત્યુ પામે છે. કલાકારો ફિલ્મના મુખ્ય કલાકારોની યાદી : રાજીવ રાગિણી રીટા ભાદુરી ગિરીશ દેસાઈ પ્રાણલાલ ખરસાણી તરલા જોશી લીલા જરીવાલા વત્સલા દેશમુખ મહાવીર શાહ અરવિંદ વૈદ્ય સરોજ નાયક જગદીશ શાહ પુષ્પા શાહ જાવેદખાન શ્રીકાંત સોની દિલીપ પટેલ કાંતિ મડિયા સંગીત કાશીનો દીકરોમાં બાલમુકુંદ દવે, રાવજી પટેલ, માધવ રામાનુજ, અનિલ જોશી અને રમેશ પારેખ દ્વારા લખાયેલા ગીતો છે. બાહ્ય કડીઓ સંદર્ભ શ્રેણી:ગુજરાતી ચલચિત્ર
ઇન્દુ
https://gu.wikipedia.org/wiki/ઇન્દુ
ઇન્દુ એ ૧૩મી સદીમાં થઈ ગયેલ લેખક હતા. તેમણ અષ્ટાંગહૃદયની ટીકા અને અષ્ટાંગસંગ્રહની ટીકા શશિલેખા લખેલ હતી. તેમનો પ્રથમ નિર્દેશ હેમાદ્રિલિખિત અષ્ટાંગહૃદયની ટીકામાં મળે છે. કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથા મુજબ તંત્રયુક્તિવિચારના લેખક વૈદ્ય નીલમેઘે તેમને અષ્ટાંગહૃદયના લેખક વાગ્ભટ્ટના શિષ્ય કહ્યા છે. ૧૯૨૬માં વૈદ્ય ટી. રુદ્રપરાશવે શશિલેખા પ્રકાશિત કરી હતી. તેમના લખાણ પરથી એટલું અનુમાન લગાવી શકાય છે કે તેઓ હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને શિવભક્ત હતા. તેઓએ વનસ્પતિના ઉલ્લેખોમાં કાશ્મીરમાં વપરાતા નામનો ઉલ્લેખ કરેલ હોવાથી તેઓ કાશ્મીરના હોવાનું અનુમાન છે. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:લેખક
અલિન્દ્રા (તા. માતર)
https://gu.wikipedia.org/wiki/અલિન્દ્રા_(તા._માતર)
REDIRECT અલિન્દ્રા (તા. વસો)
કલોલી (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/કલોલી_(તા._નડીઆદ)
REDIRECT કલોલી (તા. વસો)
ખાંધલી (તા. માતર)
https://gu.wikipedia.org/wiki/ખાંધલી_(તા._માતર)
REDIRECT ખાંધલી (તા. વસો)
ગંગાપુર (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/ગંગાપુર_(તા._નડીઆદ)
REDIRECT ગંગાપુર (તા. વસો)
ઝારોલ (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/ઝારોલ_(તા._નડીઆદ)
REDIRECT ઝારોલ (તા. વસો)
થાલેડી (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/થાલેડી_(તા._નડીઆદ)
REDIRECT થાલેડી (તા. વસો)
દંતાલી (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/દંતાલી_(તા._નડીઆદ)
REDIRECT દંતાલી (તા. વસો)
દેવા વાંટા (તા. સોજિત્રા)
https://gu.wikipedia.org/wiki/દેવા_વાંટા_(તા._સોજિત્રા)
REDIRECT દેવા વાંટા (તા. વસો)
નવાગામ (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/નવાગામ_(તા._નડીઆદ)
REDIRECT નવાગામ (તા. વસો)
પલાણા (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/પલાણા_(તા._નડીઆદ)
REDIRECT પલાણા (તા. વસો)
પીજ (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/પીજ_(તા._નડીઆદ)
REDIRECT પીજ (તા. વસો)
પેટલી (તા. સોજિત્રા)
https://gu.wikipedia.org/wiki/પેટલી_(તા._સોજિત્રા)
REDIRECT પેટલી (તા. વસો)
બામરોલી (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/બામરોલી_(તા._નડીઆદ)
REDIRECT બામરોલી (તા. વસો)
મિત્રાલ (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/મિત્રાલ_(તા._નડીઆદ)
REDIRECT મિત્રાલ (તા. વસો)
રામપુરા (તા. નડીઆદ)
https://gu.wikipedia.org/wiki/રામપુરા_(તા._નડીઆદ)
REDIRECT રામપુરા (તા. વસો)
રામોલ (તા. પેટલાદ)
https://gu.wikipedia.org/wiki/રામોલ_(તા._પેટલાદ)
REDIRECT રામોલ (તા. વસો)
રૂણ (તા. સોજિત્રા)
https://gu.wikipedia.org/wiki/રૂણ_(તા._સોજિત્રા)
REDIRECT રૂણ (તા. વસો)
લવાજ (તા. માતર)
https://gu.wikipedia.org/wiki/લવાજ_(તા._માતર)
REDIRECT લવાજ (તા. વસો)
સિહોલડી (તા. માતર)
https://gu.wikipedia.org/wiki/સિહોલડી_(તા._માતર)
REDIRECT સિહોલડી (તા. વસો)
હેરંજ (તા. માતર)
https://gu.wikipedia.org/wiki/હેરંજ_(તા._માતર)
REDIRECT હેરંજ (તા. વસો)
મલીયાતજ
https://gu.wikipedia.org/wiki/મલીયાતજ
REDIRECT મલીયાતજ (તા. વસો)
બુદ્ધ અને તેમનો ધમ્મ
https://gu.wikipedia.org/wiki/બુદ્ધ_અને_તેમનો_ધમ્મ
REDIRECT ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ
મણિલાલ ભગવાનજી દેસાઈ
https://gu.wikipedia.org/wiki/મણિલાલ_ભગવાનજી_દેસાઈ
મણિલાલ ભગવાનજી દેસાઈ (જ. ૧૯ જુલાઈ ૧૯૩૯, અ. ૪થી મે ૧૯૬૬) ગુજરાતી કવિ હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈ શહેર ખાતે લીધું હતું. તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક તેમ જ અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. શિક્ષણ પુર્ણ થયા પછી તેઓ ઘાટકોપર(મુંબઈ) ખાતે ઝુનઝુનવાલા કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક જોડાયા હતા. એમની રચનાઓનો જયંત પારેખ દ્વારા સંપાદન કરી મરણોત્તર અને એકમાત્ર કવિતા-સંગ્રહ ‘રાનેરી’ વર્ષ ૧૯૬૮માં પ્રગટ કરવામાં આવ્યો હતો. શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:કવિ શ્રેણી:૧૯૩૯માં જન્મ શ્રેણી:૧૯૬૬માં મૃત્યુ
ખારદુંગ લા
https://gu.wikipedia.org/wiki/ખારદુંગ_લા
ખારદુંગ લા અથવા ખારદુંગ ઘાટ એ ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લામાં આવેલો ઘાટ છે. આ ઘાટ લેહની ઉત્તરે લદ્દાખ પર્વતમાળા પર આવેલો છે અને સિંધુ નદીની ખીણ અને શ્યોક નદીની ખીણને જોડે છે. તે નુબ્રા ખીણનું પ્રવેશદ્વાર પણ બનાવે છે , જેની આગળ સિયાચીન હિમનદી આવેલી છે. આ ઘાટમાંથી પસાર થવા માટે વાહન ચલાવવા યોગ્ય માર્ગ ૧૯૭૬માં બનાવવામાં આવ્યો હતો અને ૧૯૮૮માં તેને જાહેર વાહન ચલાવવા માટે ખોલવામાં આવ્યો હતો. સીમા સડક સંગઠન (BRO) દ્વારા જાળવવામાં આવતો આ ઘાટ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તેનો ઉપયોગ સિયાચીન ગ્લેશિયર સુધી પુરવઠો પહોંચાડવા માટે થાય છે. આ માર્ગ વિશ્વના સૌથી ઊંચા વાહન ચલાવવા યોગ્ય માર્ગોમાંનો એક છે. ખારદુંગ લાની ઊંચાઈ ૫,૩૫૯ મીટર (૧૭,૫૮૨ ફીટ) છે. લેહમાં વસ્ત્રો વેચતા સ્થાનિક લોકો અને દુકાનો ખોટી રીતે દાવો કરે છે કે તેની ઊંચાઈ ૫,૬૦૨ મીટર (૧૮,૩૭૯ ફીટ) ની નજીક છે અને તે વિશ્વનો બીજો સૌથી ઊંચો વાહન ચલાવવા યોગ્ય ઘાટ છે. સંદર્ભ શ્રેણી:લડાખ
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ
https://gu.wikipedia.org/wiki/અરુણ_જેટલી_ક્રિકેટ_સ્ટેડિયમ
અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ એ બહાદુર શાહ ઝફર માર્ગ, નવી દિલ્હી ખાતે આવેલું ક્રિકેટ સ્ટેડિયમ છે. તેની સ્થાપના 1883 માં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ તરીકે કરવામાં આવી હતી, જે કોટલા કિલ્લાની નજીક છે, તે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પછી ભારતમાં હજુ પણ કાર્યરત બીજું સૌથી જૂનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. સન્માનની બાબત તરીકે, DDCA એ સ્ટેડિયમના ચાર સ્ટેન્ડને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદી, ભૂતપૂર્વ ભારતના ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથ, ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને દિલ્હીના રણજી ખેલાડી ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામ પરથી નામ આપ્યું છે. હોમ ટીમના ડ્રેસિંગ રૂમનું નામ રમણ લાંબા અને વિપક્ષના ડ્રેસિંગ રૂમનું નામ પ્રકાશ ભંડારીના નામ પર રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. 2016 સુધીમાં, ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ આ મેદાન પર ટેસ્ટ મેચોમાં 28 વર્ષથી વધુ અને ODI મેચોમાં 10 વર્ષથી વધુ સમયથી અપરાજિત રહી છે. અગાઉ સુનીલ ગાવસ્કરે આ મેદાન પર તેની 29મી ટેસ્ટ સદી ફટકારી ડોન બ્રેડમેનની 29 સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. આ મેદાન અનિલ કુંબલેની પાકિસ્તાન સામેની ઇનિંગમાં 10 વિકેટ માટે પણ જાણીતું છે અને સચિન તેંડુલકરની 35મી ટેસ્ટ સદી માટે ગાવસ્કરને પછાડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સદીઓ ધરાવનાર બેટ્સમેન બનવા માટે પણ આ મેદાન જાણીતું છે. 25 ઓક્ટોબર 2019 સુધીમાં, આ સ્ટેડિયમમાં 34 ટેસ્ટ, 25 ODI અને 6 T20Iનું આયોજન થયું છે. 12 સપ્ટેમ્બર 2019 ના રોજ, ભારતના ભૂતપૂર્વ નાણા પ્રધાન અને ભૂતપૂર્વ DDCA પ્રમુખ અરુણ જેટલીની યાદમાં સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું નામ રાજકારણીના નામ પર રાખવાનો નિર્ણય, જેઓ એક સમયે DDCAના પ્રમુખ હતા અને BCCIના ઉપાધ્યક્ષ પણ હતા, તેમનું 24 ઓગસ્ટ 2019ના રોજ અવસાન થયા પછી આવ્યું હતું. નામ બદલાવ અંગે બોલતા, DDCA ના વર્તમાન પ્રમુખ રજત શર્માએ કહ્યું: "તે અરુણ જેટલીના સમર્થન અને પ્રોત્સાહનથી જ વિરાટ કોહલી, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, આશિષ નેહરા, ઋષભ પંત અને અન્ય ઘણા ખેલાડીઓ ભારતને ગૌરવ અપાવી શક્યા." ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન બિશન સિંહ બેદી દ્વારા નામ બદલવાની ટીકા કરવામાં આવી છે. નામ બદલવાની ઘોષણા કર્યા પછી, DDCA એ સ્પષ્ટતા કરી કે સ્ટેડિયમનું માત્ર નામ બદલવામાં આવી રહ્યું છે પરંતુ મેદાન હજુ પણ ફિરોઝ શાહ કોટલા ગ્રાઉન્ડ તરીકે ઓળખાશે. ઇતિહાસ અહીં પ્રથમ મેચ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૧૦ નવેમ્બર ૧૯૪૮ના રોજ રમવામાં આવી હતી. રેકોર્ડસ 1952માં, પાકિસ્તાન સામે રમતા હેમુ અધિકારી અને ગુલામ અહેમદ વિક્રમી દસમી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાવેલ જે આજે પણ એક રેકોર્ડ તરીકે અડીખમ છે. 1965માં, એસ. વેંકટરાઘવન, તેમની પ્રથમ શ્રેણીમાં, પ્રથમ ઇનિંગમાં 72 રનમાં 8 અને બીજી ઈંનિંગમાં 80 રનમાં 4 વિકેટ લઈ ન્યુઝીલેન્ડની લાઇન અપને તોડી પાડી. 1969-70માં, બિશન સિંઘ બેદી અને એરાપલ્લી પ્રસન્નાએ સંયુક્ત રીતે ભારતને ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટે જીત અપાવી, આ જોડીએ પોતાની વચ્ચે 18 વિકેટ લીધી. 1981માં, [[[જ્યોફ બોયકોટ]] ગેરી સોબર્સના વર્લ્ડ રેકોર્ડ ટેસ્ટ એગ્રીગેટને વટાવી દીધો. વિશેષ સિદ્ધિઓ 1983-84માં, સુનીલ ગાવસ્કર તેની 29મી સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના ડોન બ્રેડમેનના લાંબા સમયથી ચાલતા રેકોર્ડની બરાબરી કરી હતી. 1999-2000માં, પાકિસ્તાન સામેની મેચમાં, અનિલ કુંબલેએ ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં 74 રન આપીને 10 આપી અને જિમ લેકર પછી એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર બીજા વ્યક્તિ બન્યા. 2005-06માં, આ જ મેદાન પર, સચિન તેંડુલકર તેની 35મી ટેસ્ટ સદી સાથે ગાવસ્કરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. પ્રતિબંધિત મુદ્દાઓ મેચ રેફરી ના એહવાલના આધારે 27 ડિસેમ્બર 2009ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI મેચ રદ કરવામાં આવી હતી કારણ કે પિચની સ્થિતિ મેચની યજમાની કરવા માટે અયોગ્ય તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ગ્રાઉન્ડ પર ICC દ્વારા 12 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપના એક સ્થળ તરીકે પરત ફર્યું હતું. ભારતીય પ્રીમિયર લીગ / આઈ.પી.એલ. 2008 થી આ સ્ટેડિયમ ઇન્ડિયન પ્રીમિયર લીગના દિલ્હી કેપિટલ્સ (અગાઉનું દિલ્હી ડેરડેવિલ્સ)નું હોમ વેન્યુ રહ્યું છે. ધૂમમ્સ ની ઘટના દિલ્હી ખાતે 2017-18માં ભારતમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમની ત્રીજી ટેસ્ટના બીજા દિવસ દરમિયાન, ધુમ્મસના કારણે શ્રીલંકાના ક્રિકેટરોને રમવાનું બંધ કરવા અને પ્રદૂષણ વિરોધી માસ્ક પહેરવાની ફરજ પડી હતી, જેથી રમતમાં વિક્ષેપ ઉભો થયો હતો. ક્રિકેટર લાહિરુ ગમાગને શ્વાસ લેવામાં તકલીફ હોવાના અહેવાલ હતા.[12] શ્રીલંકન ક્રિકેટ ટીમના કોચ નિક પોથાસ અહેવાલ આપ્યો કે દિલ્હીના મેદાન પર ગંભીર પ્રદૂષણની અસરને કારણે ક્રિકેટર સુરંગા લકમલ ને નિયમિતપણે ઉલટી થતી હતી. બપોરે 12:32 થી 12:49 વાગ્યાની વચ્ચે રમત અટકાવવામાં આવી હતી, જેના કારણે ભારતીય કોચ રવિ શાસ્ત્રી મેદાન પરના અમ્પાયરો સાથે સલાહ લેવા બહાર આવ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ સી.કે. ખન્નાએ શ્રીલંકાની ટીમ પર હોબાળો કરવાનો આરોપ મૂક્યો હતો જ્યારે ભારતીય દર્શકોએ ટીમને "મેલોડ્રામેટિક" ગણાવી હતી. ચોથા દિવસે, ભારતીય બોલર મોહમ્મદ શમી પણ મેદાન પર ઉલ્ટી કરતો જોવા મળ્યો હતો. મેચ બાદ, બંને ભાગ લેનારા દેશોએ પ્રદૂષણના ઉચ્ચ સ્તર ને કારણે દિલ્હીમાં ટેસ્ટ રમવાની પસંદગીની ટીકા કરી હતી. શ્રીલંકાના મેનેજર અસાન્કા ગુરુસિન્હા એ જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે બંને ટીમો તેમના ડ્રેસિંગ રૂમમાં ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરી રહી હતી, અને ભવિષ્યના ફિક્સરમાં એર-ક્વોલિટી મીટરનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. સંદર્ભ શ્રેણી:ક્રિકેટ શ્રેણી:દિલ્હી
રમેશ તન્ના
https://gu.wikipedia.org/wiki/રમેશ_તન્ના
રમેશ પ્રભુરામ તન્ના (૧ ડિસેમ્બર ૧૯૬૬) ગુજરાતી લેખક અને પત્રકાર છે. જીવન તેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૬૬ના દિવસે ઉત્તર ગુજરાતના અમરાપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુરામ તન્ના અને માતાનું નામ પ્રભાબેન હતું. તેઓએ પત્રકારત્વ વિષયમાં અનુસ્નાતક કર્યું છે. તેમણે ૨ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી છે. તેમણે અમેરિકાના ન્યુ યોર્કથી પ્રકાશિત થતાં ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકમાં પત્રકાર સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ૧૪ વર્ષ સુધી સેવા આપી છે. સર્જન પુસ્તકો તેમણે સમાજ વિષય પર ઘણાં પુસ્તકો લખ્યાં છે જે હકારાત્મક વાર્તાઓનો વિષય ધરાવે છે. સમાજની સુગંધ સમાજની સંવેદના સમાજનું અજવાળું સમાજની શ્રધ્ધા સમાજની કરુણા સમાજની સારપ સમાજની નિસબત સમાજની સુંદરતા સમાજની મિત્રતા સમાજનો છાંયડો મીઠડી માતૃભાષા પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા સંદર્ભો શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:૧૯૬૬માં જન્મ શ્રેણી:પત્રકાર
વાસુદેવ મહેતા
https://gu.wikipedia.org/wiki/વાસુદેવ_મહેતા
વાસુદેવ મહેતા (૨૮ માર્ચ, ૧૯૧૭ – ૯ માર્ચ, ૧૯૯૭) એ ગુજરાતી લેખક અને પત્રકાર હતા. જીવન તેમનો જન્મ ૨૮ માર્ચ, ૧૯૧૭ ના રોજ અમદાવાદ ખાતે મહેતા પરિવારમાં થયો હતો. વાસુદેવ મહેતા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર તરીકે ઓળખાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત નવસૌરાષ્ટ્ર સમાચારપત્રથી કરી હતી. ત્યારબાદ તેઓ જયંતિ દલાલના રેખા સાથે જોડાયા. ૧૯૪૮માં તેઓ રમણલાલ જાનીના દૈનિક પત્ર વર્તમાન સાથે જોડાયા. બાદમાં તેઓ ગુજરાત સમાચારમાં જોડાયા. તેના થોડાક સમય બાદ ક્ષયનો રોગ થયો, પણ તેમણે આ ક્ષય જેવી તે સમયની મહાકાય બીમારી ને સફળ રીતે માત આપી. ૧૯૭૦માં તેઓ સંદેશ વર્તમાનપત્ર સાથે જોડાયા. પુસ્તકો પેલેન્સ્ટાઈન ( ૧૯૪૭ ) આ પેલું રશિયા ( ૧૯૭૬ ) સંદર્ભ બાહ્ય કડી શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:૧૯૧૭માં જન્મ શ્રેણી:૧૯૯૭માં મૃત્યુ શ્રેણી:પત્રકાર
રામાનંદ સાગર
https://gu.wikipedia.org/wiki/રામાનંદ_સાગર
રામાનંદ સાગર (29 ડિસેમ્બર 1917 - 12 ડિસેમ્બર 2005) એક ભારતીય નિર્દેશક, નિર્માતા, લેખક અને સંપાદક હતા. તેઓ ભારત ની સૌથી લોકપ્રિય સિરિયલ રામાયણ (1987-1988) બનાવવા માટે તેઓ ખૂબ જાણીતા છે. પ્રારંભિક જીવન સાગરનો જન્મ લાહોર નજીક અસલ ગુરુકે ખાતે થયો હતો . તેમના પરદાદા, લાલા શંકર દાસ ચોપરા, લાહોરથી કાશ્મીર સ્થળાંતર કરી ગયા. રામાનંદને તેમના માતુશ્રીએ દત્તક લીધા હતા, જેમને કોઈ પુત્ર ન હતો, તે સમયે તેમનું નામ 'ચંદ્રમૌલી ચોપરા' થી બદલીને 'રામાનંદ સાગર' કરવામાં આવ્યું હતું. સાગરની જૈવિક માતાના અવસાન પછી, તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા અને તેની સાથે વધુ બાળકો થયા, જેમાં વિધુ વિનોદ ચોપરાનો સમાવેશ થાય છે , જે આમ સાગરના સાવકા ભાઈ છે. સાગર દિવસ દરમિયાન પટાવાળા, ટ્રક ક્લીનર, સાબુ વિક્રેતા, સુવર્ણકાર એપ્રેન્ટિસ વગેરે તરીકે કામ કરતો હતો અને રાત્રે તેની ડિગ્રી માટે અભ્યાસ કરતો હતો. તેઓ 1942 માં પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ફારસીમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. તેઓ અખબાર દૈનિક મિલાપના સંપાદક પણ હતા . તેમણે "રામાનંદ ચોપરા", "રામાનંદ બેદી" અને "રામાનંદ કાશ્મીરી" જેવા નામોથી ઘણી ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, કવિતાઓ, નાટકો વગેરે લખ્યા. 1942માં જ્યારે તેમને ક્ષય રોગ થયો ત્યારે તેમણે તેમની લડાઈ વિશે એક વ્યક્તિલક્ષી કૉલમ "ટીબીના દર્દીની ડાયરી" લખી. લાહોરના અદબ-એ-મશ્રિક સામયિકમાં આ કૉલમ શ્રેણીમાં પ્રકાશિત કરવામાં આવી હતી . 1932માં, એક મૂંગી ફિલ્મ, રાઈડર્સ ઓફ ધ રેલ રોડમાંક્લેપર બોયતેની સ્ત્રી તરીકેની ફિલ્મની શરૂઆત કરી . ભારત ભાગલા પછી તેઓ 1949 માં બોમ્બે શિફ્ટ બની . 1960માં જીતેલી હતીનો ફિલ્મફેર શ્રેષ્ઠ સંવાદ પુરસ્કાર જીત્યો હતો , જે સ્વ . પેઈડા જેનું નિર્દેશન એસએસ વાસન દિલ્હીપ કુમાર જયંતિમાલા રાજ કુમારમાટેજેનું નિર્દેશન કરવામાં આવ્યું હતુંઅને તારાંકિત,અને. કારકિર્દી 1964માં તેમણે રાજેન્દ્ર કુમાર સાથે કુંજતિમાલારાજ ફિલ્મ માટે તેમને ફિલ્મફેરફાર શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર મળ્યો હતો . 1979માં, રાજેશ ખન્ના , રેખા મૌશ્મી ચેટર્જી સાથે તેમની દિગ્દર્શિત પ્રેમ બંધન વ્યાવસાયિક રીતે સફળ રહી, જે તે સમયની ફિલ્મ છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનાર બની. 1982 માં, તેમણે ધર્મેન્દ્ર, હેમા માલિની રીના રોયની પુષ્ટિ ભાગવતનું દિગ્દર્શન કર્યું જે ખૂબ જ યોગ્ય સાબિત થયું.અને, જે અનુક્રમે વર્ષ 1960 અને 1965 માં બ્લોકબસ્ટર બની હતી. ૧૯૭૦ ના દાયકા બાદ તેમણે ફિલ્મો બનાવવાનું છોડીને ટીવી સિરિયલો બનાવવાનું શરૂ કર્યું, શરૂઆતના તબક્કામાં વિક્રમ બેતાલ, અલીફ લૈલા જેવી સફળ સિરિયલો બનાવી. ત્યારબાદ તેમણે લોકપ્રિય સિરિયલ રામાયણ (૧૯૮૯-૮૮) બનાવી. આ રામાયણ ટુંક જ સમયમાં વિશ્વની સૌથી વધુ જોવાતી ધાર્મિક સિરિયલ બની ગઈ. આ સીરિયલ એ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક વિક્રમો સ્થાપિત કર્યા. લોકો ની માંગ વધતા તેમણે ઉત્તર કાંડ માટે વધારે એપિસોડ બનાવી ૭૮ એપિસોડ માં રામાયણ પૂરું કર્યું. ત્યારબાદ પણ તેમણે શ્રીકૃષ્ણ અને સાઈબાબા જેવા સફળ સિરિયલો બનાવ્યા. મૃત્યુ રામાનંદ સાગરે લાંબી બિમારી બાદ ૮૮ વર્ષની વયે મુંબઈ ખાતે દેહત્યાગ કર્યો. ડિસેમ્બર 2019 માં, તેમના પુત્ર પ્રેમ સાગરે તેમના જીવન પર એક પુસ્તક લોન્ચ કર્યું, "એન એપિક લાઇફ: રામાનંદ સાગર, ફ્રોમ બરાટ ટુ રામાયણ" . આમા રામાનંદ સાગરનું ચરિત્ર છે જે તેમના જીવન પુસ્તકો અને એક કારકુન ફિલ્મ હવેના મહાન નિર્માતા જૂથના એક સુધી તેમની સફર દર્શાવે છે. પુરસ્કારો તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી 2004માં અને 1997માં "ડૉક્ટર ઑફ લીચર" એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.
હેન્રી એલેક્ઝાંડર મરે
https://gu.wikipedia.org/wiki/હેન્રી_એલેક્ઝાંડર_મરે
REDIRECT હેન્રી મરે
ઉદ્યોગપર્વ
https://gu.wikipedia.org/wiki/ઉદ્યોગપર્વ
thumb|Brooklyn Museum—શ્રીકૃષ્ણ પાંડવોને માર્ગદર્શન આપે છે. ઉદ્યોગપર્વ () એ વેદવ્યાસ રચિત અને ગણેશ દ્વારા લિખિત મહાકાવ્ય મહાભારતનું પાંચમું પર્વ છે.van Buitenen, J.A.B. (1978) The Mahabharata: Book 4: The Book of the Virata; Book 5: The Book of the Effort. Chicago, IL: University of Chicago PressGanguli, K. M. (1883–1896) "Udyoga Parva" in The Mahabharata of Krishna-Dwaipayana Vyasa (12 Volumes). CalcuttaDutt, M.N. (1896) The Mahabharata (Volume 5): Udyoga Parva. Calcutta: Elysium Pressvan Buitenen, J.A.B. (1973) The Mahabharata: Book 1: The Book of the Beginning. Chicago, IL: University of Chicago Press, p 476Debroy, B. (2010) The Mahabharata, Volume 1. Gurgaon: Penguin Books India, pp. xxiii–xxvi ઉદ્યોગપર્વ કુલ ૧૦ ઉપપર્વમાં વહેંચાયેલું છે. દસ પર્વમાં મળીને કુલ ૧૯૬ અધ્યાય છે. વિરાટપર્વમાં વર્ણવેલ અજ્ઞાતવાસની સમાપ્તિ બાદ પાંડવો પરત આવીને દુર્યોધન પાસે પોતાનું અડધું રાજ્ય માંગે છે, તે ન મળતાં શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને શાંતિ અને સુલેહનો પ્રયત્ન કરે છે, જે પણ નિષ્ફળ જતાં અનિષ્ટાપત્તિ તરીકે પાંડવો યુદ્ધની તૈયારી કરે છે, આ તમામ કથાનો સમાવેશ ઉદ્યોગપર્વમાં કરવામાં આવ્યો છે. ઉદ્યોગપર્વના ઉપપર્વ પ્રજાગરપર્વ(અધ્યાય ૩૩-૪૦)માં વિદુર નીતિ રૂપે રાજાના કર્તવ્યો વિષે સમજ આપવામાં આવી છે. સનત્સુજાતપર્વમાં બ્રહ્માના પુત્ર સનત્સુજાત દ્વારા ધૃતરાષ્ટ્રને પરમાત્માના સ્વરૂપનું વર્ણન, બહ્મચર્ય, બ્રહ્મ-નિરૂપણ અને બ્રહ્મજ્ઞાનનો એ સર્વનો બોધ કરવામાં આપે છે. સનત્સુજાત ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે મૃત્યુ એ બીજું કાંઈ નથી પણ પ્રમાદ,કામ, ક્રોધ, મોહ અને અહંકારથી ગ્રસ્ત થવાની ક્રિયા છે. આમ, જો આવા દુર્ગુણોથી કોઈનું મન આચ્છાદિત ન હોય તો તે મૃત્યુને પ્રાપ્ત થતો નથી. હા તે શરીર અવશ્ય બદલે છે પરંતુ તેનું મૃત્યુ થતું નથી. મનુષ્યના સંસ્કાર, પ્રકૃતિ અને ગુણ અવગુણ એ આત્માની સાથે પ્રવાસ કરે છે. જે કામના અને વિષયોની આસક્તિમાં ફસાયા વિના, કર્મમાં વિશ્વાસ રાખીને જીવન જીવે છે, તે અસંખ્ય યોનિના ચક્કરમાંથી મુક્ત થાય છે. અન્ય સૌ મૃત્યુને પામે છે. આ પર્વમાં સનત્સુજાત વ્યક્તિમાં બાર સદ્ગુણો અને બાર દુર્ગુણોનું વર્ણન કરે છે. તે પૈકી મદ (અહંકાર)ના અઢાર દોષ પણ બતાવે છે. આ પર્વનું માનવ જીવનમાં મહત્વ એ પરથી સમજાય છે અદ્વૈત વેદાંતના સ્થાપક આદિ શંકરાચાર્યે આ ઉપપર્વ પર પોતાનું ભાષ્ય લખ્યું છે. માળખું અને પ્રકરણો આ પર્વમાં મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મૂળ મહાભારતમાં આ પર્વમાં દસ ઉપપર્વ અને ૧૯૬ અધ્યાય છે. સમીક્ષિત આવૃત્તિમાં ૧૯૯ અધ્યાય છે.દરેક ઉપપર્વ અને તેમાં આવતી કથા નીચે મુજબ છે: ૧. સેનોદ્યોગપર્વ (અધ્યાય: ૧–૧૯) એક વર્ષના અજ્ઞાતવાસ સહિત પાંડવોનો ૧૩ વર્ષનો વનવાસ પૂર્ણ થઈ ગયો અને ત્યાર બાદ વિરાટ કુંવરી ઉત્તરા સાથે સૌભદ્રેય અભિમન્યુના વિવાહ સંપન્ન થયા બાદ હજુ પાંડવો, શ્રીકૃષ્ણ તથા અન્ય આપ્તજનો મત્સ્ય દેશના પાટનગર વિરાટ નગરમાં જ છે. લગ્નના બીજા દિવસે સભામાં પાંડવો, પાંચાલ નરેશ દ્રુપદ, સાત્યકિ, પ્રદ્યુમ્ન, સામ્બ, પિતા વાસુદેવ સહિત શ્રીકૃષ્ણ અને બલરામ તેમજ વિવાહમાં આમંત્રિત વિવિધ દેશના રાજાઓ પણ ઉપસ્થિત છે. ત્યારે વિરાટ સભામાં શ્રીકૃષ્ણ ઊભા થઈને ભાષણ આપે છે. તેઓ કહે છે કે કૌરવોએ દ્યૂતમાં કપટ આચર્યું હોવા છતાં પણ તેની શરતો મુજબ પાંડુપુત્રોએ વનવાસ અને અજ્ઞાતવાસ સફળતાથી પૂરો કર્યો છે. આપ સૌ જાણો છો કે પાંડુપુત્રોની બાલ્યાવસ્થામાં પણ તેમની પિતૃક સંપત્તિ અને રાજ્ય પડાવી લેવા ષડ્યંત્રો દ્વારા પાંડવોને મારી નાખવાના પ્રયાસ ધૃતરાષ્ટ્ર અને તેમના પાપી પુત્રોએ કર્યા હતા. પણ તેમાં તેઓ સફળ ન રહેતાં, આખરે ધૃતરાષ્ટ્ર પુત્રોએ પાંડવોનું રાજ્ય દ્યૂતગૃહમાં કપટથી હરી લીધું છે. પાંડવોને તે પરત મેળવવાની અભિલાષા પણ છે. જો ધર્મ અને અર્થના વિરુદ્ધનું કાંઈ મેળવવાનું હોય તો મહાત્મા યુધિષ્ઠિરને એક નાનું ગામ પણ નથી જોઈતું પરંતુ જો તેમની પૈતૃક સંપત્તિ અને રાજ્ય મેળવવાનું ધર્મસભર હોય તો તેઓેએ તે પુનઃ પ્રાપ્ત કરવું જોઈએ. હવે જો કૌરવો તેમને તેમનું રાજ્ય પરત નહીં આપે તો પાંડવો તે સૌનો સંહાર કરશે. જો તેમને એમ લાગતું હોય કે પાંડવો અલ્પ સંખ્યામાં હોઈને કૌરવોને તે જીતી નહીં શકે તો તે કૌરવોની મોટી ભૂલ હશે. પરંતુ કૌરવોનો પક્ષ જાણ્યા વિના યુદ્ધનો વિચાર યોગ્ય નથી. દુર્યોધન પાંડવોની ભૂમિ પરત કરવા માંગે છે કે નહીં તે જાણવા તો કોઈ ધર્મશીલ કુલીન અને સાવધાન દૂત મોકલવો જોઈએ. આપ સૌ વિદ્વાનો અને ગુણીજનો સમક્ષ હું આ પ્રસ્તાવ મૂકું છું, કે આ સભામાંથી કોઈ દૂત કૌરવસભામાં જઈને પાંડવોની વાત જણાવે અને કૌરવોને અડધું રાજ્ય આપવા વિવશ કરે. આ સાંભળીને શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલદેવજીએ પણ આ મુજબ પોતાનું વક્તવ્ય આપ્યું: વીર કુન્તીપુત્રો ધર્મ મુજબ અડધું જ રાજ્ય માંગે છે, જે સર્વથી ઉચિત છે અને દુર્યોધન પણ એ સમજશે કે પાંડવો આખું રાજ્ય નથી માંગતા. તે અડધું રાજ્ય આપીને અને પાંડવો અડધું રાજ્ય મેળવીને શાંતિપૂર્વક એકબીજાના સહયોગ સહિત જીવશે. માટે શ્રીકૃષ્ણની જેમ જ હું પણ માનું છું કે કોઈ દૂત કૌરવસભામાં જઈને વયોવૃદ્ધ કૌરવો અને વિદ્વજ્જનોને ઉચિત રીતે પાંડવોને અડધું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મૂકે. પણ આવા પ્રસ્તાવ દરમિયાન દુર્યોધનને કોઈ પણ રીતે કુપિત ન કરવો જોઈએ કારણકે યુધિષ્ઠિર સર્વથા નિર્દોષ તો નથી જ. તે દ્યૂતસભામાં અનેક હરાવી શકાય તેવા જુગારીઓ હોવા છતાં ગાંધાર નરેશના પુત્ર અને દ્યૂતમાં નિપુણ એવા શકુનિની સામે રમવાનું દુઃસાહસ કર્યું. આમ જુગારની આસક્તિના કારણે તેમણે રાજ્ય ગુમાવ્યું છે. તેથી દૂત એવો હોવો જોઈએ કે જે સામ વાપરીને જ દુર્યોધનને મનાવે. વળી, અત્યારથી કૌરવ-પાંડવ યુદ્ધની આકાંક્ષા કરવી યોગ્ય નથી માટે આમ કરવા ઉદ્યત ન થવું જોઈએ. યુદ્ધમાં કોઈનું ભલું થતું નથી અને તેના દ્વારા અનીતિનો જ વર્તાવ બન્ને પક્ષો તરફથી થતો હોય છે. બલદેવજીના આ શબ્દો સાંભળતાં જ શિનિવંશી સાત્યકિ ઊભા થઈ ગયા અને સકોપ બલદેવની આલોચના કરતાં બોલ્યા કે, જેમ એક જ વૃક્ષની એક ડાળી ફળોથી લચી પડે છે અને બીજી ડાળી પર એક પણ ફળ નથી હોતું, એવી જ રીતે એક જ પુરુષમાં જ શૂરવીર અને કાપુરુષ બન્નેનો વાસ હોય છે. મને તમારી વાણી માટે તમારો દોષ નથી દેખાતો, પરંતુ મહાત્મા યુધિષ્ઠિરમાં આટલાં નિર્ભીક બનીને કોઈ દોષારોપણ કરે અને ભરી સભાના વિદ્વજ્જન ચૂપચાપ આ સાંભળી રહ્યા છે તેમનો દોષ મને અવશ્ય દેખાય છે. યુધિષ્ઠિર દ્યૂતક્રીડા જાણતા ન હોવા છતાં ધૂર્ત મંડળીએ તેમનો વિશ્વાસઘાત કરીને તેમને હરાવ્યા એ ઘૃણાને પાત્ર છે. મહાત્મા યુધિષ્ઠિર તેમના રાજ્ય મેળવવું એ જ નૈયાયિક વાત છે. કૌરવો એવો મિથ્યા દાવો કરે છે કે તેઓએ પાંડવોને અજ્ઞાતવાસની અવધિ પુરી થયા પહેલાં જ ઓળખી લીધા હતા, તો કેમ કહી શકાય કે તેઓ કપટી નથી ? આતતાયી શત્રુઓનો નાશ કરવામાં અધર્મ નથી, પણ તેમની યાચના કરવામાં અધર્મ છે. યુયુધાનની વાતનું સમર્થન કરતાં રાજા દ્રુપદે પણ આમ કહ્યું: તમારી વાત સાચી છે સાત્યકિ, દુર્યોધન મધુર વ્યવહારથી કદાપિ રાજ્ય નહીં આપે અને પુત્રમોહી ધૃતરાષ્ટ્ર તેનો સાથ આપશે. દીનતાવશ ભીષ્મ અને દ્રોણ અને મૂર્ખતાવશ કર્ણ અને શકુનિ પણ તેનો સાથ આપશે. મારી દૃષ્ટિએ બલદેવજીની વાત યોગ્ય નથી. દુર્યોધન માટે મધુર અને મૃદુ વર્તન કરવું એટલે ગદર્ભ સાથે મૃદુ અને ગાય સાથે કઠોર વર્તન કરવા બરાબર છે. મારા મત અનુસાર હવે જુદા જુદા રાજાઓની શીઘ્રતાથી મદદ માંગીને સૈન્ય એકત્રિત કરવું જોઈએ. કૌરવ પાંડવો પૈકી જે સૌ પ્રથમ સહાય માંગશે અન્ય રાજાઓ તેના પક્ષે જ લડશે. માટે મારું મંતવ્ય છે કે આપણે શીઘ્રગામી દૂતને શલ્ય, ધૃષ્ટકેતુ, જયત્સેન કેકયકુમારો, ભગદત્ત, અમિતૌજા, કૃતવર્મા, અન્ધક, દીર્ઘપ્રજ્ઞ, તથા રોચમાન પાસે મોકલવા જોઈએ. રાજા બૃહન્ત, સેનાબિંદુ, સેનજિત, પ્રતિવિન્ધ્ય, ચિત્રવર્મા, સુવાસ્તુકુ, બહ્લિક, મુંજકેશ, ચૈદ્યરાજ, સુપાર્શ્વ, સુબાહુ, મહારથી પૌરવ, શકનરેશ, પહ્લવરાજ, સુરારિ, નદીજ, ભૂપાલ કર્ણવેષ્ટ, નીલ, વીરધર્મા, ભૂમિપાલ, દન્તવક્ર, રુક્મી, જનમેજય, આષાઢ, વાયુવેગ, પૂર્વપાલી, ભૂરિતેજા, દેવક, પુત્રો સહિત એકલવ્ય, કરુષ દેશના ઘણા નરેશ, ક્ષેમધૂર્તિ, કામ્બોજ નરેશ, ઋષિક દેશના રાજા, પશ્ચિમ દ્વીપવાસી નરેશ, કાશ્ય, પંચનદ પ્રદેશના રાજા, ક્રાથપુત્ર, સુશર્મા, મણિમાન, યોતિમસ્તક, ધૃષ્ટકેતુ, તુણ્ડ, દણ્ડધાર, બૃહત્સેન, અપરાજિત, નિષાદરાજ, શ્રેણિમાન, વસુમાન, બૃહદ્વલ, મહૌજા, સમુદ્રસેન અને તેમના પુત્ર, ઉદ્ભવ, ક્ષેમક, વાટધાન, શ્રુતાયુ, દૃઢાયુ, પરાક્રમી શાલ્વપુત્ર અને કલિંગરાજ પાસે મોકલવા જોઈએ અને કૌરવો પહેલાં જ આપણે તેમની યુદ્ધમાં આપણા પક્ષે લડવા આમંત્રણ આપવું જોઈએ.( ૪.૪.૮ થી ૪.૪.૨૪) મત્સ્યરાજ આ મારા પુરોહિતને કોને શું કહેવાનું છે તે સમજાવીને ધૃતરાષ્ટ્રને ત્યાં મોકલો. શ્રીકૃષ્ણ ઊભા થઈને બોલ્યા કે હે રાજન ! આપ વયમાં અને જ્ઞાનમાં અમારા સૌથી મોટા છો, માટે આપ દૂતને શું કહેવું તે સમજાવીને ધૃતરાષ્ટ્રને ત્યાં મોકલો અને જો તે ન માને તો અન્ય રાજાઓને યુદ્ધમાં પાંડવ પક્ષે લડવાનું આમંત્રણ પણ મોકલો. અમે તો વિવાહ કાર્યમાં આવ્યા હતા અને હવે વિદાય થઈ જઈશું. ત્યાર બાદ શ્રીકૃષ્ણને માન સહિત રાજા વિદાય કરે છે. તેમની વિદાય પશ્ચાત્ યુધિષ્ઠિર સહિત પાંડવો યુદ્ધની તૈયારી કરે છે, રાજા દ્રુપદ પુરોહિતને દૂત તરીકે ધૃતરાષ્ટ્રના રાજ્યમાં મોકલે છે તથા અન્ય રાજાઓને યુદ્ધ પાંડવો પક્ષે લડવા માટેનું નિમંત્રણ પણ અન્ય દૂતો સાથે મોકલે છે. શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળે છે અને સૌ દૂત રવાના કરીને અર્જુન પોતે શ્રીકૃષ્ણની મદદ માંગવા દ્વારકા જવા નીકળે છે. આ જ સમયે દુર્યોધનને તેના ગુપ્તચર દ્વારા આ વાતની ખબર પડે છે અને તે પણ દ્વારકા જવા નીકળી જાય છે. સૌને ખબર છે કે શ્રીકૃષ્ણ પાસે પોતાની નારાયણી સેના છે. આમ યુદ્ધમાં સૌથી અગત્યની સહાય શ્રીકૃષ્ણ જ કરી શકે તેમ છે. બન્ને ત્યાં પહોંચે છે ત્યારે શ્રીકૃષ્ણ સૂતા હોય છે. શ્રીકૃષ્ણના શયનકક્ષમાં પહેલાં દુર્યોધન પહોંચે છે અને શ્રીકૃષ્ણના મસ્તક તરફ રાખેલા એક સિંહાસન પર આરૂઢ થઈ જાય છે. ત્યાર બાદ અર્જુન પણ તે કક્ષમાં પ્રવેશ કરે છે અને શ્રીકૃષ્ણના પગ પાસે ઊભા રહે છે. વૃષ્ણિકુલનંદન શ્રીકૃષ્ણ જાગે છે અને અર્જુનને જુએ છે ત્યાર બાદ તેમની દૃષ્ટિ દુર્યોધન પર પડે છે. જ્યારે શ્રીકૃષ્ણ બન્નેને આગમનનું કારણ પૂછે છે, ત્યારે દુર્યોધન કહે છે કે કૌરવો-પાંડવો વચ્ચે યુદ્ધ થવાનું છે અને તે માટે હું તમારી સહાય માંગવા આવ્યો છું. હે મધુસૂદન ! મહાન પુરુષો પોતાની પાસે મદદ માંગવા આવેલાં સૌને તેમના આવવાના ક્રમમાં મદદ કરે છે. વળી, મારી અને પાંડવો બન્નેની સાથે આપનો સંબંધ એકસરખો જ છે, તો મને સહાય કરો. શ્રીકૃષ્ણ કહે છે કે રાજન ! તમે પહેલા આવ્યા છો પણ મારી દૃષ્ટિ પહેલા અર્જુન પર પડી છે, વળી, તેથી હું બન્નેને મદદ કરીશ. શાસ્ત્રો કહે છે કે નાનાને પ્રથમ મદદ કરવી જોઈએ, તેથી પહેલા હું અર્જુનની માંગનો સ્વીકાર કરીશ. મારી પાસે દસ કરોડ ગોપની નારાયણી સેના છે. એક તરફથી મારી એ સેના લડશે જેના એક એક સૈનિક ખૂબ જ વીર યોદ્ધા છે અને બીજી તરફ હું હોઈશ. પણ હું કોઈ શસ્ત્ર ઘારણ નહીં કરું. અર્જુન પહેલા આ બે પૈકી એક તું પસંદ કરી લે. તું નાનો છે એટલે તારો અધિકાર પહેલો છે. ત્યારે અર્જુને શ્રીકૃષ્ણની પસંદગી કરી. આની સાથે જ દુર્યોધને સેનાની માગણી કરી દીધી. દુર્યોધન શ્રીકૃષ્ણ અને અર્જુનને ઠગી લેવાના સંતોષ સાથે ત્યાંથી બળદેવ પાસે જાય છે. બલરામજી દુર્યોધનને કહે છે કે વિરાટ નગરમાં મેં જે કહ્યું હતું તે તમને ખબર પડી જ ગઈ હશે. મધુસૂદનને મારી વાત નહોતી ગમી પણ હું તેમના વગર રહી શકું તેમ નથી. માટે હું આ યુદ્ધમાં કોઈના પક્ષે નહીં લડું એવો મેં નિર્ણય કર્યો છે. ત્યાર બાદ દુર્યોધન કૃતવર્માને ત્યાં જાય છે. કૃતવર્મા તેને એક અક્ષૌહિણી સેના આપે છે. શ્રીકૃષ્ણ અર્જુનને પૂછે છે કે તારી પાસે બન્નેમાંથી જે માંગવું હોય તેનો વિકલ્પ હતો અને હું તો યુદ્ધ કરવાનો નથી, છતાં તેં સેના કેમ ન માંગી ? અર્જુન કહે છે કે તમે એકલા જ સામેની સેનાનો નાશ કરી શકો તેમ છો, હું પણ પુરી સેનાનો નાશ કરી શકું તેમ છું. પણ પ્રભુ તમે સંસારમાં એટલાં યશસ્વી છો કે તમે જ્યાં હશો ત્યાં જ વિજય હશે. મારા મનમાં ઘણા સમયથી ઇચ્છા હતી કે તમને મારા સારથિ બનાવું. તો કૃપા કરીને મારી એ અભિલાષા પૂરી કરો. શ્રીકૃષ્ણ ની હા સાંભળીને હર્ષિત અર્જુન યુધિષ્ઠિર પાસે પરત જાય છે. પાંડવોના દૂતની વિનંતી બાદ માદ્રીના ભાઈ અને મદ્ર દેશના રાજા શલ્ય પોતાની અક્ષૌહિણી સેના સાથે બહેન માદ્રીના પુત્રો સહદેવ નકુળ અને અન્ય પાંડવો તરફથી યુદ્ધ કરવા નીકળે છે. તે વખતની ગણતરી મુજબ ઓછામાં ઓછા ૨૧,૮૭૦ રથ, એટલાં જ હાથી, મહાવત અને હાથી પર બેસી લડવાવાળા યુદ્ધવીરો, ૬૫,૬૧૦ ઘોડા અને ઘોડેસવારો અને ૧,૦૯,૩૫૦ પાયદળનું સૈન્યને અક્ષૌહિણી સેના કહેવાય. તેમાં ૩૦ સેનાપતિ દર ત્રણ સેનાપતિ દીઠ એક અનીકાધિપતિ, આમ કુલ ૧૦ સેનાપતિ અને સૌથી ઊપર એક મહાસેનાપતિ હોય. આટલી મોટી સેના લઈને મદ્ર નરેશ નીકળ્યા તેની ખબર મળતાં જ દુર્યોધને તેમના રસ્તામાં અનેક જગ્યાએ પડાવની વ્યવસ્થા કરી દીધી અને સેનાનું સ્વાગત તેના અનુચરો દ્વારા ઉત્તમ રીતે થાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી. એક આવા જ પડાવમાં શલ્યે પ્રસન્ન થઈ કહ્યું કે આ વ્યવસ્થામાં લાગેલા સૌને બોલાવો હું એમને પુરસ્કૃત કરવા માંગું છું. હું યુધિષ્ઠિરનો પણ ખાસ આભાર માનીશ જેમણે આટલી સુંદર વ્યવસ્થા કરી છે. ત્યારે કપટી દુર્યોધન સામે આવે છે અને કહે છે કે મામાજી તમે જે જે જગ્યાએ મુકામ કર્યો તે સૌ છાવણીઓ મારા કહેવાથી મારા સેવકોએ બનાવી છે. તમારી સરભરામાં કોઈ ખોટ તો નથી રહી ગઈ ને ? આ સાંભળીને શલ્ય દુર્યોધનના આ ઉપકારવશ તેને કાંઈક માંગવાનું કહે છે, ત્યારે દુર્યોધન તેમને પોતાના તરફથી લડવાનું વચન માંગે છે. શલ્ય તે સ્વીકારે છે. ત્યાર બાદ તે કહે છે કે મારે યુધિષ્ઠિરને પણ મળવા જવું છે. તે યુધિષ્ઠિરને મળવા જાય છે અને તેમને સમગ્ર બનાવથી વાકેફ કરે છે. યુધિષ્ઠિર કહે છે કે, મામા તમારું વચન મને શિરોમાન્ય છે, પરંતુ એક વિનંતી આપ સ્વીકારો તો હું કૃતાર્થ થઈશ. આ યુદ્ધમાં કૌરવોના ઘણા સેનાપતિ વીરગતિને પ્રાપ્ત થાય પછી કર્ણ યુદ્ધમાં ઊતરશે અને ત્યારે તે શ્રેષ્ઠ સારથિ તરીકે આપની જ પસંદગી કરશે કારણકે આ જગતમાં શ્રીકૃષ્ણ બાદ શ્રેષ્ઠ સારથિ આપ જ છો. તો જ્યારે તમે કર્ણના સારથિ બનો ત્યારે યુદ્ધ દરમિયાન જુદા જુદા વચનો બોલીને તેનું અભિમાન ઉતારજો. શલ્ય તે વાત સાથે સહમત થાય છે અને કહે છે કે જે રીતે દ્યૂત સભામાં કર્ણ તમને અને દ્રૌપદીને અભદ્ર શબ્દો બોલ્યો હતો તે કારણે તેના પ્રારબ્ધમાં એવું જ લખ્યું છે. મહામના ! દેવોના રાજા ઇન્દ્રએ પણ પોતાની પત્ની સાથે ખૂબ દુઃખ ભોગવ્યું હતું. આ સાંભળીને યુધિષ્ઠિર તેમને પૂછે છે કે ઇન્દ્રએ કયું દુઃખ ભોગવ્યું હતું તેની કથા મને કહો. તેથી શલ્ય નીચે મુજબ ઇન્દ્ર અને તેમનાં પત્નીની કથા કહે છે. સમીક્ષિત આવૃત્તિમાં આ કથા ઇન્દ્રવિજયોપાખ્યાન મથાળા હેઠળ અધ્યાય ૯માં શરૂ થાય છે. ત્વષ્ટા નામના એક પ્રજાપતિ હતા જે દેવોમાં શ્રેષ્ઠ તપસ્વી તરીકે જાણીતા હતા. એમ કહેવાય છે કે દેવેન્દ્ર પ્રતિ દ્રોહ ભાવને કારણે તેમણે એક ત્રણ માથાંવાળો પુત્ર ઉત્પન્ન કર્યો. તે તેજસ્વી બાળકનું નામ વિશ્વરૂપ હતું. એ પોતાના ત્રણ મુખમાંથી એક દ્વારા વેદોનું ગાન કરતો બીજા મુખથી સુરાપાન કરતો અને ત્રીજા મુખથી ચોતરફ ધ્યાન રાખતો અને ત્રણેય મુખથી ઇન્દ્રનું સ્થાન મેળવાની પ્રાર્થના કરતો. તે ખૂબ જ ધર્મપરાયણ, તેજસ્વી, નિર્મળ મનવાળો તપસ્વી હતો. આ જોઈને ઇન્દ્રને પોતાનું સ્થાન ભયમાં લાગ્યું અને તેમણે ત્રિશિરા(ત્રણ શિરવાળો માણસ)નું તપ ભંગ કરવા અપ્સરાઓને મોકલી પણ વિશ્વરૂપ આનાથી વિચલિત ન થયો. પરિણામે ઇન્દ્રે તેનો વધ કરવાનું નક્કી કરીને જંગલમાં તેનો શિરચ્છેદ કર્યો. મૃત્યુ બાદ પણ તેનું તેજ જોઈ ઇન્દ્ર અસ્વસ્થતા અનુભવે છે. તેથી તે એક કઠિયારાને કહે છે કે તું આના મસ્તકના ટુકડા કરી નાંખ. કઠિયારો તેમ કરે છે. જ્યારે ત્વષ્ટાને તે ખબર પડે છે ત્યારે તે અગ્નિને અંજલિ આપીને તેમાંથી વૃત્રાસુર નામનો રાક્ષસ પેદા થાય છે. ત્વષ્ટા તેને કહે છે કે તું ઇન્દ્રને મારી નાંખ. વૃત્રાસુર અને ઇન્દ્ર વચ્ચે ઘોર યુદ્ધ થાય છે અને વૃત્રાસુર ઇન્દ્રને પકડીને પોતાના મુખમાં મૂકી દે છે. આ જોઈને સમગ્ર દેવતા ગણ જૃમ્ભિકા (બગાસું)નું નિર્માણ કરે છે જે વૃત્રાસુરના મુખમાં વાસ કરે છે અને તે બગાસું ખાય છે. આ તકનો લાભ લઈને ઇન્દ્ર તેનાં મોંઢામાંથી બહાર નીકળી જાય છે. ત્યાર બાદ સૌ દેવતા સહિત ઇન્દ્ર વિષ્ણુ ભગવાન પાસે જઈને સહાય માંગે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હું અદૃશ્ટરૂપે તમારા વજ્રમાં વિરાજમાન થઈશ જેથી તમે વૃત્રાસુરનો નાશ કરી શકશો. પરંતુ બીજી તરફ વૃત્રાસુરને સૌ ઋષિ મુનિઓ વિનંતી કરે છે કે તે ઇન્દ્ર જોડે સંધિ કરી લે કારણકે તેમનું યુદ્ધ ખૂબ લાંબું ચાલ્યું છે અને બન્ને એટલાં બળશાળી છો કે આ યુદ્ધનો અંત નહીં આવે. ત્યારે વૃત્રાસુર દેવો સાથે એ શરતે સંધિ કરે છે કે તેને એવું વરદાન મળે કે તે સુકી કે લીલી વસ્તુ, લાકડું કે પત્થર, અસ્ત્ર કે શસ્ત્ર, દિવસે કે રાત્રે ન મરે. ઇન્દ્ર સંધિ તો કરી લે છે પરંતુ તે વૃત્રાસુરને કેમ મારવો તેના વિચારમાંથી બહાર આવી શકતા નથી અને પરિણામે સતત ઉદ્વિગ્ન રહે છે. પરિણામે એક વખત સંધ્યાના સમયે તે સમુદ્રમાં જામેલી એક ફેણમાં વજ્રને મૂકીને તે વૃત્રાસુર પર છોડીને તેનો વધ કરે છે. પરંતુ હજુ તેમને ત્રિશિરાના વધથી લાગેલ બ્રહ્મહત્યાનું પાપ મનમાં જ સતાવતું હતું તેથી તેઓ સૌ લોકને છેડે એકાંતમાં રહેવા લાગ્યા. ઇન્દ્રની ગેરહાજરીમાં પૃથ્વીનું પાલન થતું અટકી ગયું, વૃક્ષો સુકાવા માંડ્યા. એટલે ઋષિઓ અને દેવોને ચિંતા થાય છે કે ઇન્દ્રની ગેરહાજરીમાં સ્વર્ગલોકનો રાજા તો હોવો જોઈએ ત્યારે ઋષિઓએ સલાહ આપી કે ચંદ્રવંશી ધર્મપરાયણ રાજા નહુષ સ્વર્ગલોકના રાજા થવાને સર્વથા યોગ્ય છે. આમ દેવો તેમને સ્વર્ગના રાજા બનવાની પ્રાર્થના કરે છે. રાજા નહુષ કહે છે કે હું એટલો શક્તિશાળી નથી કે દેવોનો રાજા બની શકું. ત્યારે ઋષિઓ તેમને આશીર્વાદ આપે છે કે તેઓ દેવ, દાનવ, યક્ષ, ઋષિ, પિતર, ગંધર્વ, ભૂત ઇત્યાદિ જેને જોશે તેનું તેજ હરી લેશે અને પોતે બળવાન બની જશે. ત્યાર બાદ રાજા નહુષનો સ્વર્ગના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. વિશ્વવસુ, નારદ, ગંધર્વો, અપ્સરાઓ, સૌ તેમની સેવામાં હાજર રહેતા. એક દિવસ તેમની નજર ઇન્દ્રની પત્ની શચી પર પડી અને તેમને થયું કે શચી કેમ મારી સેવામાં ઉપસ્થિત નથી થતી ? તેથી તે સભામાં જાહેર કરે છે કે શચી તેમની સેવામાં મારા મહેલમાં ઉપસ્થિત થાય. શચી બૃહસ્પતિના શરણે જાય છે અને નહુષથી બચાવવા માટે વિનંતી કરે છે. બૃહસ્પતિ તેને આશ્વાસન આપે છે કે હું ટૂંક સમયમાં જ ઇન્દ્ર સાથે તમારો સુખરૂપ મેળાપ કરાવીશ. માટે અત્યારે ભયગ્રસ્ત ન થશો, મારી વાણીમાં શ્રદ્ધા રાખો કે નહુષ તમને કોઈ હાનિ પહોંચાડી નહીં શકે. જ્યારે નહુષને આ ખબર પડે છે ત્યારે તે ખૂબ જ કોપાયમાન થાય છે. ઋષિઓ પણ તેમને સમજાવે છે કે પરસ્ત્રી પર નજર નાખવી એ આપને ન શોભે. ત્યારે કામાંધ નહુષ સામે પ્રશ્ન કરે છે કે ગૌતમ ઋષિના પત્ની અહલ્યાના સતીત્વનો જ્યારે ઇન્દ્રએ ભંગ કર્યો ત્યારે તમે તેમને કેમ નહોતું સમજાવ્યું અને હવે મને સમજાવો છો ? પ્રાચીન કાળમાં ઇન્દ્રએ ખૂબ પાપ કર્મ કર્યા છે ત્યારે પણ તમે એમને કદાપિ રોક્યા નથી. દેવો ભયભીત થઈને બૃહસ્પતિ પાસે જાય છે અને કહે છે કે આનો ઉપાય શું છે ? ત્યારે બૃહસ્પતિ કહે છે કે આ વાસનાગ્રસ્ત મોહાંધ નહુષ તમારા સૌના વરદાનથી બળશાળી બનીને ગર્વિષ્ઠ થયો છે સમય જ તેનો ઉપાય કરશે. માટે તમે નચિંત રહો. ત્યારે દેવો બૃહસ્પતિના જ શબ્દોમાં ઇન્દ્રાણીને આ વાત કરીને સમજાવે છે કે નહુષ તમને ક્ષતિ નહીં પહોંચાડી શકે માટે તમે ત્યાં ચાલો જેથી તેના ક્રોધનો ભોગ સર્વ દેવલોક ન બને. ત્યારે શચી તેમની પાસે જાય છે. મોહાંધ નહુષ તેને આવકારે છે અને શચી થોડી અવધિ માંગે છે કે હું દેવરાજ ઇન્દ્રની ભાળ મેળવું કે તે ક્યાં અને કઈ પરિસ્થિતિમાં છે, જો તે નહીં મળે તો હું તમારી સમક્ષ હાજર થઈશ. નહુષ આમ કરવા સહમતી થાય છે. તેથી શચી બૃહસ્પતિના આવાસ પર પુનઃ જતાં રહે છે. દેવો વિષ્ણુ ભગવાન પાસે જઈને ઇન્દ્ર પર લાગેલા બ્રહ્મ હત્યાના પાપનું નિવારણ અને આવેલ પરિસ્થિતિમાંથી ઉગારવાની સહાય માંગે છે. વિષ્ણુ ભગવાન કહે છે કે ઇન્દ્ર યજ્ઞો દ્વારા કેવળ મારી જ આરાધના કરે અને અશ્વમેધ યજ્ઞ કરે તો હું પાકશાસન ઇન્દ્રને શુદ્ધ કરી દઈશ. અહીં ઇન્દ્ર માટે પાકશાસન વિશેષણ વપરાયું છે. વિષ્ણુ ભગવાન એ પણ કહે છે કે અશ્વમેધ યજ્ઞ દ્વારા ઇન્દ્ર પોતાનું પદ પરત મેળવશે અને બુદ્ધિભ્રષ્ટ નહુષ પોતાના કર્મોનું ફળ ભોગવશે. આમ મહેન્દ્રની શુદ્ધિ અર્થે અશ્વમેધ યજ્ઞનું આયોજન થાય છે. અને ઇન્દ્ર પાપમુક્ત થાય છે. પછી જ્યારે તેઓ પોતાના આસન તરફ આવે છે ત્યારે જુએ છે કે દેવોના વરદાનથી નહુષ પોતાની દૃષ્ટિ માત્રથી સામેવાળાનું તેજ ક્ષીણ કરી નાખે છે, તેથી તે અદૃશ્ય થઈ જાય છે. આ જોઈને શચી શોકાતુર થઈને ઉત્તરાયણની રાત્રિની દેવીની આરાધના કરે છે. ત્યારે ઉપશ્રુતિ નામનાં રાત્રિ દેવી ત્યાં પ્રગટ થાય છે. તે શચીને ઇન્દ્ર પાસે લઈ જાય છે, શચી ઇન્દ્રને તમામ વાત કરીને કહે છે કે તમે નહુષનો વધ કરો. ઇન્દ્ર કહે છે કે અનેક કર્મો યજ્ઞો અને ઋષિ તથા દેવોના વરદાનથી નહુષ ખૂબ જ શક્તિવાન થઈ ગયો છે તેથી આમ જ તેનો વધ કરવો શક્ય નથી હું ગુપ્ત રીતે જ મારું કર્મ કરીશ. ઇન્દ્ર તેને એ પણ કહે છે કે તમે જઈને નહુષને કહો કે તમે મારી પાસે ઋષિયાન પર બિરાજમાન થઈને આવો તો હું તમને વશ થઈશ. ઇન્દ્રાણી જઈને નહુષને કહે છે કે પૂર્વે જે ઇન્દ્ર મારા પતિ હતા તેમનું વાહન તો તમારા માટે જુનું થઈ ગયું. અન્ય વાહનો પણ કોઈકે તો ઉપયોગમાં લીધા જ હશે. આપ સપ્તર્ષિને કહો તેઓ ખુદ વાહન બનીને આપનું વહન કરીને મારી પાસે તમને લઈ આવે. આમ દુર્બુદ્ધિ નહુષ મહર્ષિઓને પોતાનું વાહન બનાવીને શચી પાસે જવા નીકળે છે. આ તરફ ઇન્દ્ર અને અન્ય દેવો નહુષનો નાશ કરવા અંગે ચિંતિત હોય છે ત્યા અગત્સ્ય મુનિ આવે છે અને સમાચાર આપે છે કે સપ્તર્ષિ દ્વારા નહુષ સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયો છે. મહર્ષિઓ તેનો બોજ વહન કરતાં કરતાં થાકી ગયા અને તેમણે નહુષને પૂછ્યું કે હે દેવેન્દ્ર ! તમે ગાયોના પ્રૌક્ષણ (ગાયોને પવિત્ર કરવાની પ્રક્રિયા) માટે વેદોમાં જે મંત્રો આપ્યા છે તેને પ્રમાણિક માનો છો કે નહીં. ત્યારે નહુષે કહ્યું કે હું વેદ મંત્રોને પ્રમાણ નથી માનતો. આમ તે અમારી સૌ સાથે વિવાદ કરવા માંડ્યો અને એ પાપીએ મારા મસ્તક પર લાત મારી તેથી તેનું તેજ ક્ષીણ થઈ ગયું ત્યારે મેં તેને કહ્યું કે તારું પતન થાઓ અને ત્યાં દશ હજાર વર્ષો સુધી તું સર્પ બનીને રહે પછી તારો સ્વર્ગવાસ થશે. આમ સ્વર્ગલોકમાંથી તેનું પતન થયું છે. આમ શલ્ય આખી કથા સંભળાવીને યુધિષ્ઠિરને સમજાવે છે કે તમે તમારી ભાર્યા સાથે વનવાસ ભોગવવાનું ખૂબ જ દુઃખદાયક કામ કર્યું છે. પરંતુ દુઃખનો શોક ન કરશો. જેમ ઇન્દ્રને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થયું હતું તેમ તમે પણ તમારું રાજ્ય પરત મેળવશો. ત્યારબાદ તે કૌરવોના શિબિર તરફ જતા રહે છે. ૨. સંજયયાન પર્વ (અધ્યાય: ૨૦–૩૨) દ્રુપદનો દૂત કૌરવ સભામાં પહોંચે છે અને કહે છે કે પાંડવો યુદ્ધ ઇચ્છતા નથી. તેઓ માને છે કે યુદ્ધ નાશનો પર્યાય છે. દૂત ધૃતરાષ્ટ્રને એમ પણ કહે છે કે યુધિષ્ઠિરને શાંતિ જોઈએ છે પણ શાંતિ તેમની કમજોરી નથી. તેમની પાસે સાત અક્ષૌહિણી સેના છે. વળી, કૌરવોની અગિયાર અક્ષૌહિણી સેના સામે ખાલી અર્જુન એક જ પર્યાપ્ત છે. અને તેમના પક્ષે શ્રીકૃષ્ણ છે. તેમની બુદ્ધિ વિષે જાણકાર તેમની સહાયવાળી સેના સામે કોઈ યુદ્ધ કરવાની ખેવના પણ ન રાખી શકે. ગંગાપુત્ર કહે છે કે શાંતિ જ સાચો વિકલ્પ છે, યુદ્ધ યોગ્ય નથી પણ કર્ણ પાંડવોના વખાણ સહન કરી શકતો નથી અને તે કહે છે કે પાંડવોને પોતાની સેના અને બળનું અભિમાન છે તો યુદ્ધ જ નક્કી કરશે કે કોણ બળવાન છે. ધૃતરાષ્ટ્ર દૂતના શાંતિ પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે અને કહે છે કે અમે અમારો પ્રત્યુત્તર સંજય સાથે યુધિષ્ઠિરને મોકલીશું. દૂતના ગયા બાદ ધૃતરાષ્ટ્ર સંજયને બોલાવે છે અને કહે છે કે તે કૌરવોના દૂત બનીને પાંડવો પાસે જાય અને કહે કે અમે પણ શાંતિના જ પક્ષધર છીએ પણ તેઓ યુધિષ્ઠિરને શાંતિપૂર્વક રાજ્ય આપવાની કોઈ વાત સંજયને કહેતા નથી. સંજય પાંડવો પાસે જઈને ધૃતરાષ્ટ્રનો સંદેશ કહે છે. યુધિષ્ઠિર કહે છે કે અમે ઇન્દ્રપ્રસ્થ છોડીને વનમાં ગયા હતા, હવે અમે વનમાંથી પાછાં આવ્યા છીએ તો અમને અમારું રાજ્ય પાછું આપવું જોઈએ. તે સંજયને કહે છે કે હું નાનું રાજ્ય લઈને પણ શાંતિ ઇચ્છું છું. સંજય પરત આવીને ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરના આ પ્રસ્તાવની વાત કરીને તેમને શાંતિનો સ્વીકાર કરવાની સલાહ આપે છે. સંજય તેમને એ પણ કહે છે કે તમે અને તમારો સ્વેચ્છાચારી પુત્ર શકુનિ જેવા દુર્બુદ્ધિ વ્યક્તિઓથી ઘેરાયેલા છો પરિણામે તમારા નિર્ણયો પર તેમનો કુપ્રભાવ પડે છે. આમ સામે પક્ષનું સત્ય વધુ બળવાન બને છે. ત્યાર બાદ ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે તું અત્યારે જા અને કાલે સભામાં આવીને યુધિષ્ઠિરની વાત કહેજે. ૩. પ્રજાગરપર્વ (અધ્યાય: ૩૩–૪૦) સંજયના ગયા બાદ ધૃતરાષ્ટ્ર વિદુરને બોલાવે છે અને કહે છે કે સંજયના સંદેશાથી હું ખિન્ન અને ચિંતિત છું, મારી ઊંઘ તેણે હરી લીધી છે. મને તું યોગ્ય માર્ગદર્શન આપ. ત્યારે વિદુર તેમને રાજનીતિનો પાઠ આપે છે. મહાત્મા વિદુરનો આ ઉપદેશ ખૂબ પ્રખ્યાત છે અને વિદુર નીતિના નામે પ્રસિદ્ધ છે. વિદુર કહે છે કે હે રાજન ! જેનું વેર બળવાન વ્યક્તિ સાથે થાય તેની, જે કામી હોય તેની અને જે ચોર હોય તેની નિંદ્રાનું હરણ થઈ જાય તે નિર્વિવાદ છે. તમે આમાંથી તો કોઈ લક્ષણ તમારામાં નથી ને ? તમે પરાયા ધનની લાલસામાં કાંઈ ખોટું નથી કરી રહ્યાને ? ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હું તારી પાસેથી ફક્ત સુંદર વાતો સાંભળવા માંગું છું કારણકે રાજર્ષિવંશમાં કેવળ તું જ વિદ્વાન અને માનનીય છે. વિદુર તેમને નીચે મુજબ વાત કરે છે. રાજા યુધિષ્ઠિર આપના આજ્ઞાકારી હતા, તેમને તમે વનમાં મોકલી દીધા. તમે ધર્માત્મા હોવા છતાં તેમને ઓળખી ન શક્યા અને જ્યારે તેમને પોતાનું રાજ્ય પાછું આપવાનું આવ્યું ત્યારે પણ તમે સંમતિ ન આપી. યુધિષ્ઠિર પાસે દયા, ધર્મ, સત્ય અને પરાક્રમ છે, તેઓ ક્રૂર નથી અને તમારા માટે તેમને પૂજ્ય ભાવ છે. તેથી તેઓ ચુપચાપ બધું જ સહન કરતા આવ્યા છે. બીજી તરફ તમે શકુનિ, દુર્યોધન, કર્ણ અને દુઃશાસન જેવા અયોગ્ય વ્યક્તિઓ પર આધાર રાખીને રાજ્યના કલ્યાણની અપેક્ષા રાખો છો. પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, ઉદ્યોગ, દુઃખ સહન કરવાની શક્તિ અને ધર્મમાં સ્થિરતા આ ગુણ હોવા છતાં તે પોતાના પુરુષાર્થમાંથી વિચલિત નથી થતો તે પંડિત છે. જે સારા કર્મો કરે છે, દુષ્કર્મોથી દૂર રહે છે, આસ્તિક અને શ્રદ્ધાળુ છે તે પંડિત છે. જેને ક્રોધ, હર્ષ, ગર્વ, લજ્જા, ઉદ્દંડતા, વગેરેથી દૂર રહી પુરુષાર્થ કરે તે પંડિત છે. જે કર્તવ્ય, સલાહ આપતી વખતે પણ પોતાની જાતના વખાણ કરી પ્રભાવ ઊભો નથી કરતો, પણ કામ પૂરું થયા બાદ જ જેના મહત્વની સાચી ખબર પડે છે તે પંડિત છે. આ ઉપરાંત પણ વિદુરજી પંડિત અને મૂર્ખ બન્નેનાં ઘણા લક્ષણોનું વિવરણ કરે છે. જે પોતાના દોષયુક્ત વર્તાવ માટે પણ બીજાનો દોષ જોઈને આક્ષેપ કરે, તથા અસમર્થ હોઈને પણ ક્રોધ કરે તે મૂર્ખ છે. જે મનુષ્ય એકલો જ પાપ કરીને કમાય છે અને તેના આશ્રિત આ પાપની કમાણી ખાય છે, તે વ્યક્તિ જ દોષી છે, નહીં કે તેના પાપની કમાણી ખાનાર વ્યક્તિ. એક બુદ્ધિ દ્વારા બે કર્તવ્ય અને અકર્તવ્યનો સાચો નિશ્ચય કરીને ચાર સામ, દાન, દણ્ડ, ભેદનો ઉપયોગ કરીને ત્રણ શત્રુ, મિત્ર અને તટસ્થ (ઉદાસીન)ને વશ કરવા જોઈએ. પાંચ કર્મેન્દ્રિયો (જ્ઞાનેન્દ્રિયો) આંખ (દૃષ્ટિ), કાન(શબ્દ), નાક (ગંધ), જીભ(સ્વાદ) અને ત્વચા (સ્પર્શ) દ્વારા છ ગુણો સંધિ, વિગ્રહ, યાન, આસન, દ્વેધીભાવ, તથા આશ્રયને જાણી સાત દુર્ગુણો સ્ત્રી સંગ, દ્યૂત, મૃગયા, મદ્યપાન, કઠોર વાણી, ક્રૂર દંડ અને અન્યાયને ત્યાગવા જોઈએ. વિષ પીનાર એકને જ મારે છે, શસ્ત્ર જેને વાગે તે એકને જ મારે છે. પરંતુ તમારી ગુપ્ત મંત્રણા જો જાહેર થઈ જાય તો પૂરા રાષ્ટ્ર સહિત રાજાનો પણ નાશ થાય છે. જેમ સમુદ્ર પાર કરવા હોડી સિવાય બીજું કાંઈ કામ નથી કરતું તેમ સ્વર્ગને પામવાને માટે સત્ય સિવાય કોઈ સાધન નથી. ક્ષમાશીલ માણસ માટે લોકોને એક દોષ દેખાય છે કે તે અસમર્થ છે, પણ ક્ષમા વીરોનું ભૂષણ અને અસમર્થનો ગુણ માનવો જોઈએ. જેના હાથમાં ક્ષમા અને શાંતિરૂપની તલવાર છે, તેનું દુષ્ટ લોકો કાંઈ બગાડી શકતા નથી. જે શક્તિશાળી હોવા છતાં ક્ષમાશીલ છે અને નિર્ધન હોવા છતાં દાનવીર હોય તે સ્વર્ગથી પણ ઉત્તમ લોક પામે છે. આદર સાથે કરેલા અગ્નિહોત્ર, વેદાધ્યયન, યજ્ઞ અને મૌન આ ચાર કર્મ અભયદાન આપનારાં છે, પણ આ જ કર્મ જો દંભથી કરવામાં આવે તો ભય આપનારાં છે. ભણી ગયેલ શિષ્યો આચાર્યને, પરણેલા પુત્રો માતાને, કામ રહિત થયેલો પુરુષ સ્ત્રીને, કૃતાર્થ થયેલો પુરુષ ઉપકાર કરનારને અને રોગથી સાજો થયેલો વૈદ્યને ભૂલી જાય તેમાં નવાઈ ન પામવી જોઈએ. ઈર્ષાખોર, દયાળુ, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાશીલ અને પરોપજીવી વ્યક્તિ સદા દુઃખી જ હોય છે. બીજાને ખબર ન પડી હોય તેવા પોતાના દુષ્કર્મથી જે લજ્જિત થાય છે, તે નિર્મળ મનવાળા પુરુષો કરતાં પણ શ્રેષ્ઠ છે. આપણે જેનો પરાજય ન ઇચ્છતા હોય, તેને વગર પૂછ્યે પણ હિતકર વચનો કહેવા જોઈએ, પછી તે રુચિકર હોય કે અરુચિકર. જેમ ભમરાઓ ફુલોનું જતન કરીને તેનો રસ ચુસે છે, તેમ જ રાજાએ પણ પ્રજાને કષ્ટ આપ્યા સિવાય તેમનું જતન કરતાં કરતાં જ તેમની પાસેથી દ્રવ્ય મેળવવું જોઈએ. સત્યથી ધર્મનું, અભ્યાસથી વિદ્યાનું, સ્વચ્છતાથી રૂપનું અને સદ્વર્તનથી કુળનું રક્ષણ થાય છે. જે મનુષ્ય પારકા ધન, રૂપ, પરાક્રમન, કુળન, વંશન, સુખ, સૌભાગ્ય કે સન્માનની ઈર્ષા કરે છે તેની પીડાનો પાર હોતો નથી. આવા ખૂબ જ જીવનોપયોગી ઉપદેશ, રાજાના કર્તવ્યો, જીવનના તમામ પાત્રોના ગુણ, દુર્ગુણ વિશે વિદુર સમજાવે છે. પરંતુ આખરે ધૃતરાષ્ટ્ર કહે છે કે મારે પણ શાંતિ જોઈએ છે પણ દુર્યોધન નહીં માને, તેથી યુદ્ધને અનિષ્ટાપત્તિ તરીકે સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. ૪. સનત્સુજાતપર્વ (અધ્યાય: ૪૧–૪૬) વિદુર નીતિ સાંભળ્યા પછી પણ ધૃતરાષ્ટ્ર હતાશા અને અવસાદગ્રસ્ત હોય છે. તેથી તે વિદુરને કહે છે કે તું મને હજુ પણ વધુ જ્ઞાન આપ. ત્યારે વિદુર કહે છે કે વધુ વાત તમને કુમાર સનત્સુજાત જણાવશે તેઓ બ્રહ્માના પુત્ર છે. તેઓ સનત્સુજાતનું આહ્વાન કરે છે અને ઋષિ ત્યાં પ્રગટ થાય છે. વિદુર તેમની પૂજા અને સત્કાર કરે છે. ત્યાર બાદ તેમને પ્રાર્થના કરે છે કે ધૃતરાષ્ટ્રને સંશય છે તે સંશય આપ દૂર કરો. સનત્સુજાત એ બ્રહ્માના માનસપુત્રો પૈકી એક છે. તેઓ ધૃતરાષ્ટ્રને જે ઉપદેશ આપે છે તે આ પર્વમાં સમાવી લેવામાં આવ્યો છે. તેને સનત્સુજાતીય ગીતા પણ કહેવાય છે. સનત્સુજાત ધૃતરાષ્ટ્રના પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે પ્રમાદ જ મૃત્યુ છે. તેઓ કર્મ કેવી રીતે કરવું અને કર્મ અને મૃત્યુનો શું સંબંધ છે તે જણાવે છે. તેઓ બ્રાહ્મણ, બ્રહ્મચર્ય, મૃત્યુ, અપમૃત્યુ અને પરબ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ વિશે આ પર્વમાં ધૃતરાષ્ટ્રને જ્ઞાન આપે છે.Paul Cotton (1918), Readings from the Upanishads, The Open Court, Volume 32, Number 6, pages 321–328 ScholarsK. T. Telang in Max Müller (Editor), Volume 8, 2nd Edition, આ પર્વ પર અપ્રતિમ ભાષ્ય આદિ શંકરાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મેં સાંભળ્યું છે કે મૃત્યુ છે જ નહીં એવો તમારો સિદ્ધાંત છે. તો તેના વિષે મને જણાવો. ત્યારે સનત્સુજાત કહે છે કે મૃત્યુ બાબતે બે પ્રકારના મત પ્રવર્તે છે. એક તો એ કે મૃત્યુ છે અને તે બ્રહ્મચર્ય પાલન દ્વારે તે દૂર થાય છે. અને બીજો પક્ષ છે કે મૃત્યુ છે જ નહીં. કેટલાંક વિદ્વાનોએ મોહવશ મૃત્યુની સત્તા સ્વીકારી છે. પરંતુ મારું કહેવું છે કે પ્રમાદ જ મૃત્યુ છે. પ્રમાદના કારણે અસુર ગણ પરાજિત થયો છે અને અપ્રમાદના કારણે દેવગણ બ્રહ્મચર્યને પામીને અજર અમર થયો છે. એ નિર્વિવાદ છે કે મૃત્યુ વાઘની જેમ માણસનો શિકાર નથી કરતું, કારણકે તે દેખાતું નથી. કોઈ પ્રમાદથી ભિન્ન ગણીને યમને મૃત્યુ કહે છે, પરંતુ યમ તો પિતૃલોકના રાજા છે અને તેઓ પૂણ્યાત્માઓના માટે મંગલમય અને પાપાત્માઓ માટે અમંગલમય છે. આ યમની જ માયાથી ક્રોધ, પ્રમાદ અને લોભરૂપી મૃત્યુ મનુષ્યોનો વિનાશ કરે છે. અહંકારને વશીભૂત થઈને વિપરીત માર્ગ પર ચાલીને કોઈ મનુષ્ય પરમાત્માનો સાક્ષાત્કાર નથી કરી શકતો. આમ તે ક્રોધ, પ્રમાદ અને લોભથી મોહિત થઈને અહંકારને આધીન થઈને જન્મ-મરણના ચક્રમાં સપડાય છે. આમ શરીરથી પ્રાણરૂપી ઇન્દ્રિયોનો વિયોગ થવાને જ મૃત્યુ કહે છે. જે લોકો કર્મના ફળમાં આસક્તિ રાખે છે તેઓ દેહત્યાગ બાદ પરલોકમાં જાય છે તેથી તેઓ મૃત્યુને પાર નથી કરી શકતા. દેહાસક્ત (દેહાભિમાની) પરમાત્માના સાક્ષાત્કારના ઉપાયો જાણતો નથી તેથી તે વિષયોના ઉપભોગ માટે જુદી જુદી યોનિઓમાં ભટકતો રહે છે. આમ જે મૃત્યુ પર વિજય પામવાની ઇચ્છા ધરાવતો હોય તે મનુષ્યે વિષયને તુચ્છ માની કામના ઉત્પન્ન થતાંની સાથે જ પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં તેનો નાશ કરવો જોઈએ. તેને સામાન્ય લોકોની જેમ મૃત્યુ નથી મારી શકતી. લોકો વેદ દ્વારા દર્શાવેલું કર્મ કેમ કરે છે ? અજ્ઞાની મનુષ્ય જેમ ભિન્ન ભિન્ન લોકમાં ભ્રમણ કરે છે તેમ વેદ કર્મનું ખૂબ મહત્વ પણ બતાવે છે. પરંતુ જે નિષ્કામ છે તે બધા જ માર્ગ ત્યજીને જ્ઞાન માર્ગે આગળ વધીને પરમાત્મા સ્વરૂપ બનીને પરમાત્માને પામે છે. જે નિત્ય સ્વરૂપ ભગવાન છે તે જ પરબ્રહ્મ માયાના સહયોગ દ્વારા આ વિશ્વ બ્રહ્માંડનું સૃજન કરે છે. માયા એ પરબ્રહ્મનની જ શક્તિ છે. આ વાતનું પ્રમાણ વેદમાં પણ મળે છે. જગતમાં કોઈ ધર્મનું આચરણ કરે છે કોઈક પાપનું આચરણ કરે છે. ધર્મ પાપને નષ્ટ કરે છે કે પાપ ધર્મને ? બેમાંથી કોઈ એક બીજાને નષ્ટ નથી કરતું . ધર્મના આચરણનું અને પાપાચારનું બન્નેનું પૃથક્ પૃથક્ ફળ મળે છે. પરંતુ પરમાત્મામાં સ્થિત વિદ્વાનનું અગાઉનું પાપ અને પુણ્ય બન્ને નાશ થઈ જાય છે. જો તે પરમાત્મામાં સ્થિત નથી થતો તો તેને પુણ્ય અને પાપનું ફળ કર્માનુસાર વારાફરતી ભોગવવું પડે છે. એટલે જ મનુષ્યએ નિષ્કામ કર્મ કરવું જોઈએ. જે નિષ્કામભાવે કર્મ કરીને અને ધર્મનું પાલન કરીને અંતર્મુખી થઈ ગયો છે તે પુરુષને શ્રેષ્ઠ સમજવો જોઈએ. જે પોતાની આત્મપ્રશંસામાં રત છે તેને તે દ્વારા આજીવિકા મળે, તો પણ તે શ્વાનની જેમ પોતાનું વમન કરેલું પરત ખાવા જેવું છે, આવા લોકોની હંમેશા અવનતિ જ થાય છે. જે કુટુમ્બીજનોની વચ્ચે પણ પોતાની સાધનાને સદા ગુપ્ત રાખે છે, તે વિદ્વાન પુરુષ છે. જે લૌકિક ધનની દૃષ્ટિએ નિર્ધન હોઈને પણ દૈવી સંપત્તિ તથા યજ્ઞ-ઉપાસના આદિથી સંપન્ન છે તેમને બ્રહ્મની સાક્ષાત્ મૂર્તિ સમજવા જોઈએ. માન અને મૌન એક સાથે નથી રહેતાં. માનથી આ લોકમાં સુખ મળે છે, જ્યારે મૌનથી પરલોકમાં સુખ મળે છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે વાણીનો સંયમ કે પરમાત્માનું સ્વરૂપ આ બેમાંથી કયું મૌન છે ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે જ્યાં મન સહિત વાણીરૂપ વેદ પહોંચી શકતા નથી તે પરમાત્માાનું સ્વરૂપ જ મૌન છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે જો વેદનો જ્ઞાતા પાપ કરે તો તે પાપથી લિપ્ત થાય છે કે નથી થતો ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે કોઈપણ વેદ પાપાચારીની રક્ષા નથી કરતો. ધૃતરાષ્ટ્ર પૂછે છે કે જો ધર્મ વિના વેદ રક્ષા કરવામાં અસફળ છે તો વેદવેતા (તથા યજ્ઞ અને તપ કરવાવાળો) પવિત્ર હોવાનો વ્યર્થ પ્રલાપ લોકો કેમ કરે છે ? ત્યારે સનત્સુજાતજી કહે છે, કે વેદ પોતે જ ઉપદેશ આપે છે, કે પરબ્રહ્મ પરમાત્માના નામથી જ જગતની પ્રતીતિ થાય છે, પરંતુ તેમનું રૂપ જગતથી વિલક્ષણ બતાવવામાં આવ્યું છે. તેમની જ પ્રાપ્તિ અર્થે વેદમાં યજ્ઞ અને તપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તપ અને યજ્ઞ દ્વારા નિષ્કામ કર્મરૂપ પુણ્ય દ્વારા તેનું અંતઃકરણ જ્ઞાનથી પ્રકાશિત થાય છે અને તે જ્ઞાન દ્વારા તે વિદ્વાન પુરુષ પરમાત્માને પામે છે. જો આ જ કર્મ સકામ કરવામાં આવે તો તે મનુષ્ય તેનું ઉચ્ચ ફળ મેળવીને સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે તેનું પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે તે મનુષ્યલોકમાં પરત ફરે છે. આમ જે સકામ કર્મ કરે છે તે પરલોકમાં સુખ ભોગવે છે, પરંતુ નિષ્કામ કર્મ કરે છે તેને આ લોકમાં જ તત્વજ્ઞાન રૂપે ફળ પ્રાપ્ત થાય છે. આમ એક જ તપસ્યા ઋદ્ધ અને સમૃદ્ધ બે પ્રકારની છે. આ સિવાય પણ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાના ઋષિ સંતોષકારક જવાબ આપે છે, જેમાં જગત માટે ગૂઢાર્થ સમાયેલો છે. આ પર્વના તત્વજ્ઞાનને જ કેન્દ્રમાં રાખીને આદિ શંકરાચાર્યે ભારતવર્ષમાં અદ્વૈત વેદાંતનો ફેલાવો કરી જુદા જુદા મત મતાંતરથી ગ્રસ્ત સનાતન ધર્મને એક સૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના અલ્પાયુ દરમિયાન કર્યું હતું. ૫. યાનસંધિપર્વ (અધ્યાય: ૪૭–૭૧) સંજયને રાત્રે પોતાના કક્ષમાંથી વિદાય કરતાં ધૃતરાષ્ટ્રે કહ્યું હતું, કાલે સભાગૃહમાં આવીને યુધિષ્ઠિરનો સંદેશ વાંચજે. ત્યાર બાદ તેઓ સનત્સુજાતજીનો ઉપદેશ સાંભળે છે. સવારમાં સૌ કૌરવો, આતુરતાથી સંજય યુધિષ્ઠિરનો સંદેશો સંભળાવે તે માટે એકત્ર થાય છે. સંજય યુધિષ્ઠિરનો સંદેશો વાંચી સંભળાવે છે કે કાં તો અડધું રાજ્ય આપો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. ભીષ્મ શાંતિનો આગ્રહ કરે છે. દ્રોણ તેમનું સમર્થન કરે છે. કર્ણ તેમાં વાંધો ઉઠાવે છે પણ ગંગાપુત્ર તેને ચૂપ રહેવા કહે છે. ધૃતરાષ્ટ્ર કુંતીપુત્રોના સૈન્ય વિષે પૂછે છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તેઓ પાંડવો સાથે ન્યાય નથી કરતા. ત્યાર બાદ ધૃતરાષ્ટ્ર ભીમના શૈશવનાં સંસ્મરણો વર્ણવે છે અને તેની અપ્રતિમ શક્તિથી અને અર્જુનની અસ્ત્રવિદ્યાના ભયથી દુર્યોધનને સાવચેત કરીને શાંતિની સલાહ આપે છે, પરંતુ દુર્યોધન તેને ઠુકરાવે છે. ૬. ભગવદયાનપર્વ (અધ્યાય: ૭૨–૧૫૦) સંજયના ગયા બાદ યુધિષ્ઠિર ભાઈઓ અને વિરાટ, દ્રુપદ, તથા અન્ય મહારથીઓ પાસે જઈને કહે છે કે એકવાર આપણે શ્રીકૃષ્ણને કૌરવો પાસે મોકલવા જોઈએ જો તેઓની વાત કૌરવો સમજે તો આપણે આપણા વડીલ એવા ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય તથા બહ્લિક સામે યુદ્ધ ન કરવું પડે. તેઓ સૌ શ્રીકૃષ્ણ પાસે જાય છે અને યુધિષ્ઠિર તેમને વિનંતી કરે છે કે હો ગૌવિન્દ મિત્રના નાતે તમે અમારી સહાય કરો. ધૃતરાષ્ટ્રને જમીન અને રાજ્યનો મોહ છે તેથી તેમણે મારું રાજ્ય મને પાછું ન આપ્યું, પરંતુ મેં તો તેમની પાસે છેવટ પાંચ ગામ અવિસ્થલ, વૃકસ્થલ, માકન્દી, વારણાવત અને અન્ય તેમની ઇચ્છાનું કોઈ એક ગામ આપવા કહ્યું હતું, પરંતુ દુર્યોધનને તે પણ મંજૂર નથી. હવે યુદ્ધ થશે તો કેટલાય નિરપરાધ લોકો હણાશે, જે યોગ્ય નથી આ સંજોગોમાં શાંતિ માટેનો એક પ્રયત્ન આપના દ્વારા કરવામાં આવે આપ કૌરવો પાસે શાંતિદૂત બનીને જાઓ તેવી વિનંતી છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે તમે ભૂતકાળ ભૂલી ગયા જ્યારે કૌરવોએ તમારું અપમાન કર્યું હતું તમારી સાથે દગો કર્યો હતો ? આ પછી ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ પણ ચર્ચામાં ભાગ લે છે. શાંતિ દૂત બનીને શ્રીકૃષ્ણ જવાના છે તે વાતથી દ્રૌપદી વ્યથિત થાય છે અને શ્રીકૃષ્ણને પોતાના કેશ બતાવીને પ્રતિજ્ઞાની યાદ અપાવે છે. શ્રીકૃષ્ણ તેમને સાંત્વના આપે છે. કાર્તિક માસના રેવતી નક્ષત્રમાં મૈત્ર નામના યોગમાં શ્રીકૃષ્ણ હાસ્તિનાપુર જવા નીકળે છે. માર્ગમાં શ્રીકૃષ્ણને નારદજી, અધઃશિરા, સર્પમાલી, મહર્ષિ દેવલ, અર્બાબસુ, સુજાનુ, મૈત્રેય, શુનક, બલી, દલ્ભપુત્ર બક, સ્થૂલશિરા, પરાશરનંદન શ્રીકૃષ્ણદ્વેપાયનજી, આબોદધૌમ્ય, ધૌમ્ય, અણીમાંડવ્ય, કૌશિક, દામોષ્ણીષ ત્રીષવણ, પણાર્દ, ઘટજાનુક, મૌંજાયન, વાયુભક્ષ, પારાશર્ય, શાલિક, શીલવાન, અશની, ધાતા, શૂન્યપાલ, અકૃતવ્રણ, શ્વેતકેતુ, કહોલ તથા મહાતપસ્વી પરશુરામ આદિ મહર્ષિઓ મળ્યા. શ્રીકૃષ્ણએ તેમનું પૂજન કરી વંદન કર્યા. સૌની અગવાની કરીને મહર્ષિ પરશુરામ કહે છે કે તે સૌ ઋષિગણને તમારો કૌરવસભામાં પ્રસ્તાવ અને ત્યાંની ઘટના નજરે જોવાની ઇચ્છા છે. અમે વિદાય લઈએ છીએ પરંતુ આપને ફરી મળીશું. દૂતો દ્વારા ધૃતરાષ્ટ્રને ખબર મળે છે કે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર તરફથી તેમને મળવા આવે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર તેમના આવવાના આનંદમાં સમસ્ત નગર પતાકાઓથી સજાવીને તેમનું સ્વાગતની તૈયારી કરવાનું કહે છે. તેઓ કહે છે કે હું મારા ખજાનામાંથી ઉત્તમ માણેક, ઉત્તમ રથ ઇત્યાદિ તેમને ભેટ આપીશ. દુર્યોધન તેમના માર્ગમાં તેમના વિશ્રામ માટે છાવણીઓ તૈયાર કરાવે છે, પરંતુ ભગવાન તે તરફ નજર પણ નાખ્યા વિના હસ્તિનાપુર આવે છે. વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે કે શ્રીકૃષ્ણ જે વાત કરે તેનો સ્વીકાર કરી તે માર્ગે જ ચાલવામાં જ સૌનું હિત હશે તે ધ્યાનમાં રાખજો. આ સાંભળીને દુર્યોધન ખિન્ન થઈને ધૃતરાષ્ટ્રને કહે છે કે શ્રીકૃષ્ણ ત્રણેય લોકમાં પૂજનીય છે તે નિઃશંક છે પરંતુ તેઓને પાંડવો માટે અતૂટ પ્રેમ છે અને તેઓ તેમનો જ પક્ષ લે છે, આમ તમારે તેમને કોઈ ભેટ આપવી ન જોઈએ. એનાથી તો તેઓ એમ સમજશે કે આપણે ડરી ગયા છીએ. આ સાંભળીને ભીષ્મ ચેતવે છે કે શ્રીકૃષ્ણની પૂજા નહીં કરો કે તેમને ભેટ નહીં આપો તો તે કદાપિ કોપાયમાન નહી થાય, પરંતુ તેમનો જરા પણ અનાદર ન થવો જોઈએ. તેઓ જે કહે તે સ્વીકારીને પાંડવો સાથે સંધિ કરી લેવામાં જ હિત છે. ત્યારે દુર્યોધન કહે છે કે હવે સંધિની કોઈ સંભાવના બાકી બચી નથી. હવે તમે સાંભળો કે મેં શું વિચાર્યું છે. હું પાંડવો તરફથી મળવા આવતા શ્રીકૃષ્ણને જ કેદ કરી લઈશ. તેમના કેદ થવાથી આખું ભૂમંડલ, સમસ્ત યાદવો અને પાંડવો સૌ મારા આધીન થઈ જશે. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને સમજાવે છે કે દૂતને પકડવો તે અધર્મ છે. ત્યારે કોપાયમાન ભીષ્મ કહે છે કે હે ધૃતરાષ્ટ્ર ! તમારો આ પુત્ર આવી મહા ભયંકર ભૂલ કરીને મંત્રીમંડળ સહિત આપણા સર્વનો વિનાશ આમંત્રિત કરી રહ્યો છે. હવે હું એક ક્ષણ પણ આની અધર્મી વાત સાંભળવા તૈયાર નથી. આમ કહીને ભીષ્મ સભા છોડીને જતા રહે છે. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે ત્યારે દુર્યોધન સિવાય સૌ કૌરવો, ભીષ્મ, કૃપાચાર્ય દ્રોણ સૌ તેમની અગવાની કરવા સામે જાય છે. શ્રીકૃષ્ણનું સભાગૃહે સ્વાગત થયા બાદ તે વિદુરના ઘરે જાય છે. તેમને મળીને પછી તેઓ પોતાના ફોઈ કુન્તીને મળવા જાય છે. ત્યારબાદ તે દુર્યોધનના ભવનમાં જાય છે. ત્યાં કર્ણ, દુઃશાસન અને શકુનિ સહિત અસંખ્ય રાજા હોય છે. મહાત્મા વિદુરને ત્યાં રાત્રિ વિરામ કરીને શ્રીકૃષ્ણ બીજે દિવસે રાજ દરબારમાં જાય છે. તેમનું સૌ સ્વાગત કરીને આસન ગ્રહણ કરવા કહે છે. શ્રીકૃષ્ણ આસન ગ્રહણ કરે છે. શ્રીકૃષ્ણ ઉભા થઈને કહે છે કે હું આપને એ પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે ક્ષત્રિય વીરોના સંહાર વિના કૌરવો પાંડવોમાં શાંતિની સ્થાપના થઈ જાય. કુરુવંશમાં કાયમ સંપ રહ્યો છે અને હાલ ખૂબ જ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ છે. જો તમે તમારા પુત્રોને વશમાં રાખો તો પાંડવોને નિયંત્રણમાં રાખીશ. પાંડવો સાથે વેર રાખવાનું પરિણામ કદાપિ સારું નહીં હોય. આમ, તમે સંધિ માટે જ પ્રયત્ન કરો. આમ કરવાથી પાંડવો તમારી જ સહાય કરશે. તમે જો પાંડવો દ્વારા સુરક્ષિત હશો તો સ્વયં ઇન્દ્ર માટે પણ તમને જીતવા દુષ્કર હશે, તો અન્ય રાજાઓની તો વાત જ શું કરવી ? જો પાંડવો તમારા પક્ષે હશે તો સૌ રાજા તમારી સાથે સંધિ કરી લેશે. અને જો યુદ્ધ થશે અને કૌરવો કે પાંડવો નષ્ટ થઈ જશે તો તમે શું સુખ ભોગવી શકશો ? માટે યુદ્ધના પરિણામનો વિચાર કરો. યુધિષ્ઠિરે પણ તમને કહેવડાવ્યું છે કે તમે અમારા જયેષ્ઠ પિતા છો તો તમે તમારી પ્રતિજ્ઞા (કે તમે અમને તેર વર્ષ ઉપરાંત અમારું રાજ્ય પાછું સોંપશો) પર વળગી રહેશો અને અમને અમારી પૈતૃક સંપત્તિ અમારા અધિકાર મુજબ પરત આપશો તેવી ધારણાથી તો અમે વનવાસની તથા અજ્ઞાતવાસની તમામ શરતોનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું, તેના માટે અમારે ખૂબ કષ્ટ વેઠવું પડ્યું છતાં અમે વિચલિત થયા નહીં. વળી, સૌ સુજ્ઞ સભાજનો માટે પણ યુધિષ્ઠિરે સંદેશો મોકલાવ્યો છે કે તમે સૌ ધર્મના જ્ઞાતા છો, તમારા દેખતાં જો સભામાં અધર્મ આચરવામાં આવે અને છતાં સભાજનો મૌન ધારણ કરે, તો તેને ધર્મસભા કેમ કહેવાય ? હે રાજન ! તમારા રાજ્યમાં જ યુધિષ્ઠિર અને પાંડવો પર અત્યાચાર થયો છે, અન્યાય થયો છે, અરે તેમને લાક્ષાગૃહમાં બાળી દેવાનો પ્રયત્ન પણ સર્વ વિદિત છે. તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો પણ તેઓ પરત તમારી જ શરણમાં આવ્યા છે. તમે તેમને અહીંથી ઈન્દ્રપ્રસ્થ કાઢી મૂક્યા, તો તેમણે તેમના પરાક્રમથી આસપાસના રાજાઓને વશમાં કર્યા પણ કદી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. આવા સાધુ સ્વભાવવાળા યુધિષ્ઠિરનું ધન હરી લેવા સુબલપુત્ર શકુનિએ જુગારના બહાને કપટ કર્યું અને પાંડવો તેનો ભોગ બન્યા. તેમની પત્નીને દયનીય અવસ્થામાં અહીં લાવવામાં આવી અને તેને તિરસ્કાર સાથે અપશબ્દો બોલવામાં આવ્યા, છતાં યુધિષ્ઠિર પોતાના ક્ષત્રિય ધર્મથી વિચલિત નથી થયા. હું તમારા અને પાંડવોના હિતાર્થે જ કહી રહ્યો છું કે તમારા લોભી પુત્રોને વશમાં લો, યુધિષ્ઠિર તમારી સેવા પણ કરવા તૈયાર છે અને યુદ્ધ માટે પણ તૈયાર છે. માટે આપને જે માર્ગ યોગ્ય લાગે તે સ્વીકારો. આ સાંભળીને સભામાં સોપો પડી ગયો અને કોઈની વાણીમાં એવી હિંમત નહોતી કે આનો કોઈ જવાબ આપી શકે. તેથી મુનિ શ્રી પરશુરામે નીચે મુજબ દૃષ્ટાંત સહિત પોતાની વાત કહી. પૂર્વકાળમાં દમ્ભોદ્ભવ નામનો પ્રસિદ્ધ રાજા આ સમસ્ત અખંડ ભૂભાગનો સમ્રાટ હતો. તે દરરોજ પ્રાતઃકાળે નિત્યકર્મથી પરવારીને બ્રાહ્મણો અને ક્ષત્રિયોને પૂછતો હતો કે શું આ પૃથ્વી પર મને હરાવી શકે તેવો કોઈ પરાક્રમી છે ? બ્રાહ્મણોએ તેમને આવું ન કરવા ઘણીવાર સમજાવ્યા પણ તે અહંકારથી અંધ નરેશે એમ કરવાનું બંધ ન કર્યું. છેવટે એકવાર બ્રાહ્મણોએ કહ્યું કે બે જણ એવા મહારથી છે કે તમે તેમની તોલે આવી શકો તેમ નથી. વિપ્રોએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તેઓ નર અને નારાયણ નામ વાળા મહાત્મા છે અને ગન્ધમદન પર્વત પર તેઓ તપસ્યા કરી રહ્યા છે. રાજા ત્યાં જાય છે. ત્યાં તપસ્યાના કારણે કૃશકાય નર અને નારાયણ તેને મળે છે. તે યુદ્ધ માટે ઉશ્કેરે છે પરંતુ નર નારાયણ શાંતિનો આગ્રહ રાખે છે. દમ્ભોદ્ભવ માનતો નથી છેવટે નરના એક જ પ્રહારમાં તેને નર નારાયણની શક્તિનો ખ્યાલ આવી જાય છે. ત્યાર બાદ યુદ્ધ આગળ વધે છે. અને દમ્ભોદ્ભવ તેમના ચરણમાં પડી જાય છે. ત્યારે નર નારાયણ તેમને માફ કરીને કહે છે કે હવે અભિમાન ન કરતો અને બ્રાહ્મણોને સતાવતો નહીં. આમ, દમ્ભોદ્ભવ તેમને પ્રણામ કરીને પોતાની રાજધાની પરત જતો રહે છે. આ દૃષ્ટાંત સંભળાવીને શ્રી પરશુરામે કહ્યું કે, આમ પૂર્વકાળમાં નરે ખૂબ મહાન કાર્ય કર્યું હતું અને ભગવાન નારાયણ તો તેનાથી પણ વધુ શ્રેષ્ઠ છે. માટે હે રાજન ! ગાંડિવ પર દિવ્યાસ્ત્રોનું સંધાન થાય તે પહેલાં જ અભિમાન છોડીને અર્જુન સાથે મળી જાવ. જેમ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, માત્સર્ય અને અહંકાર એમ આઠ દોષ છે, તેમ તેનાથી ગ્રસિત વ્યક્તિને મારવા કાકુદિક, શુક, નાક, અક્ષિસંતર્જન, ત્રાસન, સંતાન, નર્તક, ઘોર અને આસ્યમોદક એ આઠ શસ્ત્રો છે જેનાથી મનુષ્યોનો સંહાર થાય છે. હે રાજન ! સંપૂર્ણ લોકનું નિર્માણ કરનાર નારાયણ જેના સહાયક છે, તે નર સ્વરૂપ અર્જુન યુદ્ધમાં અજિત છે. જે નર અને નારાયણના નામે પ્રસિદ્ધ છે, તે જ અર્જુન અને શ્રીકૃષ્ણ છે. જો તમને મારામાં થોડો પણ વિશ્વાસ હોય તો શ્રેષ્ઠ બુદ્ધિ વાપરીને પાંડવો સાથે સંધિ કરી લો. ત્યાર બાદ કણ્વ મુનિએ પણ ધૃતરાષ્ટ્રને કહ્યું કે જેમ લોક પિતામહ બ્રહ્માજી અક્ષર છે, તેવી જ રીતે નર અને નારાયણ પણ અક્ષર છે. તેમણે ઇન્દ્રના સારથિ માતલિ, તેમના પુત્રી ગુણકેશી, માતલિએ નારદજી સાથે નાગલોકમાં જઈને પોતાની પુત્રીના વર તરીકે પસંદ કરેલ નાગ સુમુખ, ગરુડ, ઇન્દ્ર અને વિષ્ણુ ભગવાનની કથા દ્વારા સમજાવે છે કે દુર્યોધનનું અભિમાન વિનાશ લાવશે તે વાતમાં કોઈ શંકા નથી. આમ છતાં દુર્યોધન પોતાની વાત પર કાયમ રહે છે. ત્યાર બાદ મહર્ષિ વેદવ્યાસ, ઇત્યાદિ પણ દુર્યોધનને યથા યોગ્ય રીતે સમજાવે છે. દેવર્ષિ નારદ યયાતિ પતન અને પુનઃ સ્વર્ગારોહણની કથા દ્વારા દુર્યોધનને સમજાવે છે, પરંતુ દુર્યોધન માનતો નથી. આ સૌના ઉપદેશ પશ્ચાત્ ધૃતરાષ્ટ્ર શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે હે કેશવ મારો પુત્ર જે કરી રહ્યો છે તેનાથી હું પણ રાજી નથી પણ તે કોઈની વાત માનતો નથી, માટે આપ જ તેને સમજાવો. તેથી શ્રીકૃષ્ણ તેને વિસ્તારથી સમજાવે છે. પછી, ભીષ્મ, દ્રોણાચાર્ય, વિદુર સૌના સમજાવવાથી પણ દુર્યોધન પોતાની જીદ છોડતો નથી. સૌને સાંભળીને દુર્યોધન કહે છે, કે હે મધુસૂદન તમે સદાની જેમ અર્જુનના જ વખાણ કરો છો, તમને મારો જ દોષ દેખાય છે પરંતુ હું સૂક્ષ્મ દૃષ્ટિએ જોઉં, તો પણ મને મારામાં કોઈ દોષ દેખાતો નથી. મેં તો તેમને જીતેલી પુરી સંપત્તિ પરત કરી દીધી હતી, તેમ છતાં તેઓ તે સંપત્તિ ફરીથી હારી ગયા અને છેવટે વનવાસ સ્વીકાર્યો. આમાં તો તેઓ જ દોષી છે. વળી, તમે અર્જુનની બીક મને બતાવો છો, પણ ક્ષત્રિય તરીકે મારે ઇન્દ્ર સાથે લડવાનું આવે તો પણ મને ભય નથી લાગતો. રણભૂમિમાં બાણોની શૈયા પર સૂઈ જવું તે તો ક્ષત્રિયનો પરમ ધર્મ છે, વળી તેનાથી તો મને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માટે હે કેશવ આ ભૂમિમાંથી એક સોયની અણી જેટલી ભૂમિ પણ હું તેમને નહીં આપું.આ સાંભળીને શ્રીકૃષ્ણ કહે છે કે તારી વીરગતિની ઇચ્છા અવશ્ય પૂર્ણ થશે. પરંતુ તારું કહેવું છે કે તેં કદી ખોટું કર્યું નથી તો સાંભળ. સૌ પ્રથમ તો પાંડવોની કીર્તિ અને વૈભવથી ઈર્ષા પામીને તેં શકુનિ સાથે મળીને દ્યૂતક્રીડા માટે ષડ્યંત્ર રચ્યું તે ખોટું કર્મ છે. તારાથી વધુ અધમ કોણ હશે કે જેણે પોતાના મોટા ભાઈની પત્નીને સભામાં લાવીને તેની સાથે અનુચિત વર્તન કર્યું. તેં જ વારણાવ્રતમાં પાંડવોને તેમની માતા સહિત સળગાવી દેવાનું કાવતરું કર્યું હતું, જે નસીબજોગે સફળ ન થયું. ત્યારે લાંબા સમય સુધી પાંડવો તેમની માતા સહિત એક બ્રાહ્મણને ત્યા આશ્રિત બની રહ્યા હતાં. તેં જ ભીમસેનને ઝેર આપીને, નાગ દંશથી અને હાથ પગ બાંધીને પાણીમાં ડુબાડી દેવાના પ્રયત્નો પણ કર્યા હતા. આ બધું કરવા છતાં તું કેવી રીતે વિચારી શકે કે તારો દોષ નથી ? પાપાચારી, યાચના કરવા છતાં તું જે ભૂભાગ તેમને આપવાની ના પાડે છે, તે તારે રણભૂમિમાં ધરાશયી થઈને આપવો પડશે. ત્યાં વચ્ચે દુઃશાસન કટાક્ષમાં બોલી ઊઠ્યો કે હે દુર્યોધન, મને એવું લાગે છે કે જો તમે પાંડવો સાથે સંધિ નહીં કરો, તો આપણા કુરુ વડીલો, (ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, વિદુર અને બહ્લિક) બાંધીને તમને યુધિષ્ઠિરને સોંપી દેશે. આ સાંભળીને કોપિત દુર્યોધન સભાત્યાગ કરીને ત્યાંથી જતો રહ્યો. તેની સાથે અન્ય ભાઈઓ પણ જતા રહ્યા. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ધૃતરાષ્ટ્રને કહ્યું સૌ કૌરવો મળીને તમારા આ પાપાત્માને સમજાવો અને ન માને તો તેને બંદી બનાવીને યુધિષ્ઠિરને સોંપીને તેમની સાથે સંધિ કરો. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે વિદુરને કહ્યું કે તું જઈને ગાંધારી અને દુર્યોધનને બોલાવી લાવ. ગાંધારી અને કુપિત દુર્યોધન આવતાં જ ગાંધારીએ દુર્યોધનને વડીલોની વાત માની લેવા કહ્યું. માતાની નીતિપૂર્ણ વાતો સાંભળીને દુર્યોધન મામા શકુનિ, કર્ણ તથા અન્ય સાથે ગુપ્ત મંત્રણા કરવા જતો રહ્યો. શકુનિએ તેને દુર્બુદ્ધિ આપતાં કહ્યું કે, આ લોકો આપણને બંદી બનાવીને યુધિષ્ઠિરને સોંપી દે, તેના પહેલાં જ આપણે દેવકીનંદનને બંદી બનાવી લઈએ. આ કાવતરાંની ગંધ વિદ્વાન સાત્યકિને આવી ગઈ. તેમણે કૃતવર્માને સૂચના આપી કે તે કવચ ધારણ કરીને સભાખંડના દ્વાર પર સેના સહિત તૈયાર રહે અને પોતે સભાગૃહમાં જઈને સભાને જાણ કરી. આ સાંભળીને વિદુરે ધૃતરાષ્ટ્રને સમજાવતાં કહ્યું કે તમારા પુત્રને સમજાવો, જો તેમનો કાળ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમ તણખલું આંધીના વશમાં હોય છે તેમ તમારા સો પુત્રો દેવકીનંદનની આંધી સામે ટકી નહીં શકે. ત્યારબાદ શ્રીકૃષ્ણએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે, રાજન જો કોપિત દુર્યોધન જો મને કેદ કરવા માંગતો હોય, તો તેને તમે મને પકડવાની આજ્ઞા આપી દો, પછી તમે જુઓ કે તે મને પકડે છે કે હું તેને. આ સાંભળીને ધૃતરાષ્ટ્રે વિદુરને મોકલીને દુર્યોધનને સભાગૃહમાં બોલાવ્યો અને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું દુર્ઘષ શ્રીકૃષ્ણને કેદ કરવાની યોજના બનાવી રહ્યો છે, જાણે કોઈ બાળક ચંદ્રને પકડવાનો પ્રયત્ન કરે. વિદુરે પણ તેને કહ્યું કે જો તું આમ કરવાની ચેષ્ટા પણ કરીશ તો પળભરમાં નષ્ટ થઈ જઈશ. કૃષ્ણએ દુર્યોધનને કહ્યું કે મૂર્ખ તું મને એકલો ધારીને પકડવા વિચારતો હોય, તો સમજી લેજે કે અહીં અંધક તથા વૃષ્ણિવંશના વીર યોદ્ધાઓની સેના અહીં જ હાજર છે. હે મૂઢ તું જો કે આદિત્યગણ, રુદ્રગણ, તથા મહર્ષિઓ સહિત વસુગણ પણ અહીં જ છે. આમ કહેતાં જ શ્રીકૃષ્ણનું શરીર તેજોમય થઈ ગયું અને તેમના અટ્ટહાસ્ય સાથે જ તેમના અંગોમાં લોકપાલ, વસુ, રુદ્રગણ સૌ દૃષ્ટિમાન થઈ ગયા. તેમની ભુજાઓમાં ગાંડિવધારી અર્જુન અને બલરામ પ્રકટ થયા. તેમના પૃષ્ઠભાગમાં ભીમ, યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ તથા અગ્રભાગમાં વૃષ્ણિવંશી અને અંધકવંશી યાદવ યોદ્ધાઓ દૃષ્ટિગોચર થતા હતા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, શાંગધનુષ્ય, હળ તથા નનંદક નામનું ખડગ તેમની ભૂજાઓમાં પ્રકટ થયાં. તેમનાં નેત્રોમાંથી નાસિકામાંથી અને કાનમાંથી બહાર ધધકતી ધૂમ્રયુક્ત અગ્નિ જવાળાઓ દેખાતી હતી. તેમનું આ સ્વરૂપ જોઈને ભયભીત સૌ રાજા સહિત સર્વ સભાસદો ભયભીત થઈ ગયા. ભીષ્મ, દ્રોણાચાર્ય, મહાત્મા વિદુર તથા સંજય એ સૌને શ્રીકૃષ્ણે દિવ્ય દૃષ્ટિ આપી હતી, તેમના સિવાય સૌની આંખો અંજાઈને બંધ થઈ ગઈ. દેવતાઓએ દુંદુભિ વગાડીને પુષ્પવર્ષા કરી ભગવાન શ્રીકૃષ્ણનું અભિવાદન કર્યું. ત્યારે કુરુનંદન ધૃતરાષ્ટ્રે ભગવાનને વિનંતી કરી કે મને પણ તમારા આ રૂપના દર્શન કરવાની દૃષ્ટિ આપો. શ્રીકૃષ્ણએ તેમને અદૃશ્ય દૃષ્ટિ આપી, તેથી ધૃતરાષ્ટ્રને પણ તેના દર્શન થયા. ત્યારબાદ ભગવાને તેમનું વિશ્વરૂપ સંકેલીને સામાન્ય રૂપે પ્રકટ થયા અને ઋષિઓની આજ્ઞા લઈને સાત્યકિ અને કૃતવર્મા સાથે સભાગૃહમાંથી પ્રસ્થાન કર્યું. ત્યારબાદ શ્રીકૃષ્ણ કુંતીને મળવા જાય છે અને સભાગારમાં બનેલી ઘટનાનું તાદૃશ વર્ણન કરે છે. તેઓ કહે છે હવે હું યુધિષ્ઠિર પાસે જઈશ માટે તમારો સંદેશ યુધિષ્ઠિરને પહોંચાડીશ. તેથી કુંતી કહે છે, કે યુધિષ્ઠિરને કહેજો કે તે ક્ષત્રિય ધર્મનું પાલન કરે. તેને કહેજો કે તારો પૈતૃક ભાગ દુશ્મનોના હાથમાં પડીને ક્ષીણ થઈ રહ્યો છે, તો તું તેનો ઉદ્ધાર કર. કુંતી શ્રીકૃષ્ણને પ્રાચીનકાળમાં વિદુલા નામની ક્ષત્રિયાણી યુદ્ધમાં હારીને આવેલા તેના પુત્રને ફરી યુદ્ધમાં પ્રવૃત્ત થવા જે વાત કરે છે તેની કથા સંભળાવીને કહે છે કે તે યુધિષ્ઠિરને આ વાત જરૂર કહે કે તેનો ધર્મ યુદ્ધમાં પ્રવૃત્ત થવાનો છે. તમે અર્જુનને કહેજો કે જ્યારે તે મારા ગર્ભમાં હતો, ત્યારે આકાશવાણી દ્વારા મેં સાંભળ્યું હતું કે તારો આ પુત્ર ઇન્દ્ર સમાન પરાક્રમી થશે અને ભીમસેન સાથે રહીને તે સમસ્ત કૌરવોને જીતી લેશે. તારો આ પુત્ર શ્રીકૃષ્ણ સાથે રહીને સમગ્ર ભૂમંડળ જીતી લેશે. તમે ભીમસેનને કહેજો કો ક્ષત્રાણી જે ક્ષણ માટે પુત્રને જન્મ આપે છે, તે ક્ષણ આવી પહોંચી છે. તમે માદ્રી કુમારોને કહેજો કે પ્રાણની બાજી લગાવીને પરાક્રમથી પૈતૃક ભાગ મેળવીને તેનો ઉપભોગ કરે. હે કૃષ્ણ પાંડવોને કહેજો કે મને રાજ્ય ગુમાવવાનું અને દ્યૂતમાં તેમની હારનું એટલું દુઃખ નથી જેટલું મારી પુત્રવધૂના ભરી સભામાં થયેલા અપમાનનું છે. તે દિવસે દ્રૌપદી રજસ્વલા હતી, તો પણ તેની આમન્યા કોઈએ ન કરી. તે પાંચ નાથની વચ્ચે પણ અનાથની જેમ અસુરક્ષિત હતી. માટે હે કેશવ ! તમે અર્જુનને કહેજો કે તે પાંચાલીના કહેલા માર્ગ પર ચાલીને તેના અપમાનનો બદલો અવશ્ય લે. હે જનાર્દન ! મારા તરફથી દ્રૌપદીને તેના પુત્રો સહિત કુશલ સમાચાર પૂછજો અને મારી પણ સકુશળતા કહેજો. શ્રીકૃષ્ણ ત્યાંથી કર્ણની સાથે રથમાં સવાર થઈને સાત્યકિ સાથે વિદાય થાય છે. તે હસ્તિનાપુરની બહાર જતાં જતાં કર્ણને સમજાવે છે કે તે પાંડવ પક્ષે રહીને યુદ્ધ કરે. ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે શ્રીકૃષ્ણ અને કર્ણ વચ્ચે શો સંવાદ થયો ? ત્યારે સંજય કહે છે, કે શ્રીકૃષ્ણએ કર્ણને કહ્યું કે (કુંવારી) કન્યાને ગર્ભ રહે અને તેનો જન્મ જો લગ્ન પહેલાં થાય તો તેને કાનીન કહે છે અને જો લગ્ન બાદ થાય તો તેને સહોઢ઼ કહે છે. તું પણ કાનીન છે અને તેથી તારા પિતા પાંડુ જ ગણાય. આમ તું પાંડવ પક્ષેથી યુદ્ધ કરીને જીતીશ, તો રાજા તું જ બનીશ. પિતા પક્ષે સૌ પાંડવો તારી સાથે છે અને માતૃપક્ષે સૌ વૃષ્ણિવંશી તારી સાથે છે. આજે મારી સાથે આવીશ, તો પાંડવોને પણ ખબર પડી જશે કે તું કુંતીપુત્ર અને તે સૌનો જયેષ્ઠ ભાઈ છો. વીર પાંડવો, વીર અભિમન્યુ તથા પાંડવોના પુત્રો અને તેમની સહાયે આવેલા સૌ રાજા તારા ચરણો પખાળશે. યુધિષ્ઠિરના પુરોહિત ધૌમ્ય તારો રાજ્યાભિષેક કરશે. ત્યારે કર્ણ કહે છે કે મને ખબર છે કે મારી જન્મદાત્રી કુંતી છે અને સૂર્યદેવના નિયોગથી મારી ઉત્પત્તિ થઈ છે. જન્મ થતાં જ મારાં માતાએ મને જળમાં વહાવી દીધો અને તે રીતે હું અધિરથ નામના સૂતને મળ્યો અને મને જોતાં જ તેમનાં પત્ની રાધાના સ્તનમાં દુધ ઉભરાયું આમ તેમણે મને માતા પિતાનો સ્નેહ આપી મને અંગ દેશનો રાજા બનાવ્યો. અનેક સૂત કન્યાઓ સાથે મારા વિવાહ કરાવ્યા અને તેમના દ્વારા મારે પુત્રો અને પૌત્રો પણ છે. તદુપરાંત મારા સખા દુર્યોધનના અનેક ઉપકારો અને સહાયથી મેં આટલાં વર્ષો સુધી રાજ્યનું સુખ ભોગવ્યું છે. હવે હું મારી માતા, ભાઈઓ બદલીને મારી નિષ્ઠાનો ત્યાગ કરું તેમાં ધર્મની હાનિ સિવાય કાંઈ નથી. આમ હું તો દુર્યોધન પક્ષે જ લડીશ. પણ મારી એક વિનંતી છે કે અર્જુનથી આપણી આ મંત્રણા ગુપ્ત રાખજો અને તેને યુદ્ધપર્યંત કદી કહેશો નહીં કે હું જ તેમનો જયેષ્ઠ ભાઈ છું. શ્રીકૃષ્ણ કર્ણને કહે છે કે તો હસ્તિનાપુર જઈને કહેજે કે આજથી સાત દિવસ બાદ મૃગશીર્ષ માસની અમાવાસ્યા છે, તે દિવસથી યુદ્ધ ચાલુ કરીશું. આમ બન્ને વચ્ચે સંવાદ બાદ બન્ને એકબીજાને પ્રેમથી આલિંગન આપી છૂટા પડે છે. શ્રીકૃષ્ણ ઉપપ્લવ્ય નગરમાં છાવણી નાખીને બેઠેલી પાંડવ સેના પાસે જાય છે. આ તમામ વૃત્તાંત સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું અને તમામ પક્ષેથી શાંતિ સ્થાપનાની અસફળતા જોઈને વિદુર કુંતિના નિવાસસ્થાને ગયા. તેમની સાથે વાત કરીને કુંતીને લાગે છે કે ભાઈઓ વચ્ચેનું યુદ્ધ જો ટાળી શકાતું હોય, તો તેમ કરવા પોતે કર્ણને વિનંતી કરશે. આમ નિશ્ચય કરીને કુંતી બીજી સવારે ગંગા કિનારે જાય છે, જયાં કર્ણ પૂજા કરતો હોય છે. કર્ણની પૂજા પુરી થતાં તે ફરે છે અને કુંતીને જુએ છે. તે કુંતીને વંદન કરીને કહે છે, કે હું રાધા અને અધિરથના પુત્ર કર્ણ આપને પ્રણામ કરું છું. તમે અહીં આવવાનું કષ્ટ શું કામ કર્યું દેવી ? ત્યારે કુંતી કહે છે, કે તું રાધાનો નહીં પણ કુંતીપુત્ર છો. તારા પિતા અધિરથ નહીં પણ સૂર્ય છે. તું જે ભાઈઓથી અપરિચિત રહીને દુર્યોધનની સેવા કરી રહ્યો છું, તે ત્યાગીને પાંડવોનો પક્ષ લે. ત્યારે સૂર્યમંડલમાંથી સ્વયં સૂર્યદેવનો અવાજ સંભળાયો, કે હે નરશ્રેષ્ઠ, તું તારી માતાની આજ્ઞાનું પાલન કર એમાં જ તારું શ્રેય છે. જો કે આમ સાંભળવા છતાંય ધૈર્યબુદ્ધિ કર્ણ વિચલિત ન થયો અને પોતાના નિર્ણયમાં અડગ રહ્યો. તેણે કહ્યું હે રાજપુત્રી તમે જે કહો છો તેના પર મને શ્રદ્ધા નથી, તમે જે મારા પર અત્યાચાર કર્યો છે તેનાથી મેં કીર્તિ અને યશ ગુમાવી દીધા છે, હું ક્ષજ્ત્રિય સંસ્કારથી વંચિત થઈને સૂતપુત્ર કહેવાયો. આનાથી વધુ અત્યાચાર કોઈપણ દુશ્મન શું કરી શકશે. આજે તમને મારા ક્ષત્રિય ધર્મની યાદ આવી ? ધૃતરાષ્ટ્ર પુત્રોએ મને સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકું તે માટે તમામ ઇચ્છિત વસ્તુઓ આપી છે. આજે જો હું પાંડવો સાથે મળી જાઉં તો હું કૃતઘ્ની ગણાઉં, અને સંસાર આખો અર્જુનના ડરથી કાંપે છે, તે મને પણ કહેશે કે હું અર્જુનથી ભયભીત થઈને તેમની સાથે મળી ગયો. આમ તમારી વાત હિતકર અને ધર્મપ્રદ હોવા છતાં હું તમારી વાત ન માનવા માટે વિવશ છું. પરંતુ તમારું અહીં આગમન વ્યર્થ નહીં જાય. હું વચન આપું છું કે હું સંજોગો આવે અને તમારા ચાર પુત્રો (યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ અને સહદેવ) યુદ્ધમાં મારા વશમાં આવશે તો પણ તેમનો વધ નહીં કરું. હું ફક્ત અર્જુનની સાથે જ નિર્ણાયક યુદ્ધ કરીશ. જો હું તેના હાથે વીરગતિને પ્રાપ્ત થઈશ કે તે મારા દ્વારા હણાશે, એ બન્ને સ્થિતિમાં તમારા પાંચ પુત્રો જીવિત રહેશે તે મારું વચન છે. આ તરફ શ્રીકૃષ્ણ ઉપપ્લવ્ય નગર આવીને હસ્તિનાપુરમાં બનેલી સર્વ ઘટનાઓથી યુધિષ્ઠિરને અવગત કરાવે છે અને કહે છે કે હવે યુદ્ધનો કોઈ વિકલ્પ બચ્યો નથી. ૭. સૈન્યનિર્યાણપર્વ (અધ્યાય: ૧૫૧–૧૫૯) યુદ્ધ અનિવાર્ય છે તેમ લાગતાં યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું કે આપણી પાસે સાત અક્ષૌહિણી સેના છે, સાતેયના સેનાપતિ તરીકે દ્રુપદ, વિરાટ, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સાત્યકિ, ચેકિતાન અને ભીમસેન છે. હવે નિર્ણય એ કરવાનો છે કે સાતેયના નેતા તરીકે કોની વરણી કરીશું. સૌ પોતાના મત રજૂ કરે છે, આખરે શ્રીકૃષ્ણ ધૃષ્ટદ્યુમ્નના નામનો પ્રસ્તાવ મૂકે છે અને સૌ તેનો સ્વીકાર કરી તેમને પ્રધાન સેનાપતિ બનાવે છે. જે સૈનિક અસ્વસ્થ હોય, ઘરડા હોય તે સૌને ઉપપ્લવ્ય નગરમાં જ રોકાવાનું કહી, સૌ સૈનિકો સહિત સેનાની સાથે પાંડવો, શ્રીકૃષ્ણ સૌ સેનાપતિઓએ કુચ કરી. દ્રૌપદી તથા અન્ય સ્ત્રીઓ થોડે સુધી તેઓની સાથે ગયાં પછી તેઓ ઉપપ્લવ્ય નગર પરત ફર્યા. સેનાએ કુરુક્ષેત્ર પહોંચી પોતાનો પડાવ નાખ્યો. પાંડવોનો તથા તેમના પક્ષે લડવાવાળા દરેક રાજાનો અંગત શિબિર બનાવવામાં આવ્યો. હિરણ્વતી નદીના કાંઠે શ્રીકૃષ્ણએ ખાઈ ખોદાવડાવી જેથી કોઈ તે તરફથી તેમની છાવણી તરફ આવી ન શકે. દરેક શિબિરમાં પૂરતા પ્રમાણમાં ધનુષ્ય, પ્રત્યંચા, અસ્ત્ર, શસ્ત્ર, કવચ, તરકસ ઇત્યાદિનો પૂરતો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વૈદ્ય, વિદ્વાનો, શિલ્પ કારીગરો સૌની વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્યોધનની સેના પણ કુરુક્ષેત્ર તરફ પ્રયાણ કરે છે. કૌરવો પાસે અગિયાર અક્ષૌહિણી સેના હતી. તેના જુદા જુદા વિભાગ કરીને કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વત્થામા, શલ્ય, જયદ્રથ, કમ્બોજરાજ સુદક્ષિણ, કૃતવર્મા, કર્ણ, ભૂરિશ્રવા, સુબલપુત્ર શકુનિ તથા મહાબલિ બહ્લિકની એક એક વિભાગના સેનાપતિ તરીકે નિયુક્તિ કરી. ત્યારબાદ દુર્યોધન ભીષ્મને વિનંતી કરે છે કે તેઓ કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ બનીને માર્ગદર્શન કરે. ત્યારે ભીષ્મ કહે છે કે હું અવશ્ય તારા પક્ષે લડાઈ કરીશ પણ જો પાંડવો મારી પાસે કોઈ પણ પ્રશ્ન લઈને આવશે, તો હું તેમના હિતની વાત તેમને જણાવીશ કારણકે મારા માટે કૌરવો અને પાંડવો એક સમાન છે. મને મારી સમકક્ષ અર્જુન સિવાય આ ભૂતલ પર કોઈ દેખાતું નથી. એટલે મને કોઈ મારી શકશે નહીં અને અર્જુન પ્રત્યક્ષ રીતે મારી સામે લડશે નહીં. વળી, હું દરરોજ તેમની સેનાના દસ હજાર સૈનિકોનો વધ કરીશ પરંતુ હું પાંડવોને જાતે નહીં મારું. વળી, સેનાપતિ બનવા માટેની મારી એક શરત છે કે કાં તો પહેલા કર્ણ યુદ્ધ કરી લે અને હું શાંત રહું અથવા હું યુદ્ધ કરું ત્યાં સુધી કર્ણ યુદ્ધ નહીં કરે. કારણકે કર્ણ મારી સતત પ્રતિસ્પર્ધા કરે છે. આ સાંભળીને કર્ણ બોલ્યો કે હું ભીષ્મના રહેતાં યુદ્ધ નહીં કરું. પણ ભીષ્મ વીરગતિને પ્રાપ્ત થયા બાદ હું અર્જુનની સાથે યુદ્ધ કરીશ. ત્યાર બાદ દુર્યોધને ભીષ્મનો પ્રધાન સેનાપતિ તરીકે અભિષેક કર્યો. આ સમયે રોહિણીનંદન બલરામજી અન્ય યદુવંશી સાથે પાંડવ છાવણીમાં આવ્યા. તેમની સાથે ગદ, સામ્બ, ઉદ્ધવ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, તથા આહુકપુત્ર ઇત્યાદિ યાદવો હતા. તે સૌનું પાંડવો તેમજ શ્રીકૃષ્ણએ સ્વાગત કર્યું. બલરામજી એ કહ્યું કે અહીંનો માહોલ જોતાં લાગે છે કે અહીં દારુણ નરસંહાર નિશ્ચિત છે. મેં મધુસૂદનને કેટલું સમજાવ્યું કે આપણા માટે બન્ને બરાબર છે પરંતુ કેશવને અર્જુન ખૂબ વહાલો છે. ભીમ અને દુર્યોધન બન્ને મારા શિષ્યો છે અને મારા માટે બન્ને શિષ્યો સરખા જ છે. આમ હું તો સરસ્વતી કિનારે તીર્થાટનમાં જઈ રહ્યો છું, કારણકે તમે જીતવાના છો તે નક્કી છે અને હું કુરુવંશને નષ્ટ થતું મારી નજરે જોઈ નહીં શકું. આમ કહીને તેઓ તીર્થયાત્રા પર જવા વિદાય થયા. આ સમયે એક અક્ષૌહિણી સેના સાથે રુક્મી પાંડવોની છાવણીમાં આવ્યા. તેમની પાસે ઇન્દ્ર પાસેથી મેળવેલું વિજય નામનું ધનુષ હતું. દેવતાઓમાં ત્રણ ધનુષ દિવ્ય મનાય છે. એક શારંગ ધનુષ, જે શ્રીકૃષ્ણ પાસે હતું, ગાંડિવ જે અર્જુન પાસે હતું અને વિજય ધનુષ જે રુક્મી પાસે હતું. રુક્મી શ્રેષ્ઠ ધનુર્ધર હતો પરંતુ તેને પોતાની ધનુર્વિદ્યાનું ખૂબ અભિમાન હતું. જ્યારે શ્રીકૃષ્ણએ રુક્મિણી હરણ કર્યું હતું, ત્યારે તેણે અભિમાનમાં જ પ્રતિજ્ઞા કરી હતી કે હું વૃષ્ણિવંશના શ્રીકૃષ્ણની હત્યા નહીં કરું ત્યાં સુધી મારા નગર કુણ્ડિનપુરમાં પાછો નહીં આવું. પણ તે શ્રીકૃષ્ણ સામે હારી જાય છે તેથી તે કુણ્ડિનપુર પાછાં જવાના બદલે ત્યાં જ ભોજકટ નામનું શહેર વસાવ્યું હતું. રુક્મીના આવવાની ખબર પડતાં યુધિષ્ઠિરે તેમનું સ્વાગત કર્યું. આવીને રુક્મીએ અર્જુનને કહ્યું કે હે વીર તારે મારાથી ડરવાની જરૂર નથી હું તારી સામે લડવા નથી આવ્યો પણ તારી મદદનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. તમે મને શત્રુઓનો જે ભાગ સોંપી દેશો, તેનો હું એકલા હાથે વધ કરીને તમને પૃથ્વીનું રાજ્ય સોંપી દઈશ. ભલે મારા હિસ્સામાં ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય આવે અને તમારા પક્ષેથી લડતા તમામ રાજાઓ ઉભા રહેશે ને હું તેમનો વધ કરીને તમને સહાય કરીશ. આ સાંભળતાં જ અર્જુને કહ્યું, કે મારી પાસે શસ્ત્રવિદ્યા છે, ગાંડિવ છે, અક્ષય બાણોથી ભરેલું તરકસ છે અને સૌથી મહત્વની વાત કે મારી પાસે શ્રીકૃષ્ણ છે, પછી હું તમારાથી કેમ ડરું ? હે વીર, ન તો હું ભયભીત છું કે ન મારે તમારી સહાયની જરૂર છે. આ સાંભળીને રુક્મી પોતાની વિશાળ સેના સાથ દુર્યોધનની છાવણીમાં ગયો. ત્યાં પણ તેણે પોતાની બડાઈની વાતો કરી, તેથી દુર્યોધને પણ તેની સહાય સ્વીકારવાની ના પાડી. આમ કુરુક્ષેત્રના યુદ્ધમાં બલરામ અને રુક્મી સિવાયના તમામ રાજાઓએ ભાગ લીધો. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે સંજય બન્ને સેનાઓ પડાવ પર પહોંચી પછી શું થયું તે મને જણાવ. ૮. ઉલુકદૂતાગમનપર્વ (અધ્યાય: ૧૬૦–૧૬૪) સંજય કહે છે કે પાંડવોએ છાવણી નાખી પછી દુર્યોધને પણ પોતાની છાવણી નાખી. પછી દુર્યોધને શકુનિ, કર્ણ અને દુઃશાસન સાથે મંત્રણા કરીને શકુનિના પુત્ર ઉલુકને પાંડવોની છાવણીમાં સંદેશો લઈને મોકલે છે. તેને કહે છે કે તું પાંડવોની છાવણીમાં જઈને શ્રીકૃષ્ણ ની હાજરીમાં આ સંદેશ પાંડવોને કહેજે. ઉલુક તે મુજબ જઈને સૌની હાજરીમાં પાંડવો અને શ્રીકૃષ્ણને કહે છે, કે વર્ષોથી જેનો વિચાર કરતા હતા તે સર્વ જગતને માટે ભયંકર એવું કૌરવ પાંડવ યુદ્ધ આવીને ઊભું છે. હે કુન્તીપુત્ર ! શ્રીકૃષ્ણની સહાયતાના કારણે તમે સિંહગર્જના કરીને સંજય સામે મોટાં મોટાં બણગાં ફૂંક્યાં અને સંજયે તેમાં ઉમેરો કરીને ધૃતરાષ્ટ્રની સભામાં તમારી બડાઈ કરી. હવે સમય આવ્યો છે, કે તમે તેને સાબિત કરો અને તમે લીધેલી પ્રતિજ્ઞાઓ પણ પુરી કરો. તમે તો મોટા ધર્માત્મા હોવાનો દાવો કરો છો, છતાં અધર્મ જ આચરો છો. આમ તો તમે જગતના બધા જ જીવોને અભયદાન આપવાની વાત કરો છો, પણ મનમાં તો જગતના વિનાશની જ ઇચ્છા રાખીનો યુદ્ધ કરવા તત્પર છો. પૂર્વકાળમાં એક બિલાડો તપસ્વીનો સ્વાંગ સજીને મૂષકોને છેતરીને ખાઈ જતો હતો તેની જેમ જ હે દુષ્ટાત્મા તમે પણ બિલાડા વ્રત ધારણ કર્યું છે, ધર્માચારી બનવાના ઓઠા હેઠળ અધર્મ આચરો છો. તમારું વેદાધ્યયન પણ પાખંડ છે. જો તમારામાં થોડો પણ ધર્મ હોય તો આ પાખંડ છોડીને ક્ષત્રિય ધર્મ નિભાવો. તમારી માતા કેટલાય વર્ષથી દુઃખ ભોગવે છે તો લડાઈ કરીને જીતીને તેમને સુખ અર્પણ કરો. તમે પાંચ ગામ માગ્યા હતાં પણ અમે એટલાં માટે ન આપ્યાં કે તમારી સાથે યુદ્ધ કરવાનો મોકો મળે. ત્યારબાદ તે શ્રીકૃષ્ણને કહે છે, કે હે જનાર્દન, તમે માયા દ્વારા સભામાં જે વિકટ રૂપ ધર્યું હતું, તે ધરીને પાંડવોની સહાય કરીને અમારી સાથે યુદ્ધ કરો. તમારી જેમ અમને પણ માયાવી રૂપ ધારણ કરતાં આવડે છે પણ તેમાં અમે શ્રેય સમજતા નથી. સમાજમાં તમારી મહાનતા અને યશ ફેલાયેલા છે તે વૃથા છે, જે તમારા પૂજક છે કે પુરુષના વેશમાં કાપુરુષ છે. ત્યાર બાદ તે ભીમને સંબોધીને કહે છે કે તું રસોયો બન્યો તે પણ મારી કૃપા છે, તેં દુઃશાસનનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરી છે તે હિંમત હોય તો પુરી કર. તું ખાવામાં શુરોપુરો છે, નહીં કે શૂરાતનમાં. આમ તે એક પછી એક સૌ વીરોને કટુ વચન કહે છે. તે સૌને કહે છે, કે અમે આટલી વખત દ્રૌપદીનું અપમાન કર્યું તેને સભાગૃહમાં જલીલ કરી, છતાં તમારું પુરુષત્વ ન જાગ્યું. હવે તો તમે તમારી વીરતા બતાવો. અમારી સેના ચારેય દિશાથી સુરક્ષિત એક સમુદ્ર જેવી વિશાળ છે, તેમાં કામ્બોજ, શક, ખશ, શાલ્વ, મત્સ્ય, કુરુ,મ્લેચ્છ, પુલિન્દ, દ્રવિડ, આન્ધ્ર, કાંચી અને મધ્યપ્રદેશના સૈનિકો છે, અને તમે કુવાના દેડકાની જેમ પુરી જોઈ પણ નથી શકતા. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોએ આનો જવાબ પણ ઉલુક મારફતે મોકલાવ્યો. પહેલા તો શ્રીકૃષ્ણએ તેને કહ્યું, કે જુગારી શકુનિના પુત્ર તું જઈને દુર્યોધનને કહી દે કે પાંડવોએ તારા સંદેશને સમજી લીધો છે. તારી સાથે તું ઇચ્છે છે એવું યુદ્ધ તેઓ અવશ્ય કરશે. ત્યારબાદ ભીમસેન ઉગ્રતાથી ઉલુકને કહે છે, ઓ મૂર્ખ ! તુ દુર્યોધનને જઈને કહેજે કે અમે અમારા જયેષ્ઠ ભાઈની ખુશી માટે તારા બધા જ અત્યાચાર સહન કરી લીધા. વળી, કૌરવોના હિત માટે જ શ્રીકૃષ્ણ શાંતિનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા પણ તમારો કાળ આવી ગયો છે તેથી તમે તેને સ્વીકાર્યો નથી. હે પાપી ! તારો વધ કરવાની અને દુઃશાસનના લોહીની મેં જે પ્રતિજ્ઞા કરી છે તે અવશ્ય પુરી થશે. પછી સહદેવ પણ કહે છે, કે તું તારા પિતાને જઈને કહી દેજે, કે જો તારો સંબંધ કૌરવો સાથ ન હોત તો અમારા અને કૌરવો વચ્ચે કદી કુસંપ ન થાત. તું કૌરવ કુળના નાશ કરવા જ જન્મ્યો છે. ઉલુક ! તારા પિતાએ જ અમારી સાથે ક્રૂર વર્તન કરવા દુર્યોધનને પ્રેર્યો છે, માટે તેના દેખતાં જ હું તારો વધ કરીશ પછી શકુનિને મારીશ. ત્યારબાદ અર્જુન, યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ પણ ઉલુકને યોગ્ય સંદેશ આપે છે. ત્યારબાદ ધૃષ્ટદ્યુમ્નના નેતૃત્વમાં પાંડવ સેનાએ યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. ૯. રથાતિરથસંખ્યાનપર્વ (અધ્યાય: ૧૬૫–૧૭૨) ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ઉલુક પાસેથી પાંડવોનો સંદેશ સાંભળીને મારા મૂર્ખ પુત્રોએ શું કર્યું અને પરમ બુદ્ધિમાન ગંગાપુત્રે સેનાપતિ બન્યા બાદ શું કર્યું તે મને કહે. મને તો કેશવની સહાય જેને છે તેવા અર્જુનની ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા સાકાર થતી દેખાય છે. સંજય તેમને જણાવે છે કે ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ થાય છે. દુર્યોધન પોતાની સેનાની પ્રબળ શક્તિ અને યોદ્ધાઓ વિષે ગંગાપુત્ર ભીષ્મને પૂછે છે. ભીષ્મ તેને કૌરવ સેનાના પ્રમુખ રથી, મહારથી, અતિરથી, યૂથપતિ અને તેમના કૌશલ્યોનું વર્ણન કરે છે. પરંતુ કર્ણની વાત કરતાં તેઓ કહે છે કે કર્ણ તારો પ્રિય મિત્ર છે જે તને પાંડવો સાથે યુદ્ધ કરવા સતત પ્રેરણા આપતો રહ્યો છે. તે આત્મપ્રશંસામાંથી કદી ઉપર ઉઠતો નથી, તે નીચ અને કટુભાષી છે. તે અભિમાની અને તારો આશ્રય મેળવીને ઉચ્ચ સ્થાને પહોંચી ગયો છે. મારી દૃષ્ટિએ તે અતિરથી કે મહારથી તો શું પણ રથી કહેવડાવવાને યોગ્ય પણ નથી. હવે તો તેના કવચ કુંડલ પણ તેની પાસે નથી. પરશુરામના શ્રાપથી તેનામાં બધા જ ગુણો નાશ પામ્યા છે. તે અર્ધરથી છે. દ્રોણાચાર્ય પણ તેમાં સુર પુરાવે છે. તેથી કર્ણ વ્યથિત થઈને ભીષ્મને કહે છે કે મેં તમારું કાંઈ અહિત કર્યું નથી છતાં તમે મને ચોટ પહોંચાડવાની એક પણ તક જવા દેતા નથી. તમે મને અર્ધરથી કહો છો, તો જગત તે માની લેશે કારણકે તેઓ એમ માને છે કે તમારી વાત મિથ્યા હોય જ નહીં, પણ તમે કૌરવોનું સદા અહિત જ કરો છો એ વાત દુર્યોધન કદાપિ સમજશે નહીં. અત્યારે યુદ્ધનો અવસર છે ત્યારે તમે કૌરવો પર જ ભેદ (ફુટ) નીતિ અપનાવી આપણા જ પક્ષનો ઉત્સાહ નષ્ટ કરો છો તે યોગ્ય નથી. કોઈ વયોવૃદ્ધ હોય, પોતાના ભાઈઓનો બહોળો પરિવાર હોય, ધનનો કોઈની પાસે સંચય હોય તેનાથી તે મહારથી નથી બની જતો, પરંતુ ક્ષત્રિયમાં બળ અને હિંમત હોય, તો તે મહારથી બની શકે. માટે હે દુર્યોધન ! તમે વિચાર કરીને જુઓ ભીષ્મ દુર્ભાવથી આ કહી રહ્યા છે તેમનો ત્યાગ કરી દો. હું એકલો જ પાંચાલો અને પાંડવો માટે પર્યાપ્ત છું. હું તેમની સેનાને આગળ વધતી રોકી દઈશ. એક તરફ હું યુદ્ધમાં પારંગત અને તમારી સાથે ગુપ્ત મંત્રણામાં પણ તમને યોગ્ય બુદ્ધિ આપનાર અને બીજી તરફ કાલપ્રેરિત મંદ બુદ્ધિ ભીષ્મ જેમની આયુ હવે ખતમ થઈ ગઈ છે. ભીષ્મ કહે છે કે મારે પરસ્પર ભેદ નથી કરવો તેથી તો તું હજુ જીવે છે, નહીં તો મેં જ તારો ક્યારનો વધ કરી નાખ્યો હોત. જમદગ્નિ પુત્ર પરશુરામ અનેકવિધ શસ્ત્રો વાપરીને પણ મને જરા પણ કષ્ટ આપવામાં નિષ્ફળ રહ્યા હતા તો તું તો હજુ બાળક છે. ત્યારે દુર્યોધન બન્નેને શાંત કરીને ભીષ્મને શત્રુ સેનાનું વર્ણન પૂછે છે. ભીષ્મ પાંડવોની સેનાનું વર્ણન કરે છે. તે કહે છે કે આ સૌને હું યુદ્ધમાં રોકીશ પરંતુ દ્રુપદના પુત્ર શિખંડી જો મારી સામે બાણ ચડાવશે, તો પણ હું તેની સામે યુદ્ધ નહીં કરું. તને ખબર છે કે શિખંડી પહેલાં સ્ત્રી તરીકે જ જન્મ્યો હતો અને પછીથી પુરુષ બન્યો છે, હું કોઈ સ્ત્રી કે અર્ધ સ્ત્રીની સામે શસ્ત્ર ઉગામતો નથી તે જગવિખ્યાત છે. આમ હું શિખંડીની સામે કદી શસ્ત્ર નહીં ઉગામું. ૧૦. અમ્બોપાખ્યાનપર્વ (અધ્યાય: ૧૭૩–૧૯૬) આ પર્વમાં ભીષ્મને મળેલા એક શ્રાપની અને શિખંડીના પૂર્વ જન્મની વાત છે. ભીષ્મ જ્યારે કહે છે કે તે શિખંડી સામે શસ્ત્ર નહીં ઉગામે, ત્યારે દુર્યોધન તેનું કારણ પૂછે છે. ત્યારે ભીષ્મ શિખંડીના જન્મ અને તેના પૂર્વજન્મની વાત કરે છે. માતા સત્યવતીના મારા પિતા શંતનુ સાથે લગ્નની એક શરત હતી કે માતા સત્યવતીના પુત્રને જ વારસો મળે. પરંતુ હું મારા પિતાના પૂર્વ વિવાહથી થયેલો પુત્ર હોવાથી સત્યવતી અને તેમના પિતાને વિશ્વાસ નહોતો કે હું મારા પિતાના રાજ્યનો નિસર્ગ દત્ત વારસો જતો કરીશ. માતા સત્યવતીને નિશ્ચિંત કરવા મેં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. મારા પિતાના મૃત્યુ બાદ મેં મારા નાના ભાઈ અને માતા સત્યવતીના પુત્ર ચિત્રાંગદને રાજગાદી પર અભિષિક્ત કર્યો. પરંતુ તેનું મૃત્યુ થતાં મેં તેના ભાઈ વિચિત્રવીર્યને રાજા બનાવ્યો. તે નાના હોવાથી રાજકાજમાં હંમેશા મારા પર નિર્ભર હતા. ત્યારે મેં તેમના લગ્ન માટે યોગ્ય કન્યા મેળવવાનો નિર્ણય કર્યો. તે જ વખતે કાશીરાજની ત્રણ કન્યાઓ અનુક્રમે અમ્બા, અમ્બિકા અને અમ્બાલિકાનો સ્વયંવર હતો. તેના સમાચાર મળતાં હું વિચિત્રવીર્ય માટે તેમની વરણી કરવા સ્વયંવર સ્થળે ગયો. ત્યાં હાજર સર્વ રાજાઓને યુદ્ધ માટે લલકારીને મેં ત્રણેય રાજકુમારીઓને મારા રથમાં બેસાડી દીધી. તેમણે ચારે તરફથી મને ઘેરીને મારી સાથે યુદ્ધ કર્યું પણ તેમને પરાજિત કરીને હું ત્રણેયને લઈને હસ્તિનાપુર આવ્યો અને માતા સત્યવતીને આ રાજકુમારીઓ સોંપી દીધી. તેમના વિવાહ વિચિત્રવીર્ય સાથે કરતી વખતે સૌથી મોટી રાજકુમારી અમ્બાએ કહ્યું કે મેં શાલ્વરાજનું વરણ પહેલાં જ કરી લીધું છે અને તેમણે પણ એકાન્તમાં મારું વરણ કરી લીધું છે. તમે કુરુવંશી છો, તમે મારા જેવી કન્યાને કેવી રીતે તમારી કુળવધૂ બનાવી શકો ? આ સાંભળીને મેં તેને એક બ્રાહ્મણ સાથે શાલ્વરાજ પાસે મોકલી દીધી. પરંતુ શાલ્વરાજે કહ્યું કે જે બીજાની થઈ ચૂકી હોય તેનો હું સ્વીકાર કેવી રીતે કરી શકું. આમ તેમણે અમ્બાનો સ્વીકાર ન કર્યો. અમ્બા પોતાના ભાગ્યને દોષ દેતી વિચારે છે કે આ તમામનું કારણ ભીષ્મ છે. તેથી યુદ્ધ અથવા તપસ્યા દ્વારા હું ભીષ્મ સાથ બદલો લઈશ. આમ નક્કી કરીને તે એક મુનિ આશ્રમમાં જાય છે. સંજોગવશાત્ તેના નાના હોત્રવાહન જે સન્યાસી જીવન જીવતા હોય છે, તેમનો સંપર્ક ત્યાં થાય છે. સૃંજયવંશી હોત્રવાહન તેને મહેન્દ્ર પર્વત નિવાસી પરશુરામને મળીને તેમને આ વાત કરવાનું કહે છે. પરંતુ તે જ વખતે પરશુરામના પ્રિય સેવક અકૃતવ્રણ ત્યાં આવે છે. તે સર્વ વાત સાંભળીને કહે છે, કે પરશુરામજી કાલે આવશે અને અવશ્ય તારી મદદ કરશે. તને કષ્ટ આપનાર બે જણ છે, એક ભીષ્મ અને એક શાલ્વરાજ. તું કહે તારે બેમાંથી કોની સાથે તારે બદલો લેવો છે ? ત્યારે અમ્બા કહે છે કે હું તે નક્કી કરી શકતી નથી. ત્યારે અકૃતવ્રણ કહે છે કે જો ભીષ્મ તને હરીને લઈ ગયા ન હોત તો શાલ્વ અવશ્ય તારો સ્વીકાર કરત. પરંતુ તેને સંશય એટલે છે કે ભીષ્મ તને લઈ ગયા. આમ ભીષ્મ સાથે જ બદલો લેવો તારા માટે ઉચિત છે. બીજે દિવસે પરશુરામજી ત્યાં આવે છે. ત્યારબાદ પરશુરામજી હસ્તિનાપુરની સીમા પર આવ્યા અને મને સંદેશ મોકલ્યો કે હું તેમનું પ્રિય કાર્ય કરૂં. હું સહર્ષ તેમનું સ્વાગત કરવા ગયો. જ્યારે તેમણે મને અમ્બાની વાત કરી તો મેં કહ્યું કે તેણે મારી પાસે શાલ્વરાજની વાત કરી તેથી તેને મેં જવા દીધી. હવે હું મારા ભાઈ સાથે તેના વિવાહ ન કરી શકું અને હું પ્રતિજ્ઞાબદ્ધ છું, તેથી હું તેની સાથે વિવાહ ન કરી શકું. ત્યારે પરશુરામે મને કહ્યું કે જો હું તેમનું કહ્યું નહીં માનું તો તેઓ મારો વધ કરશે. આ સાંભળીને મેં તે બ્રાહ્મણ શિરોમણિને વંદન કરીને કહ્યું કે મારા બાલ્યકાળમાં તેમણે જ મને ચારેય પ્રકારના ધનુર્વેદની શિક્ષા આપી હતી, હવે શા માટે તેમણે મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. પણ પરશુરામજી માન્યા નહીં. છેવટે ગંગાએ પણ મધ્યસ્થી કરી પણ તેમાં નિષ્ફળતા જ મળી. આમ હું અને પરશુરામજી બન્ને કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે મળ્યા. યુદ્ધમાં પહેલા ત્રણ વાર પરશુરામે મારા પર પ્રહાર કર્યો. ત્યારબાદ હું રથ પરથી ઊતરીને તેમને પગે લાગ્યો અને તેમની પાસે આ યુદ્ધમાં વિજયી થવાના આશીર્વાદ માંગ્યા. મારા આ કૃત્યથી તેઓ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે હું તને વિજયના આશીર્વાદ તો નહીં આપું પણ જા અને મારી સાથે યુદ્ધનો આરંભ કર. અમારી વચ્ચે ઘોર યુદ્ધ દિવસો સુધી ચાલ્યું પરશુરામજીએ ચલાવેલા દિવ્યાસ્ત્રોનું પણ મેં નિવારણ કર્યું પરંતુ ઘણા દિવસ બાદ તેમણે મારા સારથિને મારી નાંખ્યો અને તેમના એક બાણથી હું ઢળી પડ્યો પરંતુ અચાનક આઠ બ્રાહ્મણોએ મને એ મને ધરતી પર પડવા ન દીધો, મને હાથમાં ઉઠાવીને હવામાં જ રાખ્યો. મેં જોયું તો મારા માતા ગંગાદેવી મારા રથના ઘોડાની લગામ હાથમાં લઈને બેઠાં હતાં. બ્રાહ્મણોએ મને જળ છાંટીને અચેત થતો રોક્યો. હું ત્વરાથી ઊઠ્યો અને માતાને પ્રણામ કરીને મેં તેમને વિદાય કર્યા અને યુદ્ધમાં પ્રવૃત્ત થઈ ગયો. પછી મેં એક બાણ એવું છોડ્યું કે પરશુરામજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. તે સાંજે ફરી યુદ્ધ સમાપ્ત થયું પણ રાત્રે મને ચિંતા થઈ કે આમ કેટલાં દિવસ સુધી યુદ્ધ ચાલશે. પરમ પ્રતાપી ગુરુ પરશુરામજીને હરાવવા મારા માટે શક્ય હોય, તો દેવોએ મારા સ્વપ્નમાં આવીને કહેવું જોઈએ. અને સાચે જ તે રાત્રે મને એ જ બ્રાહ્મણો સ્વપ્નમાં આવ્યા જેમણે સમરભૂમિમાં મને પડવા નહોતો દીધો. તેમણે મને પ્રસ્વાપ નામનું શસ્ત્ર આપીને કહ્યું કે આ શસ્ત્રની શોધ વિશ્વકર્માજીએ કરી છે અને તેના સ્વામી ખુદ પ્રજાપતિ છે. તમારા પૂર્વજન્મમાં આ શસ્ત્ર તમારી પાસે હતું, તેથી તેનો ઉપયોગ તમે જાતે જ શીખી જશો. પરશુરામજી આ શસ્ત્રથી અજાણ છે. આ શસ્ત્રનું સ્મરણ કરશો એટલે એ તરત જ તમારી સેવામાં હાજર થઈ જશે. આના પ્રયોગથી પરશુરામજીનો નાશ નહીં થાય પણ તે ચૂપચાપ સૂઈ જશે. ત્યારબાદ તમે તેમને સંબોધન કરીને ફરી જગાડશો. મરેલો વ્યક્તિ અને સૂતેલો વ્યક્તિ એક સમાન હોય છે. માટે તમે વિજયી થશો. બીજે દિવસે પણ અમારી વચ્ચે ઘોર યુદ્ધ થયું. અમે બન્નેએ એકમેક પર શક્તિ પ્રયોગ કર્યા. પછી મેં પ્રસ્વાપ શસ્ત્રનો પ્રયોગ કરવા તેનું સ્મરણ કર્યું, શસ્ત્ર હાજર થતાં મેં તેને ધનુષ પર ચડાવ્યું અને આકાશમાંથી અવાજ આવ્યો. નારદજીએ મને કહ્યું કે ભીષ્મ આ શસ્ત્ર ન ચલાવશો. મેં આકાશમાં જોયું તો જે આઠ બ્રાહ્મણો એ મને સ્વપ્નમાં આવીને આ શક્તિ આપી હતી તે આઠ વસુ સામે દેખાયા. તેમણે કહ્યું કે તમે નારદજી કહે છે તેમ જ કરો. તેથી મેં પ્રસ્વાપ ધનુષ પરથી ઉતારી લીધું અને તે જોઈને પ્રસન્ન થયેલા પરશુરામજીએ કહ્યું કે ભીષ્મે મને જીતી લીધો. ત્યારે આકાશમાં જમદગ્નિ સહિત પરશુરામના પિતરૌએ એકઠા થઈને પરશુરામને કહ્યું ક શસ્ત્રો ક્ષત્રિયની શોભા છે, તમારે શસ્ત્ર ઉઠાવવા જોઈતા ન હતા. છતાં તમે ઘણા સમય સુધી શસ્ત્રોનો સહવાસ કર્યો હવે શસ્ત્રો ત્યાગી દો. ભીષ્મ સાક્ષાત્ વસુ છે. હજુ સુધી તમે જીવિત છો તે માટે ભાવિનો ઉપકાર માનો. પ્રાચીન સનાતન દેવતા નર ઇન્દ્ર પુત્રના રૂપે અર્જુન નામે પૃથ્વી પર અવતરશે અને સ્વ્યસાચીના નામે જગતમાં પ્રખ્યાત થશે. તેમના હાથે ભીષ્મનું મૃત્યુ નિર્માણ થયું છે.ત્યારે પરશુરામે કહ્યું કે હું યુદ્ધમાંથી પીછેહઠ નહીં કરું. તમે પહેલા ભીષ્મને કહો કે તે પીછેહઠ કરે. ત્યારે સૌએ મને કહ્યું કે તમે આ યુદ્ધ છોડી દો. મેં કહ્યું કે હું ક્ષત્રિયનો સનાતન ધર્મ પરથી વિચલિત નહીં થાઉં તમે પરશુરામજીને મનાવો. ત્યારે સૌ પિતરૌએ તેમને મનાવીને શસ્ત્રો મૂકાવી દીધાં. પછી મેં પણ તેમ કર્યું અને પરશુરામજીના ચરણોમાં વંદન કર્યા. ત્યારબાદ તેઓ અમ્બા પાસે જઈને બોલ્યા કે સૌ જુએ છે કે મેં તારા માટે પુરી શક્તિથી લડાઈ કરી પરંતુ ભીષ્મને હું કાંઈ કરી ન શક્યો. ત્યારે અમ્બાએ કહ્યું કે તમે મારા માટે ઘણું કર્યું પણ દેવતાઓ પણ ભીષ્મને હરાવી શકે તેમ નથી. હવે હું ત્યાં જઈશ જ્યાં હું એવી બની શકું કે હું જાતે સમરાંગણમાં ભીષ્મને હરાવું. તેમ કહી તે જતી રહી અને પરશુરામજી મહેન્દ્ર પર્વત પર જતા રહ્યા. મેં તે કન્યા પાછળ મારા ગુપ્તચર લગાવી દીધા. તેથી મને ખબર પડી કે તેણે યમુના કિનારે એવી કઠોર તપસ્યા કરી જે સામાન્ય માનવીના વશમાં નથી. તે ખૂબ તપ કરે છે ત્યારે મારાં માતા ગંગાદેવી પ્રકટ થઈને તેને તપનું પ્રયોજન પૂછે છે. ત્યારે તે કહે છે કે મારે ભીષ્મ સાથે બદલો લેવો છે. ત્યારે ગંગા કહે છે કે તે શક્ય નથી. તું તપ કરતાં દેહ ત્યાગ કરીશ તો એક વાંકીચૂંકી નદી તરીકે તારો જન્મ થશે અને ફક્ત ચોમાસામાં જ તારી અંદર પાણી રહેશે બાકીના આઠ મહીના તું નદી જ નહીં કહેવાય. આમ તે તપસ્યાના પ્રતાપે તેનું અડધું શરીર નદી બની ગયું અને બાકીનું અડધું શરીર વત્સદેશની એક કન્યા તરીકે જન્મી. તે જન્મમાં પણ તે તપસ્યા કરે છે ત્યારે તપસ્વી મહાત્માઓ તેનું પ્રયોજન પૂછે છે, ત્યારે તે કન્યા પોતે ભીષ્મ સાથે બદલો લેવાની વાત કરે છે. ત્યારે સાક્ષાત્ ભગવાન શિવે પ્રકટ થઈને તેને વરદાન માંગવાનું કહ્યું તો તેણે મારા પરાજયનું વરદાન માંગ્યું. શિવ ભગવાને તેને કહ્યું કે તું અવશ્ય ભીષ્મનો વધ કરીશ. ત્યારે તેણે કહ્યું કે હું તો સ્ત્રી છું તો કેવી રીતે તેમનો વધ કરીશ. ત્યારે શિવ ભગવાને તેને કહ્યું કે તું દ્રુપદના ઘેર પુત્રી બનીને આવીશ અને તને આગળના જન્મનું બધું જ યાદ રહેશે. ત્યારબાદ તું પુરુષ થઈ જઈશ અને ભીષ્મના વધનું કારણ બનીશ. ત્યારબાદ શિવ અંતરધ્યાન થઈ ગયા. તે કન્યાએ અગ્નિસ્નાન કરી લીધું. રાજા દ્રુપદે પણ ભીષ્મને મારવા માટે શિવનું તપ કરીને પુત્ર માંગ્યો ત્યારે શિવ ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે તને પુત્ર નહીં પણ પુત્રી થશે જે કાળક્રમે પુરુષ બની જશે અને તે ભીષ્મને પરાજિત કરશે. આમ શિખંડી એ જ પૂર્વ જન્મની અમ્બા છે. આ વાત મને નારદજીએ કહી છે. દ્રુપદે પોતાની પુત્રીનો સમાજમાં પુત્ર તરીકે જ ઉછેર કર્યો હતો. કદી કોઈને ખબર પડવા દીધી નહોતી. પરંતુ યુવાન થતાં જ પિતાને ચિંતા થઈ કે હવે ઉપાંગોના વિકાસથી તે પુત્રીની વાત કેમ કરીને છુપાવી શકશે ? પરંતુ તેમને શિવના વરદાન પર વિશ્વાસ હતો. તેથી તેમણે પુત્રીને પુત્ર તરીકે ગણીને તેના માટે કન્યાનું વરણ કરવા દર્શાણદેશના રાજા હિરણ્યવર્માની પુત્રીનું માંગું નાખ્યું. હિરણ્યવર્માએ તેનો સ્વીકાર કર્યો. પરંતુ તેમને ખબર નહોતી કે જેને પોતાની પુત્રી પરણાવે છે તે પુરુષ નહીં પણ સ્ત્રી છે. લગ્ન બાદ હિરણ્યવર્માની પુત્રીએ જોયું કે પોતાનો પતિ તો સ્ત્રી છે. તે પોતાના પિતાની પાસે એ વાત પહોંચાડે છે. હિરણ્યવર્મા દ્રુપદને યુદ્ધની ધમકી આપે છે. દ્રુપદને પોતે ખોટું કર્યું છે તેનો અહેસાસ તો હોય જ છે. તેમની પત્ની પણ કહે છે, કે આ શિખંડી નહીં પણ શિખંડીની નામની પુત્રી છે. તેમાં આ યુદ્ધની વાત આવી તેથી તે ખૂબ જ ચિંતિત થઈ જાય છે. શિખંડીની આ જોઈને ગાઢ જંગલમાં જતી રહે છે. મહાદેવના વરદાન મુજબ યક્ષ સ્થુણાકર્ણ તેની રક્ષા કરતો હોય છે. તેનું મોટું ભવન ત્યા હોય છે. રાજકુમારીને સતત ઉપવાસ કરીને શરીર ક્ષીણ કરતાં જોઈને યક્ષ તેનું કારણ પૂછે છે. શિખંડીની સર્વ વૃત્તાંત યક્ષને કહે છે અને કહે છે કે મારા કારણે મારા માતા પિતા હિરણ્યવર્માથી અસુરક્ષિત છે માટે તમે તેમની રક્ષા કરો. યક્ષ વિચારમાં પડી જાય છે અને કહે છે કે તને મદદ કરતાં હું મુશ્કેલીમાં મૂકાઈશ. પરંતુ હું તારી સહાય કરીશ. હું તારું સ્ત્રીત્વ લઈને તને મારું પૌરુષત્વ આપીશ પરંતુ તારે તે કાયમ માટે નહીં હોય. તારે તે મને થોડા સમય બાદ પાછું આપવું પડશે. શિખંડીની શિખંડી બની જાય છે અને યક્ષ એક સ્ત્રી. શિખંડી પોતાના નગર પાછો જઈને પિતાને તે વાત કરે છે. દ્રુપદ તે સંદેશ હિરણ્યવર્માને કહે છે. તે સુંદર સ્ત્રીઓને મોકલીને શિખંડીના પુરુષાતનની પરીક્ષા કરે છે અને જ્યારે તેને ખબર પડે છે કે શિખંડી પુરુષ છે, ત્યારે પોતાના જમાઈ તરીકે તેને ખૂબ ભેટ સોગાદ આપે છે અને પોતાની પુત્રીએ પોતાને ગેરમાર્ગે દોર્યો છે તેમ માની તેના પર ગુસ્સે થાય છે. બીજી તરફ કુબેર ફરતાં ફરતાં આકાશમાર્ગે સ્થુણાકર્ણના ભવન પરથી પસાર થતાં જુએ છે કે પોતાનો યક્ષ તેનું પુરુષત્વ શિખંડીનીને આપીને તેનું સ્ત્રીત્વ લઈને રહે છે. તેથી તે કોપાયમાન થઈને યક્ષને સદાકાળ સ્ત્રી બનીને રહેવાનો શાપ આપે છે. જ્યારે સ્થુણાકર્ણએ ખૂબ યાચના કરી ત્યારે તેનું અનુગમન કરનાર સૌ યક્ષોને કુબેરે કહ્યું કે જ્યારે શિખંડીનું મૃત્યુ થશે ત્યારે આને તેનું પુરુષત્વ પરત મળશે. જ્યારે શિખંડી પોતાના વચન મુજબ યક્ષ પાસે પાછો આવે છે ત્યારે યક્ષ સઘળી વાત તેને કરે છે. આમ શિખંડી મૂળતઃ સ્ત્રી છે પરંતુ તેની પાસે આજીવન પુરુષત્વ છે. આમ તે પુરુષ થયા બાદ દ્રુપદે તેને દ્રોણાચાર્યને સોંપી દીધો જેમણે તેને ધનુર્વિદ્યા શીખવી. આમ ભીષ્મની વાત સાંભળીને દુર્યોધને માન્યું કે ભીષ્મ શિખંડીની સામે યુદ્ધ ન કરે તે જ ઉચિત છે. ત્યારબાદ પાંડવોની સેના જોઈને દુર્યોધન ભીષ્મને પૂછે છે કે આ સેનાનો સામનો કેવી રીતે કરવાની યોજના છે ? ત્યારે ભીષ્મ કહે છે કે દરરોજ હું એક દિવસમાં દશ હજાર સૈનિકો તથા એક હજાર રથીઓનો સમૂહ હણી શકું તેથી વધુ નહીં. આમ જો હું એકલો જ બધાને મારું તો એક મહીનામાં આ સેનાનો નાશ હું કરી શકું. ત્યારબાદ તે જ પ્રશ્ન યુધિષ્ઠિર દ્રોણાચાર્યને પૂછે છે. દ્રોણ પણ એટલો જ સમય પોતાના માટે કહે છે. કૃપાચાર્ય બે મહીનામાં આખી સેનાનો ધ્વંસ કરવાની શક્તિ ધરાવે છે તેમ કહ્યું. કર્ણ કહે છે કે હું પાંચ જ દિવસમાં આખી પાંડવ સેનાનો નાશ કરી શકીશ. ત્યારે ભીષ્મ કહે છે કે જ્યાં સુધી તું શ્રીકૃષ્ણ અને અર્જુનને એક સાથ તારી સામે આવતાં ન જુએ ત્યાં સુધી આવી બડાઈ મારી લે. ગુપ્તચરો દ્વારા ઉપરોક્ત સંવાદ સાંભળીને યુધિષ્ઠિર પોતાના અનુજોને આ પ્રશ્ન કરે છે. ત્યારે અર્જુન કહે છે મારી પાસે કિરાત યુદ્ધ ઉપરાંત આવેલા શસ્ત્રોનો જવાબ કૌરવ સેનામાં કોઈની પાસે નથી. માટે તમે નચિંત રહો. હું શ્રીકૃષ્ણની સાથે રહીને પલક ભરમાં ત્રિલોકનો નાશ કરી શકવાની શક્તિ ધરાવું છું, આપ મારી આ વાત ઉપર વિશ્વાસ કરો, પરંતુ દિવ્યાસ્ત્રોનો ઉપયોગ કરીને સાધારણ માણસોને મારવા ઉચિત નથી માટે આપણે તેમને યોગ્ય જ યુદ્ધ કરીશું. ત્યારબાદ બન્ને સેનાઓ યુદ્ધ માટે આગળ વધી. આ પણ જુઓ આની અગાઉનું પર્વ: વિરાટપર્વ આ પછીનું પર્વ: ભીષ્મપર્વ References External links Kisari Mohan Ganguli, Udyoga Parva The Mahabharata, Translation in English (1886) Manmatha Nath Dutt, Udyoga Parva The Mahabharata, Translation in English (1896) J. A. B. van Buitenen, Udyoga Parva in Sanskrit by Vyasadeva and commentary by Nilakantha (Editor: Kinjawadekar, 1929) Tamil Mahabharatham H. Fauche, Le Mahabharata, Translation in French (Paris, 1868) શ્રેણી:મહાભારત
ફિરાક ગોરખપુરી
https://gu.wikipedia.org/wiki/ફિરાક_ગોરખપુરી
રઘુપતિ સહાય (૨૮ ઓગસ્ટ, ૧૮૯૬ – ૩ માર્ચ, ૧૯૮૨) જેઓ તેમના ઉપનામ ફિરાક ગોરખપુરીથી પણ જાણીતા હતા, તેઓ એક ભારતીય લેખક, વિવેચક અને ભારતના સૌથી જાણીતા સમકાલીન ઉર્દૂ કવિઓમાંના એક હતા. તેમણે મોહમ્મદ ઇકબાલ, યાગના ચાંગેઝી, જીગર મોરાદાબાદી અને જોશ મલીહાબાદી સહિતના સાથીદારોમાં પોતાને પ્રસ્થાપિત કર્યા હતા.Lucknow Christian Degree College to celebrate 150 years of glory. Times of India. 23 November 2012Peace was his obsession (IK Gujral used to quote Firaq Gorakhpuri) . tehelka.com. 5 December 2012 પ્રારંભિક જીવન અને કારકિર્દી રઘુપતિ સહાયનો જન્મ ગોરખપુર જિલ્લાના બંવરપર ગામમાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ના રોજ એક સંપન્ન અને શિક્ષિત કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ઉર્દૂ, ફારસી અને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતકની પદવી પૂર્ણ કરી. ફિરાકે ઉર્દૂ કવિતામાં ઉત્કૃષ્ટતાના પ્રારંભિક સંકેતો દર્શાવ્યા હતા જે તેમના સાહિત્ય પ્રત્યેના આકર્ષણને પ્રતિબિંબિત કરે છે. તેમના સમકાલીનોમાં અલ્લામા ઇકબાલ, ફૈઝ અહમદ ફૈઝ, કૈફી આઝમી અને સાહિર લુધિયાનવી જેવા પ્રખ્યાત ઉર્દૂ કવિઓનો સમાવેશ થતો હતો. તેઓ નાની ઉંમરેથી જ ઉર્દૂ કવિતામાં પોતાનું સ્થાન જમાવી શક્યા હતા. તેમની પસંદગી પ્રાંતીય સનદી સેવા (પી.સી.એસ.) અને ઇન્ડિયન સિવિલ સર્વિસ (બ્રિટિશ ઇન્ડિયા) (આઈ.સી.એસ.) માટે કરવામાં આવી હતી, પરંતુ તેમણે મહાત્મા ગાંધીની અસહકારની ચળવળને અનુસરવા માટે રાજીનામું આપ્યું હતું અને જેના માટે તેમને ૧૮ મહિનાની જેલની સજા થઈ હતી. ત્યાર બાદ તેઓ અલ્હાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા હતા. ત્યાં જ તેમણે તેમની મોટાભાગની ઉર્દૂ કવિતાઓ લખી હતી, જેમાં તેમની મહાન કૃતિ ગુલ-એ-નગ્માનો સમાવેશ થાય છે, જેણે તેમને ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર અને ઉર્દૂમાં ૧૯૬૦નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ અપાવ્યો હતો. તેમના જીવન દરમિયાન, તેમને અખિલ ભારતીય રેડિયો દ્વારા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી)માં રિસર્ચ પ્રોફેસર અને પ્રોડ્યુસર એમેરિટસનું પદ આપવામાં આવ્યું હતું. લાંબી માંદગી બાદ ૩ માર્ચ ૧૯૮૨ના રોજ નવી દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. ગોરખપુરી ગઝલ, નઝમ, રૂબાઈ અને કાટા જેવા તમામ પરંપરાગત મેટ્રિક સ્વરૂપોમાં સારી રીતે પારંગત હતા. તેમણે ઉર્દૂ કવિતાના એક ડઝનથી વધુ ગ્રંથો, અડધો ડઝન ઉર્દૂ ગદ્ય, હિંદીમાં સાહિત્યિક વિષયો પર કેટલાક ગ્રંથો તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક વિષયો પર અંગ્રેજી ગદ્યના ચાર ગ્રંથો લખ્યા હતા. તેમના ભત્રીજા અજય માનસિંહ દ્વારા લિખિત તેમનું જીવનચરિત્ર, ફિરાક ગોરખપુરી: ધ પોએટ ઓફ પેઈન એન્ડ એક્સ્ટસી, ૨૦૧૫માં રોલી બુક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.Books reflect a political fever. Times of India. 23 January 2015 આ પુસ્તકમાં તેમના જીવનના પ્રસંગો અને તેમની કેટલીક કૃતિઓના અનુવાદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કૃતિઓ ગુલ-એ-નગ્મા گلِ نغمہ ગુલ-એ-રા'ના گلِ رعنا માશ'આલ مشعال રુહ-એ-કાયેનાત روحِ کائنات રુપ رُوپ (રુબાયી رُباعی ) શબનમિસ્તાન شبنمِستان સરગમ سرگم બઝ્મ-એ-જિંદગી રંગ-એ-શાયરી بزمِ زندگی رنگِ شاعری પુરસ્કારો ૧૯૬૦ – ઉર્દૂમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૬૮ – પદ્મભૂષણ ૧૯૬૮ – સોવિયેટ લેન્ડ નેહરુ એવોર્ડ ૧૯૬૯ – જ્ઞાનપીઠ એવોર્ડ (ઉર્દૂ સાહિત્ય માટે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર) ૧૯૭૦ – સાહિત્ય અકાદમી ફેલોશિપ ૧૯૮૧ – ગાલિબ એકેડેમી એવોર્ડ મૃત્યુ અને વારસો ફિરાક ગોરખપુરીનું ૩ માર્ચ ૧૯૮૨ ના રોજ ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું.Remembering the greatest Urdu poet since Ghalib, Firaq Gorakhpuri. India Today. 3 March 2016 ફિરાક આખી જિંદગી બિનસાંપ્રદાયિકતા માટે લડ્યા અને ઉર્દૂને મુસ્લિમોની ભાષા તરીકે ઓળખાવવાના તત્કાલીન સરકારના પ્રયાસ સામે મહત્ત્વની ભૂમિકા ભજવી. સંદર્ભ બાહ્ય કડી ફિરાક ગોરખપુરીની શ્રેષ્ઠ ગઝલો શ્રેણી:૧૮૯૬માં જન્મ શ્રેણી:૧૯૮૨માં મૃત્યુ શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા શ્રેણી:સાહિત્યકાર શ્રેણી:જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા
જાહેર હિત વાદ
https://gu.wikipedia.org/wiki/જાહેર_હિત_વાદ
જાહેર હિત અરજી (Public Interest litigation) એ લોકોના હિત માટે કરવામાં આવતી અરજી છે, જેનો પ્રથમ ખ્યાલ ભારતીય મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની એ આપ્યો હતો. જેમણે બિહારની જેલ માં રાખવામાં આવેલ કેદીઓની ખરાબ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને તેમણે અરજી દાખલ કરી. તેમને જાહેર હિત વાદ ના માતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિત અરજી એ સામાજિક કાર્યવાહીનો દાવો તરીકે પણ ઓળખાય છે. તે લોકસ સ્ટેન્ડીના પરંપરાગત નિયમ પર છૂટછાટ આપે છે. તે પ્રથમ વખત મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની દ્વારા પી.એન. ભગવતી ની કોર્ટ માં રજુ કરવામાં આવેલ હતી. સંદર્ભ બાહ્ય કડીઓ ઉપરાષ્ટ્રપતિ અને કાયદામંત્રી સામેની જાહેર હીતની અરજી સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી સંવિધાન: જાહેર હિતની અરજી શ્રેણી:ભારતીય કાયદો
સાદરપુર (તા. ડીસા)
https://gu.wikipedia.org/wiki/સાદરપુર_(તા._ડીસા)
REDIRECT સદરપુર (તા. ડીસા)
જનમાર્ગ
https://gu.wikipedia.org/wiki/જનમાર્ગ
REDIRECT અમદાવાદ બીઆરટીએસ
રાજકુમાર શુક્લ
https://gu.wikipedia.org/wiki/રાજકુમાર_શુક્લ
રાજકુમાર શુક્લ (૨૩ ઓગસ્ટ ૧૮૭૫ – ૨૦ મે ૧૯૨૯) એ ચંપારણ સત્યાગ્રહના અગ્રણી નેતા હતા. જીવન રાજકુમાર શુક્લનો જન્મ ૧૮૭૫માં પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજ નજીક સતવારિયા ગામમાં ભટ્ટ (બ્રાહ્મણ) પરિવારમાં થયો હતો. તેઓ બિહારના પશ્ચિમોત્તર ક્ષેત્રમાં આવેલા ચંપારણના એક સમૃદ્ધ ખેડૂત હતા. અંગ્રેજો દ્વારા આ વિસ્તારમાં પ્રત્યેક વિઘા જમીનમાં ત્રણ ભાગ પર ગળીની ખેતી કરવા માટે ખેડૂતોને બાધ્ય કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પર અલગ અલગ પ્રકારના કર નાખવામાં આવ્યા હતા. શુક્લએ શોષણની આ વ્યવસ્થાનો પૂરજોર વિરોધ કર્યો. તેમણે ગળી ઉત્પાદન બાબતે ખેડૂતોની પીડા અને અંગ્રેજો દ્વારા થતા શોષણ વિશે મહાત્મા ગાંધીને માહિતગાર કર્યા. શરૂઆતમાં ગાંધીજી આ બાબતે ગંભીર નહોતા પરંતુ શુક્લા દ્વારા વારંવાર ધ્યાન દોરવામાં આવતા તેઓ ચંપારણ જવા તૈયાર થયા હતા.A struggle for freedom . Champaransatyagrah.org (5 March 2016). Retrieved on 2018-11-21. ૧૦ એપ્રિલ ૧૯૧૭ના રોજ ગાંધીજી ચંપારણ પહોંચ્યા. ચંપારણ સત્યાગ્રહ એ પ્રથમ સફળ અને લોકપ્રિય સત્યાગ્રહ હતો જેણે ભારતના યુવાનો અને ભારતીય સ્વતંત્રતા ચળવળને યોગ્ય દિશા આપી. પાછળથી ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે, "મારે કબૂલ કરવું જોઈએ કે એ વખતે હું ચંપારણનું નામ પણ જાણતો ન હતો, ભૌગોલિક સ્થિતિ પણ બહુ ઓછી હતી, અને મને ગળીના વાવેતર વિશે ભાગ્યે જ કોઈ ખ્યાલ હતો.". Champaransatyagrah.org. Retrieved on 21 November 2018. શુક્લએ આ રીતે ચંપારણમાં ખેડૂતોની દુર્દશાથી વાકેફ થવા માટે ગાંધીને મળ્યા અને તેમને ત્યાં જવા માટે સમજાવ્યા. તેઓ પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજ નજીક આવેલા મુરલી ભરહાવા ગામના નાણાં ધીરનાર હોવાથી આ વિસ્તારના જાણીતા ગળી ખેડૂત હતા, તેઓ પ્રાન્તીય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ તેમના પોતાના નિવેદન મુજબ, દર મહિને બે હજાર રૂપિયાની રકમ વ્યાજમાંથી મળતી હતી. સન્માન thumb|upright=1.1|૨૦૧૮ની ટપાલટિકિટ પર શુક્લ તેમની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ટપાલ વિભાગે ૨૦૦૦માં તેમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ચંપારણ સત્યાગ્રહનાં ૧૦૦ વર્ષનાં પ્રસંગે બિહારની સત્યાગ્રહ સરકારે ગાંધી સંગ્રહાલયમાં તેમની એક પ્રતિમાની સ્થાપના કરી હતી. પુસ્તકો ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે અરવિંદ મોહને શુક્લ અને તેમના ટેકેદારો પર ચંપારણ : સત્યાગ્રહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનું વિમોચન ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૭માં મોહને એક અન્ય પુસ્તક મિ.એમ. કે. ગાંધી કી ચંપારણ ડાયરી લખ્યું, જેમાં રાજકુમાર શુક્લને મહાત્મા ગાંધીના સત્યાગ્રહમાં મુખ્ય યોગદાન આપનાર તરીકે દર્શાવામાં આવ્યા હતા. આ પણ જુઓ ચંપારણ સત્યાગ્રહ સંદર્ભ બાહ્ય કડીઓ આદર્શ ગામ બનશે રાજકુમાર શુક્લનું સતવરિયા ગામ શ્રેણી:૧૯૨૯માં મૃત્યુ શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની
ENAC
https://gu.wikipedia.org/wiki/ENAC
REDIRECT સિવિલ એવિએશન રાષ્ટ્રીય શાળા
ખાટંબા (તા. વડોદરા)
https://gu.wikipedia.org/wiki/ખાટંબા_(તા._વડોદરા)
REDIRECT ખટંબા (તા. વડોદરા)
ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશન
https://gu.wikipedia.org/wiki/ઓર્બિટલ_હાઇબ્રિડાઇઝેશન
રસાયણશાસ્ત્રમાં, ઓર્બિટલ હાઇબ્રિડાઇઝેશન (અથવા હાઇબ્રિડાઇઝેશન ) એ વેલેન્સ બોન્ડમાં રાસાયણિક બોન્ડ બનાવવા માટે ઇલેક્ટ્રોનની જોડી માટે યોગ્ય નવા વર્ણસંકર ભ્રમણકક્ષા ( ઘટક અણુ ભ્રમણકક્ષા કરતાં અલગ-અલગ ઊર્જા, આકાર, વગેરે સાથે) બનાવવા માટે અણુ ભ્રમણકક્ષાને મિશ્રિત કરવાનો ખ્યાલ છે. સિદ્ધાંત ઉદાહરણ તરીકે, કાર્બન અણુમાં જે ચાર સિંગલ બોન્ડ બનાવે છે તે વેલેન્સ-શેલ ઓર્બિટલ ત્રણ વેલેન્સ-શેલ પી ઓર્બિટલ્સ સાથે જોડાય છે અને કાર્બનની આસપાસ ટેટ્રાહેડ્રલ ગોઠવણીમાં ચાર સમકક્ષ sp 3 મિશ્રણ બનાવે છે અને ચાર અલગ-અલગ અણુઓ સાથે જોડાય છે. હાઇબ્રિડ ઓર્બિટલ્સ મોલેક્યુલર ભૂમિતિ અને અણુ બંધન ગુણધર્મોના સમજૂતીમાં ઉપયોગી છે અને અવકાશમાં સમપ્રમાણરીતે નિકાલ કરવામાં આવે છે. સામાન્ય રીતે વર્ણસંકર ભ્રમણકક્ષાઓ તુલનાત્મક ઊર્જાના અણુ ભ્રમણકક્ષાના મિશ્રણ દ્વારા રચાય છે. Housecroft, Catherine E.; Sharpe, Alan G. (2005). Inorganic Chemistry (2nd ed.). Pearson Prentice-Hal. p. 100. ISBN 0130-39913-2. શ્રેણી:રસાયણવિજ્ઞાન
આદિત્ય ગઢવી
https://gu.wikipedia.org/wiki/આદિત્ય_ગઢવી
આદિત્ય ગઢવી (જન્મ: ૩ એપ્રિલ ૧૯૯૪) ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી આવતા પાર્શ્વગાયક અને ગીતકાર છે. તેમણે ગુજરાતી ઉપરાંત ઘણી અન્ય ભાષાઓમાં પણ ખૂબ પ્રસિદ્ધ ગીતો આપ્યાં છે. તે ગુજરાતી ચલચિત્રોમાં તો ગાય જ છે પણ તે ઉપરાંત ઘણાં સ્વતંત્ર ગીતો પણ તેમણે ગાયાં છે. તેમના અનેક લોકપ્રિય ગીતો પૈકીના કદાચ સૌથી વધુ પ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી ગીતો છે ખલાસી (ગોતી લો...) અને ગુજરાત ટાઇટન્સ ટિમ માટે ગાયેલું આવવા દે...'' પ્રારંભિક જીવન આદિત્યનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ગુજરાતી ગાયક યોગેશ ગઢવીના ઘરે ૩ એપ્રિલ ૧૯૯૪ના રોજ થયો હતો. આદિત્ય ગુજરાતી સીવાય હિંદી અને મરાઠી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. કારકિર્દી આદિત્યએ ૧૮ વર્ષની ઉંમરથી જ વિવિધ રિયાલિટી શોમાં ભાગ લેવાની શરુઆત કરી દીધી હતી. શ્રેણી:ગાયક શ્રેણી:૧૯૯૪માં જન્મ
મૈત્રેયી દેવી
https://gu.wikipedia.org/wiki/મૈત્રેયી_દેવી
મૈત્રેયી દેવી (૧ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૨૯ જાન્યુઆરી ૧૯૮૯) એક ભારતીય કવયિત્રી અને નવલકથાકાર હતા. તેઓ તેમની સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા નવલકથા ન હન્યતે માટે જાણીતા છે. જીવન પરિચય મૈત્રેયી દેવીનો જન્મ ૧૯૧૪માં થયો હતો. તેઓ તત્ત્વજ્ઞાની સુરેન્દ્રનાથ દાસગુપ્તાના પુત્રી અને કવિ રવીન્દ્રનાથ ટાગોરના શિષ્યા હતા. તેમણે સેન્ટ જ્હોન્સ ડાયોસિયન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, કોલકાતામાં અભ્યાસ કર્યો હતો અને જોગમાયા દેવી મહિલા કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે ૧૯૩૦માં ૧૬ વર્ષની વયે ટાગોરની પ્રસ્તાવના સાથે પોતાનું પ્રથમ કવિતાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. રોમાનિયન બૌદ્ધિક મિર્સિયા એલિયડને મૈત્રેયી દેવીના પિતા દ્વારા તેમના ઘરે રહેવા આમંત્રણ અપાયું હતું. કેટલાક મહિનાઓ પછી, જ્યારે તેના માતાપિતાએ ૨૩ વર્ષીય એલિયડ અને દેવી વચ્ચે ગાઢ સંબંધ હોવાનું જાણવા મળ્યું, ત્યારે એલિયડને ત્યાંથી ચાલ્યા જવાનું અને ફરી ક્યારેય તેનો સંપર્ક ન કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે તેઓ ૨૦ વર્ષના હતા ત્યારે તેમણે ૩૪ વર્ષીય ડૉ. મનમોહન સેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો હતા. ૧૯૩૮ અને ૧૯૩૯માં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને કાલિમપોંગ નજીક મુંગપુ ખાતે તેમના અને તેમના પતિના નિવાસસ્થાને રહેવા માટે આમંત્રણ આપ્યું, જે પાછળથી 'રવિન્દ્ર મ્યુઝિયમ' તરીકે જાણીતું બન્યું.Mungpoo.org. Mungpoo and Kabi Guru Rabindranath Tagore, Museum. તેમની કૃતિઓમાં મોંગપુતે રવીન્દ્રનાથ (ટાગોર બાય ધ ફાયર સાઇડ)નો સમાવેશ થાય છે, જે તેમની રવિન્દ્રનાથ સાથેની મુલાકાતનો દસ્તાવેજ છે. તેઓ ૧૯૬૪માં સાંપ્રદાયિક સદ્‌ભાવને ઉત્તેજન આપનારી પરિષદના સંસ્થાપક અને અખિલ ભારતીય મહિલા સંકલન પરિષદના ઉપાધ્યક્ષ હતા. તેમણે અનાથાશ્રમો પણ સ્થાપ્યા હતા. ૧૯૭૨માં, તેણીએ જાણ્યું કે મિર્સિયા એલિયડે બેંગાલ નાઇટ્સ નામની નવલકથા લખી હતી, જેનો હેતુ તેમની વચ્ચેના જાતીય સંબંધનું વર્ણન કરવાનો હતો. લોસ એન્જલસ ટાઇમ્સ માટે લખતા રિચાર્ડ એડરના જણાવ્યા અનુસાર, "તેમણે જે દેખીતી રીતે જ ઉત્કટ પરંતુ મર્યાદિત કાળજી રાખતા તેને એક ભવ્ય જાતીય સંબંધમાં ફેરવી નાખ્યું હતું, જેમાં મૈત્રેયીએ પ્રેમની એક રહસ્યમય રીતે બળતરા કરતી હિન્દુ દેવી તરીકે રાત્રિના શયનખંડની મુલાકાત લીધી હતી." ૧૯૭૨ના ઉત્તરાર્ધમાં, તેમણે આદિત્ય મરિચી (સૂર્ય કિરણો) કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો હતો, જેમાં એલિયડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને ટોરંટો રિવ્યૂ માટે લખતા ગિનુ કામાણીએ જણાવ્યા મુજબ, "અઠ્ઠાવન વર્ષની ઉંમરે, તેમની સંડોવણીની હકીકત પછી, તેમની યુવાનીની જૂની લાગણીઓ સાથે વ્યવહાર કરવામાં તેમણે અનુભવેલી અશાંતિને પ્રતિબિંબિત કરે છે." દેવીએ ટાગોર પર વ્યાખ્યાનો આપવા માટે શિકાગો યુનિવર્સિટીનો પ્રવાસ કર્યો હતો જ્યાં એલિયડ પ્રાધ્યાપક હતા. એલિયડ સાથેની મુલાકાત બાદ તેમણે ૧૯૭૪માં તેમની નવલકથા ન હન્યતે (ઇટ નોટ ડાઇ: અ રોમાન્સ) રજૂ કરી હતી, જેને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. શિકાગો ટ્રિબ્યુન માટે એક સમીક્ષામાં નીના મહેતા લખે છે, "દેવી એલિયડની નવલકથામાં અંતરંગ દ્રશ્યો અને કેટલીક વિગતોને રદિયો આપે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એલેનનો કબૂલાતનો સ્વર સત્યને ભૂંસી નાખે છે, કે તેની યાદશક્તિ ખોટી હકીકતો સૂચવે છે. તેમ છતાં વ્યંગાત્મક રીતે, અને કદાચ અવ્યવસ્થિત રીતે, તે એલિયડના કાલ્પનિક સાહિત્યનો જવાબ આપે છે અને તેણે બનાવેલી કલ્પનાને વધુ વિશ્વાસ આપે છે." યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ દ્વારા ૧૯૯૪માં ઇટ નોટ ડાઇ (ન હન્યતે) અને બેંગાલ નાઇટ્સ ને સાથી ગ્રંથ તરીકે પુનઃપ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકનો રોમાનિયન સહિત વિવિધ યુરોપિયન ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ૧૯૮૦ના દાયકામાં બેંગાલ નાઇટ્સના રૂપાંતરણને હ્યુ ગ્રાન્ટ અને સુપ્રિયા પાઠકને ચમકાવતી ફિલ્મ તરીકે વિકસાવવામાં આવ્યું હતું. મૈત્રેયી દેવીએ આ ફિલ્મને પડકારી હતી, આથી ફિલ્મના નિર્માણમાં વિલંબ થયો હતો. દેવી દ્વારા એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે ફિલ્મની નાયિકા મૈત્રેયીના પાત્રનું નામ બદલીને ગાયત્રી કરવામાં આવે. ૧૯૯૬ સુધીમાં આ ફિલ્મ ભારતમાં કે અમેરિકામાં રજૂ થઈ ન હતી. પુરસ્કાર વર્ષ ૧૯૭૬માં તેમની નવલકથા 'ન હન્યતે' માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. પ્રકાશન 'ટાગોર બાય ફાયરસાઈડ', ૧૯૪૩ 'રવીન્દ્રનાથ – ધ મેન બિહાઇન્ડ હિઝ પોએટ્રી', ૧૯૭૩ 'ઇટ નોટ ડાઇ: અ રોમાંસ', ૧૯૭૪ 'রবীন্দ্রনাথ গৃহে ও বিশ্বে' (ઘરે અને વિશ્વમાં રવીન્દ્રનાથ) 'মংপুতে রবীন্দ্রনাথ' (મંગપુમાં રવીન્દ્રનાથ મંગપુ) સંદર્ભ શ્રેણી:૧૯૧૪માં જન્મ શ્રેણી:૧૯૮૯માં મૃત્યુ શ્રેણી:લેખક શ્રેણી:સાહિત્યકાર
ઇનોવેશન હબ
https://gu.wikipedia.org/wiki/ઇનોવેશન_હબ
આઇ-હબ (ઇનોવેશન હબ) એ અમદાવાદ, ભારતમાં સ્થિત એક ઇનોવેશન મધ્યસ્થી અને બિઝનેસ ઇન્ક્યુબેટર છે. i-Hub ની સ્થાપના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી (SSIP) હેઠળ સંભવિત રોકાણ કરી શકાય તેવા વ્યવસાયો અને ઈન્ડિયા એક્સિલરેટર વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ સંકુલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP ૨.૦) હેઠળ સ્ટાર્ટઅપ અને કોર્પોરેટ સ્પેસ માટે ૧.૫ મિલિયન ચોરસ ફૂટ જગ્યામાં બનાવવામાં આવ્યું હતું. રૂ. 98 કરોડના આ પ્રોજેક્ટમાં એક સાથે ૫૦૦ જેટલા સ્ટાર્ટ-અપ્સ રાખી શકાય છે, જે ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા સુવિધાઓ પૂરી પાડે છે. તે પાંચ માળનું ભોંયરું છે જે કો-વર્કિંગ સ્પેસ, નેટવર્કિંગ સુવિધાઓ, 360-ડિગ્રી મેન્ટરિંગ સપોર્ટ, ફંડિંગ સહાય, બૌદ્ધિક સંપત્તિ માટે સપોર્ટ પ્રદાન કરે છે. ઇતિહાસ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) અને ઇન્ડિયા એક્સિલરેટર દ્વારા પ્રારંભિક તબક્કાની સ્ટાર્ટઅપ પાઇપલાઇનની સ્થાપના અને પસંદગી કરવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે રોકાણકારો પાસેથી માર્ગદર્શન, સમર્થન અને ભંડોળ મેળવી શકે. ભારતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવા અને તેનું સંવર્ધન કરવા માટે, ગુજરાત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, GAN સાથે ભાગીદારી કરેલ દેશની એકમાત્ર પ્રવેગક, ઇન્ડિયા એક્સિલરેટરે, ગુજરાત રાજ્યની ડાયનેમિક ઇન્ક્યુબેશન ફેસિલિટી, i-Hub સાથે જોડાણ કર્યું છે. બાંધકામ પ્રોજેક્ટને બે વર્ષની સમયમર્યાદા આપવામાં આવી હતી અને તે 2020 માં શરૂ થઈ હતી. જાન્યુઆરી ૨૦૨૨ ની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાને પગલે, રાજ્ય સરકારે ૧ મે, ૨૦૨૨ ના રોજ કાર્યભાર સંભાળવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. બાદમાં, ૧ મે, ૨૦૨૩ ની નવી તારીખ જાહેર કરવામાં આવી. રાજ્યના શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) હેઠળ ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરી હતી, અને નવા કેમ્પસમાં થઈ રહેલા કામ દરમિયાન તેને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) ખાતે અસ્થાયી ૨૦,૦૦૦ ચોરસ ફૂટના કેમ્પસમાં રાખવામાં આવ્યું હતું. ૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રીએ 1.50 લાખ ચોરસ ફૂટના ગુજરાત સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન હબ (i-Hub) સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જેમાં એક રૂમમાંથી 500 સ્ટાર્ટઅપ્સ કાર્યરત થઈ શકે છે. સંદર્ભ બાહ્ય કડીઓ
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
https://gu.wikipedia.org/wiki/હરીન્દ્ર_દવે_સ્મૃતિ_પારિતોષિક
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એ ગુજરાત, ભારતમાં સાહિત્ય, પત્રકારત્વ અને કલા ક્ષેત્રે અપાતું એક સન્માન છે. ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર હરીન્દ્ર દવેની સ્મૃતિમાં સ્થપાયેલ હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦૫થી પ્રતિવર્ષ આ પારિતોષિક આપવામાં આવે છે. પુરસ્કૃત વ્યક્તિઓ વર્ષ સાહિત્ય પત્રકારત્વ કલા ૨૦૦૫ રાજેશ વ્યાસ કુંદન વ્યાસ ૨૦૦૬ ભરત વિંઝુડા દિગન્ત ઓઝા ૨૦૦૭ ખલીલ ધનતેજવી શશીકાંત વસાણી ૨૦૦૮ હરીશ મીનાશ્રુ ભરત ઘેલાણી ૨૦૦૯ મૂકેશ જોષી અજય ઉમટ ૨૦૧૦ ઉદયન ઠક્કર કીર્તિ ખત્રી ૨૦૧૧ અંકિત ત્રિવેદી ભગવતીકુમાર શર્મા ૨૦૧૨ હિતેન આનંદપરા નગીનદાસ સંઘવી ૨૦૧૩ હેમેન શાહ ભાલચંદ્ર જાની ૨૦૧૪ સંજુ વાળા દીપક માંકડ ૨૦૧૫ હર્ષ બ્રહ્મભટ્ટ હિરેન મહેતા ૨૦૧૬ ભાગ્યેશ ઝા જયંતી દવે ૨૦૧૭ સુરેન ઠાકર મેહુલ વિકાસ ઉપાધ્યાય પુરુષોત્તમ ઉપાધ્યાય ૨૦૧૮ જવાહર બક્ષી કૌશિક મહેતા સરિતા જોશી ૨૦૧૯ એસ. એસ. રાહી શિરીષ મહેતા આશિત દેસાઈ - હેમા દેસાઈ ૨૦૨૦ કિરણસિંહ ચૌહાણ રમેશ તન્ના પ્રવીણ સોલંકી ૨૦૨૧ નીતિન વડગામા કેતન મિસ્ત્રી મનહર ઉધાસ ૨૦૨૨ ભાવેશ ભટ્ટ આશિષ ભીંડે સનત વ્યાસ સંદર્ભો શ્રેણી:ગુજરાતના પુરસ્કારો
આમ્રપાલી (કેરી)
https://gu.wikipedia.org/wiki/આમ્રપાલી_(કેરી)
thumb|300px|આમ્રપાલી કેરી thumb|300px|આમ્રપાલી કેરી આમ્રપાલી કેરીની એક જાત છે. આ જાત નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ વિકસાવી હતી. આમ્રપાલીના આંબા કદમાં નાના (વામન) હોય છે અને તેના ફળોમાં કેરોટિનનું ઉચ્ચ પ્રમાણ જોવા મળે છે. આ વિવિધતા બાગાયત માટે સારી છે. પ્રતિ હેક્ટર ૧૬૦૦ છોડ વાવવામાં આવે છે. આ જાત દશેરી અને નીલમના સંવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ જાતના ફળો જૂનના અંતમાં પાકવા લાગે છે. ફળો મીઠા અને સ્વાદિષ્ટ હોય છે અને તેમાં પાતળા દાણા હોય છે. આ પ્રકારના ઝાડની લંબાઇ બહુ હોતી નથી તેથી તેને ઘરના બગીચામાં પણ સરળતાથી લગાવી શકાય છે.https://kisan-app.agrevolution.in/dehaat/post/keriinii-sudhaarelii-haaibridd-jaato-ane-smya સંદર્ભ શ્રેણી:વૃક્ષ શ્રેણી:ફળ
ભરકુંડા (તા. છોટાઉદેપુર)
https://gu.wikipedia.org/wiki/ભરકુંડા_(તા._છોટાઉદેપુર)
thumb|ભરકુંડા ગામનું પાટિયું ભરકુંડા (તા. છોટાઉદેપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છોટાઉદેપુર તાલુકામાં આવેલું એક ગામ છે. અછાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. શ્રેણી:છોટાઉદેપુર તાલુકો
ગુજરાતનાં હવાઈમથકો
https://gu.wikipedia.org/wiki/ગુજરાતનાં_હવાઈમથકો
ગુજરાત રાજ્યમાં કુલ ૧૮ હવાઈમથકો આવેલાં છે. આ હવાઈમથકોનું સંચાલન અને માલિકી એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ભારતીય વાયુસેના, ગુજરાત સરકાર અથવા ખાનગી કંપનીઓ હેઠળ છે. ગુજરાતમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈમથકો, નવ સ્થાનિક હવાઈમથકો, બે ખાનગી હવાઈમથકો અને ત્રણ સંરક્ષણ હવાઈમથકો છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ)ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઉડ્ડયન માળખાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. પરિભાષાઓની સમજૂતિ આ સૂચિમાં નીચેની માહિતી શામેલ છે: સેવામાં આવરી લેવાતો વિસ્તાર - નગર અથવા શહેર જ્યાં હવાઈમથક સ્થિત છે. આ વિસ્તાર હંમેશા ચોક્કસ સ્થાન ન પણ હોઈ શકે કારણ કે કેટલાક હવાઈમથકો જે તે વિસ્તારને આવરી લે છે તે નગર/શહેરની પરિઘમાં સ્થિત છે. ICAO – ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી ચાર અક્ષરની સંજ્ઞા (એરપોર્ટ કોડ). ભારત માટે ICAO સંજ્ઞાઓ VA (પશ્ચિમ ઝોન - મુંબઈ કેન્દ્ર), VE (પૂર્વ ઝોન - કોલકાતા કેન્દ્ર), VI (ઉત્તર ઝોન - દિલ્હી કેન્દ્ર) અને VO (દક્ષિણ ઝોન - ચેન્નાઈ કેન્દ્ર) અક્ષરોથી શરૂ થાય છે. IATA - ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને આપેલી ત્રણ અક્ષરની સંજ્ઞા (એરપોર્ટ કોડ). હવાઈમથકનો પ્રકાર - હવાઈમથકનો પ્રકાર, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વપરાતી પરિભાષાનો સમાવેશ થાય છે. નીચે આપેલા પ્રથમ કોષ્ટક મુજબ: હવાઈમથક કાર્યાત્મક સ્થિતિ - નીચેના બીજા કોષ્ટક મુજબ હવાઈમથકની કાર્યાત્મક સ્થિતિ: હવાઈમથક પ્રકાર વર્ણન આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને યાતાયાત સંભાળતું હોય એવું હવાઈમથક. આંતરરાષ્ટ્રીય (CE) સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે. કસ્ટમ્સ કસ્ટમ ચેકિંગ અને ક્લિયરન્સ સુવિધા સાથેનું એરપોર્ટ અને આખા વર્ષ દરમિયાન સ્થાનિક યાતાયાતનું સંચાલન કરે છે. આમાંનાં કેટલાંક કસ્ટમ્સ એરપોર્ટ પરથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનોનું મર્યાદિત સમય માટે સંચાલન થાય છે. સ્થાનિક માત્ર સ્થાનિક (ડોમેસ્ટિક) યાતાયાતનું સંચાલન કરતું હોય તેવું હવાઈમથક. સ્થાનિક (CE) સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે. રાજ્ય/ખાનગી રાજ્ય સરકાર અને/અથવા ખાનગી સંસ્થાઓનાં નિયંત્રણ હેઠળનું હવાઈમથક. વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોર્પોરેશનોની માલિકીનું હવાઈમથક, એરફિલ્ડ અથવા એરસ્ટ્રીપ માત્ર ખાનગી ઉપયોગ માટે છે. સંરક્ષણ ભારતીય સશસ્ત્ર દળોના નિયંત્રણ હેઠળનું એક એરફિલ્ડ જ્યાં વ્યાવસાયિક અને ખાનગી ઉડાનોનું સંચાલન થતું નથી. એરફોર્સ સ્ટેશનો, નેવલ એર સ્ટેશનો અને એરફોર્સ ટ્રેનિંગ સુવિધાઓ સિવાય અહીં સૂચિબદ્ધ છે. હવાઈમથક કાર્યાત્મક સ્થિતિ વર્ણન કાર્યરત સૂચવે છે કે હવાઈમથક જાહેર ઉપયોગ માટે સક્રિય વ્યાવસાયિક સેવા ધરાવે છે. બંધ સૂચવે છે કે હવાઈમથક હવે વ્યાવસાયિક સેવા માટે કાર્યરત નથી. પ્રસ્તાવિત અથવા બાંધકામ હેઠળ સૂચવે છે કે હવાઈમથક પ્રસ્તાવિત છે અથવા બાંધકામ હેઠળ છે. હવાઈમથકોની સૂચિ સૂચિમાં તેમની સંબંધિત ICAO અને IATA સંજ્ઞા સાથે આંતરરાષ્ટ્રીય, સ્થાનિક, સંરક્ષણ અને બિન-કાર્યરત એરપોર્ટનો સમાવેશ થાય છે. સેવાનો વિસ્તારહવાઈમથકનું નામIATAICAOહવાઈમથકનો પ્રકારકાર્યરતમાલીકી/સંચાલનRef(s)અમદાવાદસરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકAMDVAAHઆંતરરાષ્ટ્રીયહાAAI અને અદાણી ગ્રુપઅંબાજીઅંબાજી હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIઅમરેલીઅમરેલી વિમાનમથકXAMરાજ્ય/ખાનગીહાગુજરાત સરકારઅંકલેશ્વરઅંકલેશ્વર હવાઈમથકસ્થાનિકબાંધકામ હેઠળAAIભાવનગરભાવનગર હવાઈમથકBHUVABVસ્થાનિકહાAAIભુજભુજ હવાઇમથકBHJVABJસ્થાનિક (CE)હાMoD અને AAIબોટાદબોટાદ હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIદહેજદહેજ હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિત—દાહોદદાહોદ હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIડીસાડીસા હવાઇ મથક—VADSસ્થાનિક (CE)બાંધકામ હેઠળMoD અને AAIધોળાવીરાધોળાવેરા હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIધોલેરાધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક——આંતરરાષ્ટ્રીયબાંધકામ હેઠળAAIધોરડોધોરડો હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIદ્વારકાદ્વારકા હવાઈમથક——સ્થાનિક (CE)પ્રસ્તાવિતMoD અને AAIજામનગરજામનગર હવાઈમથકJGAVAJMસ્થાનિક (CE)હાMoD અને AAIજુનાગઢકેશોદ હવાઈમથકIXKVAKSસ્થાનિકહાAAIકંડલાકંડલા હવાઈમથકIXYVAKEસ્થાનિકહાAAIકેવડિયાકેવડિયા હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIમાંડવીમાંડવી હવાઈમથક——રાજ્ય/ખાનગીહાગુજરાત સરકારમહેસાણામહેસાણા હવાઈમથક——રાજ્ય/ખાનગીહાગુજરાત સરકારમીઠાપુરમીઠાપુર એરસ્ટ્રીપ—IN-0106રાજ્ય/ખાનગીહાટાટા કેમિકલ્સમોરબીમોરબી હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIમુન્દ્રામુન્દ્રા હવાઈમથક—VAMAરાજ્ય/ખાનગીહાઅદાણી ગ્રુપનલિયાનલિયા એરફોર્સ સ્ટેશન—VANYસંરક્ષણહાIAF (MoD )પાલીતાણાપાલીતાણા હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIપોરબંદરપોરબંદર હવાઈમથકPBDVAPRસ્થાનિકહાAAIરાજકોટરાજકોટ ઈન્ટરનેશનલ હવાઈમથકHSRVAHSઆંતરરાષ્ટ્રીયહાAAIરાજકોટ હવાઈમથકRAJVARKસ્થાનિકહાAAIરાજપીપલારાજપીપળા હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIરાજુલારાજુલા હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIસિદ્ધપુરસિદ્ધપુર હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAIસુરતસુરત આંતરરાષ્ટ્રીય હવાઈમથકSTVVASUઆંતરરાષ્ટ્રીયહાAAIવડોદરાવડોદરા હવાઈમથકBDQVABOકસ્ટમ્સહાAAIવડનગરવડનગર હવાઈમથક——સ્થાનિકપ્રસ્તાવિતAAI ગુજરાત સરકાર પાસે ચાડ બેટ, ધ્રાંગધ્રા, વાંકાનેર, વઢવાણ, રાધનપુર , ખંભાળિયા, મોરબી , પરસોલી અને લીમડીમાં ખાતે આવેલ અન્ય બિન-કાર્યરત હવાઈપટ્ટી અને હવાઈમથકોની માલિકી છે. તેમાંથી મોટા ભાગના બ્રિટિશ ભારતના સમયગાળા દરમિયાન અગાઉના રજવાડાઓ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાની માલિકીની બિન-કાર્યરત સંરક્ષણ હવાઈપટ્ટી કચ્છના ખાવડા ખાતે આવેલી છે. ગુજસેલ દ્વારા મોરબી અને પાલિતાણા, અંબાજી, દ્વારકા અને ધોળાવીરા જેવા પ્રવાસન અને તીર્થસ્થાનોમાં નવા એરફિલ્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૬માં, ગુજરાત સરકારે પ્રાદેશિક પહેલના ભાગરૂપે મહેસાણા, સુરત, ભાવનગર, જામનગર, પોરબંદર, કેશોદ, જૂનાગઢ, અમરેલી, ભુજ, કંડલા, ડીસા, માં સ્થિત ૧૧ હવાઈમથકો અને રનવેને સુધારવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના બનાવી છે અને રાજપીપળા ખાતે ડોમેસ્ટિક એરપોર્ટની દરખાસ્ત કરી છે. ગેલેરી સંદર્ભ
ભારત આદિવાસી પાર્ટી
https://gu.wikipedia.org/wiki/ભારત_આદિવાસી_પાર્ટી
ભારત આદિવાસી પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય એક રાજકીય પક્ષ છે. આ પાર્ટીએ ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ચાર બેઠકો, રાજસ્થાનમાં ત્રણ અને મધ્ય પ્રદેશમાં એક બેઠક જીતી હતી.https://zeenews.india.com/gujarati/india/bap-party-that-was-formed-2-months-ago-made-a-comeback-beating-the-bjp-congress-312792 BAPનું ચૂંટણી ચિન્હ હોકી સ્ટિક અને બોલ છે.https://gujarati.indianexpress.com/national-news/rajasthan-assembly-elections-2023-bhartiya-adivasi-party-spoil-in-rajasthan-congress-bjp-jsart-import-ag/209854/ સંદર્ભ
શંકરદેવ
https://gu.wikipedia.org/wiki/શંકરદેવ
શ્રીમંત શંકરદેવ ( અસમીયા : শ্ৰীমন্ত শংকৰদেৱ) એ આસામી ભાષાના ખૂબ જ પ્રખ્યાત કવિ, નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, સામાજિક આયોજક અને હિન્દુ સમાજ સુધારક હતા. તેમણે નવવૈષ્ણવ અથવા એકશરણ ધર્મનો પ્રચાર કરીને આસામી જીવનને એકત્રિત અને એકીકૃત કર્યું. રચનાઓ શંકરદેવ દ્વારા રચિત પ્રથમ કવિતા નીચે મુજબ છે- કરતલ કમલ કમલ દલ નયન। ભબદબ દહન ગહન બન શયન॥ નપર નપર પર સતરત ગમય। સભય મભય ભય મમહર સતતય॥ ખરતર બરશર હત દશ બદન। ખગચર નગધર ફનધર શયન॥ જગદઘ મપહર ભવભય તરણ। પરપદ લય કર કમલજ નયન॥ કાવ્ય હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન અજામિલ ઉપાખ્યાન રુક્મિણી હરણ કાવ્ય બલિછલન અમૃત મન્થન ગજેન્દ્ર ઉપાખ્યાન કુરુક્ષેત્ર ગોપી-ઉદ્ધવ સંવાદ કૃષ્ણ પ્રયાણ - પાણ્ડવ નિર્વારણ ભક્તિતત્ત્વ પ્રકાશક ગ્રન્થ ભક્તિ પ્રદીપ ભક્તિ રત્નાકર (સંસ્કૃત) નિમિ-નવ-સિદ્ધ સંવાદ અનાદિ પાતન અનુવાદમૂલક ગ્રન્થ ભાગવત પ્રથમ, દ્વિતીય દશમ સ્કન્ધર આદિછોવા દ્બાદશ સ્કન્ધ રામાયણર ઉત્તરકાણ્ડ નાટક પત્ની પ્રસાદ કાલિય દમન કેલિ ગોપાલ રુક્મિણી હરણ પારિજાત હરણ રામ વિજય ગીતઃ બરગીતબિપુલજ્યોતિ ડટ ઇન ભટિમા (દેવભટિમા, નાટભટિમા, રાજભટિમા) ટોટય ચપય નામ-પ્રસંગ ગ્રન્થ કીર્તન ઘોષા ગુણમાલા હરિશ્ચન્દ્ર ઉપાખ્યાન ભક્તિ પ્રદીપ અનાદિ પતન અજામિલ ઉપાખ્યાન અમૃત મન્થન બલિ છલન આદિ દશમ કુરુક્ષેત્ર નિમિ-નવ-સિદ્ધ સંવાદ ઉત્તરકાણ્ડ રામાયણ (અનુવાદ) પત્નીપ્રસાદ, કાલિય દમન યાત્રા, કેલિ ગોપાલ, રુક્મિણી હરણ, પારિજાત હરણ, રામ વિજય આદિ નાટક ભક્તિરત્નાકર (સંસ્કૃત) સંદર્ભ
અશ્વિની વૈષ્ણવ
https://gu.wikipedia.org/wiki/અશ્વિની_વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ (જન્મ 18 જુલાઈ 1970) એક ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ IAS અધિકારી છે જેઓ હાલમાં 2021 થી ભારત સરકારમાં 39મા રેલ્વે મંત્રી, 55મા સંચાર મંત્રી અને બીજા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને રાજ્યસભાના ધારા સભ્ય છે આને 2019 થી ઓડિશાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે. અગાઉ 1994 માં, વૈષ્ણવ ઓડિશા કેડરમાં ભારતીય વહીવટી સેવા (IAS) માં જોડાયા હતા, અને ઓડિશામાં કામ કર્યું છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ વૈષ્ણવ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના જીવંદ કલ્લાન ગામનો રહેવાસી છે. બાદમાં, તેમનો પરિવાર રાજસ્થાનના જોધપુરમાં સ્થાયી થયો. વૈષ્ણવે તેમનું શાળાકીય શિક્ષણ જોધપુરની સેન્ટ એન્થોની કોન્વેન્ટ સ્કૂલ અને મહેશ સ્કૂલ, જોધપુરમાં કર્યું હતું. તેણે 1991માં MBM એન્જિનિયરિંગ કૉલેજ (JNVU) જોધપુરમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ કોર્સમાં ગોલ્ડ મેડલ સાથે સ્નાતક થયા અને પછી M.Tech પૂર્ણ કર્યું. IIT કાનપુરમાંથી, 1994માં ભારતીય વહીવટી સેવામાં જોડાતા પહેલા 27માં અખિલ ભારતીય રેન્ક સાથે 2008 માં, વૈષ્ણવ પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાંથી એમબીએ કરવા માટે યુએસ ગયા.Ashwini Vaishnav RS Candidature Fuels BJD-BJP Deal Talk Odisha Bytes - June 23, 2019 સરકારી કર્મચારી 1994 માં, વૈષ્ણવ ઓડિશા કેડરમાં ભારતીય વહીવટી સેવામાં જોડાયા, અને બાલાસોર અને કટક જિલ્લાના જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપવા સહિત ઓડિશાના વિવિધ ભાગોમાં વ્યાપકપણે કામ કર્યું છે. સુપર સાયક્લોન 1999ના સમયે, તેમણે ચક્રવાતના વાસ્તવિક સમય અને સ્થળને લગતી માહિતી એકત્ર કરવામાં વ્યવસ્થાપિત કરી, તે ડેટા એકત્ર કરીને ઓડિશા સરકારે ઓડિશાના લોકો માટે સલામતી માપન કર્યું. તેમણે 2003 સુધી ઓડિશામાં કામ કર્યું જ્યારે તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે નિયુક્ત થયા. પીએમઓમાં તેમના સંક્ષિપ્ત કાર્યકાળ પછી જ્યાં તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જાહેર-ખાનગી-ભાગીદારીનું માળખું બનાવવામાં યોગદાન આપ્યું હતું, 2004માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ ચૂંટણી હારી ગયા પછી વૈષ્ણવને વાજપેયીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2006 માં, તેઓ મોરમુગાવ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી ચેરમેન બન્યા, જ્યાં તેમણે આગામી બે વર્ષ સુધી કામ કર્યું. વેપાર અને સાહસિકતા તેમણે વોર્ટન બિઝનેસ સ્કૂલમાં એમબીએ પૂર્ણ કરવા માટે શૈક્ષણિક લોન લીધી હતી. તેમને સમજાયું કે શૈક્ષણિક લોન ચૂકવવામાં તેમને ભાગ્યે જ મહિનાઓ લાગશે અને આખરે 2010 માં સિવિલ સર્વિસ છોડીને ખાનગી ક્ષેત્રમાં જોડાવા અને એક ઉદ્યોગ શરૂ કર્યો. સફળ બિઝનેસ કેવી રીતે ચલાવવો તેની સમજ મેળવવા માટે તેણે એમબીએની ડિગ્રી મેળવી. તેમના MBA પછી, વૈષ્ણવ ભારત પાછા આવ્યા અને GE ટ્રાન્સપોર્ટેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યારબાદ, તેઓ સિમેન્સ સાથે વાઇસ પ્રેસિડેન્ટ - લોકોમોટિવ્સ અને હેડ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેટેજી તરીકે જોડાયા. 2012 માં, તેમણે ગુજરાતમાં થ્રી ટી ઓટો લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને વી જી ઓટો કોમ્પોનન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી, બંને ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ ઉત્પાદન એકમો. રાજકીય કારકિર્દી left|thumb| વૈષ્ણવ 8 જુલાઈ 2021ના રોજ નવી દિલ્હીમાં રેલ્વે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. વૈષ્ણવ હાલમાં ભારતીય સંસદના સભ્ય છે, રાજ્યસભામાં ઓડિશા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઓડિશામાં બીજુ જનતા દળના સભ્યોની મદદથી રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીતી હતી. વૈષ્ણવને ગૌણ કાયદા અને અરજીઓ અને વિજ્ઞાન અને તકનીકી, પર્યાવરણ અને જંગલોની સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2019 માં, વૈષ્ણવે સંસદમાં દલીલ કરી હતી કે તે સમયે ભારત દ્વારા જે આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો તે ચક્રીય હતો અને તે માળખાકીય મંદી નહોતી, અને તે માર્ચ 2020 સુધીમાં તળિયે જવાની સંભાવના છે અને તે પછી નક્કર વૃદ્ધિ થશે. વૈષ્ણવ દ્રઢપણે માને છે કે દેશનું નિર્માણ કરવાનો માર્ગ એ છે કે પૈસાને વપરાશમાં નાખવાને બદલે રોકાણમાં નાખવા. વૈષ્ણવે રાજ્યસભામાં 5 ડિસેમ્બર 2019ના રોજ કરવેરા કાયદા (સુધારા) બિલ, 2019ને પણ સમર્થન આપ્યું હતું. તેમનું માનવું હતું કે કર માળખાને ઘટાડવાનું અથવા તેના બદલે તર્કસંગત બનાવવાનું પગલું ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને ભારતીય ઉદ્યોગનો મૂડી આધાર પણ વિકસાવશે. ટેકો આપતી વખતે, તેમણે વધુમાં એવી દલીલ કરી હતી કે કર માળખાના ચોક્કસ તર્કસંગતકરણથી કોર્પોરેટ્સને ડી-લીવરેજ કરવામાં મદદ મળશે અને જાળવી રાખેલી કમાણી અને અનામત અને સરપ્લસમાં વધારો થશે, જે અર્થતંત્રના માળખાકીય વિકાસ માટે પાયો નાખશે. આ ઉપરાંત, તેમણે તે મુદ્દાઓ પર જાહેર પ્રવચનને આગળ વધારવા માટે રાજ્યસભામાં શિપ રિસાયક્લિંગ બિલથી લઈને મહિલા સુરક્ષા સુધીના મુદ્દાઓ પર પણ વાત કરી છે. કેબિનેટ મંત્રી જુલાઈ 2021 માં, 22માં કેબિનેટ ફેરબદલમાં, તેમને રેલ્વે મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને સંચાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી તરીકે તેમણે મે 2023માં ભારતમાં સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું હતું. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:૧૯૭૦માં જન્મ શ્રેણી:જીવિત લોકો
નીરજી
https://gu.wikipedia.org/wiki/નીરજી
REDIRECT ક્લોરિન